Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ર૦૬

અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. ।।૨૦૬।। read more
0 Views : 1281

શિક્ષાપત્રી શ્લોક – ર૦૭

અને જે બાઇ ભાઇ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બાહેર છે એમ અમારા સંપ્રદાયવાળા  સ્ત્રી પુરુષ તેમણે જાણવું. ।।૨૦૭।। read more
0 Views : 1273

શિક્ષાપત્રી શ્લોક – ર૦૮

અને અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો અને જેને ભણતા આવડતું ન હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું.।।૨૦૮।। read more
0 Views : 1260

શિક્ષાપત્રી શ્લોક – ર૦૯

અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઇ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આશિક્ષાપત્રીની પૂજા કરવી અને આ જે અમારી વાણી તે અમારું સ્વરુપ છે એ રીતે પરમ આદર થકી માનવી. ।।૨૦૯।। read more
0 Views : 1258

શિક્ષાપત્રી શ્લોક – ર૧૦

અને આ જે અમારી શિક્ષાપત્રી તે જે તે દૈવી સંપદાએ કરીને યુકત જે જન હોય તેને આપવી અને જે જન આસુરી સંપદાએે કરીને યુકત હોય તેને તો કયારેય ન આપવી. ।।૨૧૦।। read more
0 Views : 1265

શિક્ષાપત્રી શ્લોક – ર૧૧

સંવત્ ૧૮૮૨ અઢારસો બ્યાસીના મહા સુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમેલખી છે તે પરમ કલ્યાણકારી છે. ।।૨૧૧।। read more
0 Views : 1311

શિક્ષાપત્રી શ્લોક – ર૧ર

નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા સધર્મભકતેરવનં વિધાતા। દાતા સુખાનાં મનસેપ્સિતાનાંતનોતુ કૃષ્ણોઽખિલમંગલં નઃ ।। અને પોતાના આશ્રિત જે ભકતજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભકિત તેની રક્ષાનાં કરનારા એવા ને પોતાના ભકતજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્ણ ભગવાનતે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો.।।૨૧૨।। ઇતિ શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય નિત્યાનંદમુનિ લિખિતા શિક્ષાપત્રી ટીકા સમાપ્તા ।। read more
0 Views : 1374

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧

સ્વામીએ એક દિવસ વાત કરી જે, જયારે હું પૂર્વાશ્રમમાં હતો, ત્યારે મને ખભે એક મોટું ગૂમડું થયું હતું. તેની પીડા ઘણી થઇ, તે વખતે જાગ્રતમાં અર્ધરાત્રીને સમે મહારાજ પધાર્યાને મને દર્શન દીધાં; તે પીળું પિતાંબર પહેર્યું હતું ને બીજું રાતું પિતાંબર ઓઢ્યું હતું ને મસ્તક ઉપર દક્ષિણી પાઘ ધારી હતી ને લલાટને વિષે કેસર-ચંદનની અર્ચા સહિત કુંકુમનો ચાંદલો શોભી રહ્યો હતો ને ચાંખડીઓ ઉપર ચડ્યા હતા; એવી શોભાને જોઇને મારી વૃત્તિ તો તે મૂર્તિમાં પરોવાઇ ગઇ ને પછી ગૂમડું ફૂટી ગયું ને પીડા પણ ટળી ગઇ. પછી મહારાજ પણ હસીને અદ્રશ્ય થઇ ગયા. પછી તે દહાડેથી તે મૂર્તિ અખંડ દેખાતી;પછી જયારે અલૈયેમોડે મહારાજનાં મેં પ્રથમ દર્શન કર્યા ત્યારે હૃદયમાં દેખાતી જે મૂર્તિ ને આ મૂર્તિ તે બેય એક થઇ ગઇ એવું જોઇને મહારાજને સર્વ કારણના કારણ ને સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ સમજીને મેં મહારાજનો સર્વોત્કૃષ્ટ નિશ્ચય કર્યો. ।।૧।। read more
0 Views : 1709
Powered By Indic IME