દોહા : અલૌકિક મૂર્તિ આજની, ધરી ધર્મકુમાર ।। જોતા નાવે જોડ્યમાં, આ સમ અન્ય અવતાર ।।૧।। સમર્થ મૂર્તિ સુખ ભરી, ધરી ન ધરશે કોય ।। સર્વોપરિ છે શ્રી હરિ, સહજાનંદ પ્રભુ સોય ।।૨।। ચોપાઇ ધ્રુવપદી : પ્રગટ પ્રબળ મૂર્તિ, અચરજકારી છે ।। જેને નેતિ નેતિ કહે શ્રુતિ, અચરજકારી છે ।। અકળ અનુપ અમાપ,અચ૦ । કોય કરી શકે નહી થાપ,અચ૦ ।।૩।। અગમ અતોલ અપાર,અચ૦ । નિગમે ન થાય નિરધાર,અચ૦ ।। શિવ બ્રહ્મા સરખા કહે છે,અચ૦ । તોય અતિ અપાર રહે છે,અચ૦ ।।૪।। પ્રગટ મૂર્તિનો મહિમાય,અચ૦ । સર્વે સુખતણી સીમાય,અચ૦ ।। મોટ્યપ હરિમૂર્તિની અતિ,અચ૦ । કેજાતા કહેવાય નહીં કોયવતી,અચ૦ ।।૫।। જેજે હરિ મૂર્તિથી થયું,અચ૦ । તે તે મેં ન જાય કહ્યું,અચ૦ ।। બહુ બહુ થાય ચમત્કાર,અચ૦ । તેને કહેતાં ન આવે પાર,અચ૦ ।।૬।। જે કોય કેદી ન સૂણ્યું કાન,અચ૦ । તે તો દેખાડ્યું ભગવાન,અચ૦ ।। અલૌકિક વસ્તુ આવે લોકે,અચ૦ । તે તો જન સહુ અવલોકે,અચ૦ ।।૭।। અશન વસન સુંદર માળા,અચ૦ । પ્રસાદી દાળ્ય રોટા રૂપાળા,અચ૦ ।। તલલાડું તોરા હાર,અચ૦ । ફળ ફુલ અમૂલ્ય અપાર,અચ૦ ।।૮।। પામે સમાધિયે તે દાસ,અચ૦ । જાગે જયારે ત્યારે રહે પાસ,અચ૦ ।। જેજે આપે સમાધિ માંયે,અચ૦ । તે તે લઇ આવે જન આંયે,અચ૦ ।।૯।। અમાયિક માયિકમાં આવે,અચ૦ । એથી અન્ય આચરજ શું કાજાવે,અચ૦ ।। વળી અનેક પરચા આપે,અચ૦ […]
read more