Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪પ

પૂર્વછાયો- પછી લોકમાં એમ જાણિયું, સ્વામી પાસે આવ્યા છે સંત । નાની વયમાં ન થાય એવાં, કર્યાં છે તપ અનંત ।।૧।। તે સુણી દેશોદેશથી, આવે છે નર ને નાર । યોગી ત્યાગી દર્શને, આવે લોક હજારો હજાર ।।૨।। તે મનુષ્યને સ્વામી પોતે, ઓળખાવે છે બ્રહ્મચાર । કૃશ તને તપસી અતિ, જોઇ વિસ્મય પામે નરનાર ।।૩।। પછી પુછે છે સ્વામીને, ક્યાંથી આવ્યા આ વર્ણીરાજ । નાની વયમાં મોટા અતિ, તપ કરે છે મહારાજ ।।૪।। ચોપાઇ- જોને પહેરી છે યજ્ઞોપવિત, જટા શિશે શાંતિ અતિચિત્ત । નાડિયો જે શરીર મોઝાર, સર્વે નિસરિ રહી છે બાર ।।૫।। ઉર્ધ્વપુંડ્ર ને તુલસીની માળા, ઉદાર છે પાસે મૃગછાલા । ધ્યાને કરી સ્થંભ્યાં છે લોચન, અતિ વિસારિ મુક્યું છે તન ।।૬।। બહુ નિસ્પૃહી ને નિરમાન, એવા આ કોણ છે ભગવાન । ત્યારે સ્વામી કહે સુણો તેહ, આવ્યા કોશળ દેશથી તેહ ।।૭।। એનાં માતા પિતા હતાં જેહ, અતિ ધર્મવાળાં બેઉ તેહ । કરતાં ભગવાનની ભક્તિ, તે સુણતાં પોતે હેતે અતિ ।।૮।। ભક્તિ જ્ઞાન વૈરાગ્ય માહાત્મ્ય, જેમ સાંભળ્યું છે રહે છે તેમ । એણે સર્વે સંબંધીને ત્યાગી, ગયાતા વનમાં બડભાગી ।।૯।। તિયાં ઘોર તપ અતિ કરી, કર્યા ભક્તિએ પ્રસન્ન શ્રીહરિ । ત્યાંથી આવ્યા છે હરિઇચ્છાયે, કર્યાં તપ તે ધ્રુવે ન થાયે ।।૧૦।। એવાં સ્વામીનાં વચન સાંભળી, અતિવિસ્મય પામ્યાં જન વળી […] read more
0 Views : 465

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪૬

પૂર્વછાયો- સુંદર કથા સાંભળો, થયા સ્વામિના વર્ણી શિષ્ય । ડાહ્યા સર્વે સદ્ગુણ જેમાં, અસાધારણ અહોનિશ ।।૧।। એવા હરિ બુદ્ધિવંતશું, સ્વામીએ રાખ્યો સખાભાવ । કાંઇક કામ કારણે, પુછે પોતે કરી ઉછાવ ।।૨।। જિયાં જિયાં પોતે વિચર્યા, તિયાં તિયાં ર્વિણ સાથ । રૈવતાચળ આસપાસળે, કર્યા બહુ જીવ સનાથ ।।૩।। કૃષ્ણની ભક્તિ અતિશે, પ્રવર્તાવી જનમાંય । જિજ્ઞાસુ જીવ જોઇને, પોતે ફર્યા ગ્રેવા બાંય ।।૪।। ચોપાઇ- ક્યાંક પક્ષ ક્યાંક રહ્યા માસ રે, એમ ફર્યા દેશ અવિનાશ રે । એમ રહેતા દેતા દર્શન શ્યામ રે, આવ્યા પોતે જેતપુર ગામ રે ।।૫।। ત્યાં ઉનડ નામે રાજન રે, તેણે રાખ્યા છે કરી સ્તવન રે । કહ્યું આ જે સરવે છે મારૂં રે, તેતો જાણજયો સ્વામી તમારૂં રે ।।૬।। પછી રહ્યા તિયાં રામાનંદ રે, સર્વે જનને દેવા આનંદ રે । રહે સેવામાં હરિ તત્પર રે, કરે સેવા સ્વામીની સુંદર રે ।।૭।। ગુણે કરી અધિક છો સહુથી રે, ગુણ સ્વાભાવિક છે આવ્યા નથી રે । સવેર્કાળ વળી સર્વે સ્થળ રે, સ્વસ્વરૂપ વિષે રહે અચળ રે ।।૮।। સત્ય શૌચ દયા ક્ષમા ત્યાગ રે, સંતોષ આર્જવ ને વૈરાગ્ય રે । શમ દમ સામ્ય ઉપરતિ રે, તપ તેજ તિતિક્ષાના પતિ રે ।।૯।। શાસ્ત્રજ્ઞાન ઐશ્વર્યતા અતિ રે, બળ શૂરપણું ને સમૃતિ રે । સ્વતંત્ર કુશળ કાંતિ ધૈર્ય રે, ચિત્તકોમળ વાક્યચાતુર્ય રે ।।૧૦।। નમ્રતા […] read more
0 Views : 162

