Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૭૭

ચોપાઇ- પછી વીત્યા થોડા ઘણા દન, આવ્યા વરતાલે જગજીવન । આસોવદી અમાસને દન, કર્યું દીપ ઉત્સવનું મન ।।૧।। આવ્યા તેડાવ્યા સર્વે દાસ, જોઇ જીવન મન હુલાસ । કરે નિત્ય નવી લીળા લાલ, જોઇ જન થાય છે નિહાલ ।।૨।। જેમ અન્યલોક થાય ભેળા, એમ સમજશ્યોમાં એહ લીળા । જેને કહું છું ફરિફરિ અમે, તેની રીત્ય સાંભળજયો તમે ।।૩।। નર ઇચ્છે છે નરેશ થાવા, રાજા ઇચ્છે અમરલોક જાવા । અમર ઇચ્છે ઇંદ્ર પદવી, ઇંદ્ર ઇચ્છે થાવા આદ્ય કવિ ।।૪।। વિધિપર તે વિરાટ કહીએ, તે પર પ્રધાન પુરૂષ લહીએ । તે પર મૂળપ્રકૃતિ પુરૂષ, તેથી પર અક્ષર સુજશ ।।૫।। અક્ષર પર પુરૂષોત્તમ જેહ, તેણે ધર્યું મનુષ્યનું દેહ । તેનું દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહુ વિચારોને મનમાંથી ।।૬।। જે છે મન વાણીને અગમ, તે તો આજ થયા છે સુગમ । અતિ દુર્લભ દર્શન જેનાં, કહું છું આ ચરિત્ર હું તેનાં ।।૭।। જે કોઇ જાણે અજાણ્યે સાંભળશે, તેના જન્મમરણ તાપ ટળશે । જે કોઇ સમજે જથારથ જન, તેનું થાશે તેજોમય તન ।।૮।। માહાત્મ્ય સહિત સમજશે સ્વરૂપ, તે તન મુક્તાં અક્ષરરૂપ । છેતો વાત મોટી એવી ઘણી, નાવે પ્રતીત કહેતાં તે તણી ।।૯।। પણ જાણ્યે અજાણ્યે જે જન, કરશે મહાપ્રભુનાં દર્શન । વળી સુણશે આ લીળા ચરિત્ર, તે નર થાશે નિશ્ચય પવિત્ર ।।૧૦।। માટે કહું છું […] read more
0 Views : 151

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૭૮

રાગ સામેરી- પછીપ્રભુજી બોલિયા, અમે કરી લીળા અનેક । હવે વર્ષોવર્ષમાં, ઉત્સવ કરશું એક ।।૧।। હોળી દિવાળી ને અષ્ટમી, રામનવમી ને શિવરાતરી । જયા વિજયા અકાદશી, પાપમોચની ને ધાતરી ।।૨।। એહ દિવસ ઉત્સવ કર્યા, ત્યાં તેડાવિયા હરિજન । હવે અણતેડે આવજયો, પ્રબોધની એકાદશી દન ।।૩।। ર્કાિતકસુદી એકાદશી, તેહનું પ્રબોધની નામ । તેદિ સતસંગી સંત સહુ, આવજયો વડતાલ ગામ ।।૪।। એવું સાંભળી શ્રવણે, ચાલ્યા દેશોદેશથી દાસ । ઉત્સવ ઉપર આવિયા, બ્રહ્મચારી સંત સંન્યાસ ।।૫।। પૂર્વદેશ અયોધ્યા પ્રાંતથી, આવ્યા છે જન અનંત । કાશી મિથિલા પ્રાંતથી, આવ્યા ગંગાસાગરના સંત ।।૬।। શોણભદ્ર પ્રાંતના, પ્રયાગ પ્રાંતના જન । ગયા પુરૂષોત્તમપુરીથી, આવ્યા કરવા દરશન ।।૭।। મથુરા વૃંદાવન પ્રાંતમાં, જે હતા મુમુક્ષુ જીવ । અવંતિ નગરીથી આવિયા, નયણે નિરખવા પિવ ।।૮।। ઉત્તરદેશથી આવિયા, કાશ્મીર ને કુરુક્ષેત્રથી । હરદ્વાર પુષ્કર પ્રાંતના, આવ્યા અર્બુદાચળ પવિત્રથી ।।૯।। મારુદેશ સિધ્ધપદ પ્રાંતના, એહ આદિ દેશ અપાર । દર્શન કરવા દયાળનાં, સહુ આવિયાં નરનાર ।।૧૦।। પશ્ચિમ દેશથી આવિયા, સિંધુપ્રાંતના સેવનાર । કચ્છ વાગડ વાલાક સોરઠ, આવ્યા પાંચાળના રહેનાર ।।૧૧।। સૌભીર આભીર હાલારના, જીયાં જીયાં હતા જન । તેહ સર્વે આવિયા, કરવા હરિદર્શન ।।૧૨।। દક્ષિણદેશથી દર્શને, આવ્યા જન ઉમંગથી । સેતુબંધ રામેશ્વરના, આવ્યા વેંકટ્રાદ્રિ શ્રીરંગથી ।।૧૩।। પદ્મનાભ પ્રાંતના, આવ્યા મલિયાદ્રિપ્રાંતિ મળી । શિવ વિષ્ણુકાંચી પ્રાંતના, દંડકારણ્ય પ્રાંતના વળી ।।૧૪।। વિંધ્યાચળ પ્રાંતના, વળી તપતી […] read more
0 Views : 168

