Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

વરતાલ ૫ : ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું

સંવત્ ૧૮૮૨ના માગશર વદિ ૪ ચતુર્થીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તર દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષ હેઠે વેદી ઉપર ઢોલિયાને વિષે ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને અતિ સુક્ષ્મ એવાં શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર ઘણાક ધારણ કર્યાં હતા અને શ્રવણ ઉપર મોટા બે બે ગુલાબના પુષ્પના ગુચ્‍છ ધારણ કર્યા હતા, અને પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમગ્ર તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “વાંકડા વાંકડા પ્રશ્ર્ન કરો જેણે કરીને સૌનું આળસ ઉડી જાય.” એમ કહીને પોતે આથમણી કોરે ઉસીકું કરીને પડખાભર થયા. પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે– “દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્‍યયા | મામેવ યે પ્રપદ્યન્‍તે માયામેતાં તરન્‍ત્‍િા તે ||” એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને એમ કહ્યું છે જે, ‘જે પુરૂષ મને પામે તે દુ:ખે કરીને પણ ન તરાય એવી જે મારી ગુણમયી માયા તેને તરે છે.’ ત્‍યારે જેને ભગવાનની પ્રાપ્‍તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતાં થકાં કાંઈક અંતરમાં સંકલ્‍પ વિકલ્‍પનો વિક્ષેપ થઈ આવે છે તેને માયા વિના બીજું કોણ કરતું હશે ? એ પ્રશ્ર્ન છે. પછી શ્રીજીમહારાજ પોઢયા હતા, તે બેઠા થઈને અતિ કરુણાએ ભીના થકા બોલતા હવા જે,” માયાના જે ત્રણ ગુણ છે તેમાં […] read more
0 Views : 383

વરતાલ ૬ : ચિમનરાવજીના પ્રશ્નનું

સંવત્ ૧૮૮૨ના માગશર વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિર આગળ મંચ ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે પુષ્પના હાર ધારણ કર્યા હતા, ને પાઘને વિષે પુષ્પના તોરા લટકતા હતા,ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ચિમનરાવજીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! જીવ જ્યારે પ્રથમ પ્રલયકાળે કારણ શરીરે યુક્ત થકા માયાને વિષે લીન હતા, પછી સૃષ્ટિ સમયને વિષે એ જીવોને સ્‍થૂલ, સૂક્ષ્મ દેહની પ્રાપ્‍તિ થઈ. તથા દેવ, મનુષ્ય, પશુ, પક્ષી આદિક રૂપ જે વિચિત્રપણું થયું તે કર્મે કરીને થયું ? અથવા ભગવાનની ઈચ્‍છાએ કરીને થયું ? અને જો કર્મે કરીને થયું એમ કહીએ તો જૈન મતની સત્‍યતા થાય,  અને જો ભગવાનની ઈચ્‍છાએ કરીને થયું એમ કહીએ તો ભગવાનને વિષે વિષમપણું ને નિર્દયપણું આવે. માટે એ જેવી રીતે હોય તેવી રીતે કૃપા કરીને કહો ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એ પ્રશ્ર્ન તમને પુછતાં આવડયો નહિ. કેમ જે, જે કારણ શરીર છે તેને વિષે સ્‍થૂલ, સૂક્ષ્મ એ જે બે દેહ તે બીજવૃક્ષન્યાયે કરીને રહ્યા છે. માટે એને કારણ શરીર કહે છે. અને એજ કારણ શરીર છે તે અવિદ્યાત્‍મક છે, ને અનાદિ છે, ને સંચિતકર્મે યુક્ત છે. અને જેમ બીજ ને ફોતરાને નિત્‍ય સંબંધ છે,અને […] read more
0 Views : 358

વરતાલ ૭ : દૈવી, આસુરી જીવના લક્ષણનું – અન્વય વ્યતિરેકનું

સંવત્ ૧૮૮૨ના માગશર વદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રીવરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને હરિભક્ત પરસ્‍પર ભગવદ્વાર્તા કરતા હતા. તેમાં એવો પ્રસંગ નીસર્યો જે દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તેમાં દૈવી જીવ હોય તે તો ભગવાનના ભક્ત જ થાય, ને આસુરી હોય તે તો ભગવાનથી વિમુખ જ રહે. ત્‍યારે ચિમનરાવજીએ શ્રીજી મહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! આસુરી જીવ હોય તે કોઈ પ્રકારે દૈવી થાય કે ન થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “આસુરી જીવ તો દૈવી ન જ થાય. કેમ જે એ તો જન્‍મથીજ આસુરભાવે યુક્ત છે. અને જો કોઈક રીતે આસુરી જીવ સત્‍સંગમાં આવી પડયો તો પણ આસુરભાવ તો ટળે નહિ, પછી સત્‍સંગમાં રહ્યો થકો જ જ્યારે શરીરને મુકે ત્‍યારે ૨બ્રહ્મને વિષે લીન થાય ને વળી પાછો નીકળે. એમ અનંતવાર બ્રહ્મમાં લીન થાય ને પાછો નીસરે ત્‍યારે એનો આસુરભાવ છે તે નાશ પામે પણ તે ૪વિના આસુરભાવ નાશ પામે નહિ.” પછી શોભારામ શાસ્‍ત્રીએ પ્રશ્ર્ન પુછયો જે,”હે મહારાજ ! ૫ભગવાનનું અન્‍વયપણું કેમ છે ને વ્‍યતિરેકપણું કેમ છે? પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અન્‍વયવ્‍યતિરેકની વાર્તા તો એમ છે જે, ભગવાન અર્ધાક માયાને વિષે અન્‍વય […] read more
0 Views : 288