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪૭

પૂર્વછાયો- એવું સુણી સ્વામી બોલિયા, સુણો હરિ શુદ્ધબુદ્ધિવાન । હાર્દ તમારા હૈયાતણું, તે સર્વે જાણ્યું મેં સુજાણ ।।૧।। પણ હું કરૂં તે વિચારી કરૂં, વણ વિચારે ન કરૂં લેશ । બંધ થાતાં દેખું જેહને, તેને નાપું એવો ઉપદેશ ।।૨।। હું પણ હમણાં રહ્યો છઉં, આ પવિત્ર પૃથ્વી મોઝાર । ધર્મ પળાવવા સમર્થ છું, સવેર્વાત માનો નિરધાર ।।૩।। હવે પણ મારે જાવું થાશે, ભૂમિ તજી બ્રહ્મમહોલ । શિખામણ્ય સદ્શિષ્ય જાણી, આપું છું મતિ અડોલ ।।૪।। ચોપાઇ- મારો મનોરથ સર્વે સારો રે, કહું વચન તે હૃદે ધારો રે । તમ વિના ધર્મધુર જેહ રે, બીજાથકી ન ઉપડે તેહ રે ।।૫।। માટે માનો વચન ર્વિણરાય રે, તમને બંધન નહિ થાય રે । તમે કરશો જો નારીશું વાત રે, નહિ બંધાઓ કહું છું તાત રે ।।૬।। હોય યુવતિ યુથ અપાર રે, તમે રહેજયો તે નારી મોઝાર રે । સદા રહેશો તેમાં નિર્લેપ રે, બીજાને તો બોલ્યે ચડે કેફ રે ।।૭।। તમે કંચન કાંતાએ કરી રે, નિશ્ચે નહિ બંધાઓ શ્રીહરિ રે । તમને સાક્ષાત સવિતા મળી રે, આપ્યો છે વર તમને વળી રે ।।૮।। સૂર્યનારાયણ થઇ રાજી રે, રહ્યા હૃદય તમારે વિરાજી રે । તમે નારાયણ સુખકારી રે, નિરલેપ ને નિરવિકારી રે ।।૯।। એવા સમર્થ છો સત્ય વાત રે, માટે કહું છું તમને તાત રે […] read more
0 Views : 158

