Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

ગઢડા પ્રથમ – ૩૯ : સવિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિવાળાનું

ગઢડા પ્રથમ – ૩૯ : સવિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિવાળાનું સંવત્ ૧૮૭૬ ના માઘ સુદિ ૩ ત્રીજને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ-નારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી, ને પીળા પુષ્પના તોરા પાઘમાં લટકતા હતા ને કાન ઉપર ધોળા ને પીળા પુષ્પના ગુચ્‍છ ખોશ્‍યા હતા ને કંઠમાં પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્‍યો હતો તેને પ્રશ્ર્ન પુછયો જે, “તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ, ઇશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ, તે સર્વેને મિથ્‍યા કહો છો એ વાત અમને સમજાતી નથી, તથા માન્‍યામાં આવતી નથી. માટે તમને પુછીએ છીએ તેનો ઉત્તર કરો, તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્‍મૃતિ અને ઇતિહાસ તેની સાખ્‍યે કરીને કરો, પણ કોઇક કલ્‍પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહિ માનીએ, અને જો વ્‍યાસજીને વચને કરીને કરશો તો અમારા માન્યામાં આવશે, કેમ જે અમારે વ્‍યાસજીના વચનમાં દ્રઢ પ્રતીતિ છે.” પછી તે વેદાંતીએ ઘણીક પ્રકારની યુકિતઓ લાવીને ઉત્તર કરવા માંડયો પણ શ્રીજીમહારાજે તેમાં આશંકા કરી માટે તે પ્રશ્ર્નનું સમાધાન થયું […] read more
0 Views : 219

ગઢડા પ્રથમ – ૪૦ : સવિકલ્પ, નિર્વિકલ્પ સમાધિનું

ગઢડા પ્રથમ – ૪૦ : સવિકલ્‍પ, નિર્વિકલ્‍પ સમાધિનું સંવત્ ૧૮૭૬ના માઘ સુદિ ૪ ચોથને દિવસે પ્રાત:કાળે શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી, ને પાઘને વિષે પીળા પુષ્પનો તોરો લટકતો હતો ને કંઠને વિષે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજને મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે “હે મહારાજ! સવિકલ્‍પ સમાધિ તે કેને કહીએ, ને નિર્વિકલ્‍પ સમાધિ તે કેને કહીએ ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેને ભગવાનના સ્‍વરૂપમાં સ્‍થ્‍િાતિ થઇ હોય તેને અસુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય જે, હું નારદ, સનકાદિક ને શુકજી તે જેવો થાઉ અથવા નરનારાયણના આશ્રમમાં જઇને તે આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરૂં અથવા શ્વેતદ્વીપમાં જઇને તપ કરીને શ્વેતમુક્ત જેવો થાઉ એવી રીતનો જેને વિકલ્‍પ રહેતો હોય તેને સવિકલ્‍પ સમાધિવાળો કહીએ અને જેને એવી રીતનો વિકલ્‍પ ન હોય, ને અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિષે જ નિમગ્‍ન રહેતો હોય, તેને નિવર્િકલ્‍પ સમાધિવાળો કહીએ.” પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, ” હે મહારાજ ! ભકિતમાં ને ઉપાસનામાં તે શો ભેદ છે?” ત્‍યારે […] read more
0 Views : 268

ગઢડા પ્રથમ – ૪૧ : ‘એકોડહં બહુસ્યામનું’

ગઢડા પ્રથમ – ૪૧ : ‘એકોડહં બહુસ્‍યામનું’ સંવત્ ૧૮૭૬ના માઘ સુદિ ૫ પંચમીને દિવસ સાંજને સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં, શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીંબડા તળે ચોતરા ઉપર ઢોલિયે વિરાજમાન હતા અને સર્વે ધોળાં વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પીળા પુષ્પના ગુચ્‍છ કાન ઉપર ધાર્યા હતા ને પાઘને વિષે પીળા પુષ્પના તોરા લટકતા મુકયા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “પ્રશ્ર્ન ઉત્તર કરો.” પછી નૃસિંહાનંદ સ્‍વામીએ પુછયું જે, ”હે મહારાજ ! ‘એકોહં બહુસ્યાં પ્રજાયેય’ એ જે શ્રુતિ તેનો જે અર્થ તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે, “પ્રલયકાળને વિષે જે એક ભગવાન હતા તેજ પોતાની ઇચ્‍છાએ કરીને સૃષ્‍ટિકાળે સર્વ જીવ ઇશ્વરરૂપે થયા છે.” તે એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ધેડ બેસતી નથી. અમે તો એમ સમઝીએ છીએ જે, ભગવાન તો અચ્‍યુત છે તે ચ્‍યવીને જીવ, ઇશ્વરરૂપે થાય નહિ, માટે એ શ્રુતિનો જે અર્થ તેતો તમે કહો તો યથાર્થ સમજાય.”  પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ” એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી. એનો અર્થતો બીજી રીતે છે, તે વેદસ્‍તુતિના […] read more
0 Views : 224

