Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

પંચાળા ૫ : માનીપણું ને નીર્માનીપણું કયાં સારું ?

સંવત્ ૧૮૭૭ ના ફાગણ વદિ ૮ અષ્‍ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીપંચાળા મઘ્‍યે ઝીણાભાઇના દરબારમાં ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, ને મસ્‍તક ઉપર ધોળો ફેંટો બાંઘ્‍યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી સ્‍વયંપ્રકાશાનંદસ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”કયે ઠેકાણે માન સારૂં છે ને કયે ઠેકાણે સારૂં નથી ને કયે ઠેકાણે નિર્માનીપણું સારૂં છે ને કયે ઠેકાણે સારૂં નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જે સત્‍સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ધસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તેજ સારૂં છે. અને તે ધસાતું બોલે ત્‍યારે તેને તીખા બાણ જેવું વચન મારવું પણ વિમુખની આગળ નિર્માની થવું નહિ તેજ રૂડું છે. અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારૂં નથી. ને તેની આગળ તો માનને મુકીને દાસાનુદાસ થઇને નિર્માનીપણે વર્તવું તેજ રૂડું છે.” ઈતિ વચનામૃતમ્ પંચાળાનું  ||૫|| ૧૩૧ || read more
0 Views : 458

પંચાળા ૬ : ઉપાસનાની દ્રઢતાવાળાનું કલ્યાણ થાય તેનું

સંવત્ ૧૮૭૭ ના ફાગણ વદિ ૯ નવમીને દિવસ રાત્રિને સમે શ્રીજી મહારાજ ગામ શ્રીપંચાળા મઘ્‍યે ઝીણાભાઇના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, ને મસ્‍તક ઉપર ધોળો ફેંટો બાંઘ્‍યો હતો, ને ધોળે અંગરખે સહિત ગરમપોસની રાતી ડગલી પહેરી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી પછેડી ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”અમે ઝાઝીવાર સુધી વિચાર કર્યો ને સર્વે શાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્‍યારે એમ જણાયું જે, ”શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વ શકિતએ યુક્ત બીજો કોઇ નથી થયો.” કેમ જે, બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્નભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ શ્રીકૃષ્ણભગવાને પોતાને વિષે દેખાડયો. કેવી રીતે તો પ્રથમ પોતે દેવકીથકી જન્‍મ્‍યા ત્‍યારે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારીને ચતુર્ભુજરૂપે દર્શન દીધું તેણે કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાવ્‍યો, તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડયું તેણે કરીને સહસ્રશીર્ષાપણે કરીને અનિરૂદ્ધપણું પોતામાં જણાવ્‍યું, તથા અક્રુરને યમુનાના ધરામાં દર્શન દીધાં તેણે કરીને શેષશાયીપણું જણાવ્‍યું, તથા અર્જુનને રણસંગ્રામમાં વિશ્વરૂપ દેખાડયું જે, ‘પશ્‍ય મે પાર્થ રુપાણિ શતશોડથ સહસ્રશ:’ એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરૂષોત્તમપણું જણાવ્‍યું; તથા પોતે શ્રીકૃષ્ણે કહ્યું જે, “યસ્‍માત્‍ક્ષરમતીતોડહમક્ષરાદપિ ચોત્તમ: | અતોડસ્‍મિ લોકે વેદે ચ પ્રથિત: પુરુષોત્તમ: ||” એવી રીતે પોતે પોતાનું પુરૂષોત્તમપણું જણાવ્‍યું તથા ગોલોકવાસી જે […] read more
0 Views : 405

ગઢડા મઘ્ય ૧ : મોહ ઉદય થયાનું

સંવત્ ૧૮૭૭ના જ્યેષ્‍ઠ સુદિ ૧૫ પૂર્ણમાસીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ-નારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢી હતી, અને માથે ધોળી પાઘ બાંધી હતી, અને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પોતાની આગળ પરમહંસ ઝાંઝ મૃદંગ લઇને ગાવતા હતા. પછી શ્રીજીમહારાજે કીર્તનિયાને કહ્યું જે, “હમણાં કીર્તન રાખો ને પ્રશ્ર્ન-ઉત્તર કરો.” પછી મુકતાનંદ સ્વામીએ હાથ જોડીને નમસ્‍કાર કરીને શ્રીજીમહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! મોહનું શું રૂપ છે ? અને મોહની નિવૃત્તિ થયાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ થોડીક વાર વિચારી રહીને પછી બોલ્‍યા જે, “મોહનું રૂપ તો મનને વિષે ભ્રાંતિ જેવું થઇ જાય એ જ જણાય છે.  અને જ્યારે પુરૂષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્‍યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે. પછી આ કરવા યોગ્‍ય ને આ ન કરવા યોગ્‍ય એવો વિવેક રહેતો નથી. અને તે મોહ થયાનું કારણ તો આજે જ અમે વિચાર્યું છે જે, આજ અર્ધ રાત હતી ત્‍યારે અમારે નિદ્રા ઉડી ગઇ હતી. પછી અમે ઉત્તરાદિ દિશા સામું મુખ કરીને સૂતા હતા. પછી ધ્રુવનો તારો દીઠો ત્‍યારે એમ વિચાર થયો જે, આ તો ઉત્તર ધ્રુવ છે, પણ […] read more
0 Views : 530

