Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૧પ

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય  કહે  ધન્યધન્ય  ગુરુ,  ભલો બતાવ્યો ભેદ ।। સહજે  શ્રીહરિ  સાંભરે,  થાય  વિષય  ઉચ્છેદ ।। ૧ ।। વિષયમાંહી વિસારી નાથને, કરતાં કામ  હરામ ।। તે  સમુ  સમજાવિયું,  સંભારવા ઘનશ્યામ ।। ૨ ।। સૂક્ષ્મ વાતો સૂચવી,  કહો કોણ કે’નાર ।। અલ્પ પ્રશ્ન ઉપરે,  કો’છો કરી વિસ્તાર ।। ૩ ।। વળી  કે’વી હોય વારતા, તો કે’જો કૃપાનિધાન ।। શ્રદ્ધા છે સાંભળવા, સુણીશ  કહું દઈ કાન ।। ૪ ।। વચન   તમારા   મુખનાં,   તે   સર્વે સુખ  દેનાર ।। હેતેભર્યા હોંસે કરી, સુણીશ હું કરી  પ્યાર ।। ૫ ।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- સદ્ગુરુ કહે શિષ્ય સુણજે, રૂડી બતાવું રીત ।। રાત-દિવસ  હૃદયે રહે,  હરિ ચિંતવન  ચિત્ત ।। ૬ ।। રસ સરસ સંસારમાં,  મળે જો મનભાય ।। તેમાં શ્રીહરિ સાંભરે,  એવો  કહું  ઉપાય ।। ૭ ।। ષટ  રસ ખરા ખોળીએ, હરિ જમ્યા’તા જેહ ।। તે સમય  સંભારતાં,  સાંભરે શ્યામ  સનેહ ।। ૮ ।। રસોઈ  રસે  ભરી,  કરી  હરિને  કાજ ।। તે જોતાં જગપતિ સાંભરે, જે જમ્યા હતા મહારાજ ।।૯।। સુંદર સ્વાદુ સુખડી, પેરપેરના  પાક ।। પીરસતા પંગતમાં,  સુખદ  કરેલાં  શાક ।।૧૦।। ભોજન  વ્યંજન  બહુ  ભાતનાં,  લેહ્ય  ચોશ્ય  ભક્ષ્ય  ભોજય ।। તે સાંભરતાં સાંભરે, જે હરિ જમતા  કરી મોજય ।।૧૧।। આંબુ લિંબુ  જાંબુ  જમ્યા,  નાલિ કેળી  રાણ્ય  અનાર ।। જામ  […] read more
0 Views : 206

હરિબળગીતા કડવું:- ૧

રાગ:-  ધન્યાશ્રી મંગળ મૂર્તિ શ્રીઘનશ્યામજી, શરણાગતના સદા સુખધામજી । પતિતપાવન પૂરણકામજી, અધમ ઉદ્ધારણ નિર્ભય નામજી ।।૧।। ઢાળ- નામ નિર્ભય નિગમ કહે, જે સમરતાં સંકટ ટળે । દુષ્કૃત જેહ દેહ ધારીનાં, તેહ પાપના પુંજ પળે ।।ર।। પુરૂષોતમ પ્રગટનું, નામ નિર્ભય નિશાણ । જે જન જીભે ઉચ્ચરે, તે પામે પદ નિર્વાણ ।।૩।। જે નામે પામી ગુણિકા ગતિ, થયો અજામિલનો ઉદ્ધાર । અગણિત એહ નામથી, પતિત પામ્યા ભવપાર ।।૪।। કરી ખરી દીનતા કરી, કરી આર્તશું અરદાસ । અર્ધો શબ્દ ઉચ્ચારતાં, આવ્યા વા’રે અવિનાશ ।।પ।। કામુકિની કરણી કશી, અજામિલ નહિ અઘહીણ । નારાયણના નામથી, થયા પાર પ્રિછો પ્રવિણ ।।૬।। ત્રિલોકમાં તપાસતાં, નાવે નારાયણ નામ તુલ્ય । પતિતને પાવન કરવા, એ છે નિધિ અમુલ્ય ।।૭।। જપ તપ તીર્થ જોગ જગન, વ્રત વિધિ દીયે વળી દાન । નિષ્કુલાનંદ નારાયણના, ના’વે નામ સમાન ।।૮।। કડવું ।।૧।। read more
0 Views : 294

