Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

વચનવિધિ કડવું:- ૧૮

વિમુખનો સંગ તજો તતકાળજી, હૈયે જાણી હડકાયા શ્વાનની લાળજી વળગી અળગી કરતાં જંજાળજી, જાણજો જરૂર એજ જમ જાળજી જમની જાળ જાણીને, તન મનમાં રાખવો ત્રાસ ।। ભૂલ્યે પણ હરિભકતને, નવ બેસવું એહને પાસ ।। ર ।। જેમ રાહુ સંગે રાકેશ રવિનું, અતિ તમે થાય તેજ લીન ।। તેમ હરિ વિમુખના સંગથી, થાય મતિ અતિ મલિન ।। ૩ ।। પ્રાવૃટ ઋતુ અંત પરખિયે, જયારે ઊગે અગસ્ત્ય આકાશ ।। જળ સંકોચાયે સ્થળથી, તેમ વિમુખથી મતિ નાશ ।। ૪ ।। જેમ વાયુના વેગે કરીને, વિખાઈ જાયે વળી વાદળાં ।। તેમ વિમુખ વચનના વેગથી, જાય શુભ ગુણ આદિ સઘળાં ।। પ ।। વાંસ વિછણ્ય વિયા જણ્યે, સુકે એક મૂકે શરીરને ।। એમ કુસંગ અંગમાં આવતાં, મારે મોટા મુનિ ધીરને ।। ૬ ।। કહી કહીને કહીએ કેટલું, રે’જો હરિ વિમુખથી વેગળા ।। પરમ પદ તો પામશો, વામશો વળી દુઃખ સઘળાં ।। ૭ ।। નિર્વિઘ્ન થાવા નરને, ન કરવો સંગ વિમુખનો ।। નિષ્કુળાનંદ નિશ્ચે કહે, એ છે ઉપાય સુખનો ।। ૮ ।। read more
0 Views : 139

વચનવિધિ કડવું:- ૧૯

શિયા સુખ સારુ લોપે છે વચનજી, એમ મોટા મુનિ વિચારે છે મનજી જુવો જડબુદ્ધિવાળા જનજી, પોતાના સુખમાં પાડે છે વિઘનજી વિઘન પાડે છે વણ સમઝે, કાપે છે ડાળ બેસવા તણી ।। તેને પડ્યાનું શું પૂછવું, પડશે જરૂર એના ધણી ।। ર ।। બહુ બૂકી૯ બીજ ધતુરનાં, જાણે ખાઈ ભાંગીશ ભૂખને ।। પણ ઘડીક પછી ઘાંટો ઝલાઈ, મરીશ પામી બહુ દુઃખને ।। ૩ ।। કાપે છે સર્પનો કંડિયો, માગ થાતાં મૂષો મલકાય છે ।। પણ જાણતો નથી આખુ આંધળો, જે હમણાં ખીજી નાગ ખાય છે ।। ૪ ।। ચાલે છે ચોરને મારગે, ખરાખરું માને છે ક્ષેમ  રે ।। પણ શીશ કપાણાં જયાં સોયે સોયનાં, ત્યાં કુશળ રહીશ કેમ રે ।। પ ।। એમ વાઢી વેલી વચનની, ફેર પાકેલ ફળ કેમ મળશે ।। ફળ એનું ફજેત થઈને, વેઠ્યે વેકર્ય દળશે ।। ૬ ।। કાં તો ખર ઊંટ અવતાર પામી, અણતોળ્યો ભાર ઉપાડશે ।। કસર કરશે ચાલતાં તો, ધણી એનો ધોકે તાડશે ।। ૭ ।। માટે જોઈ વિચારી જગદીશનાં, વિમુખ રે’જો મા વચનથી ।। નિષ્કુળાનંદ કહે નાથના, ઘરમાં અંધારું ઘોર નથી ।। ૮ ।। read more
0 Views : 149

