Last Updated:
May 5, 2025

Click here to submit your article
પદ્ય
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૭૦

રાગ સામેરી- પછી નાથ પધારીયા, ગયા તે ગઢડે ગામ । દર્શન દઇ દાસને, વળી કર્યાં પૂરણકામ ।।૧।। જન મળી જીવનને, વળી લળી લાગ્યા પાય । નયણે નિરખી નાથને, હૈયે તે હરખ ન માય ।।૨।। દાસ મળી મહારાજને, વળી પુછેછે બહુ વાલ્યમાં । કહો કૃપા કરી અમને, શી લીળા કરી વરતાલમાં ।।૩।। કેટલાં મનુષ્ય મળ્યાં હતાં, કરતાં પૂજા કઇ પેર । કેમ તમને જમાડતાં, પધરાવી પોતાને ઘેર ।।૪।। પછી પ્રભુજી બોલિયા, સહુ સાંભળજયો હરિજન । ભક્તિ જેવી ગુજરાતમાં, તેવી આજ નથી ત્રિભુવન ।।૫।। રાત્ય દિવસ અમ પાસળે, વળી ઉભા રહે એક પગે । મૂર્તિ ન મેલે મિટથી, વળી મટકું ન ભરે દ્રગે ।।૬।। ગાતાં ગુણ ગોવિંદના, વહી જાય સર્વે જામની । કાય નહિ કીર્તન કરતાં, ભાવિક બહુ નર ભામિની ।।૭।। અતિ દુર્બળ કળ ન પાડે, ફળ ફુલ ખાઇ રહે । જયારે અમે જમ્યાનું કહીએ, ત્યારે જમ્યા છીએ એમ કહે ।।૮।। એકએકથી અધિક અંગે, રંગ છે સતસંગનો । એવા જનને જોઇને, આનંદ ઉમંગે અંગનો ।।૯।। ત્યારે હરિજન બોલિયા, એને નાથ આંહિ તેડાવીએ । એવા મોટા હરિજનની, ઓળખાણ્ય અમને પડાવીએ ।।૧૦।। મહારાજ કહે કોઇ મિષ વિના, એ કેમ આંહી આવે વળી । હુતાસનીનો ઉત્સવ કરીએ, તો આવે સર્વે મળી ।।૧૧।। ત્યારે હરિજન હરખિયા, સાંભળી વાલ્યમની વાતડી । નાથ ઉત્સવ આંહી કરો, તો ધન્યભાગ્ય […] read more
0 Views : 126

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૭૧

ચોપાઇ- પછી સંત ચાલ્યા સહુ મળી, કરતા વાત વાલ્યમની વળી । એક કહે સુણો મુનિ સાથ, કેવા રમતા નટવર નાથ ।।૧।। એક કહે સાંભળો મરાલ, કેવી લીધીતી રમતાં ઢાલ । એક કહે સુણો સંત વળી, કેવો નાખતાતા રંગ વળી ।।૨।। એક કહે સુણો મુનિરાજ, કેવા શોભતાતા મહારાજ । એક કહે જુવોને સંભારી, કેવી નાખતાતા પીચકારી ।।૩।। એક કહે લટકાળો લાલ, કેવો ઉડાડતાતા ગુલાલ । એમ કહે માંહોમાંહિ મળી, કેવો રહ્યો તો રંગડો ઢળી ।।૪।। ફરતા પંગત્યમાં પાક લઇ, ના ના કરતાં જાતા જોરે દઇ । એક કહે સુણો ઋષિરાય, લાલ આવ્યા હતા લેરમાંય ।।૫।। આજ લીળા કરી જે દયાળે, એવી કરી નોતિ કોઇ કાળે । આગે અનેક ધર્યા અવતાર, બહુ જનનો કરવા ઉધ્ધાર ।।૬।। છેતો એના એજ આ શ્રીહરિ, પણ આવી લીળા નોતિ કરી । આજ આપ્યાં જે સંતને સુખ, તે તો કહ્યાં જાય કેમ મુખ ।।૭।। માટે મોટાં ભાગ્ય છે આપણાં, આજ ન રાખી મહારાજે મણા । એમ વાત કરતાં તે વળી, ગઇ દેશ પ્રદેશે મંડળી ।।૮।। કરે વાત ફરે મુનિજન, એમ કરતાં વીત્યા કાંઇક દન । પછી આવી છે જનમાષ્ટમી, સંત આવ્યા ચડોતરે ભમી ।।૯।। સહુ વિટિ રહ્યા વરતાલ, ઇયાં આવશે લાડીલો લાલ । એમ વાટ જુવે સહુ સાથ, કહે જોબને તેડ્યા છે નાથ ।।૧૦।। વાટ જોતાં વાલ્યમજી […] read more
0 Views : 119

