Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

ગઢડા પ્રથમ – ૪૮ : ચાર પ્રકારના કુસંગીનું

ગઢડા પ્રથમ – ૪૮ : ચાર પ્રકારના કુસંગીનું સંવત્ ૧૮૭૬ ના માઘ સુદિ ૧૩ તેરસને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મઘ્‍યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સંઘ્‍યા સમે બિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યા હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પોતાના મુખારવિંદની આગળ બે મશાલો બળતી હતી, અને શ્રીવાસુદેવ નારાયણની સંઘ્‍યા આરતી તથા નારાયણ ધૂન્‍ય થઇ રહી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, સર્વે સાવધાન થઇને સાંભળો, એક વાર્તા કરીએ છીએ. ત્‍યારે સર્વે મુનિ તથા હરિભક્ત બોલ્‍યા જે, હે મહારાજ! કહો પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને ને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું, જે હે મહારાજ ! હે સ્વામિન્ ! હે કૃપાસિન્ધો ! હે શરણાગત પ્રતિપાલક ! કુસંગી થકી અમારી રક્ષા કરજો. તે કુસંગી ચાર પ્રકારના છે. એક કુંડાપંથી, બીજા શકિતપંથી, ત્રીજા શુષ્કવેદાંતી અને ચોથા નાસ્‍તિક એ ચાર પ્રકારના કુસંગી છે. તેમાં જો કુડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચુકાડીને ભ્રષ્‍ટ કરે. અને જો શકિતપંથીનો સંગ થાય તો દારૂ માંસ ખવરાવીને સ્‍વધર્મ થકી ભ્રષ્‍ટ કરે. અને જો શુષ્કવેદાંતીનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદા દિવ્‍ય આકાર તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે […] read more
0 Views : 197

ગઢડા પ્રથમ – ૪૯ : અંત:ર્દષ્ટિનું

ગઢડા પ્રથમ – ૪૯ : અંત:ર્દષ્‍ટિનું સંવત્ ૧૮૭૬ ના માઘ સુદિ ૧૪ ચૌદશને દિવસ સંઘ્‍યા સમે સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મઘ્‍યે ઢોલિયા ઉપર બિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ બે દિવીઓ બળતી હતી, અને કંઠને વિષે પીળાં પુષ્પનો હાર પહેર્યો હતો, ને બે હાથમાં પીળા પુષ્પના ગજરા ધારણ કર્યા હતા. અને સર્વે ધોળાં વસ્ત્ર પહેર્યા હતાં. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, પ્રશ્ર્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનને વિષે વૃત્તિ રાખીએ છીએ તેતો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્‍યારે રહે છે, અને જગતના પદાર્થ સન્‍મુખ તો એની મેળે જ રહે છે. તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહિ. અને તેને તો એજ ફીકર રહે છે જે ‘મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે.’ માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એજ કઠણ છે. અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે. માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહિ. અને તે સત્‍સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે […] read more
0 Views : 257

ગઢડા પ્રથમ – ૫૦ : કુશાગ્ર બુદ્ધિવાળાનું

ગઢડા પ્રથમ – ૫૦ : કુશાગ્ર બુદ્ધિવાળાનું સંવત્ ૧૮૭૬ ના માઘ વદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરની મેડીની ઓસરી આગળ પ્રાત:કાળે વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્‍યે એમ પુછયું જે, “જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્‍તિ થાય છે, તે કુશાગ્ર બુદ્ધિ તે જે સંસાર વ્‍યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહિ ? અથવા શાસ્ત્રપુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહિ ?” પછી એનો ઉત્તર મુનિએ કરવા માંડયો પણ થયો નહિ. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ‘કેટલાક તો વ્‍યવહારમાં અતિ ડાહ્યા હોય, તો પણ પોતાના કલ્‍યાણને અર્થે કાંઇ જતન કરે નહિ, તથા કેટલાક શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસના અર્થને સારી પેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્‍યાણને અર્થે કાંઇ જતન કરે નહિ. માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા, એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. અને જે કલ્‍યાણને અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે; અને જે જગતવ્‍યવહારની કોરે સાવધાન થઇને મંડયો છે ને તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિવાળો છે. એ ઉપર ભગવદ્રીતાનો શ્લોક છે જે “યા નિશા સર્વભૂતાનાં તસ્‍યાં જાગર્તિ સંયમી | યસ્‍યાં જાગર્તિ ભૂતાનિ સા નિશા […] read more
0 Views : 199

