Last Updated:
May 5, 2025

Click here to submit your article
પદ્ય
Per Page :

હરિબળગીતા કડવું:- ૧૪

ભવ બ્રહ્માને આવી ગઈ ભૂલજી, ખરી ખોવાણી લાજ અમૂલજી । ત્યારે સુર અસુરનાં શિયાં શૂલજી, અંતર અરિ આગે ન રહી કેની ફુલજી ।।૧।। ઢાળ- અંતઃશત્રુ અજીત છે, પળે પળે પાડેછે ફેર । હમેશ હરિભકતપણું, રે’વા ન દિયે કોયવેર ।।ર।। ક્ષણક્ષણમાં ખોટા ખરા, ઘણા ઘણા ઘડે છે ઘાટ । તેણે કરી ત્રિલોકમાં, નાના મોટા એકવાટ ।।૩।। કામ ક્રોધ લોભે વળી, લીધી નહિ કેની લાજ ?। ઓશિયાળા સહુ અંતરે, રહે નર અમર સુરરાજ ।।૪।। વિકટ છે એહ વારતા, હરિભકત રે’વું હમેશ । દાઘ ન લાગે દલમાં, કામ ક્રોધ લોભનો લેશ ।।પ।। મોટા મેશના મંદિરમાં, વસવું શ્વેત વસન । લાગે નહિ મેશ લુગડે, એવા તો કોઈક જન ।।૬।। વેરિને વાસે વસવું, વળી રાખવી ઉગરવા આશ । કુશળ નર તે કેમ રહે, વે’લો મોડો થાય વણાસ ।।૭।। અદોષ રેવું એહથી, એવી સુણી નહિ કોઈ રીત । નિષ્કુલાનંદ એ નવું નથી, સહુ વિચારી જુવો ચિત્ત ।।૮।। કડવું ।।૧૪।। read more
0 Views : 143

હરિબળગીતા કડવું:- ૧પ

પંચ વિષય છે સહુનું પોષણજી, જેમ જન જીવે ખાઈ અન્નકણજી । પલ જળ ફળ દલદાર તૃણજી, વણ પોષણે પામે પ્રાણી મરણજી ।।૧।। ઢાળ- પોષણ વિના પ્રાણીના, પ્રાણ રે’વા નહિ કોઈ રીત । તેમ લોભાદિક લાગી રહ્યા, કોઈ બળે ન ટળે અજીત ।।ર।। કાઢી કાઢી જાય કાઢવા, ત્યાગી ત્યાગી કરવા ત્યાગ । મુવા સુધી મૂકે નહિ, ભીંતરમાંથી એ ભાગ ।।૩।। બહુ બળ એહ ઉપરે, કરે કોઈક જન અતિ । પો’ચે નહિ દન પાછળે, એમ સમઝવું શુભમતિ ।।૪।। અંડજ જેમ ઉંચા ચઢી, ઈચ્છે અડવા વળી આકાશ । પો’ચે કઈ પેર પંખિયાં, જેનો વૃક્ષ પર છે વાસ ।।પ।। તેમ વિષયથી વેગળાં, નવ રહે કોઈ નિરધાર । એવી ખોટ્ય ખોળતાં, કોઈ હોય નહિ ભવપાર ।।૬।। દૈહિક દોષ દેહમાં, જે રહ્યા છે એકતાર । તેને શોધી શુદ્ધ કરતાં, લાગે સહુને વાર ।।૭।। માટે મોટો માનવો, મને પ્રભુજીનો પ્રતાપ । નિષ્કુલાનંદ ન કરવો, અંતરમાંહિ ઉતાપ ।।૮।। કડવું ।। ૧પ।। read more
0 Views : 150

