Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

ગઢડા પ્રથમ – ૫૮ : દેહ, કુસંગ ને પૂર્વસંસ્કારનું, મોટાને જાણે તેવો થાય

ગઢડા પ્રથમ – ૫૮ : દેહ, કુસંગ ને પૂર્વસંસ્‍કારનું, મોટાને જાણે તેવો થાય સંવત્ ૧૮૭૬ ના ફાગણ સુદી ૫ પંચમીને દિવસ સંઘ્‍યા આરતીને સમે સ્‍વામીશ્રી સહજાનંદજી મહારાજ, શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્‍યાં વિરાજમાન હતા. અને સર્વે ધોળાં વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે ‘પ્રશ્ર્ન કરો.’ પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! જ્યારે ભજનસ્‍મરણ કરવા બેસે ત્‍યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્‍યારે ભજન સ્‍મરણનું સુખ આવતું નથી. તે એ ગુણના ૧વેગ કેમ ટળે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વના સંસ્‍કાર એ ત્રણ છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવત્‍યર્ા હોય તે તો આત્‍મા અનાત્‍માના વિચારે કરીને ટળી જાય છે અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે અને જે રજોગુણ તમોગુણના વેગ એ બેયે કરીને પણ ન ટળે, તે તો કોઇક પૂર્વના ભૂંડા સંસ્‍કારને યોગે કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે.” પછી આનંદાનંદ સ્‍વામીએ પુછયું જે “પૂર્વના સંસ્‍કાર મલિન હોય તે કેમ ટળે ?” ત્‍યારે  શ્રીજીમહારાજ બોલ્‍યા જે, અતિશે મોટા પુરુષનો જે ઉપર રાજીપો થાય, તેના ગમે તેવા મલિન સંસ્‍કાર હોય તો નાશ પામે […] read more
0 Views : 198

ગઢડા પ્રથમ – ૫૯ : અસાધારણ સ્નેહનું

ગઢડા પ્રથમ – ૫૯ : અસાધારણ સ્‍નેહનું સંવત્ ૧૮૭૬ ના ફાગણ સુદિ ૧૪ ચતુર્દશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે હીરકોરનું ધોળું ધોતીયું બાંઘ્‍યું હતું ને લલાટને વિષે ચંદનની અર્ચા વિરાજમાન હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, પ્રશ્ર્ન ઉત્તર કરો, પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “મહારાજ ! ભગવાનને વિષે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે ‘એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે, આ મને મળ્‍યા છે તે નિશ્વે જ ભગવાન છે’ તથા આસ્‍તિકપણું હોય તથા ભગવાનનાં જે ઐશ્વર્ય તેને જાણે જે ‘આ ભગવાન છે તે બ્રહ્મમહોલ, ગોલોક, શ્વેતદ્વીપ એ આદિક સર્વે ધામના પતિ છે તથા અનંતકોટી બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે અને પુરૂષ, કાળ, કર્મ, માયા, ત્રણ ગુણ, ચોવીશ તત્ત્વ, બ્રહ્માદિક દેવ એ કોઇને આ બ્રહ્માંડના કરતા જાણે નહિ, એક ભગવાન પુરૂષોત્તમને જ કર્તા જાણે અને સર્વના અંતર્યામી જાણે.’ એવી રીતની સમઝણે સહિત જે પ્રત્‍યક્ષ ભગવાનના સ્‍વરૂપને વિષે નિશ્વય તેજ પરમેશ્વરને વિષે અસાધારણ સ્‍નેહનું કારણ છે. પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પુછ્યું જે, “એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય […] read more
0 Views : 177

ગઢડા પ્રથમ – ૬૦ : એકાંતિક ધર્મ પાળ્યાનું – વાસના ટાળ્યાનું

ગઢડા પ્રથમ – ૬૦ : એકાંતિક ધર્મ પાળ્‍યાનું – વાસના ટાળ્‍યાનું સંવત્ ૧૮૭૬ ના ફાગણ વદિ ૧ પ્રતિપદાને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને તે પાઘને વિષે ધોળા પુષ્પના તોરા વિરાજમાન હતા ને કંઠમાં ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “સર્વ સાધન કરતાં વાસના ટાળવી એ સાધન મોટું છે. તે વાસના ટાળવાની એમ વિકિત છે જે, શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેને વિષે જેટલી પોતાને તૃષ્ણા હોય, તેનો વિચાર કરવો જે મારે જેટલી ભગવાનને વિષે વાસના છે તેટલી જગતને વિષે છે કે ઓછી વધુ છે ? તેની પરીક્ષા કરવી, ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્‍દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય, તો એમ જાણવું જે ‘ભગવાનમાં અને જગતમાં બરોબર વાસના છે.’ એવી જ રીતે સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો, અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ધટાડતો જાય, ને ભગવાનની વાસનાને વધારતો જાય, તેણે કરીને એને પંચવિષયને વિષે સમ બુદ્ધિ થઇ જાય છે. ને સમબુદ્ધિ થયા […] read more
0 Views : 201

