Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૬

નંદ રાજાએ આખી પૃથ્‍વીનું ધન ભેળું કર્યું અને છેલ્‍લી વારે એમાંથી મોત થયું. ને ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીયું ભેળી કરી, ને છેલ્‍લી વારે એમાંથી દુ:ખ થયું ત્‍યારે મૂકી, તે માર્ગ જ એવો છે. ૮૬ read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૭

આપણામાં ત્‍યાગી થઇ જાય છે ને સંસાર મૂકી દે છે, એ તો ભગવાનમાં હેત તે તણાઇ આવે છે, એ તો યોગ છે પણ સાંખ્‍ય નહિ. ને હેત તો આંગળી તૂટતું હોય, પણ સાંખ્‍ય નહિ, ને જેને સાંખ્‍ય હોય ને સાધુ થાવા આવે, તેને કહીએ : જે ઘરનાં માણસ સર્વે ઘરમાં સૂતાં હોય ને ઘર બાળીને આવો તો સાધુ કરીએ, તો સાંખ્‍યવાળાને કઠણ ન પડે, ને યોગવાળાથી એ થાય નહિ. ૮૭ read more
0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૮

ચિંતામણિ કાંઇ રુપાળી ન હોય, તેમ ભગવાન અને સાધુ મનુષ્ય જેવા જ હોય, પણ એ દિવ્‍ય છે ને કલ્‍યાણકારી છે. ને મનુષ્યનું દેહ ચિંતામણિ છે. ૮૮ read more
0 Views : 115

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૯

અને જો માર માર કરતો કોઇ આપતો હોય તોપણ એમ સમજવું, જે ‘મારા સ્‍વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઇનું હલાવ્‍યું પાંદડું પણ હલતું નથી.’ ૮૯ read more
0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૦

ને ‘વાંદરું વૈકુંઠમાં રહે નહિ’ એમ કહે છે, તે સારુ આપણે ભગવાન પાસે રહેવાય એવા સ્‍વભાવ કરવા, તે આંહી કરવા, કાં શ્વેતદ્વિપમાં જઇને કરવા. ૯૦ read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૧

આખું બ્રહ્માંડ સ્‍વામિનારાયણનું ભજન કરશે ત્‍યારે સત્‍સંગ થયો, ને ત્‍યાં સુધી થાવો છે. ને મહારાજના મળેલા એક સાધુની કેડે લાખું માણસ ફરશે, ત્‍યાં સુધી સત્‍સંગ થાવો છે. ૯૧ read more
0 Views : 121

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯ર

જીવને ચોટવાનાં ઠેકાણાં બે જ છે: તે ભગવાનમાં ચોંટે નીકર માયામાં ચોંટે. પણ આધાર વિના કેમ રહેવાય ? ૯૨ read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૩

અને દોષ કેમ ટળતા નથી ? એ પ્રશ્નનો ઉત્તર: જે એ તો ધનવંતરી વૈદ્ય છે, તે ખોટા કેમ થાશે ? ને જેમ અક્ષરાનંદ સ્‍વામીને ગોળી દઇ રાફી કાઢી નાખી, તેમજ કામ, ક્રોધ આદિક ઘણી રાફીયું છે તેને કાઢી મૂકશે. આપણે તો એને બાઝી પડવું એટલું જ કરવું. ૯૩ read more
0 Views : 110
Powered By Indic IME