વચનવિધિ કડવું:- ર૦

જો જો આ જગતમાં જીવનાં સુખજી, દેહ પરજંત ભોગવે છે દુઃખજી અન્ન જળ તૃણ આહાર વિના વેઠે છે ભૂખજી, તે તો જન જાણજો હતા હરિથી વિમુખજી હરિ વિમુખની વારતા, સાંભળો તો સર્વે કઉં ।। નથી ઉધારો એહનો, નજરો નજર દેખાડી દઉં ।। ર ।। જન્માંતરે જન જાણજો, હરિકથા ન સાંભળી કાન ।। તે તો નર બધિર  થયા, એહ દંડ દીધો ભગવાન ।। ૩ ।। જન્માંતરે હરિ હરિજનનું, રૂપ ન જોયું નયણે ।। તેણે કરી થયા આંધળા, હવે સૂઝે નહિ દિન રેયણે ।। ૪ ।। જિહ્વાયે નામ જગદીશનું, અજાણે પણ ઉચ્ચર્યા નઈ ।। તે જન માનો મૂંગા થયા, બોલવાની હવે બંધી થઈ ।। પ ।। જે જને હરિકથા સાંભળી, કાઢી દેશી કાલું કાલું કથી ।। તે જન થયા તોતળા, હવે બોલી સમઝાતી નથી ।। ૬ ।। લૂલા પાંગળા રોગી વિયોગી, દુઃખી દીન દરિદ્રી અતિ ।। તે તો પૂર્વના પાપથી, દુઃખ ભોગવે છે દુર્મતિ ।। ૭ ।। એહ દંડ જાણો દૈવનો, ભોગવે છે વિમુખ વળી ।। નિષ્કુળાનંદ ન લોપિયે, હરિવચન આવું સાંભળી ।। ૮ ।। read more
0 Views : 143

વચનવિધિ પદ:- પ

રાગ-સિંધુ રામગ્રી:- ‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ. સમજીને સમજુ રે, વા’લાં કરો હરિનાં વચન; દેખી પેખીને દુઃખમાં, શીદ પરાણે પડિયે જન..સમજી૦ ।। ૧ ।। જેને વચને વિઘન વિરમે, પામિયે પરમ આનંદ; એવાં વચન જે ઉલ્લંઘે, તે તો કા’વે મૂરખ મતિમંદ. સમજી૦ ।। ર ।। અસમર્થની જે આગન્યા, મનાયે ન મનાયે મન; પણ સમર્થના વચનમાં, રહિયે રાજી થઈ નિશદિન..સમજી૦ ।। ૩ ।। શ્રીહરિ રીઝવી સુખ લૈયે, ખીજવીને ન ખાય ખોટ; નિષ્કુળાનંદ કહે ન કીજિયે, એવું લઈ અવરની ઓટ. સમજી૦ ।। ૪ ।। read more
0 Views : 131

વચનવિધિ કડવું:- ર૧

ખીજવે હરિને ખાટ્ય ન થાયજી, એ પણ જાણવું જન મન માંયજી જેથી થાય દુઃખ સુખ સર્વ જાયજી, એવો નવ કરવો કોઈ ઉપાયજી ઉપાય એવો કરવો નહિ, જેણે કરી ખીજે જગદીશ ।। રાજી કર્યાનું રહ્યું પરું, પણ હરિને ન કરાવો રીશ ।। ર ।। હઠ કરી હરિ ઉપરે, કોઈ સેવક કરે સેવકાઈ ।। તે સેવક નહિ શ્રી હરિતણો, એ છે દાસ જાણો દુઃખદાઈ ।। ૩ ।। મન ગમતું મૂકે નહિ, કરે હરિ હઠાડવા હોડ ।। એવા ભકત જે ભગવાનના, તેને કહિયે કપાળના કોડ ।। ૪ ।। ન કરે ગમતું ગોવિંદનું, નિજ ગમતું કરાવે નાથને ।। જો મોડે ગમતું એના મનનું, તો શોધે વિમુખના સાથને ।। પ ।। હરકોઈ વાતે હટકી, ચટકીને ચાલી નીસરે ।। હેત તોડી હરિ હરિજનશું, વિમુખશું વાલ્યપ કરે ।। ૬ ।। એવા જાલમ જનને, જાળવ્યા જોયે જગદીશને ।। રીઝે તો ન રહે રીતમાં, ખીજે તો કાપે શીશને ।। ૭ ।। વચન દ્રોહીથી લાગે વસમી, એવા સેવકની સેવકાઈ ।। નિષ્કુળાનંદ એવી ભગતી, ભકતને ન કરવી ભાઈ ।। ૮ ।। read more
0 Views : 135

વચનવિધિ કડવું:- રર

હઠ કરી હરિશું રાધિકા રાણીજી, શ્રીકૃષ્ણ સાથે બોલ્યા રીશ આણીજી હતા ગોલોકે પોતે પટરાણીજી, આવ્યા અવનિ પર થયા આહીર રાણીજી આહીરને ઘેર અવતર્યા, રહ્યાં દીનબંધુથી દૂર ।। એવી મોટપ મટો પરી, નથી જોઈતી જનને જરૂર ।। ર ।। એ તો ભકત હતાં ભગવાનનાં, રાધિકા તે રમા સમાન ।। એને અરથે આવિયા, શ્રી કૃષ્ણ કૃપાનિધાન ।। ૩ ।। પણ અતિ અવળાઈ આરંભી, શ્રી હરિથી લેવું સુખ ।। એવું ભકત ન કરે ભગવાનના, કરે હોય હરિથી વિમુખ ।। ૪ ।। વળી એક સમામાં ઉમાએ, રોતા દીઠા રામજીને રાન ।। પિનાકી જઈ પાયે પડ્યા, થયાં સતી અતિ સંશયવાન ।। પ ।। તેને શિવે ઘણું સમજાવિયાં, પણ સમજયાં નહિ લવલેશ ।। પારખું લેવા પરબ્રહ્મનું, લીધો વૈદેહીનો વેષ ।। ૬ ।। ત્યારે રામ કહે દાક્ષાયણી, એકલાં કેમ છો ઈશ કિયાં ।। ત્યારે પામી લજજા ગયાં પિનાકી પાસળે, જેમ થયું તેમ કે’વા રહ્યાં ।। ૭ ।। ત્યારે જાનકી થયાં જાણી જટીએ, તર્ત ત્યાગી દીધાં તેહને ।। નિષ્કુળાનંદ એવું નીપજયું, અવળાઈનું ફળ એહને ।। ૮ ।। read more
0 Views : 147

