Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

યમદંડ કડવું:- ૨૦

પૂર્વછાયો :- જૂજવી રીતે જીવને, કહ્યાં જમપુરીનાં દુઃખ ।। હરિજન મગન રહેજયો, એ તો ભોગવશે વિમુખ ।। ૧ ।। પ્રભુ વિમુખ પ્રાણિયો, જો કરે કોટિ ઉપાય ।। દુઃખ માથેથી મટે નહિ, જરૂર જમપુર જાય ।। ૨ ।। ભૂલી દિશ ભગવાનની, અને લીધી બીજી વાટ્ય ।। તેમાં જેટલું ચોંપે ચાલશે, તેટલી ખોટ્ય નહિ ખાટ્ય ।। ૩ ।। સમર્થના શરણ વિના, કુશળ કયાં થકી હોય ।। આપબળે નવ ઊગરે, જેમ સિંધુ તરવો સોય ।। ૪ ।। જે જન્મ મરણ જીવને, દુઃખનો ભર્યો દરિયાવ ।। લે’રી પેઠે લય ઉત્પત્તિ, ઊપજે સહજ સ્વભાવ ।। ૫ ।। જનમ મરણ જયાં લગી, ત્યાં લગી જમનું જોર ।। જમ આવે તિયાં જાણજયો, કહ્યાં દુઃખ જે કેડામો’ર ।। ૬ ।। જેને માથે છે મરવું, તોય ન ડરવું નિરધાર ।। તેહ જ મૂરખ મંદમતિ, અતિ ગાફલ કહિયે ગમાર ।। ૭ ।। શું થયું શિયાણો થયે, શું થયું થયો ચતુર ।। ડાહ્યા સમજુએ શું થયું, જો હરિ ન રાખ્યા ઉર ।। ૮ ।। પ્રભુ વિમુખ નર પરાક્રમે, જો હોય જગ જાણિત ।। અનેક ગુણને આશરે, પણ જમપુરે જાવા રીત ।। ૯ ।। જમ આવે જેને તેડવા, કહુ તેના તનની રીત ।। અચેત મરે અસાધ્યમાં, જેને પ્રભુ સાથે નહિ પ્રીત ।।૧૦।। ચોપાઈ :- જેને આવે લેવા જમરાણ રે, તેનાં ઓળખાવું હું […] read more
0 Views : 378

લગ્નશકુનાવલિ

દોહા :- શ્રીસહજાનંદ આનંદકંદ, વંદુ વારંવાર ।। દીનદયાળુ દુઃખહરણ, પ્રગટે યહ સંસાર ।। ૧ ।। સુમરન કરકે કહત હું, શકુનાવલિ શુભનામ ।। શુભ લગ્નમેં જો ચિંતવે, કરે ભકતકો કામ ।। ૨ ।। મેષ લગન મન ચિંતવી, અજ પૂછત અવિનાશ ।। સુખ લાભ સબહિ મિલે, ઉત્તમ હય યહ રાશ ।। ૩ ।। વૃષભ લગ્ન વિચારીકે, નારદ પૂછત કહે કૃષ્ણ ।। અર્થલાભ સુખ સબ મિલે, જેહી પૂછે તેહી પ્રશ્ન ।। ૪ ।। મિથુન લગ્ન મનમે ધરી, ઉમા પૂછત કહે ઈશ ।। સભા મધ્યે સુખ નહિ મિલે, હય ચિંતા કષ્ટ કલીશ ।। ૫ ।। કર્ક લગ્ને કર જોરકે, જમદગ્ન પૂછત અજ કહે ।। લાભે દેપુનિ સ્વાદ નહિ, શિવ સુમરી કેવૈ ગ્રહે ।। ૬ ।। સિંહ લગ્ને સહદેવ પૂછે, ભીષ્મ કહે ભરી ભાવ ।। વિચરત સિદ્ધિ પાવહિ, વિષ્ણુકે ગુણ ગાવ ।। ૭ ।। કન્યા પૂછે કાલિકા, સરસ્વતી કહત હે સોય ।। સુખ લાભ હોશે સહી, પુનિ કષ્ટ નહિ હોય ।। ૮ ।। તુલા લગ્ન જાની તેહિ, ઋષિ પૂછત કહે દેવ ।। દ્રવ્ય પ્રાપ્ત સુખ પાવહિ, હે વેર નહિ તતખેવ ।। ૯ ।। વૃશ્ચિક લગ્ને ગૌતમ પૂછે, પિનાકી કહે સોય ।। હૈયે ચિતવે સો હોયગે, પુનિહે વેર કહું તોય ।।૧૦।। ધન લગ્ને ગાલવ પૂછે, શંકર કહે સમજાય ।। એ કારજ હોશે સહી, લાભ હોય યહ […] read more
0 Views : 378