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૭ર

રાગ સામેરી- એમ નિત્યે નવી નાથજી, કરે લીળા સુંદર શ્યામ । સંત રહ્યા ગુજરાત્યમાં, પોતે આવ્યા ગઢડે ગામ ।।૧।। અતિરાજી અલબેલડો, કરે હસી હસીને વાતડી । સંતમંડળને શ્યામળો, ઘણું સરાય છે ઘડી ઘડી ।।૨।। પરમહંસ જેવા પૃથ્વીમાં, આજ નથી કોઇ અંગે । તન મનનાં સુખ ત્યાગી, રાચ્યા છે પ્રભુને રંગે ।।૩।। ત્યાગ વૈરાગ્યે ત્રણ્યે લોકમાં, નાવે જોડ્યે કોઇ જન । તેને જોઇ અંતર મારૂં, થાય છે પ્રરસન ।।૪।। એમ કહે અલબેલડો, મોટ્યપ મુનિજનની । સુણી હરિજન મનમાં, ઇચ્છા કરી દર્શનની ।।૫।। જને વહેલ્યું જોતરી, ચાલ્યા સવેર્સખા સાથજી । સંગે સુંદર શ્યામળો, પોતે પધાર્યા નાથજી ।।૬।। વાટ માંહિ વિવિધ ભાત્યે, લીળા લાલ કરે ઘણી । જોઇ જન મન મોદ પામ્યા, સામર્થી શ્રીહરિતણી ।।૭।। પછી જઇ જેતલપુરમાં, છબીલો છાના રહ્યા । દિન દો ચારેક ત્યાં રહી, પછી વાલમજી વળી આવિયા ।।૮।। ત્યાર પછી પધારીયા તે, વળી વરતાલ ગામ । દેવા દર્શન દાસને, આવ્યા તે સુંદર શ્યામ ।।૯।। સંત સવેર્સાંભળી વળી, આવ્યા અલબેલા કને । સુંદર શ્યામ સલુણી મૂર્તિ, નિર્ખિ નયણાં ભરી જને ।।૧૦।। સંતને બહુ સુખ આપ્યાં, કરી હરિ વાત હિતની । સુણિ જન મન મગન થયાં, સ્થિર થઇ વૃત્તિ ચિત્તની ।।૧૧।। પછી બીજે દિન બોલિયા, સંત સાંભળો સહુ વાત । અમે આંઇથી સધાવશું, આપો શિખ દઇ રળિયાત ।।૧૨।। રાજી થઇ શિખ […] read more
0 Views : 165