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૭૯

ચોપાઇ- અલબેલોજી અંતરજામી, જે કોઇ સર્વે તણા કાવે સ્વામી । તેણે જાણી છે જનની તાણ, ચાલ્યા ગઢડેથી શ્યામ સુજાણ ।।૧।। આપે અશ્વે થયા અસવાર, સંગે સખા હજારો હજાર । તેપણ તોરંગે થયા તૈયાર, શોભે અશ્વ અતિશે અપાર ।।૨।। મેલા મજીઠા નીલા નવરંગ, રાતા માતા ને તાતા તોરંગ । હરડા હાંસલા રોઝા રૂપાળા, આકળા ઉતાવળા બાવળા ।।૩।। વળી ઘોડી ઘણી જાતવંતિ, એકએકથી ઓપે છે અતિ । હર્ણી માણકવર્ણી વિજળી, કપિક્યાડિ કેશર વાંગળી ।।૪।। લખી લક્ષમી લાડકી લાલ, બેરી બોદલી ચાંદરી ઉતાલ । મલી માછલી રેડી રૂપાળી, પાંખાળી સોઝવાળી શિંગાળી ।।૫।। તિખિ તાજણ્યું જવાદ્યું જાણો, ફુલમાળ પટુઇ પ્રમાણો । છબિલી ને છોગાળી એ આદિ, ઘણી ઘોડી રૂડી રાયજાદિ ।।૬।। કર્યાં કાઠીએ સજજ કેકાણ, માંડિયાં શંખલાદિ પલાણ । ચડ્યા માણકીએ મહારાજ, તેણે માંડ્યા છે સોનેરી સાજ ।।૭।। ચાલી ઘોડાતણી ઘણી ઘટ, શ્યામ સંગે છે સખા સુભટ । આવે વાટમાંહિ ગામ ઘણાં, કરે દર્શન જન હરિતણાં ।।૮।। કોઇ કહે રહો ઇયાં રાજ, કોઇ કહે જમી ચાલો મહારાજ । કોઇ કહે રહો ઘડીવાર, અમે ચાલવા છીએ તૈયાર ।।૯।। એમ આવી આડાં જન ફરે, તેને અલબેલો ઉત્તર કરે । કહે કેડ્યેથી આવજો તમે, છીએ આજ ઉતાવળા અમે ।।૧૦।। એમ કહી ધ્રોડવી ઘોડી, માણ્યકવર્ણી જે માણકી રૂડી । જાણ્યું છુટ્યો કમાનથી તિર, ખર્યો તારો અંબરે અચિર ।।૧૧।। […] read more
0 Views : 131