પુષ્પચિંતામણિ

દોહા :- પિયા ચલે પરદેશકું, મહા દુઃખ દૈ ગયે મોય ।। અબ કબ દેખું કમળને, તરહિ ડગરા જોય ।। ૧ ।। મેરે મન ઐસી ભયી, સદા રહુંગી સંગ ।। સુખમેં દુઃખ દેખ્યો નહિ, રચિ હું કુસુંબો રંગ ।। ૨ ।। મેં ફુલી મિલ પીવકું, જેસે ફુલી જાય ।। મધુકર પિયા મકરંદ લેહિ, ગયે સો ફેર ન આય ।। ૩ ।। અબ કબ પિયા આવહિ, મેં વ્રહે વશ કરું પોકાર ।। જબ પિયા દેખું તબ પોહપકો, કઠે આરોપું હાર ।। ૪ ।। કયા કરું કિત જાઉં સખી, પિયા ન આયે મુજ પાસ ।। દેખું ફૂલ ગુલદાવદી, અંતર ભયે ઉદાસ ।। ૫ ।। વૃંદાવનમેં મેં ગયે, દેખી આંબાકો મોર ।। પાઘ પિયાકી સાંભરી, રહ્યા ન હૃદિયા ઠોર ।। ૬ ।। તું મત બેહેકે કેવડા, મોહિ વ્રહ ઉપજત વાસ ।। દિલ દિવાની ડોલહું, પિયા ન આયે મુજ પાસ ।। ૭ ।। કયા કહું તોયે કેતકી, તે તો રહી જો ફૂલ ।। પિયા મેરા પરદેશ હે, સોઈ ગઈ કયું ભૂલ ।। ૮ ।। કેશર નહિં તું કેશરી, નાહિ ફૂલ એહ નોર ।। મોયે એકિલી જાનકે, મારત હે આ ઠોર ।। ૯ ।। તે કહું ગુલસોમના, લેનેકું મોહિ પ્રાન ।। આ અવસરમેં એકિલી, તબ મારત તું બાન ।।૧૦।। પિયા ગયે પરદેશકું, મેં એકિલી નાર ।। […] read more
0 Views : 310

ચિહ્નચિંતામણિ

દોહા :- સંત સરાહત સ્વસ્તકું, જાતે હોત કલ્યાન ।। દક્ષન પગ સો દેખિયે, પ્રગટ ચિહ્ન પ્રમાન ।। ૧ ।। અષ્ટકોણ અવલોકતે, કષ્ટ મિટત હે કોટ ।। અંતર આનંદ ઊપજે, લગે ન કાળકી ચોટ ।। ૨ ।। કેતુ હેતુ સંતકે, રહત પવન આધાર ।। તેસે સંતશિરોમણિ, ચલત આજ્ઞાનુસાર ।। ૩ ।। જન જોવત જેહિ જવકું, તેહિ પિંડ ના પરસે પાપ ।। સદા મુદા મન પાવહિ, અંતર સુખ અમાપ ।। ૪ ।। કરત વશ અંકુશ કરી, મનમેંગળ મગરૂર ।। વારી ફેરી લેત હે, હરિ ચરણે હજુર ।। ૫ ।। જિન જાન્યો રસ જાંબુકો, સરવે રસમહિ સાર ।। અન્ય રસકી ઇચ્છા ટરી, નીરસ ભયો સંસાર ।। ૬ ।। વજ્ર નજર વિલોકતે, નિર્ભય ભયે જન નેક ।। કાળ કર્મકી કલ્પના, છૂટી અંતરસે છેક ।। ૭ ।। નીર ન લોપે કમળકું, તેસે સંત સંસાર ।। પ્રભુપદ ચિહ્ન પ્રતાપશું, વ્યાપત નહિ વિકાર ।। ૮ ।। ત્રિકોણ ચિહ્નકું ચાહિતે, ત્રિવિધ તાપ તે જાય ।। વસત સદા પદ વામમેં, સંત હરન સંતાપ ।। ૯ ।। ચંચળ મીન પ્રવીન હે, નીરમેં ફરત નિદાન ।। જકત વિરકત રહત હે, તેસે સંત સુજાન ।।૧૦।। સોમ સદા શીતલ કરે, યાકી યાહે રીત ।। દાજત નહિ તેહિ દિલમેં, જેહિ ચિંતવત હે ચિત્ત ।।૧૧।। ગોપદમેં યા ગુન હે, જેહિ ચિંતવત હે જન ।। અપાર […] read more
0 Views : 433

