Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

ગઢડા મઘ્ય ૩૨ : થોરના ઝાડનું-નિર્વિઘ્ન ભકિતનું

સંવત્ ૧૮૮૦ ના શ્રાવણ શુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા,  અને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં, અને મસ્‍તકને ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી, ને કંઠને વિષે પુષ્પના હાર વિરાજમાન હતા, તથા કર્ણને ઉપર પુષ્પના ગુચ્‍છ વિરાજમાન હતા તથા મસ્‍તક ઉપર પુષ્પના તોરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત પ્રત્‍યે બોલતા હવા જે, “આ સંસારને વિષે પોતાના કુટુંબીનો સંબંધ છે, તે તો જેમ થોરનું ઝાડ હોય અથવા વડનું કે પિપળનું ડાળ હોય, તે એક ઠેકાણેથી કાપીને બીજે ઠેકાણે રોપીએ તો ઉગીને ઝાડ થાય, અને આંબો તથા લીંબડો હોય ને તેને એકવાર કાપયો એટલે ફરીને ચોટે નહિ, તેમ કુટુંબી વિના બીજાનો જે સંબંધ છે તે તો આંબાના ઝાડના જેવો છે, તે એકવાર કાપયો એટલે ફરીને ચોટે નહિ. અને કુટુંબીનો સંબંધ છે તે તો થોરના ને વડના ઝાડ જેવો છે, તે કાપી નાખ્‍યો હોય તો પણ ધરતીમાં પડયો પડયો પણ પાલવ્‍યા વિના રહે નહિ, માટે એ કુટુંબીનો સંબંધ તો, તો ટળે જો સ્‍થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ થકી નોખો એવો જે આ દેહને વિષે જીવાત્‍મા તેને પોતાનું રૂપ જાણીને તેને વિષે ભગવાનની મૂર્તિને ધારીને ને જાતિ, […] read more
0 Views : 154

ગઢડા મઘ્ય ૩૩ : નિષ્કામી વર્તમાનનું

સંવત્ ૧૮૮૦ ના શ્રાવણ વદિ ૧૩ તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ સર્વે સંત તથા સર્વે હરિભક્ત પ્રત્‍યે એમ બોલતા હવા જે, “પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ. પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્‍યો હોય તથા અમે આવી રીતે વર્તશું તો આ લોકમાં ને પરલોકમાં ભગવાન અમારી ઉપર રાજી રહેશે એમ જે માન્‍યું હોય તે કહેજ્યો.” એમ સર્વેને કહીને પછી શ્રીજીમહારાજે પોતાના અંગની વાત કહેવા માંડી જે, અમને તો જે પદાર્થમાં હેત જણાય તો તેનો ત્‍યાગ કરીએ ત્‍યારે સુખ થાય, અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્યમાત્ર અથવા પદાર્થમાત્ર તેની જો મનમાં સ્‍મૃતિ થઇ હોય તો તેથી અતિશે છેટું કરીએ ત્‍યારે સુખ થાય અને જો ભગવાનના ભક્ત હોય તો  તેનો કોઇ રીતે કરીને હૈયામાં અભાવ આવે જ નહિ અને અમારે વગર ઇચ્‍છે પણ પંચવિષય છે તે જોરાવરીએ આવીને પ્રાપ્‍ત થાય છે તો પણ તેને અમે ઇચ્‍છતા નથી અને પગે કરીને ઠેલી નાખીએ છીએ. અને જે દિવસ થકી અમે જન્‍મ્‍યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત કોઇ દિવસ જાગ્રતમાં અથવા સ્‍વપનમાં દ્રવ્‍યનો કે સ્‍ત્રીનો ભૂંડો […] read more
0 Views : 196

