Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચના પ્રકાર
Per Page :

સ્નેહગીતા કડવું:- ૦૪

પ્રીત કરી પ્રમદા તે પરસ્પર પડીજી, જગના જીવન સંગે મોબત જડીજી । ચિત્તે રંગ ચટકી તે ચોળની ચડીજી, નિત્યપ્રત્યે નવલો નેહ ઘડી ઘડીજી ।।૧।। ઢાળ – ઘડિયે ઘડિયે ઘણો ઘણો, સનેહ વાધ્યો શ્યામશું । વણ દિઠે વળી વિલપે વનિતા, રહે ઊદાસી ધન ધામશું ।।૨।। અર્ધ ક્ષણ રહી ન શકે, વણ દિઠે વદન વ્રજરાજનું । શેરિયે શેરિયે શોધે સુંદરી, લેશ ન લાવે વળી લાજનું ।।૩।। માંહોમાંહિ વળી પુછે, બાઈ કૃષ્ણજી તે કયાં હશે । કોઈ બતાવો કાન મુજને, જોઉં મુખ કાંઈક લઈ મસે ।।૪।। વન ભવન વાટ વીથિની, વળી જુવે જમુના તીર । અણ દિઠે અલબેલડો, કોઇ ધરી ન શકે ધીર ।।૫।। વણ દિઠે ઘડી વીતે વસમી, જુગતુલ્ય પળ એક જાય । પ્રાણ ગતવત થઈ પડે, એમ ગરક સ્નેહમાંય ।।૬।। એમ કરતાં આવિ અચાનક, જોદેખે દ્રગેદયાળને । પણ નાથ નયણે નિરખ્યા વિના, સ્નેહી ન કરે શરીર સંભાળને ।।૭।। માંસ વિના શ્વાસ રહે, જન સ્નેહીના શરીરમાં ।  પ્રાણ જેના પડયા પરવશ, તેનાં નયણાં ભર્યાં રહે નીરમાં ।।૮।। અતિ ઊદાસ નિઃશ્વાસ મુકે, અને સુકે નહિ નીર નયણે ।  હે સખા હે સુખકારી, એમ વદે વળી વળી વયણે ।।૯।। પ્રીતની તો રીત એહવી, જેનું મન મોહનશું મળ્યું ।  નિષ્કુલાનંદ સ્નેહી જનનું, કારણ નવ જાયે કળ્યું ।।૧૦।। કડવું ।૪। read more
0 Views : 311

સ્નેહગીતા પદ:- ૦૧

રાગ: ગોડ મલાર – પ્રીતની રીત છે જો ન્યારીરી; પ્રી૦ ।  જેહની બંધાણી તેણેરે જાણી, બિજા ન જાણે લગારીરી ; પ્રી૦ ।।૧।। ચકોર સ્નેહી ચંદ્ર વદનનો, વણ દિઠેદુઃખ ભારી । મીન સ્નેહી જાણોરે જળનો, પ્રાણ તજે વિન વારીરી; પ્રી૦ ।।૨।। પ્રીત પતંગ પ્રાણ પાવકમાં,દેખત દૃગ દેત જારી ।  ચાતક સ્નેહી સદાયે સ્વાંતનો, મરે પિયુપિયુ પોકારીરી; પ્રી૦ ।।૩।। પ્રીતિની રીત પ્રસિદ્ધ પ્રતીજે, કીજે તો કીજે વિચારી । નિષ્કુલાનંદ એવા સ્નેહીની સંગે, સદાય રહે છે મુરારીરી; પ્રી૦ ।।૪।। પદ ।।૧।। read more
0 Views : 349

