પૂર્વછાયો:- મહાપ્રભુ માંગરોળમાં, વશી પૂરો કર્યો પોષ માસ; વસંતપંચમીનો ભલો, ત્યાં તો દિવસ આવ્યો પાસ.1 ચોપાઈ:- માણાવદરના મેહેરબાન, ભલા ભૂપ ગજેફરખાન; તેણે મોકલ્યા ભટ મયારામ, ગયા તે સાથે ગોવિંદરામ. 2 ભકત પર્વત ને ભીમભાઇ, હરિભકત ચાલ્યા હરખાઇ; સતસંગીનો થઇને સમાજ, ગયા કૃષ્ણને તેડવા કાજ. 3 જૈને શ્રીજગજીવન પાસ, કરી પ્રેમથી વિનતિ પ્રકાશ; માણાવદરમાં મહારાજ, કરો આવી વસંતનું કાજ. 4 ત્યાંજ તેડી જવાને તમને, અવનીશ્વરે મોકલ્યા અમને; સંત હરિજનને લઇ સાથ, નેહ લાવી પધારોને નાથ. 5 માઘી પંચમીને દિન પ્રીતે, રંગખેલ કરો રુડી રીતે; પછી લૈ સાથે સંતસમાજ, ગયા માણાવદર મહારાજ. 6 ભટને ઘેર જૈ ભગવાને, કર્યો ઉતારો કરુણાનિધાને; આવ્યો પંચમીનો દિન જયારે, થયો સારો સમૈયો તે ત્યારે. 7 સારી અઠાવના તણી સાલે, કર્યો ઉત્સવ ત્યાં વૃષલાલે; દેશદેશના હરિજન આવ્યા, ભલી ભેટ સામગરી લાવ્યા. 8 પછી કેસર કેસુ પતંગ, રુડી રીતે રચાવિયા રંગ; લાવ્યા ખૂબ અબીર ગુલાલ, પીચકારિયોનો તેવો તાલ. 9 એક પાસે તો સંતસમાજ, બીજે પાર્ષદો ને મહારાજ; મળી ખૂબ કર્યો રંગખેલ, ચારે પાસે ચાલી રંગરેલ. 10 નાખ્યો ખૂબ ગુલાલ અબીર, પછી નાવા ગયા નરવીર; નદી ક્ષારવતી લક્ષ્મીઆરે, કર્યું સ્નાન ત્યાં ધર્મદુલારે. 11 ભટની વાડી માંહી પધારી, કરી જગ્યા પ્રસાદીની સારી; માણાવદરના શાહુકાર, નામ જાદવજી નિરધાર. 12 તેણે રેશમની કોરવાળો, ધોતી જોટો રુડો રુપાળો; ધર્મપુત્રની આગળ ધર્યો, ભલા ભાવ થકી […]
read more