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૭૩

ચોપાઇ- પછી વરતાલે વાલો આવિયા, દિન દોયક પોતે ત્યાં રીહ્યા । પોતે પધાર્યા દેશ પંચાળ, દીનબંધુ જે દીનદયાળ ।।૧।। સંત સરવે રહ્યા ગુજરાત, કરે હરિજન આગે વાત । સહુ કરી લીયો ઘરકાજ, હમણાં કરશે ઉત્સવ મહારાજ ।।૨।। આવી હુતાસની દિન થોડે, પ્રભુ પધારશે ચડી ઘોડે । એવું સાંભળી સતસંગી જન, કરે મનોરથ વળી મન ।।૩।। હવે તેડાવશે પ્રભુ જયારે, જાશું સહુ મળી દર્શને ત્યારે । કહે એક કરાવું પોશાગ, શાલ દુશાલ સોનેરી પાઘ ।।૪।। જામો જરી સુંદર સુરવાળ, સારો સોનેરી છેડે ચોફાળ । એક કહે વેઢ વિંટી કડાં, કરાવીશ કનકનાં રૂડાં ।।૫।। બાજુ કાજુ કુંડળ રૂપાળાં, રૂડી ઉતરી સાંકળી માળા । એક કહે કરાવું કંદોરો, શિરપેચ ને સોનેરી તોરો ।।૬।। એક કહે પૂજીશ હું નાથ, ઘસી ચંદન સુંદર હાથ । એક કહે કરીશ આરતી, નમી ચરણ કરીશ વિનતિ ।।૭।। એમ કરે મનોરથ દાસ, ત્યાંતો આવિયો ફાગણ માસ । દેશો દેશ કંકોતરી ફેરી, ફુલડોલના ઉત્સવ કેરી ।।૮।। આપી આજ્ઞા જનને મહારાજે, કરજયો સમાજ રમવા કાજે । અમે આવશું વરતાલ વહેલા, પંચદિન હુતાસની પહેલા ।।૯।। પછી સંતે કરાવ્યો સમાજ, હેતે હરિશું રમવા કાજ । રૂડી રીત્યના કઢાવ્યા રંગ, ભર્યા હોજ યમુના ને ગંગ ।।૧૦।। સુંદર પીચકારી કરાવી, રમશે હરિ હરિજન આવી । બહુપેરે કરાવ્યા સમાજ, ત્યાંતો પોતે પધાર્યા મહારાજ ।।૧૧।। આવી દાસને […] read more
0 Views : 165

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૭૪

રાગ સામેરી- ઘણું રહે હરિ ગઢડે, ને આવે જાય બીજે દેશ । સંત ફરે સર્વે દેશમાં, કરે હિતનો ઉપદેશ ।।૧।। લીળા સંભારી લાલની, તેની કરે માંહોમાંહિ વાત । ઉતરે નહિ કેફ અંગથી, ઘણું રહે રાજી રળિયાત ।।૨।। અષ્ટમી ને એકાદશી, ફુલડોલ દીવાળીને દન । રામનવમી ને વસંતપંચમી, વાટ જોઇ રહે સહુ જન ।।૩।। વાટ જોતાં વરતાલમાં, આવ્યા દયાળુ દયા કરી । હેત જોઇ હરિજનનાં, તેને દિયે દર્શન ફરીફરી ।।૪।। ફરે સર્વે દેશમાં, અને જુવે સઘળાં ગામ । વરતાલ્ય ડભાણ જેતલપુર, તે કરીયાં નિજધામ ।।૫।। અલબેલો પધારીયા, ર્કાિતક સુદી એકાદશી । તેદિ જેતલપુરે કરી ઉત્સવ, તેડાવિયા સર્વે ઋષિ ।।૬।। તિયાં જામ ચારનું જાગરણ કરી, ગાયા ગુણ ગોવિંદ તણા । રમતાં ગાતાં ગરબીયો, સુખ સંતે તે લીધાં ઘણાં ।।૭।। નિત્ય નવી લીળા કરે, ભેળા મુનિજનને લહિ । પવિત્ર કરે પૃથિવી, ચરણની રજે સહિ ।।૮।। જીયાં જીયાં જીવન ફર્યાં, તિયાં જનનાં કર્યાં કાજ । અનેક જીવ ઉધ્ધારવા, ફરે મુનિ ને મહારાજ ।।૯।। એમ કરતાં આવિયો, રૂડો તે ફાગણ માસ । રમવા રૂડી હુતાસની, હૈયે હરખિયા હરિદાસ ।।૧૦।। પછી પ્રભુજી બોલિયા, સંતો શોધો સુંદર ઠામ । ઓણ કરીએ હુતાસની, એવું ગોતી કાઢો ગામ ।।૧૧।। વારમવાર વરતાલમાં, ઉત્સવ કર્યા અતિઘણા । ખુંદ્યું ખમ્યા તે સતસંગી, ધન્ય જન એમાં નહિ મણા ।।૧૨।। માટે બીજી જાયગા, જોઇ […] read more
0 Views : 137