ગઢડા મઘ્ય ૨ : પાણીની સેરનું

સંવત્ ૧૮૭૮ના શ્રાવણ સુદી ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિર આગળ રેશમના ચાકળા ઉપર વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. ને મુનિ ઝાંઝ મૃદંગ લઇને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન રાખો, અમે વાર્તા કરીએ છીએ” એમ કહીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેને આત્‍યંતિક કલ્‍યાણ પામવું હોય અને નારદ સનકાદિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો જે, આ દેહ છે તેને વિષે જીવ રહ્યો છે, અને ઇન્‍દ્રિયો ને અંત:કરણ છે તે જીવ સાથે વળગી રહ્યાં છે. અને ઇન્‍દ્રિયો ને અંત:કરણ છે તે બાહેર પણ પંચવિષયમાં વળગી રહ્યાં છે. તે અજ્ઞાને કરીને જીવ, ઇન્‍દ્રિયો અંત:કરણને પોતાનું રૂપ માને છે. પણ વસ્‍તુગતે જીવ ઇન્‍દ્રિયો, અંત:કરણથકી નોખો છે. અને પંચ વિષય છે તે અંત:કરણ થકી નોખા છે. પણ એતો વિષયને અભ્‍યાસે કરીને અંત:કરણને વિશે પંચવિષયની એકતા જણાય છે. અને વિષયની જે ઉત્‍પત્તિ તે તો ઇન્‍દ્રિયો થકી થાય છે. પણ અંત:કરણમાંથી નથી થતી. જેમ અતિશે તડકો હોય અથવા ટાઢ હોય તેનો પ્રથમ બાહેર ઇન્‍દ્રિયોને સંબંધ થાય છે. પછી ઇન્‍દ્રિયો દ્વારે કરીને શરીરને માંહીલીકોરે તેનો પ્રવેશ થાય છે. પણ એની ઉત્‍પત્તિ માંહીલીકોરેથી નથી. એતો બાહેરથી ઉત્‍પન્ન થઇને માંહીલીકોરે પ્રવેશ […] read more
0 Views : 439

ગઢડા મઘ્ય ૩ : રસિકમાર્ગ અને આત્મજ્ઞાનનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણસુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ ચાકળા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, ને પોતાની આગળ પરમહંસ ઝાંઝ મૃદંગ લઇને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ નેત્ર કમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્‍યા જે, “મોટેરા મોટેરા પરમહંસ હો તે આગળ આવો, વાત કરવી છે.” એમ કહીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્‍યાના બે ઉપાય છે, અને પડયાના બે ઉપાય છે, તે કહીએ છીએ જે, એકતો રસિક માર્ગે કરીને ભગવાનની ભકિત કરવી, અને બીજો આત્‍મજ્ઞાન, એ બે મોટપ પામ્‍યાના પણ માર્ગ છે અને પડયાના પણ છે. તેમાં રસિક માર્ગે તો હજારો ને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઇક પામ્‍યો હશે, અને મોટા મોટા આચાર્ય થયા તેણે પણ રસિક માર્ગે કરીને ભકિત કરાવી છે પણ તેમાં બગાડ ઘણાને થયો છે, અને સારૂં તો કોઇકનું થયું છે. કાંજે, રસિકપણે કરીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્‍યારે ભગવાન ભેળું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ તેનું પણ વર્ણન આવે અને જ્યારે સ્‍ત્રીઓનું વર્ણન આવે ત્‍યારે તો તેનાં અંગો અંગનું વર્ણન થાય, ત્‍યારે વર્ણનના કરનારાનું મન નિર્વિકાર કેમ રહે ? […] read more
0 Views : 489

