Last Updated:
May 5, 2025

Click here to submit your article
પદ્ય
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૧૦

ચોપાઇ- હવે કહું નર નિરમાન, જેને ભેટ્યા છે શ્રીભગવાન । તે પ્રભુ છે સહુના સ્વામી, કર્તા નિયંતા અંતરજામી ।।૧।। જેની ભ્રકુટિ વિલાસમાંય, કોટિ બ્રહ્માંડ ભાંગે ને થાય । એવા સમર્થ શ્રીમહારાજ, સર્વે ઉપર છે અધિરાજ ।।૨।। જે જે ધારે તે કારજય કરે, તે ફેરવ્યું કેનું નવ ફરે । સર્વે કારણના કારણ જેહ, તેણે ધર્યું પૃથ્વીપર દેહ ।।૩।। એવા પુરૂષોત્તમ પરબ્રહ્મ, જેને નેતિનેતિ કહે નિગમ । તેહ થઇ મનુષ્ય આકાર, કરે બહુ જીવનો ઉધ્ધાર ।।૪।। મેલી પોતાની મોટ્યપ નાથ, મળી રહ્યા મનુષ્યને સાથ । થઇ નાથ આપે નિરમાન, કરે સંસારીનું સનમાન ।।૫।। વળી સહે જગ ઉપહાસ, તોય ન કરે માન અવિનાશ । જોને ઋષભદેવે કેવું સહ્યું, અતિશે નિરમાનને ગ્રહ્યું ।।૬।। જોને કપિલદેવ દયાળ, જેને મારવા ધાયા ભૂપાળ । જોને વામનજી નિરમાની, બળિદ્વારે વશ્યા વરદાની ।।૭।। જોને રામ કેવા નિરમાન, નાગપાશે બંધાણા નિદાન । જોને કૃષ્ણ કેવા સમરથ, મેલી માન તાણ્યો ઋષિરથ ।।૮।। એહ આદિ બહુ અવતાર, કહેતાં આવે નહિ તેનો પાર । જુવો વર્તમાન કાળે આજ, કેવા નિર્માની છે મહારાજ ।।૯।। આપે સમર્થ ને સર્વે સહે, એવું નિરમાનીપણું ગ્રહે । કરે તુચ્છ જીવ તિરસ્કાર, તે પર રોષ ન કરે લગાર ।।૧૦।। હવે એવા પ્રભુના જે દાસ, કહો કેમ ન સહે ઉપહાસ । જેના નિરમાની ભગવાન, તેના જનને જોયે કેમ માન ।।૧૧।। […] read more
0 Views : 110

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૧૧

ચોપાઇ- હવે કહું હરિજનની રીત, સહુ સાંભળજયો દઇ ચિત્ત । સાંખ્યયોગી બાઇયો હરિજન, જેનાં તપ પરાયણ તન ।।૧।। સવેર્તજી સંસારની આશ, ભજે અંતરમાં અવિનાશ । પુરૂષોત્તમ પ્રગટ પેખી, બીજી સવેર્ઇચ્છાઓ ઉવેખી ।।૨।। દેહ ગેહતણાં સુખ ત્યાગી, જેની લગની નાથશું લાગી । ખાનપાનથી ઉતારી મન, ભાવે કરે હરિનું ભજન ।।૩।। વસન ભૂષણ ન ચાય ચિત્ત, જેને પૂરણબ્રહ્મશું પ્રીત । એવી મળે બાઇયોની મંડળી, કરે વાત માંહોમાંહિ મળી ।।૪।। બાઇયો સાંભળજયો એક વાત, આજ મહારાજ છે રળિયાત । હસી બોલે છે હેતને વયણે, વળી જુવે છે અમૃતનયણે ।।૫।। માટે મોટું ભાગ્ય છે આપણું, છીએ વાલ્યમને વહાલાં ઘણું । ભલે આવિયો આ અવતાર, જેમાં મળિયા પ્રાણઆધાર ।।૬।। લીધો અલભ્ય લાભ તે આજ, સવેર્સર્યાં છે આપણાં કાજ । કોઇ વાતની ન રહી ખામી, આજ મળ્યા સહજાનંદ સ્વામી ।।૭।। એવા તજી સુખદાયી શ્યામ, કોણ કરે મનખો હરામ । એવી કોણ અભાગણી હશે, જે કોઇ દેહનાં સુખ ઇચ્છશે ।।૮।। દેહસુખમાં રહ્યો સંસાર, દેહસુખમાં વિષયવિકાર । દેહમાંહિ માન્યું જેને આપ, તેને મળ્યાં છે પૂરણ પાપ ।।૯।। એવી ગર્દભી નારી છે ઘણી, શું કહીએ બાઇ વાત તે તણી । નિત્ય કરીને નવલો રંગ, દેખાડે છે પુરૂષને અંગ ।।૧૦।। વસ્ત્ર આભૂષણ પહેરી અંગ, નિત્ય ફરેછે નવલે રંગ । ગુંથે કેશ હમેશ હરાડી, ફરે શેરી બજારમાં દાડી ।।૧૧।। તને ચોપડી […] read more
0 Views : 121