ગઢડા પ્રથમ – ૫૧ : હીરે કરીને હિરો વેંધાયાનું

ગઢડા પ્રથમ – ૫૧ : હીરે કરીને હિરો વેંધાયાનું સંવત્ ૧૮૭૬ ના માઘ વદિ ૨ બીજને દિવસ રાત્રિને સમે સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને ધોળો સુરવાળ પહેર્યો હતો, ને ધોળું અંગરખું પહેર્યું હતું અને માથે ધોળી પાઘ બાંધી હતી. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “કાંઇ પ્રશ્ર્ન પુછો.” પછી પૂર્ણાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “દશ ઇન્‍દ્રિયો તેતો રજોગુણની છે અને ચાર અંત:કરણ છે તે તો સત્ત્વગુણનાં છે માટે એ સર્વે ઇન્‍દ્રિયો ને અંત:કરણ તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે, તેનો માયિક અંત:કરણે કરીને કેમ નિશ્વય થાય ? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્‍દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ‘માયિક વસ્‍તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય. માટે માયિક જે અંત:કરણ અને ઇન્‍દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા, તો એ ભગવાન પણ માયિક ઠર્યા, એ રીતે તમારો પ્રશ્ર્ન છે ? પછી પૂર્ણાનંદ સ્‍વામી તથા સર્વે મુનિએ કહ્યું જે, એજ પ્રશ્ર્ન છે. તેને હે મહારાજ ! તમે પુષ્‍ટ કરી આપયો. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે એનો તો ઉત્તર એમ છે જે, પચાસ કોટિ યોજન પૃથ્‍વીનું પીઠ છે […] read more
0 Views : 267

ગઢડા પ્રથમ – ૫૨ : ચાર શાસ્ત્રે કરી ભગવાનને જાણ્યાનું

ગઢડા પ્રથમ – ૫૨ : ચાર શાસ્ત્રે કરી ભગવાનને જાણ્‍યાનું સંવત્ ૧૮૭૬ ના માઘ વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરની મેડીની ઓસરીમાં ૧કથા વંચાવતા  હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી તે કથામાં એમ આવ્‍યું જે, સાંખ્‍ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્‍વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય. ત્‍યારે મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે. “હે મહારાજ ! એ ચાર શાસ્‍ત્રે કરીને ભગવાનને કેમ જાણવા ? અને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્‍યૂનતા રહે છે, તે કહો.”? ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જે સાંખ્‍યશાસ્ત્ર છે તે ભગવાનને પંચવિશમા કહે છે અને ચોવીશ તત્ત્વ જેમ ભગવાન વિના કાંઇ કરવાને સમર્થ નથી થતાં, તેમ જીવ ઇશ્વર ભગવાન વિના કાંઇ કરવાને સમર્થ નથી. માટે એને પણ ચોવિશ તત્ત્વ ભેળાજ ગણે છે અને જીવ ઇશ્વરે સહિત એવાં જે ચોવીશ તત્ત્વ તેને ક્ષેત્ર કહે છે, ને પંચવિશમા ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે, અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને છવિશમા કહે છે, ને મૂર્તિમાન કહે છે, ને જીવ ઇશ્વરને પંચ વિશમા કહે છે ને ચોવીશ તત્ત્વને પૃથક્ કહે છે ને એ તત્ત્વ થકી પોતાના આત્‍માને પૃથક્ સમજીને ભગવાનનું ઘ્‍યાન કરવું એમ કહે છે. અને […] read more
0 Views : 225

