Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪ર

અને ચૈતન્યાનંદસ્વામી કેવા મોટા ? તેને પણ બાળમુકુંદાનંદ સ્વામી મળ્યા ત્યારે જ સર્વે ખોટ દેખાણી ને પછી મૂકી. તે એવાને પણ રહી જાય તો બીજાને રહે એમાં શું ? માટે મોટા પુરુષનો મન, કર્મ, વચને સમાગમ થયા વિના ખોટ્ય દેખાય નહિ ને ટળે પણ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે. ને ચૈતન્યાનંદ સ્વામીની  પેઠે અક્ષરાનંદસ્વામી તથા સર્વનિવાસનંદસ્વામીની પણ વાત છે. ।।૧૪૨।। read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪૩

અને દેહ પડી ગયો એટલે શું થયું ? પણ જીવ કયાં મરે છે ? એ તો સાધુ થાવું ને સાધુતા શીખવી ને સ્વભાવ મૂકવા એ કરવાનું છે, પણ મરી ગયા એટલે થઇ રહ્યું ને કરવું બાકી ન રહ્યું, એમ ન સમજવું. ।।૧૪૩।। read more
0 Views : 93

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪૪

આપણામાં ક્રિયાએ કરીને કે પદાર્થે કરીને કે હવેલીઓએ કરીને મોટપ ન સમજવી ને આપણામાં તો ધર્માદિકે કરીને મોટપ છે. ।।૧૪૪।। read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪પ

કદાપિ માળા ફેરવતાં આવડી તેણે કરીને શું થયું પણ જ્ઞાન જેવો તો કોઇ માલ જ નથી ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે.।।૧૪૫।। read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪૬

આપણા દેહનાં પૂર્વનાં હાડકાં આપણી આગળ પડ્યાં હોય, પણ તેની આપણને ખબર ન પડે. ।।૧૪૬।। read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪૭

અને દ્રવ્ય ને આ દેહ એ બે ઉપર સર્વે વહેવાર છે, એ બેને ખોટું ખોટું કહીએ છીએ, તે ખોટું કેમ થાય ? એમ કહીને વળી કહે જે, છે તો એમ જ જે, દ્રવ્ય ને આ દેહ એ બેય ખોટાં છે. ને વારંવાર એવા શબ્દને સાંભળવા તેણે કરીને અર્ધું તો ખોટું થઇ જાય, પછી તેને ધક્કો ન લાગે. ને ખોટું કહીએ છઈએ ને વળી વચમાં આ કામ આવે તે કરતા જઇએ છઈએ, તે પણ ખોટું છે. ।।૧૪૭।। read more
0 Views : 89

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪૮

અને જળ, અગ્નિ ને વાયુ એ સર્વને હાથ પગ છે, પણ તે આપણને દેખાતા નથી. તે જળ તાણે છે ને અગ્નિ બાળે છે ને વાયુ ઠેલે છે એમ મહારાજે કહ્યું છે. ।।૧૪૮।। read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪૯

માન-અપમાનમાં પોતાને અક્ષર માનવું જે, આપણાથી કોઇ મોટો નથી, માટે કેની પાસે માન-અપમાન માનવું ? ।।૧૪૯।। read more
0 Views : 89
Powered By Indic IME