Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

યમદંડ કડવું:- ૪

પૂર્વછાયો :- પ્રભુ વિમુખ જે પાપિયો, પામે પરલોકમાં દુઃખ ।। કૃતઘ્ની જે કુબુદ્ધિ, તેને કયાંયે ન હોય સુખ ।। ૧ ।। પરલોકે પીડા પામશે, આ લોકે દુઃખ અપાર ।। સુખ શાંતિ કયાંથી લહે, એવા પાપનાં કરનાર ।। ૨ ।। બાળ જોબન વૃદ્ધમાંયે, કર્યા કર્મ અપાર ।। માન ઘટ્યું મમતા વધી, પછી સૌએ કર્યો તિરસ્કાર ।। ૩ ।। હેતુ જેને જાણતો, રાખતો અતિ ઘણું હેત ।। તે જ લાગ્યાં તિરસ્કારવા, કહે પરો રહે પાપી પ્રેત ।। ૪ ।। રાગ :- ધોળ ‘જન્મ્યા ત્યાંથી જરૂર જાણો’ એ ઢાળ. બાળ ત્રિયા બીજા બહુ મળી, વચન કહે કરી રોષાજી ।। અમે અમારું ઉકેલશું બેસી રે’ને દુર્મતિ ડોસાજી ।। ૫ ।। લવલવ કરતાં લાજ ન આવે, કહી કહીને શું કહિયેજી ।। બોલતાં બંધ ન બેસે તારે, જીહ્વા ઝાલીને રહિયેજી ।। ૬ ।। ઊનું ટાઢું હાજર હશે, એવું અન્ન આણી દેશુંજી ।। ટંક ટાણાની ટેવ નહિ રહે, જયારે નવરા થાશુંજી ।। ૭ ।। તું જેવા નકામા નથી, અમારે છે કામજી ।। ન થાવાનાં નખરાં મૂકી, બેસી રહે એક ઠામજી ।। ૮ ।। ન બોલ્યાનું બોલે છે બૂઢા, જિહ્વા મૂકી છૂટીજી ।। બા’રની બુંદાણી આંખ્યો, હૈયાની પણ ફૂટીજી ।। ૯ ।। સમજયા વિના શાને માટે, લવરી કરછ લાંબીજી ।। મેલ્ય મનસુબો મહાસુખ લેવા, કરી કમાણી આંબીજી ।।૧૦।। […] read more
0 Views : 1694

યમદંડ કડવું:- પ

પૂર્વછાયો :- શું થાશે હવે સાંભળો, જે આવ્યાં દુઃખ અનેક ।। અતિ વેદના વીંછી તણી, રોમ રોમ માંય વિશેક ।। ૧ ।। ત્યારે જાણ થયું જમરાજને, કિંકર મેલ્યા કોટ ।। એહ પાપીને પીડતાં, લઈ આવજયો ચડી ચોટ ।। ૨ ।। ચોપાઈ :- આપી આગન્યા થયું નગારું, હુવો હુકમ ઊઠ્યા હજારું ।। સંગ લઈ નેજા ને નિશાણ, જમરૂપે દીસે છે જોરાણ ।। ૩ ।। અતિ કાળા ને બોલે છે ક્રૂર, નયણાં દીસે ઉગમતો સૂર ।। ક્રોધે ભર્યા અતિ વિકરાળ, તે તો સજજ થયા તતકાળ ।। ૪ ।। ધર્યાં રૂપ ભયાનક ભૂંડા, અતિ લોચન દીસે છે ઊંડા ।। દીસે નાસિકા ગુફા સમાન, કીધા કપાટ જેવડા કાન ।। ૫ ।। ફાડ્યાં મુખ ફાટ્યો જાણ્યું આભ, તેમાં રાક્ષસિયો બે બે વાંભ ।। અતિ દાંત દેખાડે છે બા’ર, જોતા જીભા ન પામિયે પાર ।। ૬ ।। તીખા ત્રાક સરીખા છે રોમ,પિંડ પહોંચ્યાં પૃથ્વી ને વ્યોમ ।। પિંડ એવાં ને અવળાં મુખ, જેને જોતામાં જાય છે સુખ ।। ૭ ।। ખરમુખા ને લાંબા છે કાન, અતિ દીસે છે વરવે વાન ।। કેનાં શ્વાનના જેવા છે મુખ, ધર્યા તન દેવા અતિ દુઃખ ।। ૮ ।। કેના પગ ફણા બે છે પૂંઠ્યે, ગર્જે મેઘ સમ ઘોર ઊઠે ।। કેનાં સિંહના સરીખાં છે મુખ, વ્યાઘ્રમુખા દિયે અતિ દુઃખ ।। […] read more
0 Views : 1481

