Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

ગઢડા પ્રથમ – ૧૮. વિષય ખંડનનું, હવેલીનું

ગઢડા પ્રથમ – ૧૮. વિષય ખંડનનું, હવેલીનું સંવત્ ૧૮૭૬ ના માગશર વદિ ૬ છઠને દિવસ રાત્રિ પાછલી પહોર એક બાકી હતી, ત્‍યારે સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીને આગળ ફળિયામાં ઢોલિયા ઉપર વિરાજ્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં. પછી પરમહંસ તથા સત્‍સંગીને તેડાવ્‍યા ને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્‍યા જે “એક વાત કહું તે સાંભળો” એમ કહીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે “મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએજ અને આ વાત છે તેને સમજીને તે પ્રમાણે વર્તે તેજ મુકત થાય છે અને તે વિના તો ચાર વેદ, ષટ્શાસ્ત્ર, અઢાર પુરાણ, અને ભારતાદિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુકત થાય નહિ, તે વાત કહીએ તે સાંભળો જે, બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્‍પ ન હોય તો તેનો અમારે ખરખરો નહિ. અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્‍યાગ કરીએ ત્‍યારે નિરાંત થાય, એવો અમારો સ્‍વભાવ છે. માટે અમે હૃદયમાં વિચાર કર્યો જે ભગવાનના ભકતના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે ? પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું […] read more
0 Views : 292

ગઢડા પ્રથમ – ૧૯. આત્મનિષ્ઠા આદિક ગુણની અપેક્ષાનું

ગઢડા પ્રથમ – ૧૯. આત્‍મનિષ્‍ઠા આદિક ગુણની અપેક્ષાનું સંવત્ ૧૮૭૬ ના પોષ સુદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ સંઘ્‍યા સમે શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “આ સત્‍સંગને વિષે પોતાના આત્‍યંતિક કલ્‍યાણને ઇચ્‍છતો એવો જે ભકતજન તેને એકલી આત્‍મનિષ્‍ઠાએ કરીને જ પોતાનું આત્‍યંતિક કલ્‍યાણરૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત નવ પ્રકારની ભકિત કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્‍ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્‍વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી; તે માટે એ આત્‍મનિષ્ઠા આદિક જે ચારે ગુણ તે સિદ્ધ કરવા. શા માટે તો એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે. હવે એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ તે સાંભળો જે, આત્‍મનિષ્‍ઠા તો હોય પણ જો શ્રીહરિને વિષે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઇ જે શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્‍ય એવું મોટું ઐશ્વર્ય જે “માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય” તેને એ ભકત નથી પામતો અને શ્રીહરિને વિષે પ્રીતિ હોય પણ જો આત્‍મનિષ્‍ઠા ન હોય તો દેહાભિમાનને યોગે કરીને તે પ્રીતિની સિદ્ધિ […] read more
0 Views : 275

ગઢડા પ્રથમ – ૨૦. અજ્ઞાની, પોતાના સ્વરૂપને જોવાનું

ગઢડા પ્રથમ – ૨૦. અજ્ઞાની, પોતાના સ્‍વરૂપને જોવાનું સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓશરીએ ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને ધોળી પાધ માથે બાંધી હતી ને તે પાધને વિષે પીળા ફુલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિષે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો. અને બે કાનને વિષે ધોળા અને પીળા પુષ્પના ગુચ્‍છ વિરાજમાન હતા અને ધોળો ચોફાળ ઓઢયોે હતો ને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ બોલ્‍યા જે, ‘સાંભળો સર્વેને એક પ્રશ્ર્ન પુછીએ છીએ.” ત્‍યારે સર્વે હરિભકતે હાથ જોડીને કહ્યું જે ” પુછો” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે “અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની તે કોણ છે ?” પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શકયા નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે; “લ્‍યો અમેજ ઉત્તર કરીએ.” ત્‍યારે સર્વેએ રાજી થઇને કહ્યું જે, “હે મહારાજ ! તમથી જ યથાર્થ ઉત્તર થશે માટે કહો” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુવે છે, કુરૂપને જાુવે છે તથા બાળ, યૌવન અને વૃઘ્‍ધપણાને જાુવે છે, એવાં અનંત પદાર્થને જુવે છે પણ જોનારો પોતે પોતાને જોતોનથી અને કેવળ બાહ્ય દષ્‍ટિએ કરીને પદાર્થને જોયા કરે છે […] read more
0 Views : 308

ગઢડા પ્રથમ – ૨૧. એકાંતિક ધર્મવાળાનું, અક્ષરનાં બે સ્વરૂપ.