વરતાલ ૮ : કરોળિયાની લાળનું

સંવત્ ૧૮૮૨ના પોષ શુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને મુનિ દુકડ સરોદા લઈને કીર્તન ગાવતા હતા તે સમે શ્રીજીમહારાજે અંતર્દ્રષ્‍ટિ કરીને ઘ્‍યાન મુદ્રાએ યુક્ત થઈને થોડીક વાર દર્શન દીધાં ને પછી નેત્રકમળ ઉધાડીને સર્વે સભા સન્‍મુખ જોઈને બોલ્‍યા જે, “હવે સર્વે સાંભળો, વાર્તા કરીએ છીએ જે, આ નેત્રની જે વૃત્તિ તે ૨અરૂપ છે તો પણ તે વૃત્તિને આડું કોઈક સ્‍થૂલ પદાર્થ આવે ત્‍યારે તે વૃત્તિ રોકાય છે માટે એ વૃત્તિ પણ સ્‍થૂલ છે ને પૃથ્‍વીતત્ત્વ-પ્રધાન છે ને તે વૃત્તિને જ્યારે પરમેશ્વરનો ભક્ત પરમેશ્વરના સ્‍વરૂપમાં રાખે છે ત્‍યારે તે વૃત્તિ પ્રથમ તો પાતળી દોરડીની પેઠે પીળી ભાસે છે. અને જેમ કરોળિયો હોય તે પોતાની લાળને એક સ્‍તંભથી બીજા સ્‍તંભ સુધી લાંબી કરે, પછી એ કરોળિયો કયારેક તો આ સ્‍તંભ ઉપર જાય ને કયારેક તો ઓ સ્‍તંભ ઉપર જાય ને કયારેક બે સ્‍તંભને મઘ્‍યે બેસે, તેમ કરોળિયાને ઠેકાણે જીવ છે ને એક સ્‍તંભને ઠેકાણે ભગવાનની મૂર્તિ છે ને બીજા સ્‍તંભને ઠેકાણે પોતાનું અંત:કરણ છે ને લાળને ઠેકાણે વૃત્તિ છે. તે દ્વારે કરીને ઘ્‍યાનનો કરનારો જે યોગી તે કયારેક તો ભગવાનના સ્‍વરૂપ સંધાથે […] read more
0 Views : 298

વરતાલ ૯ : ભગવાનનું નિર્ગુણ સુખ કેમ જણાય ? તેનું

સંવત્ ૧૮૮૨ના પોષ શુદિ ૮ અષ્‍ટમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર ગાદીતકિયા બિછાવીને  વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે મુનિમંડળ સમસ્‍ત પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, “રાજસી, તામસી ને સાત્ત્વિકી. એ ત્રણ પ્રકારનું જે માયિક સુખ તે જેમ ત્રણ અવસ્‍થાને વિષે જણાય છે તેમ નિર્ગુણ એવું જે ભગવાન સંબંધી સુખ તે કેમ જણાય છે ?” પછી એ પ્રશ્ર્નનો ઉત્તર મુનિમંડળ સમસ્‍ત મળીને કરવા માંડયો પણ એનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “પૃથ્‍વી આદિક ચાર ભૂત વિના એકલો જ આકાશ હોય અને જેટલા આકાશને વિષે તારા છે તેટલા ચંદ્રમા હોય ને તેનો જેવો પ્રકાશ થાય તેવો ચિદાકાશનો પ્રકાશ છે. અને તે ચિદાકાશને મઘ્‍યે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે . તે મૂર્તિને વિષે જ્યારે સમાધિ થાય ત્‍યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્‍વરૂપમાં સ્‍થ્‍િાતિ થઈ હોય તે ભજનના કરનારાને એમ જણાય જે,’હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિષે સુખ ભોગવ્‍યું’ એવી રીતે ભગવાનના સ્‍વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે અને જે માયિક સુખ છે તે બહુકાળ ભોગવ્‍યું હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે. માટે ભગવાનના સ્‍વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ અવિનાશી છે […] read more
0 Views : 250