હરિબળગીતા કડવું:- ૧૬

મેલી પ્રતાપ ઘનશ્યામનો ઘણોજી, લિયે આશરો સાધન તણોજી । માને મહિમા તેમાં આપણોજી, બીજા કોઈ ગણો કે ન ગણોજી ।।૧।। ઢાળ- ગણો કે કોઈ નવ ગણો, પણ નિજ પ્રતાપ માને મને । જોર મૂકી જગદીશનું, સુખ માને કરી સાધને ।।ર।। સાધને કરી સ્વર્ગ લોકમાં, જાતો હતો નહૂષ નરેશ । શચીપતિયે પૂછીયું, ત્યારે કહ્યું ન કહ્યું લેશ ।।૩।। ત્યારે અમરેશે એમ કહ્યું, પુછે આરતવાન કોઈ આવીને । જથારથ તેને જણાવવું, ભાળી ભકત ભાવિકને ।।૪।। ત્યારે નહૂષ કહે અન્નકણ ગણે, ભૂરજ ઉડુ આકાશ । વનપાત ગાતરોમાવલી, કરે કોઈ તેનો તપાસ ।।પ।। પણ મારા પુન્યનો, ન થાય કોણે નિરધાર । એમ કે’તાં મોટપ આપણી, પડયો પૃથ્વી મોઝાર ।।૬।। મેલી પ્રતાપ મહારાજનો, અને ગાયો પોતાનો ગુણ । આજ પહેલાં પડયાં કંઈ, કહોને તે તર્યો કુણ ।।૭।। માટે ભરોસોં ભગવાનનો, રાખવો અતિશય ઉર । નિષ્કુલાનંદ એહ વારતા, અચળ જાણો જરૂર ।।૮।।કડવું ।।૧૬।। read more
0 Views : 191

હરિબળગીતા પદ:- ૪

રાગ:-  રામગ્રી – મનરે માન્યું નંદલાલશું, જોઈ પાઘ પેચાળી એ ઢાળ છે અચળ ભરોંસો ભગવાનનો, જોઈએ જનને જાણો । એહ વિના બીજી વારતા, પાંપળાં પ્રમાણો; અચળ૦ ।।૧।। હરિપ્રતાપ હૈયાથકી, ન મટાડવો માનો । સમર્થ સમઝવા સ્વામીને, જોવો દોષ પોતાનો; અચળ૦ ।।ર।। સરસ ન થાવું સંતથી, રે’વું દાસનાદાસ । દીન જાણી દયા કરે, હરે તન મન ત્રાસ; અચળ૦ ।।૩।। એહ વારતા અનુપમ છે, નિરવિઘન નિહાળો । નિષ્કુલાનંદ બીજી વારતા, ભરી વિઘને ભાળો; અચળ૦ ।૪। પદ ।।૪।। read more
0 Views : 169

હરિબળગીતા કડવું:- ૧૭

નિરવિઘન છે નાથનું શરણજી, નિજસેવકને સદા સુખકરણજી । જોગ અજોગ થયું હોય આચરણજી, તેહના અઘના ઓઘનું હરણજી।।૧।। ઢાળ- હરે અઘના ઓઘને, છે એવું પરમ પાવન । જેજે જનએને આશર્યા, તે સર્વે થયા ધન્ય ધન્ય ।।ર।। ગોપીને ગોવાળ બાળ,ગાય ગોધા ને વત્સ વળી । અઘાસુર બકાસુર ને બકી, એહ આદ્યે બીજાં મળી ।।૩।। કુબજયા વળી કંસ આદિ, શાલવ ને શિશુપાળ । એવાને અભય આપ્યું, બીજો એવો કોણ દયાળ ।।૪।। પાંડવ ને પાંચાલી વળી, કુંતાસમ નહિ કોય । સૌનું શાસ્ત્રમાંહિ સાંભળ્યું, નેક નિર્દોષ ન હોય ।।પ।। સુણી પુરાણે પરીક્ષા કરી, જાણું યથાર્થ જરૂર । કલંક રહિત કોઈ નહિ, કોણ ભકત અભકત અસુર ।।૬।। પણ જેને સંબંધ શ્રી હરિતણો, તે પામ્યા પદ નિર્વાણ । એહ આદિ અનેક એવા, તેનું કેમ ન કહીયે કલ્યાણ ।।૭।। દાસ અદાસના દોષને, જયારે જુવે જગજીવન । નિષ્કુલાનંદ હરિધામને, પામે નહિ કોઈ જન ।।૮।। કડવું ।।૧૭।। read more
0 Views : 129

હરિબળગીતા કડવું:- ૧૮

અઘાસુર બકાસુર ને બકીજી, એહ તો અસુર ખરા ધરથકીજી । શાલવ ને શિશુપાળ ક્રોધકીજી, એહનું કલ્યાણ નવ જોઈએ નકીજી ।।૧।। ઢાળ- નકી ન જોઈએ કલ્યાણ એનું, જોઈએ નિશ્ચે નરકમાંહિ વાસ । તે પણ સમાવ્યા તેજમાં, એવા છે  વિનાશ ।।ર।। જેમ ભૂંડા ભૂંડાઈ નવ તજે, ભલા તજે નહિ ભલાઈ । તેમ દયા દયાળમાં, સહી રહી છે સદાઈ ।।૩।। નવ જુવે જનની કરણી, જુવે નિજ મોટપ્ય જગદીશ, આવે અઘવંત આશરે । તેના ગુન્હા કરે બક્ષીસ ।।૪।। ટળે નહિ એહ ટેવ પડી, પાપીનાં પ્રજાળવા પાપ । એહ અર્થે નરતન ધરી, હરી આવે અવનિયે આપ ।।પ।। મહા અઘહર મૂરતિ, જેહ જને જોઈ ઝાંખી કરી । તે જન્મ મરણની જાળમાં, નિશ્ચે નર ના’વે ફરી ।।૬।। એવા પભુને આશરી, રે’વું મને મગન મસ્તાન । કોઈ રીતે અકાજ આપણું, નહિ થાય નિદાન ।।૭।। શરણ લઈ ઘનશ્યામનું, શાને કરવો સંશય શોક । નિષ્કુલાનંદ નિશ્ચે પામશું, ગુણાતીત જે ગોલોક ।।૮।।કડવું ।।૧૮।। read more
0 Views : 142