ગઢડા પ્રથમ – ૬૧ : બળિ રાજાનું

ગઢડા પ્રથમ – ૬૧ : બળિ રાજાનું સંવત્ ૧૮૭૬ ના ફાગણ વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટાને વિષે  ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને હીરકોરનું  શ્વેત ધોતિયું મસ્‍તકે બાંઘ્‍યું હતું અને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા ને શ્વેત પુષ્પના તોરા પાઘમાં ડાબી કોરે લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહિ તેનો શો ઉપાયછે?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ‘હું દેહ નહિ, હું તો દેહથી નોખો ને સર્વનો જાણનારો એવો જે આત્‍મા તે છું.’ એવી રીતે આત્‍મનિષ્‍ઠા તે જ્યારે અતિશે દૃઢ થાય, ત્‍યારે કોઇ રીતે કરીને ધીરજ ડગે નહિ, અને આત્‍મનિષ્‍ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહિ. પછી બ્રહ્માનંદ સ્‍વામીએ પુછયું જે, “જે આત્‍મનિષ્‍ઠા હોય તે અંત સમે કેટલીક સહાય કરે છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેમ નદી તરવી હોય ત્‍યાંતો જેને તરતાં આવડતું હોય તે તરી જાયને જેને તરતાં ન આવડતું હોય તે તો ઉભો થઇ રહે, પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્‍યારે તો તે બેયને વહાણનું કામ […] read more
0 Views : 179

ગઢડા પ્રથમ – ૬૨ : સત્ય શૌચાદિક ગુણ આવ્યાનું

ગઢડા પ્રથમ – ૬૨ : સત્‍ય શૌચાદિક ગુણ આવ્‍યાનું સંવત્ ૧૮૭૬ ના ફાગણવદી ૪ ચતુર્થિને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ચોક વચ્‍ચે ઢોલિયા ઉપર વિરા-જમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે શ્વેત પાઘ વિરાજમાન હતી અને તે પાઘને વિષે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામીએ પુછયું જે, “શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે :- સત્‍યં શૌચં દયા ક્ષાન્તિસ્ત્યાગ: સંતોષ આર્જવમ્ | શમો દમસ્‍તપ: સામ્યં તિતિક્ષોપરતિ: શ્રુતમ્ || જ્ઞાનં વિરકિતરૈશ્વર્યં શૌર્યં તેજો બલં સ્‍મૃતિ: | સ્‍વાતંત્ર્યં કૌશલં કાન્તિ ધૈર્યં માર્દવમેવ ચ || પ્રાગલ્‍ભ્‍યં પ્રશ્રય: શીલં સહ ઓજો બલં ભગ: | ગામ્‍ભીર્યં સ્‍થૈર્યમાસ્તિકયં કીર્તિમાનોઅનહંકૃતિ: || એ જે ઓગણચાલીસ કલ્‍યાણકારી ગુણ તે ભગવાનના સ્‍વરૂપને વિષે નિરંતર રહે છે. તે એ ગુણ સંતને વિષે કેવી રીતે આવે છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એ ગુણ સંતમાં આવ્‍યાનું કારણ તો એ છે જે, એને ભગવાનના સ્‍વરૂપનો યથાર્થ નિશ્વય થાય તો એ કલ્‍યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે, તે નિશ્વય કેવો હોયતો જે ‘ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્‍વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરૂષ જેવા ન જાણે અને સર્વ થકી ભગવાનને […] read more
0 Views : 170

ગઢડા પ્રથમ – ૬૩ : નિશ્વયનું-તત્ત્વે કરીને ભગવાન જાણ્યાનું

ગઢડા પ્રથમ – ૬૩ : નિશ્વયનું-તત્ત્વે કરીને ભગવાન જાણ્‍યાનું સંવત્ ૧૮૭૬ના ફાગણ વદિ ૭ સપ્‍તમીને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળું હીરકોરનું ધોતિયું માથે બાંઘ્‍યું હતું ને કંઠને વિષે શ્વેત પુષ્પના હાર વિરાજમાન હતા અને પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી નૃસિંહાનંદ સ્‍વામીએ પુછયું જે, “ભગવાનના નિશ્વયમાં કસર હોય તેને કેવા સંકલ્‍પ થાય ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જેને નિશ્વયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઇ સામર્થી દેખાય ત્‍યારે અતિ આનંદ થાય અને જ્યારે સામર્થી ન દેખાય ત્‍યારે અંતર ઝાંખું થઇ જાય અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્‍પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહિ, ત્‍યારે ભગવાનમાં અવગુણ પરઠે જે ‘હું આટલા દહાડાથી સત્‍સંગ કરી કરીને મરી ગયો તો પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી.’ એવી રીતે ભગવાનમાં દોષ પરઠે અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઇ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય, ત્‍યારે તેવો ને તેવો દોષ ભગવાનને વિષે પરઠે જે ‘જેમ મારે વિષે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિષે પણ છે, […] read more
0 Views : 220

