Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧૪

અને આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને કયારેક કોઇ અયોગ્ય આચરણ થઇ જાય તે થકી મૂંઝાઇને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઇને તથા ગળે ટુંપો ખાઇને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિક કોઇ રીતે આત્મઘાત ન કરવો. ।।૧૪।। read more
0 Views : 1313

શિક્ષાપત્રી શ્લોક – ૧૫

અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તોપણ આપત્કાળમાં પણ કયારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. ।।૧૫।। read more
0 Views : 1353

શિક્ષાપત્રી શ્લોક – ૧૬

અને કયારેક પોતાવતે કાંઇક અયોગ્ય આચરણ થઇ ગયું હોય અથવા કોઇ બીજા વતે અયોગ્ય આચરણ થઇ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું.।।૧૬।। read more
0 Views : 1330

શિક્ષાપત્રી શ્લોક – ૧૭

અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઇએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ટ, પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. ।।૧૭।। read more
0 Views : 1319

શિક્ષાપત્રી શ્લોક – ૧૮

અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય, મફર,માજમ ગાંજો એ આદિક જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહિ અને પીવી પણ નહિ.।।૧૮।। read more
0 Views : 1304

શિક્ષાપત્રી શ્લોક – ૧૯

અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદિ ચરણામૃતના માહાત્મ્યે કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિષે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહિ. ।।૧૯।। read more
0 Views : 168

શિક્ષાપત્રી શ્લોક – ૨૦

અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઇને વિષે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઇને ગાળ તો કયારેય ન દેવી. ।।૨૦।। read more
0 Views : 175

શિક્ષાપત્રી શ્લોક – ૨૧

અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા કયારેય ન કરવી અને ન સાંભળવી. ।।૨૧।। read more
1 Views : 195
Powered By Indic IME