પૂર્વછાયો :- વણિક ગોવરધન કહે, સુણો શ્રીપુરુષોત્તમ આપ; ફઇ મારી હરિજન છતાં, એવું મોટું કરેલ શું પાપ ?1 ચોપાઈ :- તેને ઇશ્વરનું હતું જ્ઞાન, નિત્ય ધરતી પ્રભુતણું ધ્યાન; નામ મંત્ર તણો જપ કરતી,વ્રત વિવિધ પ્રકાર આચરતી.2 ઘણાં તીર્થનું સેવન કીધું, મોટા સંતને ભોજન દીધું; કર્યા પુણ્ય તેણે ઘણાં એમ, કુંભીપાક વિષે પડી કેમ ?3 સુણી બોલ્યા હરિ સાક્ષાત, તેના પાપ તણી કહું વાત; ધરમાદા તણું ધન જેહ, હતા પાસા સોના તણા તેહ.4 રામાનંદસ્વમીએ વિચારી, એહ બાઇને સોંપ્યા સંભારી; તેને વીતી ગયા ઘણા માસ, પાસા સ્વામીએ માગ્યા તે પાસ.5 ત્યારે બોલી વચન તે બાઇ, નથી મારી પાસે ધન કાંઇ; સોનું પાછું આપ્યું છે મેં તમને, ખાલી કરશો ફજેત ન અમને.6 દીધો સ્વામીએ બહુ ઉપદેશ, તોય માન્યું નહિ લવલેશ; એવું કાંચન છે મહાપાપી, બુદ્ધિ જનની બગાડે કદાપી.7 ઘરબાર તજી વન જાય, તોય ધનથી કદી લલચાય; હરિભકતપણું ભલું ધરે, તન મન ધન અર્પણ કરે.8 તેને પણ ધનધર્મથી પાડે, કુંભીપાકનાં દુઃખ દેખાડે; ગુરુનું સોનું ઓળવ્યું એણે, કુંભીપાક વિષે પડી તેણે.9 ભકિતપુત્ર કહે ભગવાન, સુણો ગોવરધન ગુણવાન; કહું પાપ તણા બે પ્રકાર, ધર્મશાસ્ત્ર તણે અનુસાર.10 ઉપપાતક જે પાપ છોટાં, મહાપાતક જે પાપ મોટાં; માંસભક્ષક ને ગૌઘાત, ઉપપાતકમાં છે તે ભ્રાત.11 મહાપાતક પાંચ ગણાય, મદ્યપાન ને બ્રહ્મહત્યાય; ત્રીજું ગુરુપત્ની સંગ કરે, ચોથું હેમ ગુરુતણું હરે.12 એવાનો […]
read more