Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચના પ્રકાર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩૪

આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે દાખડા વિના થાય નહિ. તે તો ગુરુ ને શિષ્ય એ બેયને શ્રદ્ધા જોઇએ. ।।૧૩૪।। read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩પ

જીવ પ્રાણીમાત્રના મનને રહેવાનું ઠેકાણું મહારાજે કહ્યું જે, “પુરુષનું મન સ્ત્રીના અંગમાં છે ને સ્ત્રીનું મન પુરુષના અંગમાં છે.” ।।૧૩૫।। read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩૬

અને દેહ પોતે નથી તે સાક્ષાત્ દેખાય છે ને દેહ મનાઇ ગયું છે એ અજ્ઞાન છે. ।।૧૩૬।। read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩૭

મહારાજની મરજીથી જે અવળાઇ કરે તેને આખા બ્રહ્માંડની ઉપાધિમાં જોડે ને વધારે વાંકો ચાલે તો તેને અનંત બ્રહ્માંડની ઉપાધિમાં જોડશે, પછી તેમાં હેત થાશે, ને ત્યાં તો આજ્ઞા કરે તો કોઇનો ભાર નહિ જે ના પાડી શકે. તે જેમ રાજાનો હુકમ વસ્તીથી ફેરવાય નહિ તેમ છે; ને આંહીં તો મનુષ્યભાવ રહે, તેથી મનાય નહિ. ।।૧૩૭।। read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩૮

અને ભગવાનમાં મન રાખે એવા થોડા, બાકી તો આખા મંદિરનો વ્યવહાર ચલાવે એવા પણ ખરા, ને કદાપિ ભગવાનમાં મન ન રહે તોપણ નિરંતર કથાવાર્તા કરવી ને તે કથાવાર્તામાં મન રાખવું. તે પણ નિરંતર એવો સંગ જોઇએ. નીકર તો એવું ન થાય, તે સારુ આ ક્રિયા પ્રવર્તાવી છે, તે જે કરે તેમાં ભગવાનનો સંબંધ, એ પણ માર્ગ છે, બાકી સિદ્ધાંત તો ભગવાનમાં મન રાખવું એ કરવાનું છે. તે તો મરણિયો થાય ત્યારે એ વાત થાય છે. ।।૧૩૮।। read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩૯

અને સોમલખારનું  દષ્ટાંત જે, ગમે એવો હેતુ  હોય ને તે કહેશે જે, બે પૈસાભાર ખાઓ, તોપણ તે મનાય નહિ, તેમ વિષયનું રૂપ છે તે એવું જણાય તો ભોગવાય નહિ. ।।૧૩૯।। read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪૦

જયારે ભગવાન રાજી થાય ત્યારે તેને બુદ્ધિ સાથે જોડે છે. કાં મોટા સાધુનો સંગ આપે છે. ને જયાં સુધી જે પુરુષને વિષે રજ, તમ રહ્યા છે, ને એમાં ધર્માદિકગુણ જણાય છે, પણ તેની એક સ્થિતિ રહેતી નથી, એમ પચં મસ્કધં માં કહ્યું છે.।।૧૪૦।। read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪૧

અને દ્રવ્યનું પ્રધાનપણું ન થાય એવાં તો માણસ થોડાં જ નીકળે ને જેને શ્રીજીમહારાજ સામી નજર હોય તેને પ્રધાન ન થાય. તે કહ્યું છે જે, ‘એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં,’ એવાને દ્રવ્ય પ્રધાન ન થાય બાકી તો સર્વેને થાય. ।।૧૪૧।। read more
0 Views : 101
Powered By Indic IME