Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

ગઢડા મઘ્ય ૫૩ : પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહ – તેનું

સંવત્ ૧૮૮૦ના વૈશાખ શુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ગાદી તકીયા બીછાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શાસ્ત્રને વિષે જે મોહ કહ્યો છે તે મોહનું એ રૂપ છે જે,’ જ્યારે હૃદયને વિષે મોહ વ્‍યાપે ત્‍યારે એ જીવને પોતાનો અવગુણ તો સુઝે જ નહિ, માટે પોતાનો અવગુણ ન સુઝે એજ મોહનું રૂપ છે. અને વળી જીવ માત્રને પોતાના ડહાપણનું અતિશય માન હોય, પણ એમ વિચારે નહિ જે;’મને મારા જીવની ખબર નથી, જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે ? કે લાંબો છે કે ટુંકો છે ? એની કાંઇ ખબર નથી, તો પણ મોટા પુરૂષ હોય અથવા ભગવાન હોય તેને વિષે પણ ખોટ કાઢે, અને એમ સમજે જે આ મોટા પુરૂષ છે અથવા ભગવાન છે પણ આટલું ઠીક કરતા નથી. એમ ખોટ કાઢે છે, પણ એ મૂખર્ો એમ નથી જાણતો જે, “એ ભગવાન તો અનંતકોટિ બ્રહ્માંડને વિષે રહ્યા એવા જે જીવ ને ઇશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય, ને તેને દેખે તેમ દેખે છે. અને અનંતકોટિ બ્રહ્માંડના આધાર છે, ને લક્ષ્મીના પતિ છે, અને અનંતકોટિ બ્રહ્માંડના કર્તાહર્તા છે, […] read more
0 Views : 192

ગઢડા મઘ્ય ૫૪ : સર્વ સાધનથી સત્સંગ અધિક કહ્યો તેનું – ગોખરનું, આત્મબુદ્ધિનું

સંવત્ ૧૮૮૦ના જ્યેષ્‍ઠ શુદિ ૭ સપ્‍તમીને દિવસ ત્રીજા પહોરને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાંથી ધોડીએ અસવાર થઇને શ્રીલક્ષ્મીવાડીએ પધાર્યા હતા. ત્‍યાં ઘણીવાર સુધી તો ધોડી ફેરવી, પછી તે વાડી મઘ્‍યે વેદી ઉપર વિરાજમાન થયા હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં, અને મસ્‍તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી, ને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો, ને પાઘને વિષે તોરો વિરાજમાન હતો, અને પોતાના મુુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, ‘એકાદશ સ્‍કંધના બારમા અઘ્‍યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્‍યે કહ્યું છે જે, ‘અષ્‍ટાંગયોગ, સાંખ્‍ય, તપ, ત્‍યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્‍સંગે કરીને વશ થાઉ છું.’ એમ ભગવાને કહ્યું છે. માટે સર્વે સાધન કરતાં સત્‍સંગ અધિક થયો. તે જેને સર્વે સાધન થકી સત્‍સંગ અધિક જણાતો હોય તે પુરૂષનાં કેવાં લક્ષણ હોય ?” પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું  પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેને ભગવાનના સંતને વિષે જ આત્‍મબુદ્ધિ  છે, જેમ કોઇક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ગઢપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે, મુંછો તાણે, તો પણ અભાવ આવે નહિ અને કોઇકના છોકરાને મારે તથા ગામમાં […] read more
0 Views : 212

ગઢડા મઘ્ય ૫૫ : સોનીની પેઢીનું

સંવત્ ૧૮૮૦ના જ્યેષ્‍ઠ સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને મસ્‍તક ઉપર નવાનગરનું સોનેરી કોરે યુક્ત શ્વેત મોળિયું બાંઘ્‍યું હતું, અને શ્વેત પછેડી ઓઢી હતી, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ મુની તથા દેશદેશના હરિ ભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને તે સભાને વિષે મુનિ ઝાંઝ મૃદંગ લઇને કીર્તન ગાવતા હતા. પછી તે મુનિ કીર્તન ભકિત કરી રહ્યા ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેનું આજ જેવું અંગ હોય તેવું સત્‍સંગ થયા મોરે પણ કાંઇક હોય ખરૂં; તે માટે આજ તો સર્વે જેનું જેવું અંગ હોય તે તેવું કહો ? તેમાં પ્રથમ તો અમે અમારું જેવું અંગ છે તેવી વાર્તા કહીએે છીએે તે સાંભળો જે, જ્યારે અમારે બાળ અવસ્‍થા હતી ત્‍યારે પણ દેવમંદિર હોય ત્‍યાં દર્શને જવું, કથાવાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું, એવી વાર્તા ગમતી. અને જ્યારે ઘર મુકીને નિસર્યા ત્‍યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહિ, અને વનમાં જ રહેવું ગમતું. અને બીક તો લેશમાત્ર લાગતી જ નહિ, અને વનને વિષે મોટા મોટા સર્પ, સિંહ, હાથી, ઇત્‍યાદિક અનંત જનાવર દીઠામાં આવ્‍યાં, પણ કોઇ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહિ, એવી રીતે મહાવનને વિષે સદા નિર્ભય રહેતા. પછી તીર્થને વિષે ફરતા […] read more
0 Views : 197