યમદંડ કડવું:- ૬

પૂર્વછાયો :- પછી પાપી જીવને, ઘેરી રહ્યા હતા ઘટમાંય ।। કાયામાંથી કાઢવા, કર્યો યમકિંકરે ઉપાય ।। ૧ ।। સઉ કિંકર થઈ સાબદા, વીંટી વળ્યા તે વાર ।। અતિ, દિયે મૂઢમતિને માર ।। ૨ ।। જોઈ ભૂંડાઈ જીવની, નથી આવતી યમને મે’ર ।। રૂંધ્યો ભૂંડી રીતશું, પીડવા બહુ પે’ર ।। ૩ ।। જન્મ ધરી જે જે કર્યાં, પાપી જીવે જે પાપ ।। તે તે સંભારી સરવે, કર્યો યમદૂતે સંતાપ ।। ૪ ।। રાગ :- ધન્યાશ્રી ‘જન્મ્યા ત્યાંથી જરૂર જાણો’ એ ઢાળ. બાળ જોબનમાં જે જે કર્યાં’તાં, વૃદ્ધપણામાં વળીજી ।। કર્યાં કરાવ્યાં પાપ જે પોતે, તે આવ્યાં છે મળીજી ।। ૫ ।। સારી ઉમરમાં સુખને અર્થે, કર્મ વિકર્મ જે કીધુંજી ।। સર્વે મળીને અઘ તે આવ્યું, અંત્યે દુઃખ જ દીધુંજી ।। ૬ ।। કર્યાં કર્મ કાળાં કંઈ, કુળ કુટુંબને કાજેજી ।। ભવ આખાની ભૂંડાઈ લીધી, લોકડિયાંની લાજેજી ।। ૭ ।। કઠણ વેળાએ કામ ન આવી, પડી પોતાને માથેજી ।। પાપમાં પાંતી કેણે ન લીધી, જે કર્યા’તાં નિજ હાથેજી ।। ૮ ।। બેખબરને ખબર તેની, પડી નહિ લગારજી ।। ભૂંડે હાલે ભોંયે સુવાર્યો, તોયે ના’વ્યો વિચારજી ।। ૯ ।। ત્યાર પછી જે પાસળ હતાં, જમનાં જૂથ અપારજી ।। સર્વે આવી અંગે વળગ્યાં, કે’તાં ન આવે પારજી ।।૧૦।। ઘેરી લીધો ઘાંઘો કીધો, દીધો બહુ […] read more
0 Views : 1491

યમદંડ કડવું:- ૭

પૂર્વછાયો :- આવું સાંભળી શ્રવણે, રખે ઉર વિચારતા એમ ।। જીવ વસ્તુતાએ જડે નહિ, તો દુઃખ ભોગવશે કેમ ।। ૧ ।। વળી કોઈ કે’શો જીવ ઝીણો, વ્યોમથી અતિ વિશેષ ।। અછેદ્ય અભેદ્ય અખંડ એહ, બળે સડે સૂકે નહિ લેશ ।। ૨ ।। વળી કોઈક એમ કહેશો, કહ્યો જીવ તે બ્રહ્મસ્વરૂપ ।। કર્મ માયા કલ્પિત છે, કહ્યો આતમા એક અનુપ ।। ૩ ।। એમ જણ જણ પ્રત્યે જૂજવું, જો પરઠી કરશો પ્રમાણ ।। તેહ ઉપર કહું સાંભળો, તમે સર્વે જન સુજાણ ।। ૪ ।। વિવિધ ભાતે વર્ણવી, કહુ જીવની સર્વે વાત ।। શાસ્ત્ર સહુએ સત્ય કહ્યો, જીવ જૂઠો નહિ કોઈ ભાત ।। ૫ ।। જીવ જોતાં જો નવ જડે, તો સાધન સર્વે વ્યર્થ છે ।। વંધ્યાસુતને વખાણે વગોવે, એમાં શિયો કહો અર્થ છે ? ।। ૬ ।। શૂન્યસુમનની સ્રજ સારુ, અતિ આગ્રહ કોણ કરે ।। શશશૃંગની શિબિકાયે, બેઠે ન બેઠે શું સરે ? ।। ૭ ।। જપ તપ તીરથ જોગ જજ્ઞ, દાન પુણ્ય વ્રતવિધિ મળી ।। કેને અરથે કરવું, પામનારો ન મળે વળી ।। ૮ ।। પુણ્ય પાપ પર પોતાનાં, સમજયામાં શું સાર છે ? ।। ન્યાયે અન્યાયે ન કરવું, એ પણ જૂઠો નિરધાર છે ।। ૯ ।। એમ આગમ અસત્ય થયાં, વળી વકતા ન સમજયા વાત ।। એ તો મત […] read more
0 Views : 1424

