Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

ગઢડા મઘ્ય ૧૩ : તેજનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ વદિ અમાવાસ્‍યાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ચાકળા ઉપર  વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી ચાદર ઓઢી હતી, ને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પોતાના બે ભુજ ઉચા ઉપાડીને સર્વેને છાના રાખ્‍યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્‍તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્‍યે શ્રીજીમહારાજ એમ બોલતા હવા જે, ” હે સંતો ! જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો, ને આ એક વાત કરૂં છું તે સર્વે ચિત્ત દઇને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કાંઇ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારૂં નથી કરવી. એતો એમ જાણીએ છીએ જે, ‘આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઇને સમજાઇ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય,’ તે સારૂં કરીએ છીએ. અને આજે વાત છે તે મારી દીઠેલ છે ને મારાઅનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે, મારે સહજ સ્‍વભાવે એમ વર્તે છે જે, આ […] read more
0 Views : 260

ગઢડા મઘ્ય ૧૪ : નિર્વિકલ્પ સમાધિનું

સંવત્ ૧૮૭૮ ના ભાદરવા શુદિ ૧ પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર પાસે ઉત્તરાદે બારણે ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા, ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી. ને મસ્‍તક ઉપર શ્વેત ફેંટો બાંઘ્‍યો હતો, ને ફેંટા ઉપર રાતા કર્ણિકારના પુષ્પનું છોગું વિરાજમાન હતું, અને સુંદર કુંકુમનો ચાંદલો ભાલને વિષે વિરાજમાન હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્વામીએ પુછયું જે, “ભગવાનના સ્‍વરૂપને વિષે જે સંત તદાત્‍મકપણાને પામે છે તે સમાધિએ કરીને પામે છે કે એનો કોઇ બીજો પણ ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ” જેણે ભગવાનનું સ્‍વરૂપ જેવું કાલે અમે કહ્યું તેવું યથાર્થ જાણ્‍યું હોય ને તેમાં કોઇ જાતનું ઉત્‍થાન રહ્યું ન હોય; જેમ આ લીંબડાનું વૃક્ષ છે તે એક વાર જાણી લીધું છે પછી કોઇ રીતે મનમાં સંકલ્‍પ થતો નથી, જે લીંબડો હશે કે નહિ હોય ? એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવાં શાસ્ત્ર સાંભળે પણ કોઇ રીતે કરીને ભગવાનના સ્‍વરૂપનો જે નિશ્વય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહિ, એવો જે નિરૂત્‍થાનપણે ભગવાનનો નિશ્વય એને અમે તદાત્‍મકપણું કહીએ છીએ, અને એવું જે એ તદાત્‍મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે પણ કેવળ સમાધિએ કરીને નથી […] read more
0 Views : 332

ગઢડા મઘ્ય ૧૫ : સ્વભાવને વિષે શત્રુપણું રાખ્યાનું

સંવત્ ૧૮૭૮ ના ભાદરવા શુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ચાકળો નંખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસને પ્રશ્ર્ન પુછયો જે, “ગમે તેવો કઠણ સ્‍વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્‍વભાવનો નાશ થઇ જાય અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્‍વભાવ હોય તે ટળે નહિ એવો તે કયો વિચાર છે, તે જેને જેમ સમજાતું હોય તે તેમ કહો? પછી પરમહંસમાં જેમ જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું, પણ યથાર્થ કોઇથી કહેવાયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો અમે કહીએ જે,” “જેમ બાહેર કોઇક પોતાનો શત્રુ હોય તે આપણું કાંઇક કામ થતું હોય તેને બગાડી દે અથવા પોતાની મા-બેન સામી ગાળો દે, તેનો જેમ અતિશે અભાવ આવે છે અને જે ઉપાયે કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે અથવા કોઇક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશે રાજી થવાય છે, તેમ જે મોક્ષને અર્થે યત્‍ન કરતા હોય ને તેમાં જે કામક્રોધાદિક માંહેલો શત્રુ વિઘ્‍ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈરબુદ્ધિ થાય અને તેનો ખટકો કયારેય પણ ટળે નહિ. એવો વિચાર જેને […] read more
0 Views : 240

