Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬ર

તમોગુણીને માન વધારે હોય, રજોગુણીને કામ વધારે હોય અને સત્‍વગુણીને જ્ઞાન વધારે હોય. ૬૨ read more
0 Views : 122

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૩

જ્યારે દુર્યોધનને અને પાંડવને કજીયો થવાનો આદર થયો, ત્‍યારે દુર્યોધન પાસે દૈત્‍ય સર્વે આવીને કહે, જે ‘અમે કૃપાચાર્યમાં, દ્રોણાચર્યમાં, અને ભીષ્મપિતા આદિકમાં પ્રવેશ કરશું માટે યુદ્ધ કર.’ એમ કહ્યું તેમાં કહેવાનું શું છે ? જે આપણામાં કામ કોધ્રાદિક માંહિલા દોષ આવીને પ્રવેશ કરે ત્‍યારે મોટાનો અવગુણ આવે ને ન કરવાનું પણ થાય, ત્‍યારે જાણવું : જે ‘મારામાં દૈત્‍યે પ્રવેશ કર્યો છે પણ હું એવો નથી’ એમ સમજવું. ૬૩ read more
0 Views : 199

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૪

કેટલીક કસર ત્‍યાગ વૈરાગ્‍યે ટળશે કેટલીક કસર જ્ઞાને કરીને ટળશે અને કેટલીક કસર ભકિત કરાવીને ટળાવશું. બાકી છેલ્‍લી વારે રોગ પ્રેરીને પણ શુદ્ધ કરવા છે, પણ કસર રહેવા દેવી નથી. ૬૪ read more
0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬પ

ધર્મશાળા કરવાનું કામ કરાવીએ છીએ તેમાં કહીએ છીએ જે આજ્ઞાએ કરીને ધર્મશાળાઉ તો અનંત કરીએ, પણ તેમાં બંધાવું નહિ, ને બંધાવું તો ભગવાન અને સાધુ એ બેમાં જ બંધાવું. ૬૫ read more
0 Views : 125

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૬

શાસ્ત્રમાં કેટલાક વચન તો સિદ્ધાંરુપ હોય ને કેટલાંક વચન તો કોઇ નિમિત્ત અર્થે હોય, તે સમજી રાખવું. ૬૬ read more
0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૭

શરદ ઋતુમાં આકાશ નિર્મળ જોઇને બોલ્‍યાં જે આવું અંત:કરણ થાય ત્‍યારે જીવ સુખિયો થાય, તેમ સત્‍સંગ કરતાં કરતાં થાય છે. ૬૭ read more
0 Views : 124

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૮

મોટાનો મત એ છે : જે અનેક પ્રકારે દેહદમન કરવું ને ટાઢ, તડકો, ભૂખ, તરસ તેનું  દુ:ખ સહન કરવું પણ કેવળ દેહનું જતન તો કરવુંજ નહિ. ૬૮ read more
0 Views : 128

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૯

નિરંજનાનંદ સ્‍વામી પાસે બેસે તો અંતર ટાઢું થઇ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે, તે કેને સુખ આવે ? તો જેને તેમાં હેત હોય તેને આવે. ૬૯ read more
0 Views : 133
Powered By Indic IME