યમદંડ કડવું:- ૮

પૂર્વછાયો :- જંજીર બંધે બાંધિયો, મારીને લીધો મો’ર ।। ડગલે ડગલે દુઃખું ઘણું, નહિ લેવાં સુખ કોઈ ઠોર ।। ૧ ।। બસેં ને સડતાળીશ જોજન, જમ ચલાવે છે નીત ।। જેવાં જેનાં કર્મ છે, તેવી તે દંડની રીત ।। ૨ ।। મર્મસ્થળે મારે ઘણું, તેણે પાપી કરે પોકાર ।। પુણ્ય હીણા પ્રાણી તણી, એ સમે કરે કોણ સાર ।। ૩ ।। શોધી સંધ્ય શરીરની, તિયાં માર દિયે મનગમતી ।। દંડ દેવાની રીતને જાણે છે જમદૂત અતિ ।। ૪ ।। તાળવે કપાળે કોણિયે, ગોઠણે માર દિયે ઘણી ।। છાતી નખ છેદે તેની, થાય પીડા અતિ તે તણી ।। ૫ ।। નાશી ભાગી નવ શકે, પડિયો જમને હાથ ।। કષ્ટ સહેવાય કેટલું, અતિ પામે પીડા અનાથ ।। ૬ ।। જેમ નર વાનરને, બળે ગળે બાંધે છે બંદ ।। તેમ જાયે કયાં જીવ પાપી, પડિયો જમને ફંદ ।। ૭ ।। જેને દીઠે દુઃખ ઊપજે, વળી સ્પર્શે જાય પ્રાણ ।। વજ્ર જેવી વાણી વદે, એવા ભૂંડા જમરાણ ।। ૮ ।। ચોપાઈ :- તેેને સાથે ચાલિયો અનાથ રે, ઘણું ઘણું ઘસતો હાથ રે ।। કરે ઓરતો મનમાં બહુ રે, મારો મારો કરે જમ સહુ રે ।। ૯ ।। પડે માથે મુદગર માર રે, કરે હાય હાય ત્યાં પોકાર રે ।। દઈ દઈ પાપનાં એંધાણ રે, […] read more
0 Views : 1414

યમદંડ કડવું:- ૯

પૂર્વછાયો :- મારે કરી આવે મૂરછા, પડે પ્રાણી પૃથવી મોઝાર ।। સંકટમાં સંબંધી સંભારી, પાપી કરે પોકાર ।। ૧ ।। કિયાં ગયાં મારાં કુટુંબી, કિયાં ગઈ મૃગાનેણી નાર ।। કિયાં ગયા ભાઈ ભગિની, કિયાં ગયો પુત્ર પરિવાર ।। ૨ ।। કિયાં ગયું ધામ ધરતી, કિયાં ગયાં અન્ન ધન માલ ।। આ સમે કામ કોયે ન આવે, મારા જોઈ આવા હાલ ।। ૩ ।। એમ કહી કહી કર ઘસે, રુવે ભૂખ્યો તરશ્યો તેહ ।। માથે ભય જમરાણનો, તેણે થરથર ધ્રૂજે દેહ ।। ૪ ।। જેને અર્થે અતિ ઘણો, કરતો અધર્મ આઠું જામ ।। તે તો ત્યાંનાં ત્યાં રહ્યાં, મારે કોઈ ન આવ્યાં કામ ।। ૫ ।। માત તાત ભાઈ ભગિની, સુત કલત્રને કાજ ।। કર્યા કર્મ વિકર્મ કંઈ, તે ભોગવવાં પડ્યાં આજ ।। ૬ ।। એને અર્થે આયુષ્ય ખોઈ, જોઈ નહિ વિચારી વાત ।। સંબંધીના સુખ કારણે, કર્યાં કપટ દગા ઘાત ।। ૭ ।। નીચ માણસની સંગત્યે, કર્યાં અઘ અમોઘ અપાર ।। કુશળ રહેવાનું કયાં થકી, ખરી ખાવા રહી માર ।। ૮ ।। ચોપાઈ :- તેને કિંકર કહે છે ભાઈ, એને સંભારે શું થાય આંઈ ।। કર્યાં કર્મ તેં ધર્મને ત્યાગી, મેલી સુખ દુઃખ લીધું માગી ।। ૯ ।। આવ્યું સર્વે મળી તારે સાથે, જે જે કર્યું છે તેં તારે હાથે […] read more
0 Views : 1399

