દોહા:- મનોહર સુંદર મૂરતિ, સહજાનંદ સુખરૂપ ।। નખશિખ સુધી નિરખતાં, આવે આનંદ અનૂપ ।।૧।। પ્રથમ પ્રભુ પ્રગટને, રાખું હૃદયામાંય ।। અંગોઅંગ અવલોકીને, અંતર રહું ઉછાય ।।૨।। ચોપાઇ ધ્રુવપદી : પુરુષોત્તમ પરમ દયાળ, નાથ નિરખ્યા છે ।।શ્રીભકિતધર્મના બાળ, નાથ નિરખ્યા છે ।। સુખદાયી સહજાનંદ,નાથ૦ । સત્સંગીના સુખકંદ,નાથ૦ ।।૩।। અંગોઅંગમાં અવિનાશ,નાથ૦ । તેણે હૈયે છે હુલાસ,નાથ૦ ।। પ્રથમ પેખીને બે પાવ,નાથ૦ । આવે અંતરે ઉછાવ,નાથ૦ ।।૪।। અંબુજ અરૂણ વર્ણ બે ચરણ,નાથ૦ । હરિભકતના ભયહરણ,નાથ૦ ।। તેમાં શોભે ચિહ્ન સોળ,નાથ૦ । અવલોકે સુખ અતોળ, નાથ૦ ।।૫।। જમણા ચરણનાં ચિહ્ન જોઇ,નાથ૦ । સ્વસ્તિ અષ્ટકોણ છે સોઇ,નાથ૦ ।। વજ્ર અંકુશ ને ધ્વજ,નાથ૦ । જવ જાંબુ કહીયે કંજ,નાથ૦ ।।૬।। પગ બેહુમાં ઉર્ધ્વરેખ,નાથ૦ । શોભે અતિશય વિશેષ,નાથ૦ ।। પગ ડાબે ચિહ્ન સાત,નાથ૦ । સદા સુખદાયી સાક્ષાત,નાથ૦ ।।૭।। મત્સ ત્રિકોણ ને વ્યોમ,નાથ૦ । કલશ ધનુષ ને સોમ,નાથ૦ ।। ગોપદ સોતા ગણિયે સાત,નાથ૦ । સોળે ચિહ્ન એહ વિખ્યાત,નાથ૦ ।।૮।। જમણે અંગુઠે નખમાંય,નાથ૦ । શોભે ઉર્ધ્વરેખ એક ત્યાંય,નાથ૦ ।। બેઉ પાવલિયા પૂનિત,નાથ૦ । ચોટે આંગળીયો જોઇ ચિત્ત,નાથ૦ ।।૯।। જેવી અરૂણ કમળની કળી,નાથ૦ । એવી શોભે પગ આંગળી,નાથ૦ ।। નખશ્રેણી મણિસમ,નાથ૦ । ઉપડતા ને રુડા રમ્ય,નાથ૦ ।।૧૦।। અંગુઠા આંગળિયું બહુ સારી,નાથ૦ । જોઇ અંતર લિયો ઉતારી,નાથ૦ ।। આંગળી અંગુઠા ઉપર,નાથ૦ । શોભે ઝીણા રોમ સુંદર,નાથ૦ ।।૧૧।। ફણા તણા લાંક જોઇ,નાથ૦ । […]
read more