Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

ગઢડા પ્રથમ – ૭. અન્વય-વ્યતિરેકનું

ગઢડા પ્રથમ – ૭. અન્‍વય-વ્‍યતિરેકનું સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૦ દશમીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “શાસ્ત્રમાં જ્યાં જ્યાં અઘ્‍યાત્‍મવાતર્ા આવે છે તે કોઇને સમજાતી નથી અને ભ્રમી જવાય છે માટે એ અઘ્‍યાત્‍મવાતર્ા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો જે, સ્‍થૂળ, સૂક્ષ્મ, અને કારણ એ ત્રણ દેહને વિષે એકાત્‍મપણે જે વર્તવું તે એ જીવનું અન્‍વયપણું છે અને એ ત્રણ દેહથી પૃથક્પણે સત્તામાત્ર જે કહેવો, તે જીવનું વ્‍યતિરેકપણું છે તથા વિરાટ, સૂત્રાત્‍મા અને અવ્‍યાકૃત એ ત્રણ શરીરે સહિત જે ઇશ્વરને કહેવા તે ઇશ્વરનું અન્‍વયપણું છે અને એ ત્રણ શરીરથી પૃથક્ અને સત્તામાત્રપણે કહેવા તે ઇશ્વરનું વ્‍યતિરેકપણું છે તથા માયા અને માયાનાં કાર્ય જે અનંતકોટિ બ્રહ્માંડ તેને વિષે વ્‍યાપકપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનું અન્‍વયપણું છે અને એ સર્વથી વ્‍યતિરેક સચ્‍ચિદાનંદપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનું વ્‍યતિરેકપણું છે તથા અક્ષરબ્રહ્મ, ઇશ્વર, જીવ, માયા અને માયાનાં કાર્ય જે બ્રહ્માંડ, એમને વિષે જે શ્રીકૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનું અન્‍વયપણું છે અને એ સર્વથી પૃથક્પણે કરીને પોતાના ગોલોક ધામને વિષે જે બ્રહ્મજ્યોતિ તેને વિષે રહ્યા છે એમ […] read more
1 Views : 2415

ગઢડા પ્રથમ – ૮. ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યા‍નું

ગઢડા પ્રથમ – ૮. ઇન્‍દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્‍યાનું. સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ઇંદ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણભગવાન અને તેના ભકતની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુઘ્‍ધ થાય છે, અને અનંતકાળનાં જે પાપ જીવને વળગ્‍યાં છે તેનો નાશ થઇ જાય છે અને જો ઇંદ્રિયોની વૃત્તિઓને સ્‍ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંત:કરણ ભ્રષ્‍ટ થાય છે અને કલ્‍યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જેવી રીતે વિષય ભોગવ્‍યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મયર્ાદાને ઉલ્‍લંધન કરીને ભોગવવા નહિ. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્‍યાગ કરવો અને જ્યારે એ કુસંગનો ત્‍યાગ કરીને સાધુનો સંગકરે છે, ત્‍યારે એને દેહને વિષે જે અહંબુઘ્‍ધિ છે તે નિવૃત્તિ પામેછે. અને દેહના સંબંધીને વિષે જે મમત્‍વબુઘ્‍ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્‍યને વિષે વૈરાગ્‍ય થાય છે. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૮|| read more
0 Views : 2661

ગઢડા પ્રથમ – ૯. ભગવાન વિના બીજું ન ઈચ્છિવાનું

ગઢડા પ્રથમ – ૯. ભગવાન વિના બીજું ન ઈચ્‍છવાનું સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રત્‍યક્ષપણે નિશ્વય કયર્ો હોય અને તેની ભકિત કરતો હોય અને તેનાં દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને અને અંત:કરણમાં ન્‍યૂનતા વર્તે જે, ગોલોક, વૈકુંઠાદિક ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાણું નથી, ત્‍યાં સુધી મારૂં પરિપૂર્ણ કલ્‍યાણ થયું નથી” એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી, અને જે પ્રત્‍યક્ષ ભગવાનને વિષે દ્ઢ નિષ્‍ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઇ નથી ઇચ્‍છતો, તેને તો ભગવાન પોતે બલાત્‍કારે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિયો છે તેને દેખાડે છે, માટે જેને ભગવાનને વિષે અનન્‍ય નિષ્‍ઠા હોય તેને પ્રત્‍યક્ષ ભગવાન વિના બીજું કાંઇ ઇચ્‍છવું નહિ. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૯|| read more
0 Views : 1601