ગઢડા મઘ્ય ૩૪ : તત્ત્વ જડ છે કે ચૈતન્ય ? તેનું

સંવત્ ૧૮૮૦ના ભાદરવા સુદી ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળું ધોતિયું પહેર્યું હતું, ને ધોળી ચાદર ઓઢી હતી, ને કાળા છેડાની ધોતલી મસ્‍તકે બાંધી હતી, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી ને પરમહંસ દુકડ સરોદા લઇને ગાવતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “કીર્તન રાખો, પ્રશ્ર્ન ઉત્તર કરીએ તો આળસ મટે” એમ કહીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “પ્રથમ હું એક પ્રશ્ર્ન પુછું છું જે, આ જીવને વિષે માયાનાં કાર્ય એવાં જે ઇન્‍દ્રિયો, અંત:કરણ આદિક ચોવીશ તત્ત્વ તે રહ્યાં છે, તે એ તત્ત્વ જડ છે કે ચૈતન્‍ય છે ?” પછી પરમહંસે કહ્યું જે, ‘એ તત્ત્વ ચૈતન્‍ય તો ખરાં’ પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જ્યારે એ તત્ત્વ ચૈતન્‍ય છે ત્‍યારે  આ શરીરને વિષે જીવ છે તે ભેળા ચોવીશ તત્ત્વના પણ ચોવીશ જીવ થયા, ત્‍યારે આ જીવનું જે કલ્‍યાણ થશે તે પણ સર્વેને વહેંચાતું ભાગે આવશે; ને જે પાપ કરશે તે પણ સર્વેને વહંચાતું ભાગે આવશે, ત્‍યારે સુખદુ:ખનું જે ભોકતાપણું તે એક જીવને વિષે જ નહિ કહેવાય. અને સંચિત, પ્રારબ્‍ધ ને ક્રિયમાણ એ ત્રણ પ્રકારનાં જે કર્મ તે પણ એક જીવને જ નહિ કહેવાય. અને નારદાદિક જે પૂર્વે મુક્ત થયા છે તેમનો એક પોતપોતાનો […] read more
0 Views : 197

ગઢડા મઘ્ય ૩૫ : જારની ખાણનું

સંવત્ ૧૮૮૦ના ભાદરવા શુદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિ પાછલી છો ઘડી રહી ત્‍યારે શ્રીજીમહારાજ સૂતા ઉઠીને શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં જારની ખાણ ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી પછેડી ઓઢી હતી ને શ્‍યામ છેડાની ધોતલી મસ્‍તકે બાંધી હતી. પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્‍યે બોલ્‍યા જે, “આજ તો અમને નિદ્રા બહુ આવી, તે ઘણું ઉઠવાનું કર્યું પણ ઉઠાય નહિ, ને તે નિદ્રામાં અમે વિચાર ધણો કર્યો, ને તે વિચાર કરીને જે નિધર્ાર કર્યો છે તે કહું છું જે, હું રામાનંદસ્વામી પાસે આવ્‍યા મોરે પણ આત્‍માને સાક્ષાત્ દેખતો ને હમણે પણ દેખું છું. તે આત્‍મા સૂર્યના જેવો પ્રકાશે યુક્ત છે. ને આ મારી સર્વે ઇન્‍દ્રિયોની ક્રિયાને વિષે મને આત્‍માનું ક્ષણ માત્ર પણ વિસ્‍મરણ થતું નથી. પણ એ આત્‍મદર્શન થવું બહુ કઠણ છે. એવું આત્‍મદર્શન તો પૂર્વના ઘણાક જન્‍મના સત્ સંસ્‍કારવાળો કોઇક વિરલો હોય તેને થાય છે. અને બીજો તો એ આત્‍માનો વિચાર સો વર્ષ પર્યંત કરે તો પણ આત્‍માનું દર્શન થાય નહિ. એ તો કયારે થાય, તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિનું ઘ્‍યાન કરે, ત્‍યારે એ આત્‍માને દેખવો એ કાંઇ કઠણ નથી અને ભગવાનના ઘ્‍યાન વિના કેવળ આત્‍માને વિચારે કરીને આત્‍મા જણાય છે કે દેખાય છે, એવી તો આશા કોઇને રાખવી નહિ. અને ભગવાનની […] read more
0 Views : 202

ગઢડા મઘ્ય ૩૬ : અખંડવૃત્તિના ચાર ઉપાયનું

સંવત્ ૧૮૮૦ના ભાદરવા શુદિ ૧૫ પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનના સ્‍વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શો ઉપાય છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એનો ઉપાય તો ચાર પ્રકારનો છે. તેમાં એક તો જેના ચિત્તનો ચોટવાનો સ્‍વભાવ હોય તે જ્યાં ચોટાડે ત્‍યાં ચોટી જાય. તે જેમ પુત્ર કલત્રાદિકમાં ચોટે છે તેમ પરમેશ્વરમાં પણ ચોટે. માટે એક તો એ ઉપાય છે. અને બીજો ઉપાય એ છે જે અતિશે શૂરવીરપણું, તે શૂરવીરપણું જેના હૈયામાં હોય ને તેને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો પોતે શૂરવીર ભક્ત છે માટે તેના હૃદયમાં અતિશે વિચાર ઉપજે, તે વિચારે કરીને ઘાટ માત્રને ટાળીને અખંડ ભગવાનના સ્‍વરૂપમાં વૃત્તિ રાખે છે. અને ત્રીજો ઉપાય તે ભય છે, તે જેના હૃદયને વિષે જન્‍મ, મૃત્‍યુ ને નરક ચોરાશી તેની બીક અતિશે રહેતી હોય તે બીકે કરીને ભગવાનના સ્‍વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. અને ચોથો ઉપાય તે વૈરાગ્‍ય છે, તે જે પુરૂષ વૈરાગ્‍યવાન હોય ને સાંખ્‍યશાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્‍માને જુદો […] read more
0 Views : 253