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૧ર

ચોપાઇ- હવે સાંખ્યયોગી કહું ભાઇ, જેને પ્રીત પુરૂષોત્તમમાંઇ । સદા રહેછે પ્રભુજી પાસ, થઇ ચરણકમળના દાસ ।।૧।। હરિપાસે રહે છે હમેશ, અતિત્યાગી ને ઉજવળ વેષ । રાખી મુનિ જેવાં વ્રતમાન, ભાવે ભજે છે શ્રીભગવાન ।।૨।। સર્વ જક્તના જીવશું તોડી, જેણે પ્રીત પ્રભુજીશું જોડી । દેહગેહતણાં સુખ ત્યાગી, થયા પ્રભુપદ અનુરાગી ।।૩।। ઉઠે બેસે ચાલે જુવે જમે, કરે તેહ જે નાથને ગમે । નિત્ય જોઇ મહારાજની મરજી, વર્તે મનની મમતા વરજી ।।૪।। આજ્ઞાકારી છે જેહનાં અંગ, કેદિ ન કરે વચનનો ભંગ । જાણે દેશ કાળ વળી સમે, કરે તેજ જે નાથને ગમે ।।૫।। મરજી વિના પગલું ન ભરે, અંતરમાં નિરંતર ડરે । અતિ સમજુ ને સંત સ્વભાવ, પ્રેમી નિયમી ને ભક્તિભાવ ।।૬।। દામ વામ જાણી દુઃખદાઇ, અતિ અભાવ છે મનમાંઇ । એવા સાંખ્યયોગીનો સમોહ, જેને કામ ક્રોધ નહિ મોહ ।।૭।। લોભ લાલચ સ્વાદ સનેહ, આશા તૃષ્ણા તે તજીછે તેહ । હર્ષ શોક નહિ વૃધ્ધિ હાણ્ય, જેણે મેલી તનમન તાણ્ય ।।૮।। પંચ વ્રતમાનમાંહિ પૂરા, અંતર સાધુ ને ઉપર શૂરા । અતિસમર્થ ને સાવધાન, વળી નિરસ્નેહી નિરમાન ।।૯।। એવા સાંખ્યયોગી જે સુજાણ, કરૂં તેનાં હું શિયાં વખાણ । બીજાં ગૃહી ઘણાં બાઇ ભાઇ, જેને પ્રીત્ય છે પ્રભુજીમાંઇ ।।૧૦।। ચોરી અવેરી મદિરા માંસ, તેની કરે નહિ કેદિ આશ । પડ્યું દ્રવ્ય પારકું ન હરે, […] read more
0 Views : 148