ગઢડા પ્રથમ – ૧૦. કૃતઘ્નીનું, સેવકરામનું

ગઢડા પ્રથમ – ૧૦. કૃતઘ્‍નીનું, સેવકરામનું સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૩ તેરસને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અમે વેંકટાદ્રિથી સેતુબંધ રામેશ્વર જતા હતા ત્‍યાં એક સેવકરામ નામે સાધુ હતો તે શ્રીમદ્ભાગવતાદિક પુરાણને ભણ્‍યો હતો. તે માર્ગમાં ચાલતાં માંદો પડયો, તેની પાસે રૂપિયા હજારની સોનામહોરો હતી, પણ ચાકરીનો કરનારો કોઇ નહિ માટે રોવા લાગ્યો, પછી તેને અમે કહ્યું જે, ‘કાંઇ ચિંતા રાખશોમાં, તમારી ચાકરી અમે કરીશું.’ પછી ગામને બહાર એક કેળાંની ફુલવાડી હતી તેમાં એક વડનો વૃક્ષ હતો તે વડના વૃક્ષને વિષે હજાર ભૂત રહેતાં હતાં. પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહિ અને અતિશય માંદો થયો, તે ઉપર અમને અતિશે દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળનાં પત્ર લાવીને હાથ એક ઉચી પથારી કરી આપી  અને તે સાધુને લોહિખંડ પેટબેસણું હતું. તેને અમે ધોતા અને ચાકરી કરતા અને તે સાધુ. પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપીયા આપીને મંગાવતો તે અમો લાવીને રાંધી ખવરાવતા. અને અમો વસ્‍તીમાં જઈને જમી આવતા અને કોઈક દિવસ તો અમને વસ્‍તીમાં અન્ન મળતું નહિ ત્‍યારે અમારે ઉપવાસ થતો. […] read more
0 Views : 1511

ગઢડા પ્રથમ – ૧૧. વાસનાનું તથા એકાંતિક ભકતનું

ગઢડા પ્રથમ – ૧૧. વાસનાનું તથા એકાંતિક ભકતનું સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી બ્રહ્માનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! વાસનાનું શું રૂપ છે ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “પૂર્વે જે વિષય ભોગવ્‍યા હોય, દીઠા હોય અને સાંભળ્‍યા હોય તેની જે અંત:કરણને વિષે ઇચ્‍છા વર્તે તેને વાસના કહીએ અને વળી જે વિષય ભોગવ્‍યામાં ન આવ્‍યા હોય, તેની જે અંત:કરણને વિષે ઇચ્‍છા વર્તે તેને પણ વાસના કહીએ.” ત્‍યારે મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! ભગવાનનો એકાંતિક ભકત કેને કહીએ ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેને ભગવાન વિના બીજી કોઇ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભકિત કરતો હોય તે એકાંતિક ભકત કહેવાય.” ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું ||૧૧|| read more
0 Views : 1417