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮૦

રાગ સામેરી- પછી સતસંગમાં શિરોમણી, વાસી ગઢડા ગામના । અતિ ત્યાગી તપસી તને, વાલા સુંદર શ્યામના ।।૧।। તે પ્રીત્યેશું લાગ્યા પૂછવા, નાથજી તમે સાંભળો । લીળા કરી વળી ગુજરદેશે, પવિત્ર કર્યો સઘળો ।।૨।। હવે હરિ દયા કરી, કરો ઉત્સવ આંહિ તમે । સતસંગી ને સંતનાં તો, દરશન કરીએ અમે ।।૩।। આપો અમને આગન્યા, કરીએ સામાન રસોઇનો । નોતરું દિવસ વિશનું, તેમાં ભાગ ન કરવો કોઇનો ।।૪।। વળતાં વાલમ બોલિયા, ઘણો દાખડો પડશે વળી । માનો અમારી આગન્યા, કરો સામાન બેન બેઉ મળી ।।૫।। પછી માની મહારાજની આગન્યા, ઘણા મિસરી ઘૃત મંગાવિયાં । પડસુદિના પાક કરાવ્યા, ભોજન મન ભાવિયાં ।।૬।। પછી મેલી મુનિને કંકોતરી, સતસંગીને તેડાવિયા । સંત શ્રવણે સાંભળી, વળી તરત તિયાં આવિયા ।।૭।। આવી પાય લાગ્યા પ્રભુને, નિરખિયા નયણાં ભરી । પછી સર્વે સંતને વળી, હેતેશું મળ્યા હરિ ।।૮।। અતિ હેત સમેતશું, પછી સંતને બોલાવિયા । હસિહસિને બોલે હરિ, કહે નાથ ભલે આવિયા ।।૯।। પછી કરી રસોઇ ચાલતી, મનમાન્યા મોદક મોતીયા । જલેદાર જલેબીયો, બીજા પાક નવ જાય કહ્યા ।।૧૦।। બેસે પરમહંસ પંગતિ, વળી પીરસે પોતે હરિ । જમે જન જીવન પોત્યે, જમાડે જોરે કરી ।।૧૧।। માથે હાથ મુકી આપે, મોદક મનગમતા । દિયે જલેબી જનને, વળી સુખમાંહિ જમતા ।।૧૨।। સુંદર શાક સોયામણાં, વૃંતાક ને વડીતણાં । રૂડી કડી […] read more
0 Views : 130

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮૧

ચોપાઇ- એવી લીળા અલબેલે કીધી, પછી સંતને શિખજ દીધી । કહે નાથ સુણો સહુ જન, તમે રહેજયો મનમાં મગન ।।૧।। વળી કરશું ઉત્સવ અમે, મળી આવજો મુનિઓ તમે । જાઓ ફરો કરો હરિ વાત, રહેજયો રાજી તમે રળિયાત ।।૨।। ઘણા ઘણા ઉત્સવ કરીને, દઇશ સુખ હું ફરિફરિને । અતિ તમને લડાવવા લાડ, મારા મનમાં છે ઘણી ચાડ ।।૩।। કરૂં તમને પૂરણકામ, એમ બોલિયા સુંદરશ્યામ । સંત સાંભળી વાલાની વાણી, ચાલ્યા આનંદ ઉરમાં આણી ।।૪।। કૈક ગયા છે ગુરજરદેશ, કૈકે કર્યો કચ્છે પ્રવેશ । વાગડ સોરઠ વાલાકે વળી, ગઇ મારૂ દેશમાં મંડળી ।।૫।। કૈક પોત્યા છે પૂરવ માંય, કરવા વાત પ્રભુજીની ત્યાંય । એમ સર્વે દેશે સંત ગયા, જેને રાખ્યા તે પાસળે રહ્યા ।।૬।। એમ આનંદમાં સહુ સંત, કરે લીળાની વાતો અત્યંત । ચિંતવે નિત્ય ચરિત્ર ચિત્તે, કરે પરસ્પર વાતો પ્રીતે ।।૭।। તેણે આનંદ અંગે ન માય, રાત્ય દિવસ રાજીપે જાય । કરે વાત પ્રભુની વિસ્તારી, સુણે પરસ્પર નરનારી ।।૮।। સાચી વાત શ્રવણે સાંભળી, થાય સત્સંગી કુસંગી ટળી । આપે જ્ઞાન દાન એમ સંત, ફરે જગતમાં તારવા જંત ।।૯।। જીયાં જીયાં મુનિજન ફરે, તિયાં પૃથિવી પાવન કરે । એવા સંત જન સુખકારી, અતિ પવિત્ર પરઉપકારી ।।૧૦।। જેને એક હરિની છે આશ, સવેર્જક્તથી રહે છે ઉદાસ । જેને પૂરણબ્રહ્મશું પ્રીત, અન્ય વસ્તુ […] read more
0 Views : 137