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪૮

પૂર્વછાયો- સુંદર સારી કથા કહું, ત્યાર પછીની જાણજયો જેહ । અતિ ચરિત્ર પવિત્ર છે, સહુ સુણજયો કરી સનેહ ।।૧।। સતસંગી સ્વામીતણા, નિરમળ અતિ નરનાર । હરિ બેઠા સભા કરી, ત્યાગી સંત ગૃહી બ્રહ્મચાર ।।૨।। મુખ આગે મુકુંદ આદિ, બેઠા બહુ બ્રહ્મચાર । ત્યારપછી મુક્તાનંદ આદિ, બેઠા સંત અપાર ।।૩।। ત્યાર પછી મયારામ આદિ, બેઠા દ્વિજ સુજાણ । ત્યાર પછી મુળજી આદિ, બેઠા ક્ષત્રિ પ્રમાણ ।।૪।। ચોપાઇ- બેઠા વૈશ્ય પર્વતાદિ જેહરે, શૂદ્ર કાળાનાઇ આદિ તેહ રે । બેઠા પુરૂષ પુરૂષમાં મળી રે, તે કેડ્યે બેઠી બાયું મંડળી રે ।।૫।। દ્વિજ લાડકી આદિ જે બાઇ રે, બેઠી જેમ ન અડે કોઇ ભાઇ રે । બીજા આશ્રિત જન છે જેહ રે, બહુ મળી બેઠા સહુ તેહ રે ।।૬।। સર્વે હાથ જોડી પાય નમે રે, અમારા ગુરૂમૂર્તિ છો તમે રે । વળી સહજે આપો છો આનંદ રે, માટે સત્ય નામ સહજાનંદ રે ।।૭।। સદ્ગુણે શોભાનું છો ધામ રે, વળી તમે છો સ્વામીને ઠામ રે । માટે અમને જાણી તમારાં રે, કહેજયો શિખનાં વચન સારાં રે ।।૮।। પ્રભુ તમારી આજ્ઞાને વિષે રે, રહેશું શ્રદ્ધાસહિત હમેશ રે । માટે કહેવાનું ઘટે તેમ કહેજયો રે, સારી સુખની શિખામણ્ય દેજયો રે ।।૯।। એમ સહુ મળી કહે જન રે, તેનાં સાંભળ્યાં નાથે વચન રે । પછી બોલ્યા નારાયણમુનિ રે, […] read more
0 Views : 186

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪૯

પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, અતિપ્રતાપી કૃષ્ણદેવ । ત્યાર પછીની વારતા, કહું સાંભળો સહુ તતખેવ ।।૧।। અતિસાર્મિથ વાવરે, જનમન મનાવા કાજ । લોકમાં અલૌકિકપણું, દેખાડે છે મહારાજ ।।૨।। જે સુખ ન સુણ્યું શ્રવણે, નયણે ન દિઠું નિરધાર । તેહ સુખ આ ભૂમિમાં, ભોગવે છે નર ને નાર ।।૩।। તેહ પ્રતાપ શ્રીહરિતણો, જાણે જન સહુ કોય । ત્યાર પછીની કથા કહું, સહુ સાંભળજયો ચિત્તપ્રોય ।।૪।। ચોપાઇ- પ્રભુ સમર્થ સુખના ધામ, બેઠા સંતમાંહિ ઘનશ્યામ । કરે ધ્યાન ધારણાની વાત, સુણી જન થાય રળિયાત ।।૫।। પછી થયા થોડાઘણા દન, બેસે સંત ને કરે ભજન । ત્યાં તો ધ્યાનમાં દીઠા દયાળ, સહજાનંદ જનપ્રતિપાળ ।।૬।। જેના એકેક અંગે નિદાન, કોટિ સૂરજ શશિ સમાન । નિસરે છે તેજના સમોહ, ઘનશ્યામ મૂરતિ છે સોહ ।।૭।। અંગે પહેર્યાં પીતાંબર નાથે, મોરમુગટ ધર્યો છે માથે । કૌસ્તુભમણિ વૈજયંતિમાળા, દિવ્ય ઘરેણે શોભે રૂપાળા ।।૮।। બેઉ હાથે વજાડે છે વેણ, એવા કૃષ્ણ દિઠા સુખદેણ । થયું એવું સાક્ષાતકાર દ્રષ્ણ, જાણ્યા પૂર્ણ પુરૂષોત્તમ કૃષ્ણ ।।૯।। પછી કરી પરસ્પર વાત, થયા સંત રાજી રળિયાત । સહેજે સહેજે આપે છે આનંદ, સુખદાયી સ્વામી સહજાનંદ ।।૧૦।। સહજે સહજે થાય છે સમાધ્ય, જે કોઇ દેવને છે જો દુરાધ્ય । પછી ચલાવ્યું એજ પ્રકરણ, થાય સમાધિ હોય સ્મરણ ।।૧૧।। બાળ જોબન ને વૃધ્ધ વળી, થાય ધારણા ને પડે […] read more
0 Views : 215