યમદંડ કડવું:- ૧૦

પૂર્વછાયો :- સુણો કથા સહુ શુભમતિ, જીવ નહિ નર ને નાર ।। જે જેવાં કર્તવ્ય કરે, તે ભોગવે આવે પાર ।। ૧ ।। એમ દુઃખ ભોગવતાં, સાડા પાંચ માસ થાય ।। વિચિત્ર નામે પુર છે, તેમાં તે પ્રાણી જાય ।। ૨ ।। વિચિત્ર પેરે વળી વળી, પૂછે પુરના રહેનાર ।। મનુષ્ય દેહ પામી હરામી, તુંને નર ફટકાર ।। ૩ ।। દેવ ઇચ્છે જે દેહને, તે પામ્યો હતો તું પાપિયા ।। એહ દેહે ધર્મ ઉથાપી, અધર્મ અતિશે થાપિયા ।। ૪ ।। ન્યાય મૂકી અન્યાય કીધો, ચાલ્યો મહા અઘ મારગે ।। દુર્મતિ અતિ અંધ થઈ, દીઠું નહિ કાઈ દગે ।। ૫ ।। હદ્ય મેલીને હાલિયો, મૂકી મર્યાદ મહારાજની ।। પરલોકનાં સુખ પરહરી, કરી ખરચી દુઃખ સમાજની ।। ૬ ।। ખોટ્ય મોટી ખાધી ખરી, કહીએ તુંને કયાં લગે ।। મોટા દુઃખ માંહી પડ્યો, આવ્યો જોઈએ આ મારગે ।। ૭ ।। લાગ આપી લજજાવોણા, નીસર પુરથી બા’ર ।। આજ પછી અભાગિયા, આવું કરીશ મા કોઈ વાર ।। ૮ ।। ચોપાઈ :- લઈ લાગ લોહી માંસ તણો, કરે છે અતિ હેરાન ઘણો ।। જિયાં તિયાંથી ઊઠે છે ખાવા, ખાઈ ધરાઈ પછી દીધો જાવા ।। ૯ ।। કાઢ્યો બા’રે પડે શિર માર, જેમ લોહને ઘડે લુહાર ।। આવી મૂરછા પડિયો ભોમ, થયો બેશુદ્ધ ન રહી ફોમ […] read more
0 Views : 1446

યમદંડ કડવું:- ૧૧

પૂર્વછાયો :- સંકટ કહ્યાં સોળે શહેરનાં, સંક્ષેપે કરી મેં મુખ ।। પણ લખ્યાથી છે લાખઘણું, ભાઈ દંડતણું ત્યાં દુઃખ ।। ૧ ।। સાચા સદ્ગુરુ સંતનો, અંગે લાગ્યો નહિ ઉપદેશ ।। પાપે પૂરણ પાપિયો, લિયે સુખ કયાંથી લવલેશ ।। ૨ ।। એમ જમદૂતે જોરે કરી, પંથ કરાવિયો બહુપેર ।। વર્ષ વીત્યું એક વાટમાં, ત્યારે પોં’ચ્યો સંયમિની શહેર ।। ૩ ।। શોભા સંયમિની શહેરની, વળી અતિ ઘણી છે અનુપ ।। તેહ જ પાપી પ્રાણીને, દેખતાં થાયે દુઃખરૂપ ।। ૪ ।। ચોપાઈ :- પુણ્યવાન હોય કોઈ પ્રાણી, દેખે સંયમિની શોભાખાણી ।। તેહ પુર તણું પરિમાણ, કહું સુણજો સહુ સુજાણ ।। ૫ ।। શત જોજન લંબાઈ લૈયે, પહોળી પણ સો જોજન કૈ’યે ।। કિલ્લો કનકનો તિયાં રાજે, શોભે ચાર સુંદર દરવાજે ।। ૬ ।। એક સોનાનો બીજો રૂપાનો, ત્રીજો દ્વાર તાંબાનો છે માનો ।। ચોથો લોઢાનો દરવાજો લૈયે, દ્વાર ચાર એ પુરીનાં કૈ’યે ।। ૭ ।। તિયાં જેનાં જેવાં કર્મ હોય, તેવે દ્વારે જાય જીવ સોય ।। ઉત્તર દ્વાર અનુપમ અતિ, તિયાં પુણ્યવાન કરે ગતિ ।। ૮ ।। જિયાં રાજમાર્ગ ચૌટા શેરી, બહુ શોભાયે શોભે ઘણેરી ।। મેડી મો’લ હવેલિયો શોભે, જોઈ પુષ્પ ઝાડ મન લોભે ।। ૯ ।। મીઠી વાણીએ કરે પંખી રવ, શોભે ભૂમિ ત્યાં બહુ વૈભવ ।। ધ્વજા પતાકા ત્યાં બહુ […] read more
0 Views : 1364
Powered By Indic IME