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮ર

રાગ સામેરી- પછી પધાર્યા ગઢડે, હરિજનને હેતે કરી । રહી દિન થોડાઘણા, અમદાવાદ જાવા ઇચ્છા કરી ।।૧।। પછી પ્રભુજી પધારીયા, શ્રીનગર સુંદર શ્યામ । દેવા દરશન દાસને, પુરવા હૈયાની હામ ।।૨।। દાસ સહુ દિવસના, દરશન વિના દુઃખી હતા । તેને તે સુખ આપવા, આવ્યા સખા સમીપે શોભતા ।।૩।। પુરપતિ રાજી અતિ, નરપતિ આવી નમિયો । દાઝ્યા કુમતિ કુમોદની, જાણી હરિ અર્ક ઉદય થયો ।।૪।। હરિજન મન હુલશ્યાં, જેમ ફુલ્યાં કમળનાં વન । નાથ નયણે નિરખી, અતિ મન થયાંછે મગન ।।૫।। પછી ગાતે વાતે ગામમાં, પ્રભુને પધરાવિયા । અવિદ્યા જનને ઉપરે, જીત્યના ડંકા વજાવિયા ।।૬।। પાંચ દિવસ પુરમાં, આપે રહ્યા અલબેલ । પછી પોત્યે પધારીયા, સંગે સખા લઇ રંગરેલ ।।૭।। કૈક ચડ્યાં ચોતરે, કૈક ચડ્યાં અગાશી અટારીયે । જુવે ઝરૂખા ગોખમાં, કઇક બેઠાં બારીયે ।।૮।। પડે ધ્રોશ પડઘમતણી, ઘણી ભિડ્ય ચૌટા ચોકમાં । બાલ જોબન વૃધ્ધ વનિતા, બોલે જયજય લોકમાં ।।૯।। નરનારીયે નાથ નિરખી, લાવો લીધો લોચનનો । મીટે મનોહર મૂરતિ, જોઇ પુર્યો મનોરથ મનનો ।।૧૦।। દાસને દરશન દેતા, ધીરેધીરે હાલે હરિ । સમૂહ જન સનેહશું, નાથ નિખેર્નયણાં ભરી ।।૧૧।। પછી પોત્યે પધારીયા, પ્રભુજી પુરબારણે । અનેક જન જીવન જોઇ, વળી જાય વાલાને વારણે ।।૧૨।। એમ દઇ દર્શન દાસને, ચાલ્યા દીનદયાળ । જનમન રંજન કરવા, હરિ આવિયા વેલાલ્ય ।।૧૩।। અતિ ઉત્સવ […] read more
0 Views : 115