ગઢડા મઘ્ય ૧૬ : સ્વરૂપનિષ્ઠા ને ધર્મનિષ્ઠાનું

સંવત્ ૧૮૭૮ ના ભાદરવા શુદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરપાસે પાટ ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “એક તો અર્જુનની પેઠે જે સ્‍વરૂપનિષ્‍ઠા અને બીજી યુધિષ્‍ઠિરની પેઠે જે ધર્મનિષ્‍ઠા એ બે નિષ્‍ઠા છે, તેમાંથી જે સ્‍વરૂપનિષ્‍ઠાનું બળ રાખે તેને ધર્મનિષ્‍ઠા મોળી પડી જાય છે, અને જે ધર્મનિષ્‍ઠાનું બળ રાખે તેને સ્‍વરૂપનિષ્‍ઠા મોળી પડી જાય છે. માટે એવો શો ઉપાય છે જે જેણે કરીને એ બેમાંથી એકે નિષ્ઠા મોળી ન પડે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે,   પૃથ્‍વીનો ને ધર્મનો શ્રીમદ્ભાગવતના પ્રથમ સ્‍કંધને વિષે સંવાદ છે તેમાં એમ કહ્યું છે જે, ‘સત્‍ય-શૌચાદિક જે કલ્‍યાણકારી એવા ઓગણચાળીસ ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્‍વરૂપ છે.’ માટે સર્વેધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે, તે સારૂં ભગવાનને ધર્મધુરંધર કહ્યા છે. અને વળી શ્રીમદ્ભાગવતના પ્રથમ સ્‍કંધને વિષે શૌનકાદિક ઋષિએ સૂતપુરાણીને પુછયું છે જે, ‘ ધર્મના બખતરરૂપ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે અંતધર્ાન થયા પછી ધર્મ કેને શરણે રહ્યો ?’ માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને જ આશરે રહે છે. તે સારૂં જે ભગવાનની મૂર્તિને વિષે નિષ્‍ઠા રાખે તેને ભગવાનનું સ્‍વરૂપ હૃદયમાં રહે, એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે. માટે જે […] read more
0 Views : 285

ગઢડા મઘ્ય ૧૭ : ભગવાનના સ્વરૂપમાં તત્ત્વોનું – સ્થિતપ્રજ્ઞનું

સંવત્ ૧૮૭૮ ના આસો વદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરને સમીપે ઓરડાની  ઓસરીએ સિંહાસન ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પોતાની આગળ મશાલ બે બળતી હતી. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, અને કીર્તન ગવાતાં હતાં. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “કીર્તન ગાવવાં રહેવા દ્યો, પ્રશ્ર્ન ઉત્તર કરીએ.” પછી સર્વે મુનિ બોલ્‍યા જે, “ઘણું સારૂં મહારાજ.” પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનનું સ્‍વરૂપ છે તેને કોઇક ભક્ત તો માયાનાં ચોવીશ તત્ત્વે સહિત સમજે છે અને કોઇક ભક્ત તો માયાના તત્ત્વે રહિત કેવળ ચૈતન્‍યમય ભગવાનનું સ્‍વરૂપ સમજે છે, એ બે પ્રકારના ભક્ત છે તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી ?” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “જે ભગવાનને વિષે માયિક ચોવીશ તત્ત્વ સમજે એની સમજણ ઠીક નથી, અને ભગવાનનું સ્‍વરૂપ માયાના તત્ત્વે રહિત કેવળ ચૈતન્‍યમય સમજે તેની સમજણ ઠીક છે.” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “સાંખ્‍યવાળે ચોવીશ તત્ત્વ કહ્યાં છે તે સાંખ્‍યને મતે ત્રેવીશ તત્ત્વ ને ચોવીશમો ક્ષેત્રજ્ઞ જે જીવ ઇશ્વરરૂપ ચૈતન્‍ય છે, તે એ રીતે ચોવીશ તત્ત્વ કહ્યાં છે. કેમ જે, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞને તો અન્‍યોન્‍ય આશ્રયપણું છે, તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહિ ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહિ. […] read more
0 Views : 276

ગઢડા મઘ્ય ૧૮ : નાસ્તિક અને શુષ્ક વેદાંતીનું

સંવત્ ૧૮૭૮ ના માગસર વદિ ૬ છઠને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગાદી તકીયા નંખાવીને વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢીને તે ઉપર બુટ્ટાદાર રજાઇ ઓઢી હતી, અને મસ્‍તક ઉપર ધોળો ફેંટો વિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પોતાની આગળ પ્રાગજી દવે કથા કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું જે, આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે, તે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કયો છે તો ‘જેને પરમેશ્વરની ભકિત નહિ, અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્ત વત્‍સલ છે, પતિતપાવન છે, અધમ ઉદ્ધારણ છે, એવો પણ ભગવાનની કોરનો જેના હૈયામાં વિશ્વાસ નહિ.’ તે એવા તો આ સંસારમાં બે મત છે, એક તો નાસ્‍તિકનો ને બીજો શુષ્ક વેદાંતિનો. એ બે અતિ કુસંગ છે. અને પંચ મહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઇ કાળે છુટકો થાય. તથા બાળહત્‍યા, ગૌહત્‍યા, સ્‍ત્રીહત્‍યા ઇત્‍યાદિક જે મોટાં પાપ તેના કરનારનો પણ કોઇ કાળે છુટકો થાય ખરો, પણ એ બે મતની જેને પ્રતીતિ આવી તેનો કોઇ કાળે છુટકો થાય નહિ; શા માટે જે, એની સમજણ વેદ, શાસ્ત્ર અને પુરાણ તે થકી ઉધી છે. તેમાં નાસ્‍તિક તો એમ […] read more
0 Views : 269

