પદ – ૧ રાગ ધોળ – પ્રભાતી સુતા ઊઠી રે, સમરું સહજાનંદ કે, વેલણાં ભલે વાયાં રે. અંતર ઉપન્યો રે, અતીશે આનંદ કે. વેણેલાં.૦ ૧ નયણે નિરખી રે, રંગભીનાનું રૂપ કે. વેણેલાં૦ પ્રીતે પોંખ્યા રે, બ્રહ્મમહોલના ભૂપ કે. વેણેલાં૦ ૨ ઉર્ધ્વરેખા રે, બે ચરણમાં જોઈ કે. વેણેલા૦ તેને નિરખી રે, મનડું રહ્યું મોઈ કે. વેણેલાં૦ ૩ નખમણિયું રે, જુગલ ચરણની જોડ કે. વેણેલાં૦ ગોળ ઘુંટીયું રે, પૂરે મનડાંના કોડ કે. વેણેલાં૦ ૪ જંઘા જાનુ રે, જોયા સાથળ સાર કે. વેણેલાં૦ નાભી ઊંડી રે, અજ ઉપન્યા જે ઠામ કે. વેણેલાં૦ ૫ પેટ પોયણ રે, જોયા ત્રણે વળ કે. વેણેલાં૦ એવા ચિન્હની રે, કૃષ્ણાનંદને કળ કે. વેણેલાં૦ ૬ પદ – ૨ હૃદયે જોયું રે, કમળાં કેરું ધામ કે, વેણલાં ભલે વાયાં રે. કંઠ કંબુ રે, નીરખું આઠું જામ કે. વેણેલાં૦ ૧ દંત દેખી રે, દાડમકેરાં બીજ કે. વેણેલાં૦ જીહવા જોઈ રે, જાણે ઝબુકે વીજ કે. વેણેલાં૦ ૨ નાસા નીકટ રે, ટીબકડી છે શ્યામ કે. વેણેલાં૦ તેને જોતાં રે, નેણે નીંદ હરામ કે. વેણેલાં૦ ૩ વામ કરણે રે, તીલ શ્યામ સોહાય કે. વેણેલાં૦ તેને જોતાં રે, શોભે સંતોના રાય કે. વેણેલાં૦ ૪ ભાલ વચ્ચે રે, રેખા તિલક આકાર કે. વેણેલાં૦ મસ્તક ઉપર રે, ફુલડાં કેરા હાર કે. વેણેલાં૦ ૫ કર જુગલ રે, કોણીયું […]
read more