એક વાર કહે જે,‘અવતાર-અવતારીનો ભેદ કેમ સમજવો ?’ત્યારે એક જણે કહ્યું જે,‘ભવાયો ને વેષ.’ ત્યારે પોતે કહ્યું જે,‘અવતાર-અવતારીનો ભેદ એમ નહિ, રાજા ને રાજાનો ઉમરાવ, તીર ને તીરનો નાખનારો, ને તારા ને ચંદ્રમા, એમ ભેદ જાણવો.’ ।।૩૪।। read more
વાદી પણ ત્રણ પ્રકારના થાય છે. તેમાં સાધારણ વાદી તો સર્પ પકડાય તો પકડે, ને ફૂલવાદી તો સર્પને પકડવા જાયને ન પકડાય તો ચીંથરે કરીને ચીરી નાખે , ને ગારુડી તો મોટા મણિધર સરખાને પણ પકડીને આગળ નચાવે, એમ ભેદ છે. તેમ આ ગારુડીની પેઠે નચાવે એવા છે. ।।૩૫।। read more
એક વાર વડતાલમાં બે આચાર્ય ભેગા થયા, ત્યારે પુરુષોત્તમપણાનો વિવાદ થયો. ત્યારે સ્વામી કહેઃ ‘મેં કહ્યું જે, ખજાનો કેને દેખાડ્યો છે ? ઘણું બીજા સાથે હેત હોય તેને પણ દેખાડ્યો છે ? નથી દેખાડ્યો. અને અમને તો સ્વામિનારાયણે કાનમાં મંત્ર મૂકયો છે જે, ‘અમે તો સર્વોપરી ભગવાન છઈએ.’ માટે તેને બીજા અવતાર જેવા કેમ કહીએ ? પછી તો રાજી થઇને ઊઠી નીકળ્યા. ।।૩૬।। read more
મહારાજે એમ કહ્યું જે, ‘જયારે ઇન્દ્ર કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય દેવતા જેવા થાય; અને બ્રહ્મા કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય ઇન્દ્ર જેવા થાય; અને વૈરાટ આવે ત્યારે એના શિષ્ય બ્રહ્મા જેવા થાય છે; ને પ્રધાનપુરુષ જયારે કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય વૈરાટ જેવા થાય; ને પુરુષ જયારે કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય પ્રધાનપુરુષ જેવા થાય; ને અક્ષર આવે ત્યારે તેના શિષ્ય પુરુષ જેવા થાય; ને પુરુષોત્તમ કલ્યાણ કરવા આવે ત્યારે તેના શિષ્ય અક્ષર જેવા થાય; માટે અક્ષર આગળ તો કોઇ અવતારાદિકનું સમર્થપણું હોતું નથી.’એમ કહ્યું. ।।૩૭।। read more
સર્વોપરી પુરુષોત્તમપણું સમજવું. તે હમણાં અચિંત્યાનંદબ્રહ્મચારી પાસે અમે ગ્રંથ કરાવ્યો, તેમાં સંપૂર્ણ પુરુષોત્તમપણું નાખ્યું છે. અને એક જણે રામકથા વાંચી, તે શું સાત કાંડમાં કયાયં સ્વામિનારાયણનો મોવાળો પણ છે? એમાં શું વાંચવું? એનો તો સૌને નિશ્ચય છે જ, પણ આ પુરુષોત્તમનો જ કરવો એ વાત કઠણ છે. એકવાર સમૈયામાં ભગવદ્ગીતાની કથા કરી.તેની પણ રાતના બાર વાગે વાત કરી ને કહ્યું જે,‘એમાં શું વાંચે છે? એમાં મહારાજનું કાઇં આવે છે? એ તો શું કરીએ? સૌને એ વાતની તાણ, તે કરે છે.’ ।।૩૮।। read more
મહારાજે વડતાલમાં સર્વે હરિજન આગળ સભામાં કહ્યું જે,‘આ ચરણારવિંદની વૈરાટપુરુષે પચાસ વર્ષ ને દોઢ પહોર દિવસ સુધી સ્તુતિ કરી ત્યારે આ બ્રહ્માડં માં પધાર્યા છે’ એવી ઘણી વાતો કરી તે ત્યાનાં હોય તે જાણે પણ બીજા ન જાણે. ।।૩૯।। read more
સમૈયો હતો ત્યારે સત્સંગી સર્વે આવેલા; તેણે કહ્યું જે,‘અહો મહારાજ ! જેવી ગોપી-ગોવાળને પ્રાપ્તિ થઇ હતી તેવી અમને થઇ છે.’ ત્યારે મહારાજ કહેઃ ‘ના ના, ગોપી-ગોવાળને જે મળ્યા હતા તેના ભકતને તો આ ભગવાનનાં હજી દર્શન પણ નથી થયાં. ને તમારે તો બહુ મોટી પ્રાપ્તિ થઇ છે. ।।૪૧।। read more