રાગ :- ધન્યાશ્રી પ્રભુ પ્રસન્ન કરવા કરે છે ઉપાયજી, જુજવા જુજવા આ જગમાંયજી । જેવી રુચિ જનની જેવો અભિપ્રાયજી, તે વિના બીજું કરે નહિ કાંયજી ।।૧।। રાગ :- ઢાળ કરે નહિ બીજું કોઈ દિન, કરે તેમ માન્યું જેમ મન । મતિ ન પોતી વૈરાગ્ય વિના, વણ સમઝે આદરે સાધન ।।ર।। કોઈ કહે જપે હરિ રીઝશે, કોઈ કહે તપે તતકાળ । કોઈ કહે તર્ત તીર્થથી, રાજી થાશે દીનદયાળ ।।૩।। કોઈ કહે જોગ જગ્ન કરતાં, પ્રસન્ન થાશે પરબ્રહ્મ । કોઈ કહે વ્રત નિયમ રાખતાં, શ્રીહરિ થાશે સુગમ ।।૪।। કોઈ કહે કરવત લીધે, સિધે કમળ પૂજાથી કામ । કોઈ કહે પા’ડ ચઢી પડતાં, રાજી થાય શ્રીહરિ શ્યામ ।।પ।। કોઈ કહે હિમાળે હાડ ગાળે, બાળે દાવાનળે દેહ । તો જરુર રાજી થાશે જીવન, એહ વાતમાં નથી સંદેહ ।।૬।। કોઈ કહે ધન ત્રિયા ત્યાગે, ત્યાગે ઘર કરે વનવાસ । કોઈ કહે વેષ કેશ વધારે, કોઈ કહે ફરે ઉદાસ ।। કોઈ કહે દિગંબર અન્ન અલુણે, કોઈ કહે ફળ દળ જળપાન । કોઈ કહે પય પવન પીતાં, કેમ રાજી ન થાય ભગવાન ।।૮।। કોઈ કહે મુખે મુન્ય ગ્રહીએ, રહીયે અણવાણ અહોનિશ । કોઈ કહે પંચઅગ્નિ તાપી, રાજી કરીયે જગદીશ ।।૯।। એહ વિના અનેક ઉપાયે, રાજી કરવા ઈચ્છે છે રામ । નિષ્કુલાનંદ એ ભકત ભલા, પણ નકી નથી […]
read more