જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે ભગવાની મૂર્તિ છે તેતો ચિંતામણી તુલ્ય છે. ગઢડા પ્રથમનું ૧લું ભગવાનનો ભકત હોય તેને ભગવાનની મૂર્તિનું ઘ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. ગઢડા પ્રથમનું ૧લું જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મુકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી. ગઢડા પ્રથમનું ૧લું જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્‍થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું. અને એ સર્વેને સંભારી રાખવા. ગઢડા પ્રથમનું ૩જું ઈર્ષ્યા કરવી તો એવી કરવી જે જેની ઉપર ઈર્ષ્યા હોય, તેના જેવા ગુણોને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા, અને તેવું ન થવાય ને જે ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભકતનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભકતને સર્વ પ્રકારે ત્યાગ કરવો. ગઢડા પ્રથમનું ૪થું ઘ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિષે ન દેખાય તો પણ ઘ્યાન કરવું, પણ કાયર થઇને તે ઘ્યાનને મુકી દેવું […] read more