સ્નેહગીતા કડવું:- ૦પ

સ્નેહને વશ સદાય છે શ્રીહરિજી, ભાવે આવે ભૂતળ ભૂધરદેહ ધરીજી । તેતો પ્રેમિ જનને પ્રેમે કરીજી, ધન્ય ધન્ય પ્રેમે વ્રજજુવતી ભરીજી ।।૧।। ઢાળ – ભરી પૂરણ પ્રેમમાં અંગે, અને રંગે રાતિ રાજને । સ્નેહમાંયે ન સુઝે કાંયે, તેણે ભૂલિ ભવનના કાજને ।।૨।। ખાન પાનની ખબર ભૂલી, વળી વસ્ત્ર પહેરવાં વિસરી । આભૂષણ અંગે ધરે અવળાં, એમ શુદ્ધ ભૂલી નેહે કરી ।।૩।। પય જમાવે જળપાત્રમાં, અને નીર ભરે ક્ષીર ઠામમાં । એમ સર્વે અંગે શુદ્ધ વિસરી, વળી ચિત્ત ન રહે ધન ધામમાં ।।૪।। સુત વિત્ત ને સગાં સંબંધી, વળી એ ઊપરથી મન ઊતર્યું ।  જેહ જુવે તે એમ જાણે, કહે મન ચિત્ત આનું ફર્યું ।।૫।। વળી ગોરસ મથતાં ગોપિકા, અને જુવે વા’લાની વાટરે । હમણાં આવે મને બોલાવે, એમ તલપે મોહન માટરે ।।૬।। કસણ તૂટે કેશ છૂટે, તેને નેક ન રહે સંભાળવા ।  વત્સ છોડાવે ધેનુને ધાવે, તેને ન જાયે વાળવા ।।૭।। વળી અગ્નિથકી અતિ ઊછળે, અને આવે ઊફાણેદુધ । પણ હરિ હેતમાં ચિત્ત ચોરાણું, તેહની ન લહે કાંયે શુદ્ધ ।।૮।। લક્ષ લાગ્યો લાડિલાશું, અંતર મળ્યું અલબેલશું ।  રહી હેતે પ્રીતે હળી મળી, જેમ વૃક્ષ વિટ્યું વેલ્યશું ।।૯।। રાત્ય દિવસ રહે રાતિ, અને માતિ પ્રેમમાં પ્રમદા ।  નિષ્કુલાનંદ નાવે નવધા, સમતોલ સ્નેહ ને સદા ।।૧૦।। કડવું ।।૫।। કડવું -૫ read more
0 Views : 333

સ્નેહગીતા કડવું:- ૦૬

વળી વ્રજવનિતા પ્રેમે પરવશ થઇજી, રસિયાજી વિના રંચ નવ શકે રહીજી । કૃષ્ણ કયાં કૃષ્ણ કયાં જેને તેને પુછે જઈજી, એમ સ્નેહની સાંકળી શુદ્ધ ભૂલી ગઇજી ।।૧।। ઢાળ – શુદ્ધ ભૂલી ગઇ શરીરની, વળી ગોવિંદને ગોતે ઘણું । આવો રસિયા આવો રૂડા, નિરખું હું મુખ તુજતણું ।।૨।। વાટે ઘાટે પુછે વનિતા, વળી કોઈ બતાવો કૃષ્ણને । નાથ વિના નથી રે’વાતું, ઘણું દિલદાઝેછે દૃષ્ણને ।।૩।। ખોળતાં તે ખરી ખબર પામી, જાણ્યું વાલો સધાવ્યા વનમાં । કાંઈક મષ લઈ જાયે કેડે, એમ વિચાર્યું વળી મનમાં ।।૪।। ગોરસ રસની ભરી ગોળી, વળી જાય મથુરાં મારગે,  એહ મષે ચાલિ વાંસે,દયાળુનેદેખવા દૃગે ।।૫।। નાથજીને નિરખ્યા વિના, ઘણું દિવસ જાયેદોયલો । ભૂધરજીને ભેટે જયારે, ત્યારેજ સુખ દિન સોયલો ।।૬।। હરિમુખ જોયે સુખ ઊપજે,વળી શાન્તિ વળે શરીરને ।  અસ્થિર મન તે સ્થિર થાયે, જયારે જુવે હલધર વીરને ।।૭।। એમ પ્રીત પાવકે પંડ્ય પ્રજળ્યું, વળી વિરહમાં વિલખ્યા કરે ।  પ્રેમદોરિયે બાંધી પ્રમદા, વાલમને વાંસે ફરે ।।૮।। શ્યામ વિના કાંઈ કામ ન સુઝે, વળી કળ ન પડે કોઈ ।  પિયુ વિના પળ પ્રેમીને, વળી વીતે તે વસમી સોઇ ।।૯।। સ્નેહી જનને સુખ કયાંથી, જેના પ્રાણ પરને સાથ છે ।  નિષ્કુલાનંદ પ્રેમી જનનું, જીવિતવ્ય હરિને હાથ છે ।।૧૦।। કડવું ।।૬।। read more
0 Views : 328

