મનના માનેલ માવરે, આવો વાલા મનના માનેલ માવ રે… આવો૦ ટેક અમે અબળા વાલા દાસ તમારા રે, અમ પર આવડલો શ્યો દાવ રે… આવો. ૧ મોતિડાં વેરાવું વાલા ચોક પૂરાવું રે, દૂધડે પખાળું તારા પાવ રે… આવો. ૨ એક વાર વાલા મારે મંદિર પધારો રે, જોવા મારા દલડાંનો ભાવ રે… આવો. ૩ પ્રેમાનંદના શ્યામ મનોહર, દીધું જીવન કેરું દાન રે… આવો. ૪
read more