ગઢડા પ્રથમ – ૬૪ : શરીરશરીરીનું – સ્વામીસેવકભાવનું

ગઢડા પ્રથમ – ૬૪ : શરીરશરીરીનું – સ્‍વામીસેવકભાવનું સંવત્ ૧૮૭૬ ના ફાગણ વદિ ૯ નવમીને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને કાળા છેડાનો ખેસ ઓઢયો હતો ને મસ્‍તકે હીરકોરનું ધોતિયું બાંઘ્‍યું હતું ને તુલસીની નવી કંઠી કંઠને વિષે પહેરી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, “પુરૂષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્‍મા તથા અક્ષર છે” એમ શ્રુતિએ કહ્યું છે. તે આત્‍મા અને અક્ષર તે તો વિકારે રહિત છે ને તે આત્‍મા ને અક્ષરને વિષે કાંઇ હેય ઉપાધિ નથી અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્‍મા ને અક્ષર પણ માયા થકી પર છે, એવા જે આત્‍મા ને અક્ષર તે કેવી રીતે ભગવાનનું ૧શરીર કહેવાય છે? અને જીવનું શરીર તો જીવ થકી અત્‍યંત વિલક્ષણ છે, ને વિકારવાન છે અને દેહી જે જીવ, તે તો નિર્વિકારી છે. માટે દેહ અને દેહીને તો અત્‍યંત વિલક્ષણપણું છે. તેમ પુરૂષોત્તમને અને પુરૂષોત્તમના શરીર જે આત્‍મા ને અક્ષર તેને વિષે અત્‍યંત વિલક્ષણપણું જોઇએ, તે કહો કેમ વિલક્ષણપણું છે ?” પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો પણ યથાર્થ ઉત્તર કોઇથી થયો […] read more
0 Views : 224

ગઢડા પ્રથમ – ૬૫ : જ્ઞાનશકિત, ક્રિયાશકિત ને ઈચ્છાશકિતનું

ગઢડા પ્રથમ – ૬૫ : જ્ઞાનશકિત, ક્રિયાશકિત ને ઈચ્‍છાશકિતનું સંવત્ ૧૮૭૬ ના ફાગણ વદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને પોઢવાના ઓરડાની ઓસરીએ ગાદીતકીયા નંખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને શ્રીજીમહારાજ કથા કરાવતા હતા તે સમે મોટા મોટા પરમહંસને પોતાને સમીપ બોલાવ્‍યા, પછી કથાનો અઘ્‍યાય પુરો થયો ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, હવે જેટલા મોટા મોટા સાધુ છો તે પરસ્‍પર પ્રશ્ર્ન ઉત્તર કરો, કેમ જે પ્રશ્ર્ન ઉત્તર કરો ત્‍યારે જેની જેવી બુદ્ધિ હોય તે જાણ્‍યામાં આવે, પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામીએ પરમાનંદ સ્‍વામીને પ્રશ્ર્ન પુછયો જે, ”આકાશની ઉત્‍પત્તિ અને લય તે કયે પ્રકારે છે ?” ત્‍યારે પરમાનંદ સ્‍વામી એ પ્રશ્ર્નનો ઉત્તર કરવા લાગ્‍યા પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેમ બાળક હોય ને તે જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્‍યારે તથા તેના જન્‍મ સમયમાં તેને હૃદયાદિક જે ઇન્‍દ્રિયોનાં છિદ્ર તે સૂક્ષ્મ હોય ને પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતો જાય, તેમ તેમ તે છિદ્રની વૃદ્ધિ થતી જાય ને તેમાં આકાશ પણ ઉત્‍પન્ન થતો જણાય અને જ્યારે એ વૃદ્ધ અવસ્‍થાને પામે ત્‍યારે એનાં ઇન્‍દ્રિયોનાં છિદ્ર તે સંકોચને પામતાં જાય ને તેમાં આકાશ પણ લય થતો જણાય, તેમ જ્યારે વિરાટ દેહ ઉપજે ત્‍યારે […] read more
0 Views : 171
Powered By Indic IME