હરિબળગીતા કડવું:- ર

નારાયણના નામનો મોટો મહિમાયજી, સુણ્યું મેં સર્વે શાસ્ત્રમાંયજી । જીવ હિત અર્થે એવું નહિ કાંયજી, સમઝુ સમઝી સમરે સદાયજી ।।૧।। ઢાળ- સમઝુ સમઝી સમરે, નિશ દિન નારાયણ નામ । શ્વાસ ઉશ્વાસે સંભારતાં, પળ પામે નહિ વિરામ ।।ર।। શેષજી મહાત્મ્ય સમઝી, કરે અખંડ નામ ઉચ્ચાર । સહસ્રમુખમાં જુગલ જીભે, રટે છે એકતાર ।।૩।। પૃથુ મહિમા પ્રિછીને, માગ્યા દશ હજાર કાન । નારાયણના નામ સુણવા, અતિશય ઉરમાં તાન ।।૪।। હિરણ્યકશિપૂ શ્રવણે સાંભળ્યો, નારાયણ નામનો નાદ । તપ તજી ત્રિય ભજી, તેના થયા ભક્ત પ્રહ્લાદ ।।પ।। પ્રહ્લાદ પ્રગટી પ્રીતશું, ભાવે ભજયા શ્રી ભગવાન । અભક્ત કુળમાં ભક્ત થયા, નામ પ્રતાપે નિદાન ।।૬।। વિભીષણને ભક્ત થાવું, નોયે રાક્ષસકુળની રીત । પણ જે જે જપે જગદીશને, તે થાય સર્વે પુનીત ।।૭।। અસુરકુળને અઘે ભર્યા,તર્યા એવા જીવ અનંત । નિષ્કુલાનંદ નારાયણ નામનો, મહિમા મોટો અત્યંત ।।૮।। કડવું ।।ર।। read more
0 Views : 268

હરિબળગીતા કડવું:- ૩

ભવજળ તરવા ઘનશ્યામ નામ નાવજી, આવી બેસે કોઈ રંક કે રાવજી । પામે ભવપાર સે’જે સ્વભાવજી, તેહ વિના તરવા અન્ય ન ઉપાવજી ।।૧।। ઢાળ- ઉપાવ નથી આ જીવને, ભવજળ તરવા કાજ । નારાયણના નામરૂપી, જાણો અજર એ ઝાજ ।।ર।। મશક તુંબાં મગાવીને, કહું કટિયે બાંધે કોય । સરે ન ઉતરે સિંધુને, જે અતિ અગાધ છે તોય ।।૩।। તેમ સાધન સર્વે કહિયે, તુંબા મશકને તુલ્ય । તેને ભરાંેસે ન ભવ તરે, જાય જનમ અમુલ્ય ।।૪।। માટે બળ રાખી બહુનામીનું, રહેવું નિર્ભય નરને નચિંત । પતિતપાવન બિરૂદ છે, તે તજશે નહિ કોઈ રીત।।પ।। એહ વિશ્વાસ અંતરે, રાખી તજે બીજું બળ । તેહ પ્રાણી ઉતરશે, ભલી  ભાતે ભવજળ ।।૬।। અચળ આશ્રય ઉરમાં, પ્રભુ પ્રગટનો પ્રમાણ । એવા જન જે જગમાં, તે પામે પરમ કલ્યાણ ।।૭।। (સરે એ સાચી વાત છે, બીજી ખોટી નહિ તે પણ ખરી । નિષ્કુલાનંદ નિર્ભય રહી, હેતશું ભજવા હરિ) જયારે ૨પોત ન તારે પાષાણને, તારે કાષ્ટતરણકાં તુંબડાં । નિષ્કુલાનંદ એ નાવનાં, વખાણ કેમ થાય બડાં ।।૮।। કડવું ।।૩।। read more
0 Views : 256

હરિબળગીતા કડવું:- ૪

એહ વિના ઉપાય હોય કોઈ એકજી, કે’જો સહુ સમઝી કરી વિવેકજી । એહ વિના સાધન બીજાં અનેકજી, અતિ મતિ ગતિયે નક્કી કર્યું નેકજી ।।૧।। ઢાળ- નક્કી તેનો નિર્ણય કર્યો, જોઈએ નિશ્ચયનું નરને જોર । નાથના નિશ્ચય વિના, અતિ રહે અંધારૂં ઘોર ।।ર।। પૂરણ પુરષોત્તમ પ્રગટી, નરતન ધરે નાથ । તેહ મૂર્તિ જેહને મળે, તે સર્વે જન સનાથ ।।૩।। મનુષ્યાકાર અપાર સામર્થી, જેહ સમે ધરે જેહ નામ । તેહ નામ સમરતાં જન, થાયે પૂરણકામ ।।૪।। જેમ વેજું કરે કોઈ વ્યોમનું, તેની ખાલી ન જાયે ચોટ । તેમ નામ ઘનશ્યામને, થાય કલ્યાણ કોટ ।।પ।। જેમ ઇંદુમાં અગ્નિ નહિ, નહિ અર્કમાંહી અંધાર। તેમ પ્રભુ પ્રગટમાં, નો’ય અમંગળ નિરધાર ।।૬।। વિદ્યુત ન તજે વહનિ, શીતળતા ન તજે શ્રીખંડ । તેમ કલ્યાણ મહારાજમાં, રહ્યું અતિશય અખંડ ।।૭।। એહ દ્રષ્ટાંતને ઉર ધરી, રે’વું નિઃસંશય નિર્ભય વળી । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, સત્ય માનજો સહુ મળી ।।૮।। કડવું ।।૪।। read more
0 Views : 291

