Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧ર૬

અને પોતાના જે શિષ્ય તેમણે ધર્મનિમિત્તે પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહિ અને તે અન્ન જુનું થાય તો તે જુનું કોઇકને દઇને નવું લેવું અને એવી રીતે જે જુનાનું નવું કરવું તે વેચ્યું ન કહેવાય. ।।૧૨૬।। read more
0 Views : 99

શિક્ષાપત્રી શ્લોક – ૧ર૭

અને ભાદરવા સુદી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી. ।।૧૨૭।। read more
0 Views : 111

શિક્ષાપત્રી શ્લોક – ૧ર૮

અને અમારે આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિષે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુ જનને દીક્ષા આપવી. ।।૧૨૮।। read more
0 Views : 105

શિક્ષાપત્રી શ્લોક – ૧ર૯

અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિષે રાખવા અને સાધુને આદર થકી માનવા તથા સચ્છાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો. ।।૧૨૯।। read more
0 Views : 90

શિક્ષાપત્રી શ્લોક – ૧૩૦

અને મોટાં જે મંદિર તેમને વિષે અમે સ્થાપન કર્યા એવા જે શ્રી લક્ષ્મીનારાયણ આદિક શ્રીકૃષ્ણનાં સ્વરૂપ તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી. ।।૧૩૦।। read more
0 Views : 101

શિક્ષાપત્રી શ્લોક – ૧૩૧

અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હર કોઇ અન્નાર્થી મનુષ્ય તેની પોતાનાં સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદર થકી સંભાવના કરવી. ।।૧૩૧।। read more
0 Views : 110

શિક્ષાપત્રી શ્લોક – ૧૩ર

અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિષે સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી. કેમ જે, વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. ।।૧૩૨।। read more
0 Views : 97

શિક્ષાપત્રી શ્લોક – ૧૩૩

અને હવે એ અયોધ્યાપ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ શ્રીકૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષને ન કરવો. ।।૧૩૩।। read more
0 Views : 104
Powered By Indic IME