પૂર્વછાયો- વડા ભક્ત વાકળમાં, અતિ મહાત્મી મન ઉદાર । હરિ હરિજન ઉપરે, જેના પ્રેમનો નહિ પાર ।।૧।। મન કર્મ વચને કરી, હરિભક્તિ ઉપર ભાવ । તન મન ધન વડે, સંત સેવવા ઉચ્છાવ ।।૨।। જેવા જન વાકળના, તેવા જ કાનમમાંઇ । વિશવાસી વિકાર વિના, કપટ છળ નહી કાંઇ ।।૩।। સદા એ જન સુખીયા, જેને પ્રકટ પ્રભુશું પ્રીત । એવા જન અમળનાં, હવે લખું નામ કિંચિત ।।૪।। ચોપાઇ- વડાભક્ત વડોદરામાંઇ, જેને અતિહેત હરિમાંઇ । કણબી ભક્ત કહીએ વનમાળી, જેણે બીક જગતની ટાળી ।।૫।। નાથજી ને વળી વનમાળી, પ્રભુદાસની ભાવના ભાળી । ભગવાનદાસ ને કેસુર, પીતાંબર ભુખણ જરૂર ।।૬।। જગ જીવનને નારાયણ, પ્રભુ પુરૂષોત્તમ ઘેલો જાણ । એહઆદિ કણબી અપાર, ભજે નારાયણ નરનાર ।।૭।। દ્વિજભક્ત નાનોભાઇ નામ, ભજે હરિ તજી મનકામ । રામચંદ્ર હરિચંદ્ર ભાઇ, શોભારામ કહીએ શાસ્ત્રીમાંઇ ।।૮।। બાપુ જેઠો ને વ્રજજીવન, ભક્ત બ્રાહ્મણમાં ધન્ય ધન્ય । સદાશિવ ધનેશ્વર નામ, ભક્ત ખુશાલ લક્ષમીરામ ।।૯।। એહ આદિ દ્વિજ અપ્રમિત, સરવેને શ્રીસ્વામીશું પ્રીત । શેઠ પ્રભુદાસ હરજીવન, બાપુભાઇ પ્રેમાનંદ જન ।।૧૦।। વૃદાવન ગંગાદાસ વણિક, ભજયા હરિ તે કરી વિવેક । કાછિયો પુરૂષોત્તમ જન, જેણે નિજકુળ કર્યું પાવન ।।૧૧।। ખુશાલ ભાઇજી રણછોડ, હરિ જેરામ ઇશ્વર જોડ । પ્રેમીભક્ત છે વામનજી ભાઇ, એહઆદિ છે કાછિયામાંઇ ।।૧૨।। જન તંબોળી છે નાનબાઇ, તેના સુત નારાયણભાઇ । દક્ષણી ભક્ત […]
read more