Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

વૃત્તિવિવાહ પદ:- ૩

(રાગ :- ધોળ) ‘લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે’- એ ઢાળ. શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી રે, ચુંદડી રંગે દીસે છે રૂપાળી રે.. શોભે ।। ૧ ।। ચુંદડી રંગે તે મોહ્યા મોટા મુનિ રે, દેખી અંક અલૌકી અનુપ રે.. શોભે ।। ૨ ।। ચુંદડી ભવ બ્રહ્માને ભાવી ઘણું રે, ચુંદડી સરાયે સુર નર ભૂપ રે.. શોભે ।। ૩ ।। ચુંદડી નયણા ભરીને નીરખી નારદે રે, સનકાદિકે કર્યો સતકાર રે.. શોભે ।। ૪ ।। ચુંદડી વલ્લભ ઘણી છે વ્યાસને રે, વાલમિકે વખાણી વારમવાર રે.. શોભે ।। ૫ ।। ચુંદડી શેષ વખાણે શારદા રે, નવ પામે તે પોતનો પાર રે.. શોભે ।। ૬ ।। ચુંદડી અંતર પ્રીતે જે ઓઢશે રે, તેને સ્વપને નહિ ગમે સંસાર રે.. શોભે ।। ૭ ।। ચુંદડી સારી સોયામણી રે, કયાર્ં અનેક જનના જો કાજ રે.. શોભે ।। ૮ ।। મળ્યા નિષ્કુળાનંદનો નાથજી રે, દયા કરીને આપી અમને આજ રે.શોભે ।। ૯ ।। read more
0 Views : 1653

વૃત્તિવિવાહ પદ:- ૪

(રાગ :- ધોળ) ‘વર લાડીલો આવ્યા તોરણે’- એ ઢાળ. ધન્ય ધન્ય દિન રળિયામણો, ધન્ય અવસર આજ રે; લગન લાડીલી મોકલે, વે’લા આવો મહારાજ રે. ।। ૧ ।। વા’લાજી વિલંબ ન કિજિયે રે, દિજે દરશન દાન રે; ભૂધર તમને ભેટતાં, વળે અમારા વાન રે. મન રે ।। ૨ ।। ઇચ્છે છે મળવા, નયણા જોવાને નાથ રે; શ્રવણ ઇચ્છે છે સુણવા, વા’લા મુખની વાત રે. ।। ૩ ।। સર્વે અંગે સ્વામી તમને, સ્પરશી પાવન કરું રે; પિયુજી વેલેરા પધારજો, આવો અંક જ ભરું રે. ।। ૪ ।। અવગુણ મારા અનેક છે, રખે તે સામું જોતા રે; અધમઉદ્ધારણ બિરુદ છે, રખે તે તમે ખોતા રે. ।। ૫ ।। બિરુદ સામુ જોઈ શ્યામળા, કરજયો અમારાં કાજ રે; શું કહીને સંભળાવીએ, સર્વે જાણો મહારાજ રે. ।। ૬ ।। થોડે લખ્યે ઘણું જાણજયો, દયા કરજો દયાળુ રે; જેમ જાણો તેમ જાણજયો, છૈયે તમારા પાળુ રે. ।। ૭ ।। છોડતાં છેક છૂટો નહિ, તે કેમ છાંડો મહારાજ રે; નિષ્કુળાનંદના નાથજી, બાંય ગ્રહ્યાની લાજ રે. ।। ૮ ।। read more
0 Views : 1499

વૃત્તિવિવાહ પદ:- પ

(રાગ :- ધોળ) ‘પીઠી ચોળો પીઠી ચોળો પિતરાણી રે’- એ ઢાળ. શુદ્ધ વિચારથી સાબદા થાઓ રે, ચલી ચાલીને ચિદાકાશમાં જાઓ રે; જિયાં રે વસે છે જદુપતિ નાથ રે, કે’જયો જઈ વિનતિ જોડી બેઉ હાથ રે. ।। ૧ ।। વે’લા પધારે હો વિશ્વાધાર રે, વાટ કોઈ જુવે છે વિરહવતી નાર રે; સર્વે સખાને તે તેડજયો સાથ રે, ઓપે આંગણિયું અમારું હો નાથ રે. ।। ૨ ।। મારાં કુટુંબી બો’ળા છે બહુ રે, હાંસી જો કરવા આવશે સહુ રે; તે તો તમ થકી પામશે હાર રે, લવલવ કરતાં રહેશે નરનાર રે. ।। ૩ ।। એક અમે તમે અંક જ ભરશું રે, મનના મનોરથ પૂરા કરશું રે; સુખનો સમાજ સંગે લાવજયો રે, નિષ્કુળાનંદના સ્વામી આવજયો રે. ।। ૪ ।। read more
0 Views : 1640