વરતાલ ૧૦ : જીવનું કલ્યાણ થાય, તેનું

સંવત્ ૧૮૮૨ના પોષ શુદિ ૧૧એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, અને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ આવ્‍યા. તેણે શ્રીજી મહારાજ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! જીવનું કલ્‍યાણ કેમ થાય ?” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “આ પૃથ્‍વીને વિષે રાજારૂપ ને સાધુરૂપ એ બે પ્રકારે ભગવાનના અવતાર થાય છે તેમાં રાજારૂપે જ્યારે પૃથ્‍વી ઉપર પ્રગટ થાય ત્‍યારે તો તે ઓગણચાળીસ લક્ષણે યુક્ત હોય અને જ્યારે સાધુરૂપે પૃથ્‍વી ઉપર પ્રકટ થાય ત્‍યારે તો ત્રીસ પ્રકારને લક્ષણે યુક્ત હોય. અને જે રાજારૂપે ભગવાન હોય તે તો ચોસઠ પ્રકારની કળાએ યુક્ત હોય, તથા સામ, દામ, ભેદ, દંડ એ ચાર પ્રકારના જે ઉપાય તેણે યુક્ત હોય, તથા શૃંગાર આદિક જે નવ રસ તેણે યુક્ત હોય; અને તે ભગવાન જ્યારે સાધુરૂપે હોય ત્‍યારે તેમાં એ લક્ષણ હોય નહિ. અને જે રાજારૂપે ભગવાન હોય તેને જો આપત્‍કાળ આવ્‍યો હોય તો મૃગયા કરીને પણ જીવે, અને ચોર હોય તેને ગર્દન પણ મારે અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે; અને સાધુરૂપે ભગવાન હોયે ૨તો અતિશે અહિંસા પર વર્તે તે લીલાતૃણને પણ તોડે નહિ, અને કાષ્‍ઠની […] read more
0 Views : 279

વરતાલ ૧૧ : જીવના નાશનું – સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન – તેનું

સંવત્ ૧૮૮૨ના પોષ શુદિ ૧૫ પુનમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, અને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા, ને કર્ણની ઉપર પુષ્પના ગુચ્‍છ ખોસ્‍યા હતા, ને પાઘને વિષે પુષ્પના તોરા લટકતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્‍ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અમારો તો એવો સ્‍વભાવ છે જે એક તો ભગવાન ને બીજા ભગવાનના ભક્ત ને ત્રીજા બ્રાહ્મણ ને ચોથો કોઈક ગરીબ મુનષ્ય, એ ચારથી તો અમે અતિશે બીયે છીએ જે, ‘રખે એમનો દ્રોહ થઈ જાય નહિ.’ અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી. કેમ જે એ ચાર વિના બીજાનો કોઈક દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય પણ જીવ નાશ પામે નહિ. અને એ ચારમાંથી એકનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય છે.” એ વાતને સાંભળીને મુકતાનંદસ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! જીવ તો અવિનાશી કહ્યો છે તેનો નાશ તે કેમ જાણવો ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “પર્વતનું કે બીજું એવું જ જે કોઈક જડ દેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્‍યાણ થાય નહિ, એટલે એના જીવનો નાશ થઈ ગયો એમ જાણવું. માટે […] read more
0 Views : 274

વરતાલ ૧૨ : મહિમા સહિત નિશ્વયનું

સંવત્ ૧૮૮૨ના પોષ વદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ તળે પાટ ઉપર ગાદીતકિયે યુક્ત ઢોલિયો હતો તે ઉપર  વિરાજમાન હતા, અને  શ્વેત ખેસ પહેર્યો હતો ને માંહિલી કોરે શ્વેત પછેડીએ યુક્ત ગુલાબી રંગની શાલ ઓઢી હતી, અને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, અને કંઠને વિષે ગુલાબના  પુષ્પનો હાર પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ  તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને તે સમે શ્રીજીમહારાજ અંતર્દ્ષ્‍ટિ કરીને બહુવાર સુધી વિરાજમાન થયા હતા. પછી નેત્રકમળને ઉધાડીને સર્વે હરિભક્તની સભા સામું કરૂણાકટાક્ષે કરી જોઈને શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “આજ તો સર્વેને નિશ્વયની વાત કરવી છે તે સર્વે સાવધાન થઈને સાંભળો જે અનંત કોટિ સૂર્ય,ચંદ્રમા ને અગ્‍નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિષે શ્રી પુરૂષોત્તમ ભગવાન સદા દિવ્‍ય મૂર્તિ થકા વિરાજમાન છે. અને તે જ ભગવાન જીવોના કલ્‍યાણને અર્થે પૃથ્‍વીને વિષે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે, ત્‍યારે તે ભગવાનના સ્‍વરૂપનો જેને સત્‍સમાગમે કરીને દ્રઢ નિશ્વય થાયછે તેનો જીવ બીજના  ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે, અને જેમ ચંદ્રમાને વિષે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે, તે જ્યારે પૂર્ણમાસી આવે ત્‍યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્વય થયા મોર તો જીવ […] read more
0 Views : 275
Powered By Indic IME