ભક્તચિંતામણિ પ્રકરણ:- પ૦

પૂર્વછાયો- ધ્યાન ધારણા અતિ ઘણી, લીયે સમાધિયે જન સુખ । જોઇ પ્રતાપ મહારાજનો, દિલમાં ન મનાય દુઃખ ।।૧।। ચોપાઇ- એવો પૌઢ પ્રતાપ જણાવ્યો, દેખી દાસને આનંદ આવ્યો । સવેર્જનને ચડી ખુમારી, નિર્ખિ સહજાનંદ સુખકારી ।।૨।। બોલે મસ્તિમાંહિ અતિ મોટું, એક સ્વામી સત્ય બીજું ખોટું । સ્વામી મળ્યે કલ્યાણ છે કોટ્ય, બીજી વાતમાં આવશે ખોટ્ય ।।૩।। જયારે સેવશો સ્વામીનાં ચરણ, ત્યારે જાશે જનમ ને મરણ । બીજે શીદ રહ્યા છો બંધાઇ, મેલો મત આવો સંતમાંઇ ।।૪।। મદ્ય માંસ દારૂ ચોરી મેલી, આવો સત્સંગમાં મટો ફેલી । ગાંજા ભાંગ્ય મફર કેફ મેલી, મેલો માજમ લસણ ડુંગળી ।।૫।। પય પાણી ગળી વળી પીજે, સતસંગમાં એ રીત્યે રહીજે । એવી વાત કરે સંત સહુ, સુણી થાય સતસંગી બહુ ।।૬।। વળી ગુરૂ જે સત્ય અસત્ય, તેની દેખાડે પાડી વિગત્ય । સાધુ અસાધુની ઓળખાણ, તેનાં દેખાડે સવેર્એંધાણ ।।૭।। સર્વે શાસ્ત્રતણી સાંખ્ય લાવી, દિયે અસાધુને ઓળખાવી । કહે અસાધુથી ન સરે અર્થ, એતો લેવાને બેઠા છે ગર્થ ।।૮।। માટે સતસંગ સહુ કરો, શીદ લખ ચોરાશીમાં ફરો । એવી વાત શ્રવણે સાંભળી, સવેર્અસાધુ ઉઠિયા બળી ।।૯।। પ્રથમ ભેખમાં દ્વેષજ પેઠો, કળિ મળી એને ઘેર બેઠો । જીયાં તિયાંથી ઉઠ્યા છે બળી, માંડ્યા સંતને મારવા મળી ।।૧૦।। જોજયો જીવનમુક્તનું જોર, આપણને કીધા ચોખા ચોર । આપણા શિષ્ય પ્રમોદી લીધા, […] read more
0 Views : 188

ભક્તચિંતામણિ પ્રકરણ:- પ૧

રાગ સામેરી- પછી પ્રભુજી પધારીયા, કચ્છદેશ માંહિ કૃપાળ । દેવા દર્શન દાસને, દિનબંધુ દિનદયાળ ।।૧।। બાળ વૃદ્ધ અંધ અપંગ, અંગે અબળાજન । ગામોગામ ને ભવન ભવન, દિધાં તેને દર્શન ।।૨।। આધુઇ સાપર કોટ કંથા, ભચાઉને ભુજમાં ગયા । જીયાં સ્વામી રામાનંદજી, રહેતા બહુ કરી દયા ।।૩।। માનકુવા ને માંડવી, ગજોડ પુનડી ગામજી । ડોણ્ય તેરા તાલ કાળે, ફરીયા સુંદર શ્યામજી ।।૪।। પછી પોતે પ્રસન્ન થઇ, ઉત્સવની ઇચ્છા કરી । દાસને દરશન દેવા, ફેરવી કંકોતરી ।।૫।। દેશ સોરઠ દુર્ગજુનો, તિયાં સહુ આવજયો તમે । સુંદર ચૈતર માસમાં, શુદી પુન્યમે આવશું અમે ।।૬।। પછી પોતે પધારીયા, કચ્છદેશથી હાલાર । સત્સંગી સહુ સંગે લઇ, ચાલ્યા પ્રાણઆધાર ।।૭।। પછી પોતે આવી કરી, બહુ લીળા ધોરાજીયે । સંત સહુને સુખ દેવા, અતિશે મન રાજીયે ।।૮।। ત્યાંથી પધાર્યા ગઢજાુને, સંગે સર્વે સાથ છે । આસ પાસે દાસ દીસે, વચમાં પોતે નાથ છે ।।૯।। દઇ દદામાં ચાલીયા, પુરબજારે પોતે હરિ । અનેક જીવને ઉપરે, દરશનની દયા કરી ।।૧૦।। આશ્રમ વર્ણ ઓજલની, જે આડે રહ્યાંતાં આવરી । તેને ઘેર પધારીયા, હેત જોઇ પોતે હરિ ।।૧૧।। ભોજન બહુ ભવને કર્યાં, ફરીયા સવેર્શહેર । દીન દુરબળ દાસ ઉપર, મહારાજે કરી મેર ।।૧૨।। વાજિંત્ર બહુવિધનાં, વજડાવિયાં વાજીપરે । સંગે સમૂહ જન લઇ, ચાલ્યા કુંડ દામોદરે ।।૧૩।। નાહિ દામોદર કુંડમાં, બ્રાહ્મણને ભરિ […] read more
0 Views : 175