સ્નેહગીતા કડવું:- ૦૭

વ્રજ વનિતાના પ્રેમને જોવા વળીજી, વાલ્યમે વગાડિ વનમાંયે વાંસળીજી । સુણી સર્વ સુંદરી મોહનને જઈ મળીજી, એક રહી આવરી નવ શકી નિકળીજી ।।૧।। ઢાળ – નિકળી નવ શકી સુંદરી, ગોપી ઘેરીને ઘાલી ઘરમાં ।દેહ ગેહમાં ગ્રહિ ઘાલ્યું, પણ પ્રાણ કાંઈ છે તેના કરમાં ।।૨।। તેહને વિરહ ઊપન્યો અંગમાં, વળી વિયોગ રોગ વાધ્યો ઘણું । આ સમે હું તો રહી અમથી, અહો અભાગ્ય એવું મુજતણું ।।૩।। એમ સ્નેહમાં શોચે ઘણું, વનિતા કહે રહી વાંસળ્યે, પછી મેલ્યું દેહ મંદિરમાંયે, પ્રાણ પો’તા પિયુને પાસળ્યે ।।૪।। એહ રીતે પો’તી અબળા, મોહનજી સંગે જૈ મળી ।  ભૌતિકદેહનું ભાન ભૂલી, અતિવાકયદેહ પામી વળી ।।૫।। પ્રેમી જનનું એહ પારખું, પ્રિતમવિના પળમાં મરે । પિયુ વિયોગે પ્રાણ રહે, તે સ્નેહ શઠ સાને કરે।।૬।। પ્રીતની તો રીત એહવી, જેના પ્રીતમ સાથે પ્રાણ છે ।  જીવન વિના જરૂર જેને, પંડ્ય પાડવું પ્રમાણ છે ।।૭।। ધન્ય એ નારી પ્રેમપ્યારી, જેણે વા’લા વિયોગે તન ત્યાગિયું ।  અલ્પ સુખની આશા મેલી, મન મોહનજીશું લાગિયું ।।૮।। એવા જનથી અર્ધ ઘડી, વાલમ ન રહેવેગળા ।  હેતે હળ્યા રહે મળ્યા, જો અંગે હોય કોયે અબળા ।।૯।। શું થાયે કૈયે હેત જો હૈયે, અને પ્રેમ વિના તો સુકું સરે ।  નિષ્કુલાનંદ સર્વે સાધન, સ્નેહી સમતા કોણ કરે ।।૧૦।। કડવું ।।૭।। read more
0 Views : 295

સ્નેહગીતા કડવું:- ૦૮

જેને અંગે રંગ ચડિયો સ્નેહનોજી, પ્રીતે જો પ્રીતમશું પ્રાણ મળ્યો જેહનોજી । અંતરે અભાવ ન થાય તેને તેહનોજી, જો પ્રીત રીતે પાત થાય આદેહનોજી ।।૧।। ઢાળ – દેહતણેદુઃખે કરીને,દલગીર ન થાયેદલમાં ।દરદદુઃખેદોષ હરિનો, પરઠે નહિ કોઈ પલમાં ।।૨।। ગુણ ગ્રે’વા વળી ગોપિકાના, જેને અભાવ કોઈ આવ્યો નહિ । સર્વે અંગે સુખકારી, શ્યામળાને સમઝી સહિ ।।૩।। જેનાં પય પિધાં મહી લીધાં, વળી ફોડી ગોરસની ગોળીયો । વાટે ઘાટે ઘેરી ઘરમાં, જેને લાજ તજાવી રંગે રોળીયો ।।૪।। વેણ વજાડિ વ્રેહ જગાડી, વળી વનમાં તેડી વનિતા ।  તરત તિયાં તિરસ્કાર કીધો, તોય ન આવી અંતરે અસમતા ।।૫।। કોઈ વાતે કૃષ્ણ સાથે, અવગુણ ન આવ્યો અંતરે । દિન દિન પ્રત્યે પ્રેમ પ્રગટ્યો, નિત્ય નિત્ય નવો નિરંતરે ।।૬।। રાસ રચિ ખેલ મચિ, વળી વિછોઇ ગયા વનમાં ।  રોઇ રોઇ ખોઇ રજની, તોય ક્ષોભ ન પામી મનમાં ।।૭।। નાથ નાથ મુખ ગાથ ગાતાં, વળી વિયોગે વિલખે ઘણી ।  તોયે હરિનોદોષ ન પરઠે, એવી રીત જો પ્રીત તણી ।।૮।। પ્રીતને મગે પગ પરઠી, વળી પાછી ન ભરી જેને પેનિયો । શિશ સાટે ચાલી વાટે, ખરી પ્રીત પૂરણ તેનીયો ।।૯।। લાગી લગન થઈ મગન, વળી તગન કર્યાં તન સુખજી ।  નિષ્કુલાનંદ સ્નેહી સમતોલ, કહે કવિ જન કોણ મુખજી ।।૧૦।। કડવું ।।૮।। read more
0 Views : 274