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૭પ

ચોપાઇ- પછી શ્યામ સોરઠ પધાર્યા, જનને મન મોદ વધાર્યા । ગામે ગામમાં દઇ દર્શન, કરે જનનાં મન પ્રસન્ન ।।૧।। ખંભાળું રાયપર પિંપળ, રહી બંધીયે ગયા ગોંડળ । ગામ ગોંડળનો જે રાજન, નામ હઠિભાઇ હરિજન ।।૨।। સખા સહિત સામા સહુ આવ્યા, અતિહેતે પ્રભુ પધરાવ્યા । પછી બોલિયા શ્યામ સુજાણ, તમે સાંભળો નરપતિ વાણ ।।૩।। અમે ત્યાગીને રાજય તમારે, કેમ મળશે તમારે અમારે । જેમ તમને રાજયની ખુમારી, તેમ ત્યાગીને ત્યાગની ભારી ।।૪।। માટે મોટા જો જાણો અમને, તો માનજયો જે કહીએ તમને । તૈયે જોડ્યા છે રાજાએ હાથ, જેમ કહો તેમ કરશું નાથ ।।૫।। પછી પધાર્યા તેને ભવન, રહ્યા રાત્ય ને જમ્યા જીવન । પછી શીખ માગીને સધાવ્યા, ધ્રોડ કરી ધોરાજીયે આવ્યા ।।૬।। રહી રાત્ય ને સધાવ્યા શ્યામ, ત્યાંથી આવ્યા છે ભાડેર ગામ । ત્યાં નિજજનને સુખ આપ્યાં, દેઇ દર્શન ને દુઃખ કાપ્યાં ।।૭।। પછી આવ્યા માણાવદ્રમાંઇ, રહ્યા રાત્ય એક પોતે ત્યાંઇ । પછી ત્યાંથી પધાર્યા પંચાળે, દિધાં દાસને દર્શન દયાળે ।।૮।। તિયાં રહ્યા રાજી થઇ બહુ, આવ્યાં સાંભળી દર્શને સહુ । આખા અજાબ્ય ને અગત્રાઇ, ગઢમઢ પિપ્પલ પોરછાઇ ।।૯।। મેઘપુર માંગરોળ લોજ, કાલવાણી સમેધુ સુત્રોજ । ગણોદ જાળિયું ઉપલેટું, આવે દર્શને ન જુવે છેટું ।।૧૦।। બાલ જોબન ને વૃદ્ધ વળી, આવ્યા પ્રભુ પધાર્યા સાંભળી । સહુ આવીને નિરખ્યા નાથ, જોઇ […] read more
0 Views : 124