ગઢડા મઘ્ય ૫ : પતિવ્રતા અને શૂરવીરપણાનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ ઓટા ઉપર ચાકળો નંખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, અને મુનિ તાલ મૃદંગ લઇને ગાવતા હતા. પછી શ્રીજીમહારાજે નેત્રકમળની સાને કરીને તે કીર્તન બંધ રખાવીને બોલ્‍યા જે, “સર્વે સાંભળો એક વાત કરીએ છીએ જે,જે ભગવાનના ભક્ત હોય તેને એક પતિવ્રતાનો ધર્મ રાખવો, અને બીજું શૂરવીરપણું રાખવું. જેમ પતિવ્રતા સ્‍ત્રી હોય તેને પોતાનો પતિ વૃઘ્‍ધ હોય તથા રોગી હોય તથા નિર્ધન હોય તથા કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્‍ત્રીનું મન કોઇ બીજા પુરૂષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહિ. અને જો રાંકની સ્‍ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તો પણ તેને દેખીને તે પતિવ્રતાનું મન ચળે જ નહિ, એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિષે રાખવો. અને પોતાના પતિનું કોઇ ધસાતું બોલે તે ઠેકાણે કાયર થઇને ગળી જવું નહિ, અતિશય શૂરવીર થઇને જવાબ દેવો, પણ પાજીપડાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવું નહિ. એવી રીતે શૂરવીરપણું રાખવું. અને લોકમાં એમ કહે છે જે સાધુને તો સમદૃષ્ટિ જોઇએ’ પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ જે, નારદ, સનકાદિક ને ધ્રુવ, પ્રહ્યાદાદિક તેમણે ભગવાનનો ને ભગવાનના […] read more
0 Views : 513

ગઢડા મઘ્ય ૬ : હૂંડીનું, ચિત્તના સ્વભાવનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ ૮ અષ્‍ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ વેદિ ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. ને પરમહંસ તાલ મૃદંગ લઇને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન રાખો, હવે ભગવદ્વાર્તા કરીએ.” પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા, પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ હોય તે એમ કહે જે, ‘ગંગાજીનું પાણી અને બીજું પાણી એ બેય સરખાં જણાય છે, અને શાલગ્રામ ને બીજા પાણા તે સરખા જણાય છે, તેમજ તુલસીને બીજાં ઝાડ તે સરખાં જણાય છે, અને બ્રાહ્મણ ને શૂદ્ર તે પણ સરખા જણાય છે, અને ઠાકોરજીની પ્રસાદી અન્ન ને બીજું અન્ન તે બેય સરખાં જણાય છે અને એકાદશીને દિવસ ભુખ્‍યા રહ્યા ને બીજે દિવસ ભુખ્‍યા રહ્યા એ બેય સરખા જણાય છે, અને સાધુ ને અસાધુ એ બેય સરખા જણાય છે, તે માટે આ વિધિનિષેધનો જે વિભાગ તે મોટા પુરૂષ કહેવાયા તેમણે શા સારૂં શાસ્ત્રમાં કહ્યો હશે ? એમ દુષ્‍ટમતિવાળા જે જીવ છે તે કહે છે. માટે સર્વ સંતને અમો આ પ્રશ્ર્ન પુછીએ છીએ જે, એ વિધિનિષેધનો વિભાગ મોટા પુરૂષે શાસ્ત્રમાં કહ્યો છે તે સાચો છે કે કલ્‍પિત છે […] read more
0 Views : 529

ગઢડા મઘ્ય ૭ : દરિદ્રીનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે, ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્‍વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્‍ય સ્‍વભાવ રહી જાય છે. તેનું શું કારણ છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે,” જેને વૈરાગ્‍યની દુર્બળતા હોય તેને ટાળ્‍યાની શ્રઘ્‍ધા હોય તોય સ્‍વભાવ ટળે નહિ. જેમ દરિદ્રી હોય તે ધણાં સારાં સારાં ભોજન ને સારાં સારાં વસ્ત્રને ઇચ્‍છે પણ તે કયાંથી મળે ? તેમ વૈરાગ્‍ય હીન હોય તેના હૃદયમાં ઇચ્‍છા તો હોય, પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે.” પછી વળી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે,” જેને વૈરાગ્‍ય ન હોય તે શો ઉપાય કરે ત્‍યારે વિકાર ટળે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “વૈરાગ્‍યહીન હોય તે તો કોઇ મોટા સંત હોય, તેની અતિશે સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડયો રહે પછી પરમેશ્વર તેને કૃપાદૃષ્ટિએ કરીને જુવે જે, આ બિચારો વૈરાગ્‍ય રહિત છે તેને કામક્રોધાદિક બહુ પીડે છે, માટે એના એ સર્વે વિકાર ટળો. તો તત્‍કાળ ટળી […] read more
0 Views : 406
Powered By Indic IME