સ્નેહગીતા પદ:- ૦ર

રાગ: મારૂ – સ્નેહને રે સમાન, ના’વે કોઈ સ્નેહને રે સમાન। રાગી ત્યાગી ને તપસ્વીરે, વળી ધરે વન જઈ ધ્યાન; ના’વે. ।।૧।। જોગ જગન બહુ જજતાંરે, તજતાં તેનું મને માન । તજી ઘરવાસ ઊદાસ ફરે કોય, કરે તીરથ વ્રતદાન; ના’વે. ।।૨।। માળા તિલક ધરે ફરે ફકત, નખ શિખા વધારી નિદાન ।  કરે અટન રટન નિરંતર, વળી કરે ગંગાજળ પાન; ના’વે. ।।૩।। સ્નેહ નહિ જેને નાથશુંરે, શું થયું કરતાં રે જ્ઞાન ।  નિષ્કુલાનંદ સ્નેહી જનને, વશ સદા ભગવાન; ના’વે. ।।૪।। પદ ।।૨।। read more
0 Views : 235

સ્નેહગીતા કડવું:- ૦૯

સ્નેહ સાંકળે પલાંણી છે પ્રમદાજી, તેહને અંતરે નહિ કોઈ આપદાજી । સ્નેહે શ્યામળીયા સંગે ડોલી સદાજી, હળી મળી હરિશું રહી અતિ મન મુદાજી ।।૧।। ઢાળ – મુદા સદાયે મનમાંયે, જાયે અહરનિશ એણીપરે । રંગ રાતી મન માતી, ગાતી ગોવિંદ ગુણ ઘરે ઘરે ।।૨।। વળી વન વાટે ઘરે ઘાટે, દિયેદયાળુદરશનદાન । નાથ નિરખી હૈયે હરખી, વળી રહે મને ગુલતાન ।।૩।। હરતાં ફરતાં કામ કરતાં, હરિ અચાનક આવી મળે । મગન રે’તાં સુખ લેતાં, એમ પ્રેમ આનંદમાં દિન પળે ।।૪।। હસતાં રમતાં જોડે જમતાં, વળી વીતે ઘડી ઘણું સુખની ।  પળે પળે પ્રેમ પ્રગટે, જોતાં શોભા શ્રીહરિ મુખની ।।૫।। હાસ વિલાસ હરિની સાથે, વળી કે’વું સુણવું તે કાનને । તાળી વળી લેવી તેહશું, ત્રોડવું હરિશું તાનને ।।૬।। રાત દિવસ વીતે રંગે, વળીઅંગે આનંદ અતિ ઘણું ।  સંસાર સુખની ભૂખ ભાગી, જોતાં મુખ જીવનતણું ।।૭।। વિયોગની વળી વાતને, કોયે સ્વપ્ને પણ સમઝે નહિ ।  એહ રીતે પ્રીત વાધી, સ્નેહની અતિશે સહિ ।।૮।। પ્રીતની રીતને પરખવા, એક સમયને વિષે શ્રીહરિ ।  મથુરાં જાવાનું મન કીઘું, ઈચ્છા એવી ઊરમાં ધરી ।।૯।। ઘણા દિવસ ગોપી સંગે, રંગે રમિયા રસબસશું ।  નિષ્કુલાનંદ સ્નેહ જોવા, વા’લો કે’ વેગળા વસશું ।।૧૦।। કડવું ।।૯।। read more
0 Views : 175
Powered By Indic IME