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮૩

ચોપાઇ- રહ્યા ગઢડે ચાતુરમાસ, પછી એમ બોલ્યા અવિનાશ । કોઇ નર આપે અન્ન ધન, કોઇ વસુધા વારિ વસન ।।૧।। કોઇ આપે ગજ બાજ ગાય, બીજાં બહુ દાન જે કહેવાય । સવેર્દાનમાં અધિક જેહ, સહુ મળી વળી શોધો તેહ ।।૨।। વળતા બોલિયા સંત સુજાણ, સાંભળો મારા જીવનપ્રાણ । અભયદાન અધિક સહુથી, એની બરોબર બીજું નથી ।।૩।। તેતો દાન તમથી દેવાય, તમને નિરખે તે નિર્ભય થાય । એવી સાંભળી સંતની વાત, વાલો કહે ચાલો ગુજરાત ।।૪।। પછી કાઠીયે સજયાં કેકાણ, માંડ્યાં ઘણમુલે ઘોડે પલાણ । હાંહાં કરતાં ગુજરધર આવ્યા, કર્જીસણ જઇ સંત બોલાવ્યા ।।૫।। દિન દોય રહ્યા એહ ઠામ, પછી વાલો આવ્યા વડુગામ । પુર બહાર ઉતરિયા નાથ, સર્વે સંત હતા પોતા સાથ ।।૬।। કીધા પ્રશ્ન ઉત્તર પ્રસંગ, બોલ્યા જેનાં જેવાં હતાં અંગ । ત્યાંથી ચાલિયા સુંદરશ્યામ, આવ્યા ઓળેથી આદ્રેજ ગામ ।।૭।। તિયાં અન્નકોટ ઉત્સવ કરી, આપી સુખ ચાલ્યા ત્યાંથી હરિ । ભક્ત એક રહે કોલવડે, તેહ ગામે ઉતરીયા વડે ।।૮।। તેને ઘેર જમ્યા જઇ નાથ, આપ્યા મુનિને મોદક હાથ । કરે લીળા જન મનભાવે, ત્યાંથી અલબેલો આવ્યા ઉનાવે ।।૯।। તિયાં ભક્ત રૂડો રામદાસ, તેને ઘેર ગયા અવિનાશ । નરનારી અપાર હરખ્યાં, થયાં રાજી નાથજી નિરખ્યા ।।૧૦।। ધૂપ દીપ ઉતારી આરતી, જુગતે જમાડ્યા પ્રાણપતિ । બીજી બહુ રીત્યે કરી રસોઇ, જમ્યા નાથ […] read more
0 Views : 146

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮૪

રાગ સામેરી- પછી ગામ ગઢડે, આવિયા તે અલબેલ । કરે લીલા લલિત ભાત્યે, રસિયોજી રંગરેલ ।।૧।। દિયે આનંદ દાસને, અતિહાસ વિલાસ હરિ કરી । સુંદર મનોહર મૂરતિ, જન નિરખે નયણાં ભરી ।।૨।। નાવા જાય નિત્યે નીરમાં, સખા સવેર્સંગ લઇ । સંત સંગે શ્યામળો, અતિ રંગે રમે રાજી થઇ ।।૩।। ઉછાળે જળ અતિ ઘણાં, સામસામા સખા મળી । એકકોરે અલબેલો થઇ, વધારે રમત્ય વળી ।।૪।। કરે ક્રીડા જળમાંહિ, સખા સંગે શ્યામ રે । અનેક જીવ જીવન જોઇ, થાય પૂરણકામ રે ।।૫।। નાહિ નિસર્યા નાથજી, જળમાંહિથી વળી બહાર । વસ્ત્ર પહેરી વાલ્યમો, થયા અશ્વ ઉપર અસવાર ।।૬।। આવી બેઠા ઓસરિયે, સુંદર ઢળાવી ઢોલિયો । શોભે સમૂહ સંતનો, તેતો નવ જાય બોલિયો ।।૭।। પ્રશ્ન ઉત્તર અતિ ઘણા, માંહોમાંહિ મળી કરે । પછી પ્રશ્ન લઇ પોતે, અલબેલોજી ઓચરે ।।૮।। કરે અલૌકિક ઉત્તર આપે, સુણ્યો નોય કેદિ શ્રવણે । સાંભળી જન મગન થાય, ધન્ય ધન્ય સહુ ભણે ।।૯।। નિત્ય નવી કરે વારતા, વળી નાય નિત્ય નીરમાં । શ્વેત વસ્ત્ર સુમનહારે, શોભે ઘણું શરીરમાં ।।૧૦।। એમ લીળા બહુ કરતા, શ્રાવણ ભાદ્ર વહી ગયા । આવ્યો આસો આનંદકારી, દિવાળીના દિન થયા ।।૧૧।। કર્યો ઉત્સવ અન્નકોટનો, સંત સહુ ત્યાં આવિયા । વિવિધભાત્યે ભોજન કરી, નાથે હાથે જમાવિયા ।।૧૨।। પુરી માળા ત્યાં દીપની, તે અતિશે શોભે ઘણી । શ્વેતદ્વીપ […] read more
0 Views : 128
Powered By Indic IME