ગઢડા પ્રથમ – ૨૧. એકાંતિક ધર્મવાળાનું, અક્ષરનાં બે સ્‍વરૂપ. સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં સાંજને સમે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢયો હતો ને ધોળી પાધ માથે બાંધી હતી ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાની આગળ સાધુ ઝાંઝ, પખાજ લઇને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના સત્‍સંગીની સભા ભરાઇને બેઠી હતી. પછી તે સર્વે ને શ્રીજી મહારાજે છાના રાખ્‍યા ને એમ બોલ્‍યા જે, “સર્વે સાંભળો એક વાર્તા કરીએ” એમ કહીને ઝાઝીવાર સુધી તો નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા, ને પછી બોલ્‍યા જે, “જે હરિભકતના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઇચ્‍છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે, પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિષે અચળ નિષ્‍ઠા તથા આત્‍મનિષ્‍ઠાની અતિશે દઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વે પદાર્થને વિષે અરુચિ તથા ભગવાનને વિષે માહાત્‍મ્‍યે સહિત એવી નિષ્કામ ભકિત, એ ચાર સાધને કરીને ભગવાનની અતિશે પ્રસન્નતા થાય છે. અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ અને એવા એકાંતિક ધર્મવાળા જે ભકત તે આ સમામાં આપણા સત્‍સંગમાં કેટલાક છે. અને જે ભગવાનનો ભકત હોય તેને ખાતાં, પીતાં. નાતાં, ધોતાં, ચાલતાં, બેઠતાં સર્વ ક્રિયાને વિષે ભગવાનની મૂર્તિનું […] read more
0 Views : 290

ગઢડા પ્રથમ – ૨૨. સ્મૃતિ વિના ગાયું તે ન ગયા જેવું – એકડાનું

ગઢડા પ્રથમ – ૨૨. સ્‍મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું – એકડાનું સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૪ ચોથને દિવસ મઘ્‍યાહ્ન સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યા હતાં ને પાધને વિષે ફુલનો તોરો ખોશ્‍યો હતો, ને બે કાન ઉપર પુષ્પના ગુચ્‍છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદિના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ-દેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “સાંભળો એક વાત કરીએે.” ત્‍યારે સર્વે પરમહંસ ગાવવું રાખીને વાત સાંભળવા તત્‍પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઈત્‍યાદિક વાજીંત્ર વજાડીને કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્‍મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજીંત્ર વજાડે છે પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનનાં કીર્તન ગાવવાં તથા નામ રટણ કરવું તથા નારાયણ ધુન્‍ય કરવી ઈત્‍યાદિક જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભારીનેજ કરવું . અને ભજન કરવા બેસે ત્‍યારે તો ભગવાનને વિષે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાંથી ઊઠીને બીજી ક્રિયાને કરે ત્‍યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે, તો […] read more
0 Views : 208

ગઢડા પ્રથમ – ૨૩ : પાણીનો ઘડો ઢોળ્યાનું – સ્થિતિમાં રહેવાનું

ગઢડા પ્રથમ – ૨૩ : પાણીનો ઘડો ઢોળ્‍યાનું – સ્થિતિમાં રહેવાનું સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૫ પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્રીજી મહારાજે માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો તથા ધોળું અંગરખું પહેર્યું હતું તથા  ધોળો સુરવાળ પહેર્યોે હતો તથા કેડયે કસુંબલ શેલું બાંઘ્‍યું હતું અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના સત્‍સંગીની સભા ભરાઇને બેઠી હતી. પછી કરૂણા કરીને પરમહંસની આગળ શ્રીજીમહારાજ વાત કરવા લાગ્‍યા જે, “વાસુદેવમાહાત્‍મ્‍ય” નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે; કેમ જે, ભગવાનના ભકતને ભગવાનને ભજ્યાની જે રીતિ તે સર્વે એ ગ્રંથમાં કહી છે. અને ભગવાનના જે ભકત તે બે પ્રકારના છે. તેમાં એકને ભગવાનનો નિશ્વય તો યથાર્થ છે પણ તે દેહાત્‍મબુદ્ધિ સોતો ભગવાનનું ભજન કરેછે અને બીજો તો જાગ્રત, સ્‍વપ્ન, સુષુપ્‍તિ એ ત્રણ અવસ્‍થા તથા સ્‍થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ, તેથી પર ને ચૈતન્‍યરૂપ એવું પોતાના સ્‍વરૂપને માને, અને તે પોતાના સ્‍વરૂપને વિષે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે, પછી ત્રણ અવસ્‍થાથી ને ત્રણ શરીરથી પર જે પોતાનું સ્‍વરૂપ તેને અતિશય પ્રકાશમાન ભાળે ને તે પ્રકાશને વિષે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશે પ્રકાશે યુકત ભાસે, એવી રીતની સ્થિતિવાળો હોય અને એવી રીતની સ્‍થ્‍િાતિ જ્યાં સુધી થઇ નથી […] read more
0 Views : 218