વચનવિધિ કડવું:- ર૩

મનનું ગમતું મૂકવું મોટાને પાસજી, વર્તવું વશ્ય થઈ દાસના દાસજી તો તન મને નાવે કે દી ત્રાસજી, જો રહે એવો અખંડ અભ્યાસજી અભ્યાસ એવો રાખવો, મોટા આગળ મેલવું માન ।। જોઈ લિયો સહુ જીવમાં, એમાં જાણો નથી કાંઈ જયાન ।। ર ।। માન મૂકે માન વધે, માન રાખ્યે ઘટી જાય માન ।। એમ સમજી સંત શાણા, માન મૂકવા છે અતિ તાન ।। ૩ ।। દેહધારી દુઃખી માનથી, નિરમાની રે’ સુખી સદાઈ ।। વિઘન રહે એથી વેગળાં, વળી કષ્ટ ન આવે કાંઈ ।। ૪ ।। માને કરી મોટા તણો, અપરાધ તે આવે બની ।। તે કથા સુણી છે શ્રવણે, ચિત્રકેતુ સુરેશ ને શિવની ।। પ ।। વચનદ્રોહી વિમુખથી, ખોટ્ય માનીની મોટી અતિ ।। અવગુણ લિયે હરિજન હરિનો, એવી માન ફેરવે છે મતિ ।। ૬ ।। માની કેનું માને નહિ, મર હોયે વાલપ્યનાં વેણ ।। આપ ડા’પણમાં દેખે નહિ, રહે અંધધંધ દિન રેણ ।। ૭ ।। કામી ક્રોધી લોભીને લજજા, કેદી આવી જાયે ઉરમાંઈ ।। નિષ્કુળાનંદ માનીને મને, લાજ શરમ નહિ કાંઈ ।। ૮ ।। read more
0 Views : 153

વચનવિધિ કડવું:- ર૪

હરિના જનને જાણજો એહ ખોટ્યજી, ગુણ વિના ગણે છે મનમાં મોટ્યજી તેમાં તો રહ્યા છે કલેશ કોટ્યજી, દગહીણા દીયે છે તેમાંહી દોટ્યજી દોટ્ય દિયે છે ખોટ્ય ટાળવા, પણ ખોટ્ય રજ ખસતી નથી ।। ઈર્ષ્યા રહી તેને આવરી, તે અળગી ન થાયે ઉરથી ।। ર ।। ઈર્ષ્યા દેખે દોષ પરના, ભાળે નહિ પોતાની ભૂલ ।। અમાપને જાય માપવા, વળી કરે અમૂલનું મૂલ ।। ૩ ।। ત્રાજુ લઈ બેસે તોળવા, સહુનો કાઢવા સમાર ।। બીજા થકી વળી બમણો, ભાળે પોતામાં ભાર ।। ૪ ।। એવી અભાગણી ઈરષ્યા, જેને ગુરુ સંતની ગણતી નહિ ।। વિનાશ એવો નહિ વિમુખ સંગથી, જેવો ઈર્ષ્યા કરે છે રહી ।। પ ।। જે જળમાંહિ મળ  ટળે, તે જળમાં મળ ભૂંસે જઈ ।। તેને શુદ્ધ થવા શરીરે કરી, ઉપાય એકે મળે નઈ ।। ૬ ।। જેવી વચનદ્રોહીની ખોટ્ય વર્ણવી, તેવી જ માન માંહી રહી ।। તેમ ઈર્ષ્યામાંહી ઓછી નથી, છે પરિપૂર્ણ માનો સહિ ।। ૭ ।। હરિજનને હાણ હમેશે, ઈર્ષ્યા કરે છે ઉર તણી ।। નિષ્કુળાનંદ કહે નિત્ય પ્રત્યે, ખાટ્ય નથી છે ખોટ્ય ઘણી ।। ૮ ।। read more
0 Views : 150
Powered By Indic IME