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૧૩

ચોપાઇ- હવે કહું હરિભક્તનાં નામ, જેને મળ્યા છે સુંદરશ્યામ । અતિ પવિત્ર ઉત્તમ એહ, જેને શ્રીહરિ સાથે સનેહ ।। ૧ ।। લેતાં નામ આવે છે આનંદ, જેને સ્વામી મળ્યા સુખકંદ । તેનાં નામ સાંભળે જે જન, થાય કુળે સહિત પાવન ।। ૨ ।। સોરઠ દેશના સતસંગી જેહ, કહું પ્રથમ પ્રકાશી તેહ । દેશ પવિત્ર પવિત્રજન,જેનાંહરિપરાયણ મન ।। ૩ ।। બાળ જોબન વૃધ્ધ સમિષ્ઠ, સરવે જન સમાધિનિષ્ઠ । ભાવિ ભક્ત વાલો જેતબાઇ, જીયાં ભક્ત થયા ભીમભાઇ ।। ૪ ।। તે તો મોટા મુક્ત મહામતિ, સદા સુખિયા અંતરે અતિ । જેની કહ્યામાં નાવે મોટાઇ, એવા ભક્ત કહીએ ભીમભાઇ ।। ૫ ।। પુણ્ય પવિત્ર પર્વતભાઇ, જેની અખંડવૃત્તિ હરિમાંઇ । સ્થિતિ પિંડ બ્રહ્માંડ પાર, નાવે જોયે જગત લગાર ।। ૬ ।। અક્ષરરૂપ મોટ્યપ તે તણી, વૈશ્ય ભક્તમાંહિ શિરોમણિ । એક ભક્ત રાજોભાઇ ધીર, વચનરૂપ અનુપ આહીર ।। ૭ ।। નકી ભક્ત છે નાગજી નામ, ખીમજી શવજી ને જેરામ । રાજા આંબા મુળજી કલ્યાણ, એક નામે બે ભક્ત પ્રમાણ ।। ૮ ।। નૃસિંહ નાથો રાઘવ કુરજી, માવો મેઘો ને ભક્ત કાનજી । કહીએ કેશવ વસતો વળી, શામજી જીવો અરજુન મળી ।। ૯ ।। રૂડાં ગાંગુ મધુ રાધાબાઇ, હરિ ભજે તેજુની ભલાઇ । એહ આદિ કણબી કહેવાય, વસે મુક્ત માણાવદ્રમાંય ।।૧૦।। દ્વિજભક્ત મુક્ત મયારામ, ભ્રાત ભક્ત […] read more
0 Views : 135

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૧૪

પૂર્વછાયો- વંદુ હું ભક્ત વાળાકના, જન વિશવાસી વિશેક । અચલ પ્રભુનો આશરો, વળી ગ્રહી ન મૂકે ટેક ।।૧।। ઉદાર મન અતિ ઘણાં, જેને પ્રકટ પ્રભુશું પ્યાર । ભોળે ભાવે ભજે હરિ, છળ કપટ નહિ લગાર ।।૨।। એવા હરિજનનાં, નામ લેતાં આવે આનંદ । કહું સંક્ષેપે સાંભળો, જેને સ્વામી મળ્યા સુખકંદ ।।૩।। ચોપાઇ- બહુ ભક્ત બગસરે ગામ, કોળી હરિપાલ સુતરામ । રૈયો કાનો ભગો ઉકો રાણો, ભક્ત સંઘો ભગો કૃષ્ણ જાણો ।।૪।। ભક્ત વેલો મેપો જોધો જન, કુરજી હરજી એ પાવન । દેવશી આદિ દૈ સતવારા, ભક્ત નાઇ રાજો માવો સારા ।।૫।। નકી વૈશ્ય એક નાનબાઇ, વસે જન એ બગસરામાંઇ । વૈશ્ય કલો ને પુંજો પાવન, વસે માલવાણે હરિજન ।।૬।। ઘુઘરાલે છે લાધો સુતાર, ઉકો ચિતળે માંડણ લુવાર । ઠકર વસતો ઢોલરવામાંઇ, માંડવડે છે નારાયણ નાઇ ।।૭।। સનાળે ગોદડ મકવાણો, સુડાવડ ગોવર્ધન લુવાણો । ચરખે જન રામ કુંભાર, દેરડિમાંહિ, શામો સોનાર ।।૮।। પિઠવાજાળે ખીમો પટેલ, ચુડામાં ભક્ત વેલો વસેલ । ભક્ત કૃષ્ણ આહીર હામાપર, બરવાળે છે ડાયો સગર ।।૯।। દ્વિજ ભક્ત સુંદરજી ઉદાર, લાઠિયે વજેરામ સુતાર । ભક્ત રૂડો આસોંદર ગામ, કણબી હિરો ને રતનો નામ ।।૧૦।। માંશિયાળે રૈયો હરિજન, કણબી કુળમાં ભક્ત પાવન । લુણીયે ભક્ત ત્રિકમ ઠાર, વૈશ્ય લાધો આકડિયા મોઝાર ।।૧૧।। ભક્ત જીવુબાઇ ધકુબાઇ, કાઠી તોરી ખંભાળિયામાંઇ । […] read more
0 Views : 156