વૃત્તિવિવાહ પદ:- ૬

(રાગ :- ધોળ) ‘મારી સાર લેજયો અવિનાશી રે’- એ ઢાળ. જઈ કહી વિનતિ વિચારે રે, સુણી સર્વે સુંદરવર તે વારે રે; કીધું છે કાંઈ જાદવકુળમાં જાણ રે, વાજે છે અનહદ નાદ નિશાણ રે. ।। ૧ ।। માનિની તે મળીને મંગળ ગાય રે, ઉછરંગ આનંદ અંગે ન માય રે; આવી સર્વે મળ્યો સખાનો જો સાથ રે, આજ્ઞા તેને આપે અનાથનો નાથ રે. ।। ૨ ।। સજજ સર્વે થાઓ તે સખા સહિત રે, જાવું છે જાનમાં કરવી છે જિત રે; કોઈ જો મ આવશો કાયર કાચા રે, દુઃખિયા દુર્બળ વળજયો પાછા રે. ।। ૩ ।। બુઢા ને બાળક રહેજયો બેસી રે, દુર્મતિ દેખીને કરશે હાંસી રે; જન બીજા અનેક મળીને જોશે રે, દુરમતિ વણ વાંકે વગોશે રે. ।। ૪ ।। આપણ સહુ આનંદ માંહી રહેજયો રે, વચન તે કોઈને કટુ મ કે’જયો રે; આવજયો અજિત સર્વે અંગે રે, નિષ્કુળાનંદના સ્વામીને સંગે રે. ।। ૫ ।। read more
0 Views : 1465

વૃત્તિવિવાહ પદ:- ૭

(રાગ :- ધોળ) ‘મારી સાર લેજયો અવિનાશી રે’- એ ઢાળ. સુણી સજજ થયો વૈરાગ, જેને તન મન ધનનો છે ત્યાગ ।। આવ્યો સંતોષ મહા શૂરવીર, જેથી ધરે મુનિવર ધીર ।। ૧ ।। આવ્યો શીલ મહા જો સુભટ, જેથી પળાય કામના કોટ ।। સજજ થઈ ક્ષમા અડીખંભ, જેથી ક્રોધ ન કરે આરંભ ।। ૨ ।। દયા દીસે છે દલની દયાળ, સર્વે જીવતણી પ્રતિપાળ ।। ભકત અદીનતા ધરી ધીર, માંહી જ્ઞાન વિજ્ઞાન ગંભીર ।। ૩ ।। સમદષ્ટ સદા સુખકારી, એક આત્મા રહે ભાવ ધારી ।। શુભ ગુણ વિવેક વિચાર, એવાં કે’તાં તે ના’વે પાર ।। ૪ ।। એક એક થકી છે અનુપ, સર્વે સંતને છે સુખરૂપ ।। સર્વે મળીને શોભે છે જાન, માંહી વર દીસે કોડીલો કાન ।। ૫ ।। પછી આવ્યા છે પુરને પાસ, દેખી દુર્મતિ પામ્યા છે ત્રાસ ।। એક કહે છે બુઢાને બાર, વર આવ્યા છે પુર મોઝાર ।। ૬ ।। ત્યારે કુબુદ્ધિ કરે છે વિચાર, નાસી નીસરો પુરની બાર ।। હરિએ આવી કર્યો છે મુકામ, સર્વે ટાળ્યા અવિદ્યાના ઠામ ।। ૭ ।। હાર્યો અહંકાર થઈ છે હાર, ત્યારે વરે સજયો શણગાર ।। વર સુંદરવર વનમાળી, કહે નિષ્કુળાનંદ નિહાળી ।। ૮ ।। read more
0 Views : 1449