ભક્તચિંતામણિ પ્રકરણ:- પર

રાગ સામેરી- દુરવાસાના શાપથી, ઋષિએ ધર્યા હતા દેહ । તેહ મળ્યા છે મહારાજને, કરી અતિશે સનેહ ।।૧।। એવા સંતશિરોમણિ, તેનાં તે કહું હવે નામ । તે સાંભળતાં સુખ ઉપજે, વળી પામે પરમ ધામ ।।૨।। મોટા મુક્ત મહારાજના, ભાઇ રામદાસ અકામ । પંચવ્રતની મૂરતિ, જેને વાલા સુંદરશ્યામ ।।૩।। મુક્તાનંદ છે નામ મુખ્ય, શુકમુનિ આદિ અપાર । સુંદર નામ સહુ સાંભળો , કહું નામ તણો નિરધાર ।।૪।। સ્વરૂપાનંદ ને વ્યાપકાનંદ, બ્રહ્માનંદ ને ગોવિંદ । નિત્યાનંદ ને ચૈતન્યાનંદ, શાંતાનંદ ને આનંદ ।।૫।। શુકાનંદ નિરંજનાનંદ, અદ્વૈતાનંદ એ નામ છે । અચ્યુતાનંદ અનંતાનંદ, આત્માનંદ અકામ છે ।।૬।। અચિંત્યાનંદ ને અમોઘાનંદ, અખંડાનંદ અજીત છે । અદ્ભુતાનંદ અરિહન્ત્રાનંદ, ગોપાળાનંદ બ્રહ્મવિત જે ।।૭।। અરૂપાનંદ અનુભવાનંદ, અક્ષરાનંદ આધારજી । અપારાનંદ અષ્ટાવક્રાનંદ, આદિત્યાનંદ ઉદારજી ।।૮।। અચળાનંદ અવધુતાનંદ, અજન્માનંદ અજીતમુનિ । અખિલાનંદ અમૂર્તાનંદ, એમ નંદસંજ્ઞા સહુની ।।૯।। અખિલબ્રહ્માંડેશ્વરાનંદ, આકાશાનંદ ૐકારાનંદજી । એક એકમાં અપાર બીજાં, નામનાં છે વૃંદજી ।।૧૦।। વીર્યાનંદ વૈષ્ણવાનંદ, વિશ્વાસચૈતન્યાનંદ છે । વૈરાગ્યાનંદ ને વલ્લભાનંદ, વિશ્વરૂપાનંદ સ્વચ્છંદ છે ।।૧૧।। સ્વયંપ્રકાશાનંદ સદાનંદ, પ્રજ્ઞાનંદ પરમાનંદ વળી । પરમચૈતન્યાનંદ નામ, પરમહંસ બોળા મળી ।।૧૨।। વેદાંતાનંદ વૈકુઠાનંદ, કૈવલ્યાનંદ કૃૃષ્ણાનંદ કહીએ । માહાનુભાવાનંદ મુકુંદાનંદ, જ્ઞાનાનંદ ઘણા લહીએ ।।૧૩।। ભગવદાનંદ ભાગેશ્વરાનંદ, શિવાનંદ બહુ સંગન્યા । શ્યામાનંદ ને રાઘવાનંદ, અક્રોધાનંદ ક્રોધ વિના ।।૧૪।। તત્ત્વાનંદ ત્રિવિક્રમાનંદ, ત્રિક્રમાનંદ તદરૂપ છે । નિજાનંદ નિજબોધાનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે ।।૧૫।। નિયમાનંદ […] read more
0 Views : 199
Powered By Indic IME