Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ર

પછી વળી સ્વામીએ એમ વાત કરી જે,”અમે નાના હતા ત્યારે એક માર્ગી સાધુનો મહંત સભા કરીને બેઠેલ. ત્યાં જઇને પાધરી ડોશીઓને ખેસવીને તે મહંતને પ્રશ્ન પૂછ્યું જે,‘કાર્યશું ને કારણ શું ?’ ત્યારે તે કહે જે,‘અમને એવું આવડે નહીં ને મને તો કોઇએ શીખવેલ નથી.’ પછી અમને કહે જે, ‘તમે ઉત્તર કરો.’ ત્યારે મેં કહ્યું જે,‘ભગવાન કારણ ને આ સર્વ સૃષ્ટિતે કાર્ય. ત્યાં તો સૌ ભોંઠા પડી ગયા એમ સભા જીતી.’।।૨।। read more
0 Views : 1606

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩

બાજરો ભેળો કરીને ભગવાન ભજવા, બીજું કાંઇ ડોળ કર્યે પાર નહિ પડે અને રૂપિયા હશે તે મરી જાશું ત્યારે પડ્યા રહેશે એ કંઇ ઝાઝા કામના નહિ, જેટલા અવશ્ય જોઇએ તેટલાં ભેળા કરીને ભજન કરવું; ને ઝાઝા હશે તો કયાંયના કયાંય ઊડી જશે ને મૂળગી વાસના રહેશે. ।।૩।। read more
0 Views : 1533

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪

‘આ નિયમ છેએ બહુ મોટી વાત છે,નેજે દિવસ ધર્મમાં ફરે પડશે,તે દિવસ તો કોઇ વાત ઊભી નહિ રહે,માટે નિયમખબરદાર થઇને પાળવા’ એ વિષે ઘણીક વાત કરી. ।।૪।। read more
0 Views : 1547

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- પ

એક હરિજન પાસે (‘સંતજન સોઇ સદા મોઈ ભાવે’ એ)કીર્તન બોલાવીને કહ્યું જે,‘આજના કીર્તનમાં તો ચાર વેદ,ષટ્શાસ્ત્ર ને અઢાર પુરાણ આવી જાય એવાં ચમત્કારી છે.।।૫।। read more
0 Views : 1586

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬

ધોલેરામાં એક બાવે તેલ કકડાવીને માંહી શાલગ્રામને નાખ્યાં, તે વાત અમે સાંભળી તે ઘડી રુંવાડાં ઊભાં થયાંને જીવમાં બળવા લાગ્યું તે જુઓને, જગતમાં એવા ભેખ પણ છે. ।।૬।। read more
0 Views : 1539

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૭

શુદ્ધ સ્વરૂપનિષ્ઠા રાખવી નીકર વાંધો ભાંગશે નહિ, એમ મહારાજે પણ કહ્યું છે. તે માટે આ પ્રગટ પુરુષોત્તમ શ્રીજીમહારાજ સહજાનંદસ્વામી તે સર્વે શ્રીકૃષ્ણાદિક જે અવતાર તેમના અવતારી ને સર્વેના કારણ ને સર્વેના નિયંતા છે એમા લેશ માત્ર ફેર નથી; એમ જાણીને કોઇ દેવદેવલાંનો ભાર પડવા દેવો નહિ ને પતિવ્રતાની રીત રાખવી તો ઠેઠ અક્ષરધામમાં પુગાશે. ।।૭।। read more
0 Views : 1920

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૮

આ સત્સંગનો મહિમા તો અપાર છે; કેમ જે, બ્રહ્માંડબ્રહ્માંડ પ્રત્યે શ્રીકૃષ્ણાદિકની મૂર્તિઓ છે તેવા તો અનંત અવતાર થયા ને આપણને તો મહારાજ પુરુષોત્તમ મળ્યા છે. ને બીજા અવતાર જેવા તો આ સત્સંગમાં ઘણાક છે, એવો સત્સંગનો મહિમા સમજીને દઢ ઉપાસના કરવી. અને એવા જે પુરુષોત્તમતે તો આ એક જ છે. તેણે શુદ્ધ રીત પ્રવર્તાવી ને બીજાએ તોભેળું ને ભેળું બાઇ-ભાઇનું રાખેલ, પણ જુદારો ન પાડેલ, એવી રીતે પુરુષોત્તમપણાની ઘણીક વાત કરી. ।।૮।। read more
0 Views : 1548

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯

અને પદાર્થ ઝાઝાં ભેળાં ન કરવા નીકર, ઘણી મૂંઝવણથાવાની ને વાસના રહેશે. ને દેહ સારુ પદાર્થ છે ને દેહને તો વેરી જ કહ્યો છે, તે ભજન કરવા ન દે, વાંચવા ન દે તેવો છે; ને દેહાભિમાન મૂકયે સર્વે દોષ જાય છે, એ વાત કરીને તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું જે,‘મુકતાનંદસ્વામી જેવા હોય તે પણ પદાર્થનો જોગ થયે ઊતરતા જેવા રહે કે ન રહે’ બીજું સોળ સાધનનું વચનામૃત (ગ.અં.નુ ૨૪) વંચાવ્યું ને કહ્યું જે,‘તેણે કરીને અક્ષરધામ પમાય છે.’ ।।૯।। read more
0 Views : 1432
Powered By Indic IME