આળ પંપાળમાં આવરદા ન ખોવીજી, એ પણ વાત વિચારીને જોવીજી હીરો હાથ આવ્યે ધુડ્યને ન ધોવીજી, દિનમાં સૂઈ રહી રાત ન ડોવીજી દિનમાંહી હીંડે મારગ મળે, રાતમાંય ઘણું રડવડિયે ।। તેમ પ્રગટ મૂકીને પરોક્ષ ભજતાં, કહો પાર એમાં કાંઈ પડિયે ।। ર ।। જેમ કોઈ ફૂલવાડીનાં ફૂલ મેલી, આકાશ ફૂલની આશા કરે ।। પાર વિના પરિશ્રમ પડે, સાર થોડું જ મળે સરે ।। ૩ ।। તેમ પ્રગટ પ્રભુને પરહરી, પરોક્ષમાં કરે પ્રતીત ।। તે તો પીયુષનો ચરુ પરહરી, કરી છાશ પીવા ચાહે ચિત્ત ।। ૪ ।। ટાણે ટેવ રાખી નહિ, કરે કટાંણે કોઈ ઉદ્યમ ।। તેમાં ન પડે પાંસરું, પડે તેમાં તે પૂરણ શ્રમ ।। પ ।। માટે સમો સાચવવો, પ્રગટશું કરવી પ્રીત ।। તો પૂરણ તક પાકે ખરી, વળી થાય જગતમાંહી જીત ।। ૬ ।। એટલું કર્યું તો સર્વે કર્યું, કેડે કરવું ન રહ્યું કાંઈ ।। મનુષ્ય દેહનો લાભ મળ્યો, આવી આ ભવમાંઈ ।। ૭ ।। સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત એહ જ, રે’વું પ્રગટ પ્રભુ પરાયણ ।। મન વચન કર્મે કરી, ભજવા સ્વામિનારાયણ ।। ૮ ।। એહ ઠીક ઠેરાવી વાત અંતરે, પછી રે’વું નિર્ભય નચિંત ।। એટલું સમજે સર્વે સમજયા, સમજાણી સનાતન રીત ।। ૯ ।। મળ્યો મારગ મહાસુખનો, જેમાં દુઃખ નહિ લવલેશ નિષ્કુળાનંદ ।। નકી એ વારતા, માનવો મોટાનો […]
read more