હરિબળગીતા કડવું:- ૧૯

વળી કહું એક વારતા સરસજી, પતિવ્રતા જેને એક પુરૂષજી । પંચને પત્ની એક નેક-નરસજી, એમ કહે છે પુરાણ અષ્ટાદશજી ।।૧।। ઢાળ- અષ્ટાદશ આગમમાં, નિર્ણય કર્યો છે નેક । પતિને બહુ પતની, પત્નિને પતી એક ।।ર।। એહ મર્યાદા પુરાણમાં, બાંધી બહુ બળવાન । સહુ સહુને ધર્મે રહી, ભજવા શ્રીભગવાન ।।૩।। ધર્મદ્વેષી હરિધામમાં, નવ પો’ચે નિર્વાણ । પંચાલી આદિ એ પંચનું, કેમ માનવું કલ્યાણ ।।૪।। માટે એ વાત મૂકી દીયો, લિયો હરિ શરણનું જોર । ક્રિયા જોતાં કોઈની, નથી આવતો નોર ।।પ।। પ્રજ્ઞાચક્ષુ પતિ સુણી, કરી ગંધારીએ મન ગોત । તરત નેત્ર મિચિયાં, એવી પતિવ્રતા ઉદ્યોત ।।૬।। પણ શ્રીહરિના સંબંધ વિના, અર્થ ન સર્યો એક । સઠપણે સમજયા વિના, ઠાલી ઝાલી એહ ટેક ।।૭।। એવા જીવ કાંઈ જગતમાં, ઘણું ધર્મવાળા કે’વાય । નિષ્કુલાનંદ કે’ કર્ણદાની, જરાસંઘ બ્રહ્મણ્ય જગમાંય ।।૮।। કડવું ।।૧૯।। read more
0 Views : 155

હરિબળગીતા કડવું:- ર૦

પ્રાચીનર્બિહ નૃપ પ્રસિદ્ધિજી, જેણે યજ્ઞ કર્યા બહુ વિધિજી । અગ્નિકુંડે કરી ભૂમિ ભરી લીધીજી, ન મળી યજ્ઞ જાગ્ય ત્યારે અરજી કીધીજી ।।૧।। ઢાળ- અરજી કીધી અધિપતિ, સુણી આવીયા નારદ સોય । ભલો ભલો તું ભૂપતિ, તુજ જેવો નરેશ ન કોય ।।ર।। ભરી જગને ભૂમિકા, તેમાં હોમ્યાં પશુ હજાર । તે વાટ જુએ છે સ્વર્ગમાંહિ, તને તેમજ કરવા ત્યાર ।।૩।। કે’છે અસમર્થ જાણી અમને, એણે જોરે તે લીધો જીવ । અર્થ સાર્યોે આપણો, એણે કાપી અમારી ગ્રીવ ।।૪।। એહ તું નથી તપાસતો, યજ્ઞસારૂં ગોતે છે જાગ । એહ મોટી મૂરખાઈનો, તું કરને હવે ત્યાગ ।।પ।। એવું સુણી નારદથી, ભૂલ્ય મુકી દીધી ભૂપાળ । યજ્ઞનું ફળ જોઈને, તેમજ કર્યું તત્કાળ ।।૬।। માટે મેલી મદત મહારાજની, જાણે નિજ કર્તવ્યનું જોર । જેમ લાગે લાલ માલ નહિ, જેવાં શિયાળ બગાંમણાં બોર ।।૭।। સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત છે, હૃડ્ડે રાખવું હરિ ૬ઉપરાળ । નિષ્કુલાનંદ એહ વારતા, છે સુખદાયી સદાકાળ ।।૮।। કડવું ।।ર૦।। read more
0 Views : 129
Powered By Indic IME