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૧પ

પૂર્વછાયો- કહું ભક્ત કાઠિયાવાડના, જીયાં રહ્યા હરિ કરી વાસ । આપી સુખ અતિઘણાં, પૂરી જનના મનની આશ ।।૧।। નિષ્કામી નિર્મળ અતિ, અતિ આંટીવાળાં અંગ । તન ધન સુખ ટળે, તોય ન ચળે સતસંગ ।।૨।। એવા ભક્ત અનૂપનાં, લેતાં નામ આવે આનંદ । કહું ભક્ત કારિયાણીના, જેને સ્વામી મળ્યા સુખકંદ ।।૩।। ચોપાઇ- ભક્ત માંચો મોટા હરિજન, વાચકાય છે નિશ્ચળ મન । વેલો વસતો રામ ખાચર, ક્ષત્રિ ભોજોભાઇ ઉજાગર ।।૪।। માતરો ને વળી માણસુર, ભક્ત વિસો હરિને હજુર । કણબી વીરદાસ કમો કહીએ, રાઘવ દેવો હરજી લહીએ ।।૫।। કાનો વીરો બોઘો લખમણ, ગોવો જીવો કુંવરો પંચાણ । લાલો ભગવાન ભક્ત સુતાર, લાધો સઇ જેરામ લુવાર ।।૬।। ઠક્કર રતનો રઘો ભગત, હીરો દલવાડી સુમાર જત । ખોડો ગોવો ધનો માધો શ્યામ, ભગવાન પીતાંબર છે નામ ।।૭।। એહાદિ કહીએ કણબી સુજાણ, ભક્ત રાઠોડ તેજો પરમાણ । ધનબા હરિબા શિતબાઇ, મોટા ભક્ત કારિયાણીમાંઇ ।।૮।। વિપ્ર જીવો વૈશ્ય વેલોભાઇ, દ્વિજ વાલુ ક્ષત્રિ ફઇબાઇ । એહાદિ જન ઝમરાળે ગામ, લાઠિદડે ખાચર દાદોનામ ।।૯।। ક્ષત્રિ ભક્ત કહીએ કાંધોભાઇ, લાઠિદડે વૈશ્ય શામબાઇ । રાણો ક્ષત્રિ દેવો સતવારો, ચોથો ભક્ત લુણધારે સારો ।।૧૦।। નસિતપુરે માંચો ખાચર, માવો કુંભાર રહે રામપર । ક્ષત્રિ પુંજો પાણવિ ગામ, ક્ષત્રિ કૃષ્ણ ઠક્કર વશરામ ।।૧૧।। દ્વિજ ગલાલબા દયારામ, બેન ભાઇ એ પાટણ ગામ । શા […] read more
0 Views : 151