વૃત્તિવિવાહ પદ:- ૮

(રાગ :- ધોળ) ‘દીવા કેરી સગ્ય પુન્યમ કેરો ચંદ વિ’વા કેરી વ્રધ કે વર આવી મળ્યા રે’- એ ઢાળ. વર નિરગુણ રે થયા સગુણ રૂપ, ઓપે છે અનુપ ભૂપોશિર ભૂપ, જોઈ જન રૂપ કે નીરખે નાથને રે; વર દીસે છે દિલના દયાળ,દીન પ્રતિપાળ ભૂપના ભૂપાળ, કાળશિર કાળ સુખદાયી સાથમે રે. ।। ૧ ।। વરે પે’ર્યો છે સુંદર સુરવાળ, ઝગે જામાચાળ કંઠે મોતીમાળ, દીસે છે વિશાળ કે ભલેરા ભાવની રે; વરે પેર્યો છે જામો જરકશી, કમર લઈ કસી મુખે રહ્યા હસી, જનમન વસી કે મૂરતિ માવની રે. ।। ૨ ।। વરને કરે શોભે વેઢ વીંટી, પોંચી પે’રી દીઠી કડે જોત્ય કોટી, લીધી શોભા લૂંટી કે લોક ત્રણની રે; સોના સાંકળાં શોભે સુચંગ, બાંયે બાજુબંધ કુંડળ ઉતંગ, અતિ શોભા અંગ કે અશરણશરણની રે. ।। ૩ ।। વરને શિરપર સોનેરી પાગ, શું કહે શેષનાગ કે’વા નહિ લાગ, અમારા જો ભાગ્ય કે હેતે મળ્યા હરિ રે; કેશર તિલક ભાલને વચ્ચ, પાઘડીને પેચ શોભે શિરપેચ, લાગી છે લાલચ કે કલંગી કેવી ધરી રે. ।। ૪ ।। નખશિખ શોભા તે કહી ન જાય, કવિ કંઈ ગાય તે થાપ ન થાય, મોટો છે મહિમાંય કે અકળ એ નાથ છે રે; વરે કરમાં લીધી લાલ છડી, પાયે જો મોજડી મોતીએ તે જડી, વર ઘોડે ચડી કે સંગે સખા […] read more
0 Views : 1501

વૃત્તિવિવાહ પદ:- ૯

(રાગ :- ધોળ) ‘પીઠી ચોળો પીઠી ચોળો પિતરાણી રે’- એ ઢાળ. સુંદર વર તોરણે પધાર્યા રે, જનમન નવલા નેહ વધાર્યા રે; વાજિંત્ર વાજે છે બહુવિધ રે, પિયુ મારો પધારિયા પ્રસિદ્ધ રે. ।। ૧ ।। પોંખણું લઈને આવે પનોતી રે, વર પોંખી વળી વધાવે છે મોતી રે; સાપટિયાં સુખ દુઃખના ભાંગ્યાં રે, પિંડલિયા તે પાપ પુન્યના ત્યાગ્યા રે. ।। ૨ ।। અંતરપટ પરુ લઈ લીધું રે, દયા કરી દયાળે દર્શન દીધું રે; પછી પિયુ પ્રેમે પધાર્યા છે પાટે રે, મહાસુખ મુજને આપવા માટે રે. ।। ૩ ।। ધન્ય ધન્ય અવસર આવ્યો છે આજ રે, મે’ર ઘણી કરી પધાર્યા મહારાજ રે; અમ ઉપર આજ અઢળ હરિ ઢળિયા રે, નિષ્કુળાનંદનો સ્વામીજી મળિયા રે. ।। ૪ ।। read more
0 Views : 1452

વૃત્તિવિવાહ પદ:- ૧૦

માયરે બેઠા છે દેવ મોરાર રે, સુંદરીએ સજયો છે શણગાર રે; પહેર્યા છે આનંદના અણવટ રે, અજિત અડગ ને અમટ રે. ।। ૧ ।। ઝાંઝર પ્રેમનાં નેમનાં કા’વે રે, ઉતરી ઉર હરિ એક ભાવે રે; માળા માદળિયા સાંકળી હાર રે, શમ દમ આદિ વિવેક વિચાર રે. ।। ૨ ।। પે’ર્યો છે અખંડ વરનો ચૂડો રે, સુંદરી સુંદર વર પામી રૂડો રે; નાકે તે પે’ર્યા નિર્મળા મોતી રે, સજજ થઈ પિયુને મળવા પનોતી રે. ।। ૩ ।। ચાંદલિયો અવિચળ વરનો ચોડ્યો રે, સંશય તે સર્વે અવર બીજો તોડ્યો રે; મેલ્યો છે નિઃશંકનો શિરમોડ રે, દેખી વાલો રાજી થયા રણછોડ રે. ।। ૪ ।। ઘાટડી વૈરાગ્યની ઘણી સારી રે, સખી એવે શણગારે શણગારી રે; પધરાવ્યા પછી પિયુને પાસ રે, ટાળી છે લોકલાજ તનત્રાસ રે. ।। ૫ ।। બની છે સુંદર સરખી જોડી રે, બાંધી છે ગાંઠ્ય ન છૂટે છોડી રે; વર કંઠે આરોપી વરમાળ રે, પ્રભુ અમે દીન તમે પ્રતિપાળ રે. ।। ૬ ।। તન મન સોંપ્યું છે હરિ તમને રે, તમ સંગે શોભા આવી છે અમને રે; ત્યારે હરિએ હેતે કરી સાયો હાથ રે, સખી તારે થશે જો સનાથ રે. ।। ૭ ।। નિઃશંક નિર્ભય થઈ સર્વે અંગે રે, સુંદર શ્યામળિયા વર સંગે રે; સુંદરી સર્વે અંગે સુખ પામી રે, મળિયા […] read more
0 Views : 1446
Powered By Indic IME