ગઢડા પ્રથમ – ૪૨ : વિધિનીષેધનું

ગઢડા પ્રથમ – ૪૨ : વિધિનીષેધનું સંવત્ ૧૮૭૬ના માઘ સુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં, શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા માથે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્‍છ વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને તે સભાને વિષે કોઇક વેદાંતી બ્રાહ્મણ પણ આવીને બેઠો હતો, તેને જોઇને શ્રીજીમહારાજ બોલ્‍યા જે, વેદાંત શાસ્ત્રને જે જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે, વિધિ નિષેધ તો મિથ્‍યા છે અને વિધિનિષેધે કરીને પમાય એવાં જે સ્‍વર્ગ ને નરક તે પણ મિથ્‍યા છે , અને તેને પામનારો જે શિષ્ય તેપણ મિથ્‍યા છે અને ગુરુ પણ મિથ્‍યા છે અને એક બ્રહ્મ જ સભર ભર્યો છે તે સત્‍ય છે. એવી રીતે જે કહે છે તે શું સમઝીને કહેતા હશે ? અને સર્વે વેદાંતીના આચાર્ય જે શંકરાચાર્ય તેણે તો પોતાના શિષ્યને દંડ કમંડલુ ધારણ કરાવ્‍યાં, અને એમ કહ્યું જે ભગવદ્રીતા ને વિષ્ણુસહસ્રનામનો પાઠ કરવો, તથા વિષ્ણુનું પૂજન કરવું, અને જેને ઝાઝાં ચોમાસાં થયાં હોય તેને થોડાં ચોમાસાવાળાએ વંદન કરવું, અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરનીજ ભિક્ષા […] read more
0 Views : 208

ગઢડા પ્રથમ – ૪૩ : ચાર પ્રકારની મુકિતનું

ગઢડા પ્રથમ – ૪૩ : ચાર પ્રકારની મુકિતનું સંવત્ ૧૮૭૬ના માઘ સુદિ ૭ સાતમને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજને સમે વિરાજમાન હતા ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને પાઘને વિષે પીળા પુષ્પના તોરા લટકતા હતા, ને કંઠને વિષે પીળા પુષ્પના હાર પહેર્યા હતા, ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્‍છ ખોશ્‍યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. તે સમે શ્રીજીમહારાજ સર્વે ભક્તજન ઉપર કરુણાની દૃષ્ટિએ કરીને સર્વ સામું જોઇને બોલ્‍યા જે, “સર્વે સાંભળો, એક પ્રશ્ર્ન પુછીએ છીએ જે, શ્રીમદ્ભાગવત પુરાણમાં કહ્યું છે જે, ‘ભગવાનના ભક્ત હોય તે ચારપ્રકારની મુકિતને નથી ઇચ્‍છતા.’અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે, ‘ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુકિતને નથી ઇચ્‍છતા. તે ચાર પ્રકારની મુકિત તે શું ? તો એક તો ભગવાનના લોકમાં રહેવું, અને બીજું ભગવાનને સમીપે રહેવું અને ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું અને ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું, એવી રીતે જે ચાર પ્રકારની મુકિત તેને તો ભગવાનનો ભક્ત નથી ઇચ્‍છતો, ને કેવળ ભગવાનની સેવાનેજ ઇચ્‍છે છે. તે એ ભક્ત ચાર પ્રકારની મુકિતને શા સારૂં નથી ઇચ્‍છતો, એ પ્રશ્ર્ન છે”? […] read more
0 Views : 225

