Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧પ૮

અને તે રાજા તેમણે રાજયનાં જે સાત અંગ તથા ચાર ઉપાય તથા છ ગુણ તે જે તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવાં અને તીર્થ જે ચાર મોકલ્યાનાં સ્થાનક તથા વ્યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્ય જેમાણસ તથા દંડવા યોગ્ય નહિ એવા જે માણસ એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. ।।૧૫૮।। read more
0 Views : 121

શિક્ષાપત્રી શ્લોક – ૧પ૯

હવે સુવાસિની બાઇઓના વિશેષ ધર્મ કહીએ છીએ.-અમારે આશ્રિત જે સુવાસિની બાઇઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય તોપણ તેને ઇશ્વરની પેઠે સેવવો અને તે પતિ પ્રત્યે કટુક વચન ન બોલવું. ।।૧૫૯।। read more
0 Views : 111

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૦

અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે રૂપ ને યૌવન તેણે યુકત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો. ।।૧૬૦।। read more
0 Views : 86

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૧

અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાની નાભિ, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું અને ઓઢ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું અને ભાંડ ભવાઇ જોવા ન જવું અને નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંશ્ચલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. ।।૧૬૧।। read more
0 Views : 98

શિક્ષાપત્રી શ્લોક – ૧૬ર

અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવાં, રૂડાં વસ્ત્ર ન પહેરવાં, પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો. ।।૧૬૨।। read more
0 Views : 121

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૩

હવે વિધવા સ્ત્રીઓનાં વિશેષ ધર્મ કહીએ છીએ.-અમારે આશ્રિત જે  વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિબુદ્ધિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને સેવવા અને પોતાના પિતા, પુત્રાદિક જે સંબંધિ તેમની આજ્ઞાને વિષે વર્તવું પણ સ્વતંત્રપણે ન વર્તવું.।।૧૬૩।। read more
0 Views : 112

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૪

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાનાં સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ કયારેય ન કરવો અને પોતાની યુવાવસ્થાને વિષે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવા પુરુષ તેમની સાથે કયારેય પણ બોલવું નહિ. ।।૧૬૪।। read more
0 Views : 98

શિક્ષાપત્રી શ્લોક – ૧૬પ

અને ધાવણો જે બાળક તેના સ્પર્શને વિષે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી અને કોઇ અવશ્યનું કામકાજ પડે તેને વિષે કોઇક વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિષે દોષ નથી. ।।૧૬૫।। read more
0 Views : 103
Powered By Indic IME