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૭૬

રાગ સામેરી – હવે ગુજરધરમાં સંત ફરતા, કરતા હરિની વારતા। પંચવ્રતે પૂરા શૂરા, પ્રભુને સંભારતા ।।૧।। તેણે મનમાં વિચારિયું, હજી નાથજી કેમ નાવીયા । આજ કાલ કરતાં, દર્શન વિના દિન બહુ ગિયા ।।૨।। એમ શોચ કરીને સંત સુતા, તેને સ્વપ્નમાં આવિયા હરિ । સખા સંગે શ્યામળો, જાણું પધાર્યા દયા કરી ।।૩।। શ્વેત વસ્ત્ર પહેરી લેરી, જાણું આવિયા અશ્વે ચડી । સંત મન મગન થઇ, કહે ધન્ય ધન્ય આજ ઘડી ।।૪।। એક કહે મહારાજને મેં, ગુંજાહાર પહેરાવીયા । બાજુ કાજુ કુંડળ કરી, ફુલના તોરા ધરાવીયા ।।૫।। એક કહે જાણું ચંદન ઘશી, ચરચ્યું મારા હાથશું । એક કહે જાણું અલબેલાને, ભેટીયો ભરી બાથશું ।।૬।। એક કહે જાણું નાથનાં, ચરણ છાપ્યાં છાતિએ । એક કહે એવી દિઠી મૂરતિ, તેતો નવ્ય જાય કહ્યે ।।૭।। એક કહે મેં સખા દીઠા, સંગે સુંદર શ્યામને । એમ સંતે સ્વપ્નમાંહી, દીઠા પૂરણકામને ।।૮।। પ્રભાતે ઉઠી પરસ્પર, વાત કરવા લાગીયા । જાણ્યું પધાર્યા વાલ્યમો, સંત સહુનાં દુઃખ ભાંગીયાં ।।૯।। પછી નાહી જન જીવનની, વાટ જુવેછે સહુ મળી । એમ કરતાં પધારીયા, વાલ્યમજી પોતે વળી ।।૧૦।। જેવા દિઠાતા સ્વપ્નમાંઇ, તેવાના તેવા પધારીયા । દર્શન દઇ દાસને, નવલા તે નેહ વધારીયા ।।૧૧।। જન સહુ મગન થયા, નિર્ખિ નટવર નાથને । પાય લાગી પાસળે, વળી ઉભા જોડી હાથને ।।૧૨।। પછી પ્રભુજી બોલિયા, […] read more
0 Views : 131

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૭૭

ચોપાઇ- પછી વીત્યા થોડા ઘણા દન, આવ્યા વરતાલે જગજીવન । આસોવદી અમાસને દન, કર્યું દીપ ઉત્સવનું મન ।।૧।। આવ્યા તેડાવ્યા સર્વે દાસ, જોઇ જીવન મન હુલાસ । કરે નિત્ય નવી લીળા લાલ, જોઇ જન થાય છે નિહાલ ।।૨।। જેમ અન્યલોક થાય ભેળા, એમ સમજશ્યોમાં એહ લીળા । જેને કહું છું ફરિફરિ અમે, તેની રીત્ય સાંભળજયો તમે ।।૩।। નર ઇચ્છે છે નરેશ થાવા, રાજા ઇચ્છે અમરલોક જાવા । અમર ઇચ્છે ઇંદ્ર પદવી, ઇંદ્ર ઇચ્છે થાવા આદ્ય કવિ ।।૪।। વિધિપર તે વિરાટ કહીએ, તે પર પ્રધાન પુરૂષ લહીએ । તે પર મૂળપ્રકૃતિ પુરૂષ, તેથી પર અક્ષર સુજશ ।।૫।। અક્ષર પર પુરૂષોત્તમ જેહ, તેણે ધર્યું મનુષ્યનું દેહ । તેનું દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહુ વિચારોને મનમાંથી ।।૬।। જે છે મન વાણીને અગમ, તે તો આજ થયા છે સુગમ । અતિ દુર્લભ દર્શન જેનાં, કહું છું આ ચરિત્ર હું તેનાં ।।૭।। જે કોઇ જાણે અજાણ્યે સાંભળશે, તેના જન્મમરણ તાપ ટળશે । જે કોઇ સમજે જથારથ જન, તેનું થાશે તેજોમય તન ।।૮।। માહાત્મ્ય સહિત સમજશે સ્વરૂપ, તે તન મુક્તાં અક્ષરરૂપ । છેતો વાત મોટી એવી ઘણી, નાવે પ્રતીત કહેતાં તે તણી ।।૯।। પણ જાણ્યે અજાણ્યે જે જન, કરશે મહાપ્રભુનાં દર્શન । વળી સુણશે આ લીળા ચરિત્ર, તે નર થાશે નિશ્ચય પવિત્ર ।।૧૦।। માટે કહું છું […] read more
0 Views : 152
Powered By Indic IME