ગઢડા પ્રથમ – ૧૨. તત્ત્વોના લક્ષણનું

ગઢડા પ્રથમ – ૧૨. તત્ત્વોના લક્ષણનું સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૫ પુનમને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “જગતનાં કારણ એવાં જે પુરૂષ, પ્રકૃતિ, કાળ અને મહત્તત્ત્વાદિક ચોવીશ તત્ત્વ એમના સ્‍વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્‍યારે પોતાને વિષે રહી જે અવિદ્યા અને તેનાં કાર્ય એવાં જે ચોવીશ તત્ત્વ તેના બંધન થકી મુકાય છે.” ત્‍યારે મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! એમનું સ્‍વરૂપ કેમ જાણ્‍યામાં આવે?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એમનાં સ્‍વરૂપ તો એમનાં લક્ષણને જાણવે કરીને જણાય છે, તે લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતીય, અખંડ, અનાદિ, અનંત, સત્‍ય, સ્‍વયંજ્યોતિ, સર્વજ્ઞ, દિવ્‍યવિગ્રહ, સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરૂષ છે. અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્‍મક છે, જડચિદાત્‍મક છે, નિત્‍ય છે, નિર્વિશેષ છે અને મહદાદિક સમગ્ર તત્ત્વ અને જીવમાત્ર તેનું ક્ષેત્ર છે અને ભગવાનની શકિત છે, અને ગુણસામ્‍ય ને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને  કાળ કહીએ. હવે મહત્તત્ત્વાદિક જે તત્ત્વ તેનાં લક્ષણ કહીએ તે સાંભળો જે, ચિત્તને અને મહત્તત્‍વને અભેદપણે જાણવું અને જે મહત્તત્‍વને વિષે સૂક્ષ્મરૂપે કરીને સમગ્ર જગત રહ્યું […] read more
0 Views : 1439

ગઢડા પ્રથમ – ૧૩. વડ પીપળની ડાળ બીજે રોપ્યાનું

ગઢડા પ્રથમ – ૧૩. વડ પીપળની ડાળ બીજે રોપ્યાનું સંવત્ ૧૮૭૬ના માગશર વદિ ૧ પડવાને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ-નારાયણના મંદિરને સમીપે લીંબડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા. અને રાતો સુરવાળ પહેયર્ો હતો અને રાતી ડગલી પહેરી હતી અને માથે સોનેરી સેલું બાંઘ્‍યું હતું અને કટીને વિષે સોનેરી શેલું બાંઘ્‍યું હતું અને કંઠને વિષે મોતીની માળાઓ પહેરી હતી અને પાધને વિષે મોતીના તોરા લટકતા મુકયા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજને નિત્‍યાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે “દેહ દેહ પ્રત્‍યે જીવ એક છે કે અનેક છે ? અને જો એક કહેશો તો વડ, પીંપર આદિક જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્‍યારે તેવો ને તેવો જ વૃક્ષ થાય છે. એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કયર્ો ? અને કહેશો જે એ તો એનો એ જીવ છે, તો જીવ તો અખંડ છે અને અચ્‍યુત છે તે કપાણો કેમ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, લ્‍યો એનો ઉત્તર કરીએ જે, શ્રીકૃષ્ણ ભગવાન છે તેની પુરૂષ અને પ્રકૃતિ એ બે શકિતઓ છે. તે જગતની ઉત્‍પત્તિ, સ્‍થ્‍િાતિ અને પ્રલય તેનું કારણ છે. તે પુરૂષને પ્રકૃતિરૂપ જે પોતાની બે શકિતઓ તેનું ગ્રહણ કરીને […] read more
0 Views : 1484

ગઢડા પ્રથમ – ૧૪. ‘અંતે યા મતિ: સા ગતિ:’નું

ગઢડા પ્રથમ – ૧૪. ‘અંતે યા મતિ: સા ગતિ:’નું સંવત્ ૧૮૭૬ ના માગશર વદિ ૨ બીજને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાધ બાંધી હતી અને ધોળો ખેસ પહેયર્ો હતો. અને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા પાધમાં વિરાજમાન હતા અને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્‍છ વિરાજમાન હતા અને તે ગુચ્‍છની ઉપર ગુલાબનાં પુષ્પ વિરાજમાન હતાં અને કંઠને વિષે પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે “એક હરિજન છે તે સંસારને તજીને નીસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્‍યવાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે, એવો એક ત્‍યાગી ભકત છે. અને તેને ભગવાનનો નિશ્વય પણ દઢ છે અને વળી બીજો ગૃહસ્‍થ ભકત છે તેને પણ ભગવાનનો નિશ્વય દઢ છે અને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્‍યાગીને જગતમાં વાસના છે, તેટલી તે ગૃહસ્‍થને પણ વાસના છે. એ […] read more
0 Views : 1553
Powered By Indic IME