રાગ : પ્રભાતી પદ-૧ મહી માખણ માગે રે માવો, મહી માખણ માગે; પ્રભાતે ઊઠીને માવો, મહી માખણ માગે. ટેક૦ ઊંઘમાંથી અલબેલો ઊઠયા, નેણાં નિદ્રાળુ; જમવા સારું ઝગડે ઊભા, ભૂધર ભુખાળુ. પ્રભાતે૦ ૧ ગોકુળિયાની નારી સર્વે, આવી છે જોવા; કજિયાળો કાનુડો દે નહિ, ગાવલડી દોવા. પ્રભાતે૦ ૨ માતાજી આ મહીં તમારું, નાખીશ હું ઢોળી; બ્રહ્માનંદના નાથે ઝાલી, મહીંડાની ગોળી. પ્રભાતે૦ ૩ પદ-૨ માતા મનાવે હરિને, માતા મનાવે; પ્રભાતે ઊઠી હરિને, માતા મનાવે… ટેક૦ દાતણ પાણી પ્રથમ કરીને, ત્યાર પછી ખાઈએ; ઝાઝાં માણસ જોઈને જીવન, ઘેલા ન થાઈએ…પ્રભાતે૦ ૧ તર્ત કરી આપું રોટલી તાજી, ઘીમાં ઝબોળી; મેલો મારા લાલ મનોહર, મહીડાની ગોળી… પ્રભાત૦ ૨ સાસરિયાં તારા સગપણ સારુ, આવી બેઠાં ડેલી, બ્રહ્માનંદને નાથે ત્યારે, હસીને ગોળી મેલી… પ્રભાતે૦ ૩ પદ-૩ મોહન મનાવ્યા રંગીલો, મોહન મનાવ્યા; મીઠું બોલીને માત જસોદાએ, મોહન મનાવ્યા… ટેક૦ કોમળ કાજુ જોઈ હરિને, દાતણિયું દીધું; કંચનકેરી ઝારી લઈને, મુખ મંજન કીધું… મીઠું૦ ૧ નીર ઉને નવરાવ્યા મોહનને, અંગોઅંગ ચોળી; ચંદન કેરી કાંસકી સુંદર, લઈ ચોટી ઓળી… મીઠું૦ ૨ કેશરકેરી આડ કરીને, માળા ફ્ૂલની ધારી; બ્રહ્માનંદના વાલાનું મુખ, નીરખે મહતારી… મીઠું૦ ૩ પદ-૪ જુગતે જમાડે હરિને, જુગતે જમાડે; માત જસોદા મોહનજીને જુગતે જમાડે. ટેક૦ જગનો જીવન જમવા બેઠા, ગોપી સર્વે ઝંખે; ચંદનકેરો પંખો લઈને, માતા વા નાખે. માત૦ ૧ શીરા […]
read more