Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮૮

વહાણ છે તેનું સુકાન ધ્રુવ સામું મરડે છે ને તેના ખેવટિયા ધ્રુવ સામુ જોઇ રહે છે ; તેમ આપણે ભગવાન સામું જ જોવુંને બીજે માલ નથી, ને બીજું તો જે જે કરીએ છઈએ તેમાં વેઠિયાની પેઠે મંડ્યા છઈએ. પહેલે પૂજત ગોર જયું, પ્રીત કરી મન માંય; મુકત કહે સ્વારથ સરે, ફિર ડારત ધ્રો માંય. તે જ્યારે સમાગમ કરશું ત્યારે વ્યવહાર વેઠ રૂપ જણાશે. ।।૧૮૮।। read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮૯

સંવત્ ૧૯૨૧ના માગશર માસથી મહારાજ પાસે જવાની વૃત્તિ તણાય છે, તે તમને હમણાં તો જણાતું નથી; પણ ભાઇ ! હવે આવો જોગ નહિ રહે. ને મહારાજ ભેળા રહ્યા છે તે પણ વાંસે રોશે; કાં જે, આવી વાત કોણ કરે ? કોઇ કરશે તો સુધી જન્મ-મરણની કરશે. ને આ તો મનના ને ઇન્દ્રિયોના દોષ કહેવા, તેએ કેને એની ખબર હોય ? અને ા દોષ કેણે જોઇને ત્યાગ કર્યા છે ? માટે આવો જાગે નહિ મળે. ।।૧૮૯।। read more
0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯૦

અને પુસ્તકોમાં તો વાતું લખી હશે પણ કોઇને તે કામ આવી નથી; કાં જે, વચનામૃતની આખી પ્રતો પાસે પડી રહીને વળી ભણેલા તે પણ સત્સંગમાંથી ગયા છે. ।।૧૯૦।। read more
0 Views : 116

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯૧

બાકી ધર્મશાળાનો તાલ, લાકડાં ને પાણામાં કાંઇ નથી,એ બધું કહીએ છઈએ તો નિંદા જેવું કહેવાય છે, પણ આવી વાતો વિના પરભાવને નહિ પમાય. તે શુકજીને દેખીને ગોપીઓએ વસ્ત્ર ન પહેર્યા, ને વ્યાસજીને દેખીને પહેર્યા, કાંજે, એને સ્ત્રી-પુરુષનો ભાવ નહિ. માટે સ્થૂળ, સૂક્ષ્મને કારણએ ત્રણથી તો વારંવાર નોખું જ પડવું. અને એને ભાવનાએ કરીને મૂકયાં ત્યારે પ્રકૃતિ પર્યન્ત આવી ગયું ને તે પર ગુણાતીત એવું સ્વરૂપ થયું, માટે તે વગર કોઇ કાળે છૂટકો નથી. ત્યજ ધર્મમધમર્ં ચ ઉભે સત્યાનૃતે ત્યજ । ઉભે સત્યાનૃતે ત્યકત્વા યેન ત્યજસિ તત્ત્યજ ।। તે કહ્યું છે જે, અસદ્વાસનાનો ત્યાગ ને સદ્વાસનાનો પણ ત્યાગ કર; તે કર્યું થાય, એ કહ્યું તે પ્રમાણે કરવું. ।।૧૯૧।। read more
0 Views : 133

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯ર

અને જીવને સત્સંગ થાય નહિ. તે તો જેટલા દેહ મૂકીને ગયા જે એકાંતિક સાધુ તેમનો રાત્રિપ્રલય સુધી અહોનિશ જોગ રાખે તો થાય, નીકર પૂરો ન થાય. ।।૧૯૨।। read more
0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯૩

ઓહોહો ! આ ભરતખંડમાં આવો જોગ થઇ ગયો ! આ સાધુ, આ વાતો, આ ધર્મ જો ખરેખર ઓળખાય તો, ને આ સાધુ ઓળખાય તો કાંઇ કાચું નથી; ને આ વાતો તો કોઇને મળી નથી. ।।૧૯૩।। read more
0 Views : 118

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯૪

અને આ દેહ હાડકાંનો, સ્ત્રીનો દેહ પણ હાડકાંનો ને છોકરાનો પણ હાડકાંનો, એમાં કાંઇયે માલ નથી. ને ચૂનો એ ધોળી ધૂળ ને આ બીજી અમથી ધૂળ. દેહ ધૂળનો, રૂપિયા ધૂળનાં, કુટુંબી ધૂળનાં, ખાવું ધૂળનું, ખોરડાં ધૂળનાં, એમ છે. ને એમાં જીવ માલ માનીને ચોંટ્યો છે. પણ કાળ ખાઇ જાશે માટે ભગવાન ભજી લેવા, બાકી બધું ધૂળનું છે. ।।૧૯૪।। read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯પ

ઓહો ! માણસ બધાં આ થાંભલાના દર્શન કરે છે; પણ કોઇ સાધુનાં નથી કરતાં ને કોટિ વાતની એક વાત છેઃ જે દિવસે ભગવાન અને આવા સાધુને નમશે તે દિવસે જ છૂટકો થવાનો.જે દિવસે અખંડ ભજન કરશે ને જે દિવસે દોષ મૂકશે તે દિવસે જ ભગવાનના ધામમાં રહેવાશે. કરોડ વાતની એ જ એક વાતછે. ।।૧૯૫।। read more
0 Views : 115
Powered By Indic IME