ગઢડા મઘ્ય ૫૬ : કસુંબલ વસ્ત્રનું

સંવત્ ૧૮૮૧ના અષાઢ શુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળની સભા તથા દેશદેશના હરિ ભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને સાધુ દુકડ, સરોદા લઇને કીર્તન બોલતા હતા. તે કીર્તન ભકિત થઇ રહ્યા પછી શ્રીજીમહારાજ એમ બોલ્‍યા જે, “આ કીર્તન સાંભળ્‍યામાંથી તો અમારો આત્‍મા વિચારમાં જતો રહ્યો. પછી તેમાં એમ જણાયું જે ભગવાનને વિષે જે અતિશે પ્રીતિ એ ઘણી મોટી વાત છે, પછી તો ગોપાળાનંદ સ્વામી આદિક જે ભગવાનને વિષે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સાંભરી આવ્‍યા, અને એ સર્વેના અંત:કરણ ને એ સર્વેના જીવ ને એમની જે ભગવાનને વિષે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્‍યાં. પછી અમે અમારા આત્‍માને તપાસી જોયો. ત્‍યારે અમારે જેવી ભગવાનને વિષે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહિ, શા માટે જે કાંઇક ભૂંડા દેશકાળાદિકનો જ્યારે યોગ થાય છે ત્‍યારે એ સર્વે મોટા છે તો પણ કાંઇક એમની બુદ્ધિને વિષે ફેર પડી જાય છે, ત્‍યારે એમ જણાય જે, ‘અંતે પાયો કાચો દેખાય છે.’ તે સારી પેઠે જો કોઇક ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઇ ઠેકાણું રહે નહિ. માટે એ સર્વેને જોતાં અમને અમારી કોરનું ઠીક ભાસે […] read more
0 Views : 241

ગઢડા મઘ્ય ૫૭ : ગરોળીના દ્રષ્ટાંતનું – મીનડિયા ભકતનું

સંવત્ ૧૮૮૧ના અષાઢ શુદિ ૬ છઠને દિવસ સંઘ્‍યા આરતીને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને મસ્‍તક ઉપર શ્વેત પાઘ પુષ્પને તોરે યુક્ત વિરાજમાન હતી. અને શ્વેત ચાદર ઓઢી હતી, ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, અને મશાલનો પ્રકાશ થઇ રહ્યો હતો, અને મુનિ મંડળ દુકડ ને સરોદા લઇને ભગવાનના કીર્તનનું ગાન કરતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “સાંભળો, એક વાર્તા કરીએ જે, જ્યારે તમે કીર્તન ગાતા હતા, ત્‍યારે અમે કીર્તન સાંભળતાં જેમ વિચાર કર્યો છે તે વિચાર કહીએ છીએ જે, ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તારૂપે રહીને જ કરવી, ને તે સત્તારૂપઆત્‍મા કેવો છે, તો  જેને વિષે માયા ને માયાનાં કાર્ય જે ત્રણ ગુણ ને દેહ, ઇન્‍દ્રિયો, અંત:કરણ તેનું કોઇ આવરણ નથી. અને કાંઇક જે આત્‍માને વિષે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને જણાય છે. પણ જેણે જ્ઞાન વૈરાગ્‍યે કરીને એનો સર્વ પ્રકારે નિષેધ કરી નાખ્‍યો છે, તેને તો એ આત્‍માને વિષે કોઇ જાતનું આવરણ નથી.અને એ આત્‍મારૂપે જે વર્તવું કે કેવળ બ્રહ્મ થઇને મસ્‍ત થવું તેને અર્થે નથી, એતો પોતાને આત્‍મારૂપે રહેવું તેનું એ પ્રયોજન છે જે, ‘હું આત્‍મા છું’ તે મારે વિષે કોઇ જાતનું માયાનું […] read more
0 Views : 257