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૧૬

પૂર્વછાયો- હવે ભક્ત હાલારના, વળી કહું કચ્છ સમેત । શુધ્ધ મને જે સાંભળે, તેને થાય હરિમાં હેત ।।૧।। મીઠાબોલા ને મોબતી, હૈયે હેત અપરમપાર । પ્રીત પ્રગટ પ્રભુશું, કરૂં તેનાં નામ ઉચ્ચાર ।।૨।। ચોપાઇ- ભક્ત ગુણવંતા છે ગોંડલે, ભજે પ્રભુ મન નિરમળે । પુરપતિ ક્ષત્રિ હઠીભાઇ, કરી હરિ ભજીને ભલાઇ ।।૩।। ક્ષત્રિ ભક્ત ડોસોભાઇ કહીએ, એહ આદિ બીજા બહુ લહીએ । જીવરામ પ્રાગજી સુતાર, ભક્ત જોધો એ જાતિ ઉદાર ।।૪।। વિપ્ર જેઠો મીઠો ને ભાઇજી, ભક્ત શેઠ રૂડો રાઘવજી । કડિયા રતનો અજો નારાયણ, હરભમ હરિપરાયણ ।।૫।। વાઘો વાલો કડવો કુંભાર, અર્જણ દેવશી લખો ઉદાર । નાથો વાલો લુહાર જેરામ, સઇ ગગો નારાયણ નામ ।।૬।। આંબો કાનો જન જણસાળી, શેખ જીવણ યવન વળી । એહ આદિ છે જન અપાર, રહે ગોંડલ ગામ મોઝાર ।।૭।। ભક્ત ભાટિયો હીરો છે નામ, હરિજન દ્વિજ પ્રજારામ । એક વેરાગી તુલસીદાસ, એહ આદિનો મોવૈયે વાસ ।।૮।। નથુજી ઉદોજી જેઠીભાઇ, રૂડા ભક્ત કહીએ ક્ષત્રિમાંઇ । ભક્ત હરજી ઝીણો કુંભાર, વિપ્ર ગણેશ લાલો ઉદાર ।।૯।। એહ આદિ જે જન કહેવાય, વસે ગામ નાગડકામાંય । દેવો ઓઝો કણબી કરમશી, ભજે હરિ વેરીગામ વશી ।।૧૦।। ક્ષત્રિ ભક્ત ડેરીયે માનજી, વડારે વોરો વાલો જનજી । કાજુ ભક્ત કાલાવડમાંઇ, ખતરી તે જાદવજીભાઇ ।।૧૧।। અતિ ઉદાર હેતુ હોંશિલો, જેનો ભાઇ કેશવજી વાલો […] read more
0 Views : 187

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૧૭

પૂર્વછાયો- સુંદર ભક્ત સૌભીરદેશે, જેનાં અતિ મન ઉદાર । તન મન ધન તુચ્છ કરી, હરિ ભજી ઉતર્યા ભવ પાર ।।૧।। એવા જન ઉત્તમનાં, સુણો નામ સર્વે કાન । લાલચ્ય લાગી લખવા, જેને મળ્યા છે ભગવાન ।।૨।। ચોપાઇ- રૂડા ભક્ત રહે વઢવાણ, ભક્ત બેચર દ્વિજ સુજાણ । દેવકૃષ્ણ લાધો અંબારામ, દ્વિજભક્ત અમૃત અકામ ।।૩।। પુંજો વસતો ભક્ત સુતાર, ખોડો ગુલાબ કણબી ઉદાર । ક્ષત્રિ ફઇબા ને કલબાઇ, લખુ વણિક વઢવાણમાંઇ ।।૪।। દ્વિજભક્ત છે ગોવિંદરામ, ઓઝો પાંચો રહે વાઘેલે ગામ । હરિજન કોળી હાજો કહીએ, ભક્ત નળિયા ગામમાં લહીએ ।।૫।। ભક્ત ભદ્રેશ્વરિયે સ્વછંદ, શેઠ અમીચંદ સુરચંદ । વૈશ્ય સુંદરજી અવિચળ, મોટા ભક્ત મન નિરમળ ।।૬।। સારા ભક્ત રહે સિથેગામ, દ્વિજ બેચર માલજી નામ । શા ગણેશ આણંદ ભાવસાર, એહાદિ જન સિથા મોઝાર ।।૭।। કણબી વણારશી પીતાંબર, સારા સતસંગી એ સુંદર । દ્વિજ જેરામ ને લાધીબાઇ, જન રહે દેવચરાડીમાંઇ ।।૮।। રૂડા ભક્ત લખતરે લખો, દ્વિજ ભવાની વૈશ્ય હરખો । ખરા ભક્ત છે ખેરવે ગામ, કણબી ગણેશ નરશી નામ ।।૯।। કણબી અજુર્ ન દ્વિજ ભીમજી, ક્ષત્રિ જેઠે લીધા હરિ ભજી । એહાદિ જન રહે બાપોદરે, ભલી ભક્તિ પ્રભુજીની કરે ।।૧૦।। અલંદરે દ્વિજ જેઠો નામ, ક્ષત્રિ બપો ભક્ત બાલાગામ । કણબી ભક્ત જીવો વશરામ, ગાંગો ખીમો ને બેચર નામ ।।૧૧।। દ્વિજ ભક્ત ભવાન ભાળિયે, એહ […] read more
0 Views : 151
Powered By Indic IME