અવતારચિંતામણિ

ચોપાઈ :- મતપંથ પર ડંકા દીધા, દૈવી જીવ ધામે વાળી લીધા ।। મુમુક્ષુ જન તાર્યા અનેક, એવા તો સ્વામિનારાયણ એક ।। ૧ ।। ચાલ્યો પાણીમાં પર્વત પોતે, દેવ દૈત્ય પામ્યા દુઃખ જોતે ।। ત્યારે કચ્છ રૂપે થૈ અકળ, ધર્યો પીઠ પર મંદ્રાચળ ।। ૨ ।। ધારી વરાહરૂપ દયાળ, રાખી પૃથવી જાતી પાતાળ ।। વળી માર્યો હિરણ્યાક્ષ જેહ, કર્યા ચરિત્ર ઇત્યાદિ તેહ ।। ૩ ।। વામન રૂપ ધરી મહારાજ, બળિ છળ્યો ઇન્દ્રરાજ કાજ ।। વપુ વધારીને વિશ્વ લીધું, પછી બળિને વરદાન દીધું ।। ૪ ।। ધર્યું કપિલતન માત કાજ, કહ્યું સાંખ્યતત્ત્વ મુનિરાજ ।। ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભકત, કહ્યું માતા પ્રત્યે સાંખ્ય અતિ ।। ૫ ।। જયારે હરિ અવતાર ધાર્યો, ત્યારે ગ્રાહથી ગજ ઉગાર્યો ।। ઋષિ બેઉના શાપેથી એહ, ગજ ગ્રાહ થયા હતા તેહ ।। ૬ ।। વળી ધરી તન ભગવાન, દીધું ધ્રુવને પોતે વરદાન ।। એહ ધ્રુવાવતાર જાણો, થયા તપે રાજી પરમાણો ।। ૭ ।। વળી કહું અવતાર એક, તેમાં જાણવો અતિ વિવેક ।। અતિ પૃથવી દોહન કર્યું, જયારે પોતે પૃથુતન ધર્યુ ।। ૮ ।। થઈ આપે દત્તાત્રેય નાથ, કર્યા યદુ હૈહય સનાથ ।। ભજે રાત દિન જિહ્વાએ દત્ત, તેનાં વળે ચોરાશીનાં ખત ।। ૯ ।। થયા હરિ હંસરૂપ જેવા, બ્રહ્મા નારદને જ્ઞાન દેવા ।। પૂછ્યું બ્રહ્માને સનકાદિકે, હંસે ઉત્તર […] read more
0 Views : 365

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧

સોરઠા :- સમરતાં સુખ હોય, કોઈ વિઘન ન વ્યાપે વળી ।। સુખદ મૂરતિ સોય, સહજાનંદ આનંદકંદ ।। ૧ ।। સમર્થ શ્રીઘનશ્યામ, હામ મદન મનની હરી ।। કર્યા જન નિષ્કામ, દામ વામ દોષ દૂર કરી ।। ૨ ।। અવતારી આપે અનુપ, રૂપ અનુપમ આપે ધરી ।। સો યહ સુખદ સ્વરૂપ, સહજાનંદ જગવંદ હરિ ।। ૩ ।। સરવોપરી સુખધામ, શ્યામ સહુના નાથ સહી ।। પ્રભુજી પૂરણકામ, હામ કરી હરિ રહિયે હૈયે ।। ૪ ।। દોહા :- એક વાત અનુપ છે, સાંભળજયો સહુ કોઈ ।। સંશય ન રહે શ્રેયમાં, છે સમજયા સરખી સોઈ ।। ૫ ।। ચોપાઈ :- શુદ્ધ મુમુક્ષુ જે સુજાણ રે, પૂછ્યું થાવા પ્રથમ કલ્યાણ રે ।। મહામુકત તમે શિરોમણિ રે, સુણો વિનતિ એક મુજ તણી રે ।। ૬ ।। સહુ સહુના મનને મતે રે, માન્યું કલ્યાણ મન ગમતે રે ।। કોઈ કે’ અમે મત્સ્ય ઉપાસી રે, કોઈ કહે કૂર્મ સુખરાશી રે ।। ૭ ।। કોઈ કહે વારાહના દાસ રે, કેને નૃસિંહનો વિશ્વાસ રે ।। કોઈ વામનરૂપને ભજે રે, કેને પરશુરામરૂપ રજે રે ।। ૮ ।। કોઈ રામ ભરોંસે રહે છે રે, કોઈ કૃષ્ણ કૃષ્ણ કહે છે રે ।। કોઈક બુધજીનું બળ લઈ રે, બેઠા કંઈક કલકિ કઈ રે ।। ૯ ।। એહ આદિ દશ અવતાર રે, એ તો સર્વે સુખના […] read more
0 Views : 374

