પૂર્વછાયો- સ્વસ્તિ શ્રીભુજનગરમાં, રહ્યા રાજઅધિરાજ । સવેર્શુભ શોભા ત્યાં રહે, જીયાં આપ બિરાજો મહારાજ ।।૧।। સર્વે સદ્ગુણ મણિતણી, ધરી રહ્યા તમે માળ । ભક્તજનના મંડળમાં, બહુ શોભોછો દયાળ ।।૨।। જે જન આવે આશરે, તેને આપો છો અભયદાન । કૃષ્ણભક્તિ પ્રગટ કરી, આ સમે તમે ભગવાન ।।૩।। સવેર્ગુરૂના ગુરૂ તમે, આપે ઉદ્ધવ છો તમે આજ । એવા સ્વામી રામાનંદજી, જયકારી પ્રવર્તો મહારાજ ।।૪।। ચોપાઇ- તમે સાક્ષાતકાર ઉદ્ધવ, પ્રકટ્યા જીવ તારવાને ભવ । ધર્મરક્ષા કરવાને કાજ, તમે જન્મ લીધો છે મહારાજ ।।૫।। અવધપુરી અજયવિપર, લીધો જન્મ સુમતિ ઉદર । એવા ઉદ્ધવ તમે રામાનંદ, જિજ્ઞાસુ જીવના સુખકંદ ।।૬।। તેને પૃથ્વી ર્સ્પિશ નમસ્કાર, કરૂં છું હું હજારો હજાર । એમ કરી લખું છું વિનંતિ, તમે સાંભળજયો મહામતિ ।।૭।। નીલકંઠ વર્ણી મારૂં નામ, તમ શરણ વિના નથી ઠામ । એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજયો અમારી ।।૮।। કોશળદેશમાં મેલી સંબંધી, કૃષ્ણ મળવા વનવાટ લીધી । પછી ફર્યો હું સર્વે તીરથે, કૃષ્ણ પ્રગટ મળે એહ અર્થે ।।૯।। એમ કરતાં આવ્યો લોજ આંઇ, રહ્યો છું તમારા સંત માંઇ । કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ, કરૂં આગ્રહ તે કહું મહારાજ ।।૧૦।। તપ કરૂં છું કઠણ તને, નથી મોળો હું પડતો મને । ચારે માસ ચોમાસાના જેહ, કરૂં ધારણા પારણા હું તેહ ।।૧૧।। વર્ષો વરસ ર્કાિતક માસ, કરૂં […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)