ગઢડા પ્રથમ – ૫૩ : વઘ્યા ઘટયાનું

ગઢડા પ્રથમ – ૫૩ : વઘ્‍યા ઘટયાનું સંવત્ ૧૮૭૬ ના માઘ વદિ ૯ નવમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા, અને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળો અંગરખો પહેર્યો હતો, ને જરકશી છેડાનું કસુંબલ ભારે શેલું કેડયે બાંઘ્‍યું હતું, ને જરકસી છેડાનો ભારે કસુંબલ રેંટો માથે બાંઘ્‍યો હતો, ને તે પાઘમાં પુષ્પના તોરા ઝુકી રહ્યા હતા અને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “કોઇ પ્રશ્ર્ન પુછો.” ત્‍યારે મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, ”કોઇક તો સત્‍સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્‍યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઇક તો સત્‍સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્‍યે ધટતો જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ધટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે ને તેને ભગવાનને વિષે ભકિત પણ વૃદ્ધિ પામે છે, માટે તે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો. અને અવગુણ તો ત્‍યારે લેવો, જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઇક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્‍યારે તેનો અવગુણ લેવો, પણ કોઇ […] read more
0 Views : 186

ગઢડા પ્રથમ – ૫૪ : ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું

ગઢડા પ્રથમ – ૫૪ : ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું સંવત્ ૧૮૭૬ના માઘ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓશરીએ ઢોલિયા ઉપર ગાદી તકીયા નંખાવીને વિરાજમાન થયા હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાની છેડાવાળો કસુંબલ રેંટો ઓઢયો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંઘ્‍યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે “હે મહારાજ ! શ્રીમદ્ભાગવત-ના એકાદશ સ્‍કંધમાં જનકરાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ૧ભાગવતધર્મ, તેનું જે પોષણ તે કેમ થાય ? અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉધાડું કેમ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “સ્‍વધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય અને માહાત્‍મ્‍ય જ્ઞાન તેણે સહિત જે, ભગવાનની ભકિત તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉધાડું થાય છે. તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્‍યે કહ્યું છે, જે, “પ્રસંગમજરં પાશમાત્‍મન: કવયો વિદુ: | સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ||” જેવો એ જીવને પોતાના સંબંધિને વિષે દૃઢ પ્રસંગ છે, તેવો ને તેવોજ પ્રસંગજો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો, જીવને મોક્ષનું દ્વાર ઉધાડું થાય […] read more
0 Views : 250

ગઢડા પ્રથમ – ૫૫ : ભજન, સ્મરણને વર્તમાનના દ્રઢાવનું

ગઢડા પ્રથમ – ૫૫ : ભજન, સ્‍મરણને વર્તમાનના દ્રઢાવનું સંવત્ ૧૮૭૬ ના માઘ વદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ઉગમણે બાર ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “પ્રશ્ર્ન ઉત્તર કરો.” પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “જીવને ભજનસ્‍મરણનો તથા વર્તમાનનો એક દઢાવ કેમ રહેતો નથી?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એ તો અશુભ એવા જે દેશ, કાળ, ક્રિયા અને સંગ તેને યોગે કરીને રહેતો નથી. અને તે દ્ઢાવ પણ ત્રણ પ્રકારનો છે, ઉત્તમ, મઘ્‍યમ અને કનિષ્‍ઠ. તેમાં જો ઉત્તમ દઢતા હોય અને દેશ, કાળ, ક્રિયા અને સંગ જો અતિ ભૂંડા થાય તો તે ઉત્તમ દઢતાને પણ ટાળી નાખે તો મઘ્‍યમ અને કનિષ્‍ઠ દઢતાની તો શી વાત કહેવી ? અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ અતિ ભૂંડા થાય, ને તેમાં પણ દઢતા જેમ છે એમને એમ જો રહે તો, એને પૂર્વનું ભારે બીજબળ છે ને ભારે પુણ્‍ય છે. અને દેશ, કાળ, ક્રિયા અને સંગ અતિ પવિત્ર છે અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઇ જાય છે તો એને પૂર્વજન્‍મનું તથા આ જન્‍મનું કોઇ મોટું પાપ છે, તે નડે છે, અથવા કોઇ […] read more
0 Views : 169
Powered By Indic IME