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૨

દોહાઃ મુકત કહે સુણ્ય મુમુક્ષુ, સારા પૂછ્યા તેં પ્રશ્ન ।। ઉત્તર એનો આપિયે, કાપિયે સંશય સઘન ।। ૧ ।। કલ્યાણ છે કૈક ભાત્યનાં, તેની જૂજવી જૂજવી જાત ।। સર્વે કલ્યાણ સરખાં નહિ, તેની સાંભળી લે હવે વાત ।। ૨ ।। સાચું કે’તાં સંતાપ છે, ખોટું કહ્યામાં સઈ ખાટ્ય ।। બેઉ પ્રકારે બાધ છે, મને વિચારું છું તેહ માટ્ય ।। ૩ ।। પણ જયારે પૂછ્યું તેં પ્રીતશું, ત્યારે આપશું ઉત્તર અનુપ ।। કે’શું કલ્યાણની વારતા, સાચા સાચી શુદ્ધ સ્વરૂપ ।। ૪ ।। ચોપાઈ :- ભેખ ભકત આ ભવમાં ઘણે રે, માન્યું કલ્યાણ પુણ્ય આપણે રે ।। જે જે કરે છે જગમાં જન રે, વ્રત દાને માને શ્રેય મન રે ।। ૫ ।। કેને ચપટી ચૂર્ણ દેવાય રે, તેને પણ કલ્યાણ કે’વાય રે ।। કેને પોષ ભરી પાય પાણી રે, તે પણ કલ્યાણ થવાનું જાણી રે ।। ૬ ।। કોઈ ભૂખ્યાને આપે ભોજન રે, તે પણ કલ્યાણ માનીને મન રે ।। કોઈ વસન ભૂષણ આપે ગર્થ રે, તે પણ કલ્યાણ થાવાને અર્થ રે ।। ૭ ।। સોનું રૂપું આપે ત્રાંબા દાન રે, તે પણ કલ્યાણ કાજે નિદાન રે ।। ગાય મહિષી ને ગજ બાજ રે, ધામ ધરાદિ કલ્યાણ કાજ રે ।। ૮ ।। કાશીએ જઈ લિયે કરવત રે, તે પણ કલ્યાણ થાવા […] read more
0 Views : 336

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૩

દોહા :- મુમુક્ષુ કહે મુકત સાંભળો, તમે કહી કલ્યાણની રીત ।। પ્રગટ વિના છે પાંપળાં, ખરાખરું કહ્યું ખચિત ।। ૧ ।। પ્રગટ પ્રભુ ન હોય પૃથ્વીએ, કોઈ કરવા ઇચ્છે કલ્યાણ ।। કહું તેને કેમ કરવું, એહ પૂછું છું જોડી પાણ ।। ૨ ।। હોય અવતારનો આશરો, ભાવે કરતો હોય ભજન ।। કલ્યાણ કરવા કારણે, ઝાઝી કરતો હોય જતન ।। ૩ ।। વળી સેવતો હોય સંતને, સાંભળતો હોય પુરાણ ।। તેણે કરીને તેહનું, કેમ ન હોય કલ્યાણ ।। ૪ ।। ચોપાઈ :- સંત શાસ્ત્ર છે કલ્યાણકારી રે, સહુ કહે છે એમ વિચારી રે ।। સાધુ સરવે નાના મોટા રે, ગ્રંથ પણ ખરા નથી ખોટા રે ।। ૫ ।। શાસ્ત્ર શાસ્ત્ર સરખાં છે સહુ રે, સંત સંત છે સરખાં કહું રે ।। સંત સહુ માળાના મણકા રે, એમાં કોણ ઓછા ને અધિકા રે ।। ૬ ।। બાનું જોઈ નમાવિયે શીશ રે, જોઈએ નહિ કરણી એની લેશ રે ।। એમ સાચે મને સંતને સેવે રે, તે તો મોટા સુખને લેવે રે ।। ૭ ।। શાસ્ત્ર શ્રદ્ધાયે કરી સાંભળે રે, તેના સર્વે સંકટ ટળે રે ।। સંત શાસ્ત્રથી કૈક સુધર્યા રે, ભણ્યા સહુ કહે છે ભવ તર્યા રે ।। ૮ ।। એવું સાંભળીને સંશય ટળ્યો રે, જાણું મોક્ષનો મારગ મળ્યો રે ।। સંત સેવીને […] read more
0 Views : 322
Powered By Indic IME