રાગ સામેરી- પછી પ્રભુ ગઢડે ગયા, તિયાં તેડાવિયા સંત । એકાંતનું સુખ આપવા, હૈયે હેત છે અત્યંત ।।૧।। સમજુ સંત સુજાણ જે, સતસંગમાં જે મુખીયા । તે સંતને તેડાવિયા, દઇ દર્શન કરવા સુખીયા ।।૨।। આવ્યા સંત શિરોમણી, જીયાં હતા સુંદર શ્યામ । ચરણ ર્સ્પિશ નાથનાં, વળી થયા પૂરણકામ ।।૩।। પછી મુક્તાનંદજીએ, પુછ્યું પ્રભુને પ્રશન । નાથ તમારૂં ગમતું જે, હોય તે કરીએ સાધન ।।૪।। પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો સર્વે જન । જયારે પ્રભુને પામિયે, ત્યારે સર્વે થયાં સાધન ।।૫।। પછી જે જે કરવું, તેહની તે કહું વાત । ગુરૂ સંતને ભજવા, શ્રીહરિ જે સાક્ષાત ।।૬।। ચૈતન્ય ચૈતન્ય એક નહિ, ઇંદ્રિય મન જીવ ઇશ્વર । એકએકથી અધિક એહ, તેથી પર પરમેશ્વર ।।૭।। સંત અસંત એક નહિ, તે વિવેકબુધ્ધિ ધારવી । મેં કરી જે લીલા અલૌકિક, તેને વારમવાર સંભારવી ।।૮।। મારા જનને અંતકાળે, જરૂર મારે આવવું । બિરૂદ મારૂં એ ન બદલે, તે સવેર્જનને જણાવવું ।।૯।। દાસના દાસ થઇને, વળી જે રહે સત્સંગમાં । ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં ।।૧૦।। મારાં લોક મારી મૂરતિ, તે સત્ય નિર્ગુણ છે સહિ । તેને અસત્ય જે જાણશે, તે નાસ્તિક મારા નહિ ।।૧૧।। મારૂં ધાયુર્ં અસત્ય સત્ય થાય છે, સમરથ મારૂં નામ સહિ । મારી દૃષ્ટિએ જક્ત ઉપજે સમે, અનેક રૂપે માયા થઇ […]
read more