ગઢડા પ્રથમ – ૨૪ : જ્ઞાનની સ્થિતિનું – માહાત્મ્યરૂપી ખટાઈનું

ગઢડા પ્રથમ – ૨૪ : જ્ઞાનની સ્થિતિનું – માહાત્મ્યરૂપી ખટાઈનું સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૬ છઠને દિવસ સંધ્યા સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ચોફાળ ઓઢયો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના સત્‍સંગીની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા, જે, “જે રીતે જ્ઞાને કરીને ૨સ્‍થ્‍િાતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિપુરૂષથી પર છે. અને એ જ્ઞાનને વિષે સ્‍થ્‍િાતિ થાય છે. ત્‍યારે પ્રકૃતિપુરૂષ ને પ્રકૃતિપુરૂષનું જે કાર્ય તે કાંઇએ નજરમાં આવતું નથી અને એનું નામ જ્ઞાનપ્રલય કહેવાય છે. અને એવી સ્‍થ્‍િાતિ થાય છે તેને એકરસ ચૈતન્‍ય ભાસે છે ને તેને વિષે એક ભગવાનની મૂર્તિજ રહે છે પણ બીજો કોઇ આકાર રહેતો નથી. અને કયારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહિ, એકલો પ્રકાશજ દેખાય છે ને કયારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય; એને જ્ઞાને કરીને સ્‍થ્‍િાતિ જાણવી. અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે, તે મૂર્તિને વિષે અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્‍થ્‍િાતિ થાય છે અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલોજ પ્રકાશ થાય […] read more
0 Views : 320

ગઢડા પ્રથમ – ૨૫ : વીસ કોશના પ્રવાહનું

ગઢડા પ્રથમ – ૨૫ : વીસ કોશના પ્રવાહનું સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૭ સપ્‍તમીને દિવસ પ્રભાત સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે પધાર્યા હતા ને ધોળો ખેશ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢયો હતો ને ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને આથમણે પરથારે ઉગમણું મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્‍યા જે. “સ્‍વધર્મે યુકત એવો જે ભગવાનનો ભકત તેના અંતરને વિષે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી અને તે પૂર્ણકામપણું તો આત્‍મનિષ્‍ઠા ને ભગવાનના માહાત્‍મ્‍યનું જ્ઞાન તેણે કરીનેજ થાય છે અને એ બેમાં જેટલી ન્‍યૂનતા રહે છે તેટલી પૂર્ણકામ-પણામાં ન્‍યૂનતા રહે છે. માટે એ બે વાનાં તો ભગવાનના ભકતને દઢપણે સાધવાં. અને એ બેમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે, અને હમણાં અમે એક હરિભકતને સમાધિ કરાવી હતી, તે તેને તેજ અતિશે દેખાણું તે તેજને જોઇને ચીસ પાડવા માંડી ને કહ્યું જે “હું બળુ છું” માટે સમાધિવાળાને પણ આત્‍મજ્ઞાનનું જરૂર કામ પડે છે, અને પોતાનું સ્‍વરૂપ આત્‍મા ન જાણે ને દેહને માને તો તેને ઘણી કાચ્‍યપ રહી જાય છે, અને અમે તે હરિભકતને સમજાવ્‍યું જે ‘તારૂં સ્‍વરૂપ તો આત્‍મા છે, દેહ નથી ને આ લાડકીબાઇ નામ અને ભાટનો દેહ તે […] read more
0 Views : 205
Powered By Indic IME