ગઢડા મઘ્ય ૩૭ : સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું – જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે તેનું

સંવત્ ૧૮૮૦ના ભાદરવા વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “ગીતામાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે, અને શાસ્‍ત્રે કહ્યો એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહિ. માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાય કરીને ટળે ?” પછી સર્વે જે મુનિમંડળ તેણે વિચારીને જોયું પણ શ્રીજીમહારાજના પ્રશ્ર્નનો ઉત્તર થાય એમ જણાયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એનો ઉત્તર એમ છે જે એ સ્‍વભાવ મુકાવ્‍યા સારૂં જે સત્‍પુરૂષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિષે અતિશે વિશ્વાસ હોય, અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશે પ્રીતિ હોય, અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલાં દુ:ખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય, તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઇ જાય. પણ એ વિના બીજો કોઇ ઉપાય નથી. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્‍યાની ઇચ્‍છા હોય તેને પરમેશ્વર તથા સત્‍પુરૂષ તે સ્‍વભાવ ટાળ્‍યા સારૂં ગમે તેટલા તિરસ્‍કાર કરે ને ગમે તેવાં કઠણ વચન કહે તોપણ કોઇ રીતે દુ:ખાવું નહિ, ને કહેનારાનો ગુણ જ લેવો એવી રીતે વર્તે તો […] read more
0 Views : 283

ગઢડા મઘ્ય ૩૮ : માંચા ભક્તનું -પ્રવેશનું

સંવત્ ૧૮૮૦ના ભાદરવા વદિ ૬ છઠને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકીયા નંખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ૧સંસારી જીવ છે તેને તો કોઇક ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્‍યાં તરત પ્રતીતિ આવે, અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર, મંત્ર, નાટક, ચેટકમાં કયાંય પ્રતીતિ આવે જ નહિ. અને જે હરિભક્ત હોય ને જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે, તે સત્‍સંગી હોય તો પણ અર્ધો વિમુખ જાણવો. અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહિ. યથાર્થ ભગવાનના ભક્ત તો કારિયાણી ગામમાં માંચો ભક્ત હતા. તે સત્‍સંગ થયા મોર માગર્ીના પંથમાં હતા તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડયો નહિ, અને પોતે બાળબ્રહ્મચારી રહ્યા. અને કોઇક કીમિયાવાળો પોતાને ઘેર આવીને ઉતર્યો હતો, તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડયું, ને પછી એ ભક્તને કહ્યું જે, ‘તમે સદાવ્રતી છો માટે તમને આ બુટી બતાવીને રૂપું કરવા શીખવું.’  પછી એ ભકતે લાકડી લઇને તેને ગામ બહાર કાઢી મુકયો, અને તેને એમ કહ્યું જે, ‘અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઇચ્‍છા નથી.’ પછી એ ભક્તને સત્‍સંગ થયો ત્‍યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. માટે જે એકાંતિક […] read more
0 Views : 235

ગઢડા મઘ્ય ૩૯ : સ્વાભાવિક ગુણ વર્ત્યાનું

સંવત્ ૧૮૮૦ના ભાદરવા વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ ચઢીને શ્રીલક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી ત્‍યાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિ ભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહિ એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો ?” એમ કહીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “લ્‍યો અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ જે, એક તો અમારે એમ વર્તે છે જે, પંચ પ્રકારના વિષય સંબંધી જે જે પદાર્થ છે તેનો દેહે કરીને સુઝે એટલો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય, તથા સ્‍વપ્નમાં પણ ન આવે. અને બીજો એમ જે બહારથી સુઝે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઇએ પણ જ્યારે અંતર્દષ્‍ટિ કરીને પોતાના આત્‍મા સામું જોઇએ, તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઇને આત્‍મસ્‍વરૂપને પામી જાય ને પરમ સુખરૂપે વર્તાય. અને ત્રીજો એમ જે ચૈતન્‍યરૂપને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રીકૃષ્ણવાસુદેવ વિરાજમાન છે ને તે સાકાર થકા જ સર્વના કર્તા છે પણ નિરાકારથકી તો કાંઇ થતું નથી. એવી રીતે સાકારની દૃઢ પ્રતીતિ છે. તે […] read more
0 Views : 210
Powered By Indic IME