ગઢડા મઘ્ય ૫૮ : સંપ્રદાયની પુષ્ટિનું

સંવત્ ૧૮૮૧ના શ્રાવણ શુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકિયા બિછાવીને વિરાજમાન હતા, અને શ્રીજીમહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “જે જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્‍ટિ ઘણાક કાળ સુધી શે ઉપાયે કરીને રહે છે ?” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય, અને બીજો શાસ્‍ત્રે કહ્યો એવો વર્ણાશ્રમનો ધર્મ હોય, અને ત્રીજી પોતાના ઇષ્‍ટદેવને વિષે અતિશે દૃઢતા હોય, એ ત્રણેને યોગે કરીને પોતાના સંપ્રદાયની પુષ્‍ટિ રહે છે. પછી શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્‍યાનંદસ્વામીને પણ પુછયું ત્‍યારે એમણે પણ એવી જ રીતે કહ્યું.  પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “લ્‍યો એ પ્રશ્ર્નનો ઉત્તર અમે કરીએ જે, સંપ્રદાયની પુષ્‍ટિ તો એમ થાય છે જે, એ સંપ્રદાયના ઇષ્‍ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્‍વીને વિષે જન્‍મ થયો હોય, અને જન્‍મ ધરીને તેણે જે જે ચરિત્ર કર્યાં હોય, અને જે જે આચરણ કર્યાં હોય, તે આચરણને વિષે ધર્મ પણ સહજે આવી જાય, અને તે ઇષ્‍ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઇષ્‍ટદેવનાં જે જન્‍મથી કરીને દેહ મુકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર, તેણે કરીને સંપ્રદાયની પુષ્‍ટિ થાય છે. તે શાસ્ત્ર સંસ્‍કૃત […] read more
0 Views : 190

ગઢડા મઘ્ય ૫૯ : પરમ કલ્યાણનું

સંવત્ ૧૮૮૧ના શ્રાવણ શુદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા, અને શ્રીજીમહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ચાર વેદ, પુરાણ, ઇતિહાસ, એ સર્વેમાં એજ વાર્તા છે જે, ‘ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્‍યાણકારી છે.’ અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્‍તિ થઇ ત્‍યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઇ કલ્‍યાણ નથી, એજ પરમ કલ્‍યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્‍યવાળાને મળે છે પણ થોડા પુણ્‍યવાળાને મળતી નથી.માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું,જેવું હેત સ્‍ત્રી ઉપર છે, કે પુત્ર ઉપર છે, કે માબાપ કે ભાઇ ઉપર છે, તેવું હેત રાખવું; તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઇ જાય છે. અને પોતાનાં જે સ્‍ત્રી-પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળાં હોય, તો પણ કોઇ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી, અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય, પણ જો તેણે લગારેક કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્‍યાં સુધી મુકે નહિ. એવી […] read more
0 Views : 214

ગઢડા મઘ્ય ૬૦ : વિક્ષેપ ટાળ્યાનું – પક્ષ રાખ્યા્નું

સંવત્ ૧૮૮૧ના શ્રાવણ વદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને શ્વેત પાઘ મસ્‍તક ઉપર બાંધી હતી, અને શ્વેત પછેડી ઓઢી હતી, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! આ સંસારને વિષે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ જે, પોતાના દેહથી નોખો જે પોતાનો આત્‍મા તેનું જે નિરંતર અનુસંધાન, તથા માયિક એવાં જે પદાર્થ માત્ર તેના નાશવંતપણાનું જે અનુસંધાન, તથા ભગવાનના માહાત્‍મ્‍યજ્ઞાનનું જે અનુસંધાન, એ ત્રણે કરીને કોઇ વિક્ષેપ આડો આવતો નથી. અને જ્યારે કોઇક જાતના વિક્ષેપનો યોગ આવે, ત્‍યારે ઉપરથીતો ચિત્તનો ધર્મ છે તે વિક્ષેપ જેવું જણાય, પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્‍યમાં તો ડંસ બેસતો નથી. તે કેમ જણાય જે, જ્યારે સુઇએ છીએ ત્‍યારે બહારલ્‍યો જે વિક્ષેપ તે કોઇ દિવસ સ્‍વપ્નમાં દેખાતો જ નથી. અને જે ચૈતન્‍યમાં વિક્ષેપ પેઠો હોય તે તો ત્રણે અવસ્‍થામાં જણાય છે. માટે સ્‍વપ્નમાં કોઇ રીતે વિક્ષેપ જણાતો નથી. તે થકી એમ જાણીએ […] read more
0 Views : 221
Powered By Indic IME