હરિબળગીતા પદ:- ૧

રાગ:-  સામેરી મલાર વિશ વસા એહ વાત છે, તમે સાંભળજો સહુ જન રે । અંતર શત્રુ અજિત છે, પળે પળે પાડે છે વિઘન રે વિશ૦।।૧।। સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, એણે લીધી છે સહુની લાજ રે । દેવ દાનવ માનવ મુનિ, એણે રોળિયો સુરરાજ રે; વિશ૦ ।।ર।। નિર્દોષ જન કોઈ નજરે, નથી આવતાં નિરધાર રે । કામ ક્રોધ લોભ મોહમાં, સહુ એ બે ભર્યાં અપાર રે; વિશ૦ ।।૩।। એવા અવગુણ અવલોકીને, હરિ કરે કેનું કલ્યાણ રે । નિષ્કુલાનંદ તૈયે નાથને, ઠાલો ફેરો પડયો પરમાણરે; વિશ૦ ।।૪।। પદ ।।૧।। read more
0 Views : 377

હરિબળગીતા કડવું:- પ

જયારે જુવે જનના અવગુણ અવિનાશજી, ત્યારે કોઈ હોય નહિ હરિદાસજી । પતિતપાવન નામની જે આશજી, તેથી કહું સહુ થાય નિરાશજી ।।૧।। ઢાળ- નિરાશ થાય નરતન ધારી, જોઈ સંકલ્પનું જોર । મન વચન કર્મે કરી, કેદિ મટે નહિ હરિના ચોર ।।ર।। કાંતો મનમાં ભોગવે, કાંતો વચને કરે વ્યભિચાર । કાંતો કામાદિક કર્મે કરી, ધારી રહ્યા નર ને નાર ।।૩।। શુદ્ધ અંતરે શોધતાં, જોતાં ન જડે કોઈ જીવ । અંતર એવાં અવલોકીને, કહો પ્રસન્ન થાય કેમ ૧પીવ ।।૪।। માટે કલ્યાણ કોઈનું, માનશોમાં મનમાંય । નિષ્કલંક થયા વિના, કારજ ન સરે કાંય ।।પ।। અવિનાશીનું શું ઉપન્યું, નિરર્થક ધર્યું નરતન। નારાયણના નામનું, ભયહરણ નહિ ભજન ।।૬।। વેદ પુરાણે વર્ણવ્યો, અનેક જીવનો ઉદ્ધાર । એહ વાતનો અંતરે, કહો કેમ થાય નિરધાર ।।૭।। ભાગી પડયું ભવ તરવું, વાત ઉભી ન રહી એક । નિષ્કુલાનંદ નાસ્તિકપણું, ઉરમાં તે આવીયું નેક ।।૮।। કડવું  ।પ।। read more
0 Views : 291

હરિબળગીતા કડવું:- ૬

દોષે રહિત દેહધારી ન હોયજી, ચૌદ લોકમાં ચિંતવી જોયજી । કલંક રહિત સુણ્યા નહિ કોયજી, નહિ અસમર્થ સમર્થ હતા સોયજી ।।૧।। ઢાળ- સમર્થ શિવ બ્રહ્મા સહી, તે જાણે સહુ જગ સોય । ડાઘ લાગ્યો જે દોયને, તે કહે છે સહુ કોય ।।ર।। ઇંદ્ર ચંદ્ર આદ્યે કંઇ, સુર અસુર અનેક । સહુનું શ્રવણે સાંભળ્યું, નિર્દોષ નહિ એહ નેક ।।૩।। (ઇંદિરાયે અન્ય અવલોકિયું, જોને રાધાએ કર્યો રોષ) કૃષ્ણ કામિની કામવશ થઇ, સુત સાંબ સન્મુખ જોઇ । અહલ્યા રેણુકા દ્રૌપદી, નિર્દોષ ન દીઠાં કોઇ ।।૪।। પરાશર નારદ સૌભરી, સનકાદિક જે સુજાણ । વસિષ્ઠ વળી વિશ્વામિત્ર, એકલશૃંગી પ્રમાણ ।।પ।। કેનેક કામે રોળીયા, કેનિક લિધી લોભે લાજ । કેનેક ક્રોધે કાયર કરી, રોળીયા રંક રાજ ।।૬।। એવી વાતો અંતરે, તોળી કરવો તપાસ । હારવી નહિ હિંમતને, મટવું નહિ હરિદાસ ।।૭।। ચડે તેહ પડે ખરા, બેસે ઉજળે વળી ડાગ । નિષ્કુલાનંદ એ નવું નથી, એમ સમજો સુભાગ ।।૮।। કડવું ।।૬।। read more
0 Views : 265
Powered By Indic IME