ગઢડા મઘ્ય ૧૯ : શુષ્ક વેદાંતના ગ્રંથનું શ્રવણ કરી દિલગીર થઈ કાગળ લખ્યાનું

સંવત્ ૧૮૭૮ ના માગશર વદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પરમહંસને ઉતારે દિવસ ઉગ્‍યા સમે પધાર્યા હતા. પછી ત્‍યાં આવીને ગાદી તકીયા ઉપર ઉદાસ થઇને બેઠા, તે કોઇને બોલાવે પણ નહિ અને કોઇ સામું જુએ પણ નહિ. અને મસ્‍તક ઉપર ધોળો ફેંટો બાંઘ્‍યો હતો તે છુટીને શિથિલ થઇ ગયો તેને પણ સંભાળે નહિ. એવી રીતે એક ઘડી સુધી અતિશે ઉદાસ થઇને બેસી રહ્યા અને નેત્રમાંથી જળ પડવા લાગ્‍યાં. પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, “અમે શુષ્ક જ્ઞાનીનો મત જાણવા સારૂં તેના શાસ્ત્રનું શ્રવણ કર્યું, તે શ્રવણ માત્રે કરીને જ અમારા અંતરમાં આવો ઉદ્વેગ થઇ આવ્‍યો. કેમ જે, જે શુષ્કવેદાંતશાસ્ત્રને શ્રવણે કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઇ જાય છે, અને હૈયામાં સમભાવ આવી જાય છે, એટલે અન્‍ય દેવની પણ ઉપાસના થઇ જાય છે. અને તે શુષ્કવેદાંતિના વચનને જે સાંભળે તેની બુઘ્‍ધિ અતિશે ભ્રષ્‍ટ થઇ જાય છે.  અને અમે તો કાંઇક પ્રયોજન સારૂં શુષ્કવેદાંતની વાત સાંભળી હશે તેણે કરીને પણ હવે અમારે શોક ધણો થાય છે.” એમ કહીને શ્રીજીમહારાજ સુધા ઉદાસ થઇ ગયા. પછી ઘણી વાર સુધી દીલગીર થઇને પછી પોતાને હાથે નેત્રમાંથી જળ લોઇને એમ બોલ્‍યા જે, “ભગવદ્રીતા ઉપર જે રામાનુજભાષ્ય છે તેની કથા સાંભળીને અમે આજ રાત્રિએ સુતા હતા, પછી અમને સ્‍વપ્ન થયું જે, […] read more
0 Views : 224

ગઢડા મઘ્ય ૨૦ : સમાધિનિષ્ઠને જ્ઞાનશકિત ને ઈન્દ્રિયોની શકિત કેમ વૃદ્ધિ પામે છે ? તેનું

સંવત્ ૧૮૭૮ ના પોષ વદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળો ચોફાળ ઓઢીને તે ઉપર છીંટની રજાઇ ઓઢી હતી, ને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇ ને બેઠી હતી અને પરમહંસ તાલ મૃદંગ વજાડીને કીર્તન બોલતા હતા. પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, “આજ તો અમારા ઉતારામાં અમારી પાસે રહેનારા જે સોમલા ખાચર આદિક હરિભક્ત તેમને અમે એક પ્રશ્ર્ન પુછયો છે, તેનો સર્વે પરમહંસ મળીને ઉત્તર કરો.” પછી પરમહંસે કહ્યું જે, “હે મહારાજ ! એ પ્રશ્ર્ન અમને સંભળાવો.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “સમાધિનિષ્ઠ પુરૂષ થાય છે તેને તો માયા થકી પર સ્‍થ્‍િાતિ થાય છે અને ભગવાનના સ્‍વરૂપનો પણ દઢ સંબંધ રહે છે, માટે એ સમાધિનિષ્‍ઠને તો જ્ઞાનશકિત તથા દેહ ઇન્‍દ્રિયોની શકિત તે વૃદ્ધિ પામી જોઇએ, શા માટે જે, માયા થકી જે ચોવીસ તત્ત્વ થયાં છે તે જડ ચૈતન્‍યરૂપ છે પણ એકલાં જડ ન કહેવાય. તેમ એેકલાં ચૈતન્‍ય પણ ન કહેવાય. અને તે તત્‍વમાં શકિત પણ સરખી ન કહેવાય. ઇન્‍દ્રિયો થકી અંત:કરણમાં જાણપણું વિશેષ છે. અને અંત:કરણ થકી ઇન્‍દ્રિયો અંત:કરણનો દ્રષ્‍ટા જે જીવ તેમાં જ્ઞાન વિશેષ છે. તે જીવને જ્યારે સમાધિ થાય છે ત્‍યારે ઇન્‍દ્રિયો […] read more
0 Views : 255
Powered By Indic IME