પૂર્વછાયો- ગાઉં ભક્ત ગુજરાતના, જેના પ્રેમનો નહિ પાર । ભાવ ભક્તિ અતિ ઘણી, વળી નિયમ ધારી નરનાર ।।૧।। પ્રકટ પુરૂષોત્તમને મળી, વળી થયાં પૂરણકામ । એવાં જન પાવનનાં, હવે લખું કાંયેક નામ ।।૨।। ચોપાઇ- ધન્ય જેતલપુરના જન, જીયાં હરિએ કર્યા જગન । તિયાં જે જે રહ્યા હરિજન, તેને જાણવા પરમ પાવન ।।૩।। પટેલ ભક્ત ગંગાદાસ નામ, પ્રભુદાસ આસજી અકામ । ભક્ત કાકુજી ભિખારીદાસ, પીતાંબર ભજે અવિનાશ ।।૪।। જોયતાદાસ જીવણ કહીએ, કૃષ્ણદાસ કાશીદાસ લહીએ । ભક્ત ખોડો નથુ પુંજોભાઇ, એહઆદિ પટેલ કહેવાઇ ।।૫।। દ્વિજ ભક્ત ઉભે આશારામ, જન દેવરામ દયારામ । ઉગરચંદ ને બેચરભાઇ, બાઇ રળીયાત હર્ખબાઇ ।।૬।। ક્ષત્રિ વાલોભાઇ હરિજન, ઠાર લવજી જીવો પાવન । માળી માણ્યકશા ને કુબેર, ભક્ત ઘેલો ખરો નહિ ફેર ।।૭।। એહ આદિ છે જન અપાર, વસે જેતલપુર મોઝાર । પટેલ ભક્ત વેણીભાઇ કહીએ, લાલદાસ કાળીદાસ લહીએ ।।૮।। ગોપાળ હાંસજી હરિજન, હરખા આદિ છે ભક્ત પાવન । દ્વિજ ભગો ને ખુશાલભાઇ, એહાદિ જન અસલાલીમાંઇ ।।૯।। ક્ષત્રિ ભગુજી માલજી લહીએ, નથુજી દેવોજી જેઠીજી કહીએ । પટેલ જેઠો દાજી ને દેસાઇ, નરોત્તમ ને નથુ કહેવાઇ ।।૧૦।। સુંદર ભક્ત છે સોની ઝવેર, ઠાર મોરાર વસૈયે ઘર । કણબી ભક્ત છે જેસંગભાઇ, રૂગનાથદાસ સુખબાઇ ।।૧૧।। બાપુ ધીરો કાશી ને દેસાઇ, વસે ભક્ત નવાગામ માંઇ । ભક્ત કણબી કહીએ કાકુજી, મકન […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)