ગઢડા પ્રથમ – ૪૪ : બળબળતા ડામનું, ડગલાનું

ગઢડા પ્રથમ – ૪૪ : બળબળતા ડામનું, ડગલાનું સંવત્ ૧૮૭૬ના માઘ સુદિ ૮આઠમને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં, શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે, ઓટા મઘ્‍યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સવારના પહોરમાં વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો, ને તે ફેંટાને એક આંટે કરીને બોકાની વાળી હતી, ને તે પાઘ ઉપર ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનને વિષે સ્‍નેહ હોય તેનું શું રૂપ છે?” પછી બ્રહ્માનંદ સ્‍વામીએ સ્‍નેહનું રૂપ કરવા માંડયું પણ સમાધાન ન થયું. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, તમને તો સ્‍નેહની દિશજ જડી નહિ, અને તમે જે પિંડ બ્રહ્માંડથી નિસ્‍પૃહ રહેવું તેને સ્‍નેહ કહ્યો, એ સ્‍નેહનું રૂપ નહી, એ તો વૈરાગ્‍યનું રૂપ છે. અને સ્‍નેહ તો એનું નામ જે ભગવાનની મૂર્તિની અખંડ સ્‍મૃતિ રહે. એનું નામ સ્‍નેહ કહીએ. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિષે સ્‍નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્‍પજ ન થાય, અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્‍નેહમાં ફેર છે. અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્‍નેહ હોય ને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઇક ઘાટ થાય તો, જેમ પંચામૃત […] read more
0 Views : 223

ગઢડા પ્રથમ – ૪૫ : સાકાર-નિરાકારનું

ગઢડા પ્રથમ – ૪૫ : સાકાર-નિરાકારનું સંવત્ ૧૮૭૬ ના માઘ સુદી ૧૦ દશમીને દિવસ સાંજને સમે સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતાં અને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી ગોપાળાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! કેટલાક વેદાંતિ એમ કહે છે જે ‘ભગવાનને આકાર નથી.’ અને તેવાજ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે. અને કેટલાક જે નારદ, શુક, સનકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે. તે એ બેમાંથી કોણ સાચા છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જે ભગવાન પુરૂષોત્તમ છે તે તો સદા સાકારજ છે અને મહા તેજોમય મૂર્તિ છે. અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્‍ચિદાનંદ બ્રહ્મ છે, તે તો મૂર્તિમાન એવા જે પુરૂષોત્તમ ભગવાન તેનું તેજ છે. અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે ‘તે ભગવાન માયા સામું જોતા હવા’ અને જ્યારે જુવે ત્‍યારે તેને શું એકલી આંખ જ હોય ? હાથ પગ પણ હોય. માટે સાકારરૂપનું પ્રતિપાદન થયું, અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરૂણ તે પોતાના લોકને વિષે સાકાર છે. ને જળ નિરાકાર કહેવાય છે. […] read more
0 Views : 236

ગઢડા પ્રથમ – ૪૬ : આકાશની ઉત્પત્તિ અને લયનું

ગઢડા પ્રથમ – ૪૬ : આકાશની ઉત્‍પત્તિ અને લયનું સંવત્ ૧૮૭૬ના માઘ સુદી ૧૧ એકાદશીને દિવસ સાંજને સમે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની સમીપે ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળી પાઘ બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. તે સમયે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતિ બ્રાહ્મણ હતો તેણે શ્રીજી મહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “સમાધિને વિષે સર્વે લીન થાય છે ત્‍યારે આકાશ કેવી રીતે લીન થાય છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, આકાશનું રૂપ અમે રૂડે પ્રકારે કરીએ તે તમે સર્વે સાવધાન થઇને સાંભળો જે, આકાશ તે અવકાશને કહીએ અને જે જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે. અને તે પદાર્થમાં પણ આકાશ વ્‍યાપીને રહે છે. અને એવું કોઇ પદાર્થ નથી જે જેને વિષે આકાશ ન હોય. કેમ જે પૃથ્‍વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિષે પણ આકાશ છે. અને તે એક રજના કોટાનકોટી કટકા કરીએ તોપણ તેને વિષે આકાશ છે. માટે આકાશની દૃષ્ટિએ જ્યારે જોઇએ ત્‍યારે પૃથ્‍વી આદિક ચાર ભૂત દેખાતાં નથી, એકલો આકાશ જ દેખાય છે. તે આકાશ સર્વનો આધાર છે. અને સ્‍થૂલ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ શરીર તે […] read more
0 Views : 251
Powered By Indic IME