Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

ભક્તિનિધિ કડવું:- ર૧

રાગ:- ધન્યાસરી નથી અંધારૂં નાથને ઘેરજી, એપણ વિચારવું વારમવારજી । સમઝીને સરલ વર્તવું રૂડી પેરજી, તો થાય માનજો મોટાની મે’રજી ।।૧।। રાગ :- ઢાળ મે’ર કરે મોટી અતિ, જો ઘણું રહિયે ગર્જવાન । ઉન્મત્તાઇ અળગી કરી, ધારી રહિયે નર નિર્માન ।।૨।। અવળાઇ કાંઇ અર્થ ન આવે, માટે શુદ્ધ વર્તવું સુજાણ । અંતર ખોલી ખરૂં કરવું, પો’ત વિના ન તરે પાષાણ ।।૩।। માટે જે કામ જેથી નિપજે, તે બીજે ન થાય મળે જો કોટ । તેને આગળ આધિન રહેતાં, ખરી ભાંગી જાય ખોટ ।।૪।। જેમ અન્ન અંબુ હોય એક ઘરે, બીજે જડે નહિ જગમાંઇ । એથી રાખિયે અણ મળતું, તો સુખ ન પામિયે ક્યાંઇ ।।૫।। માટે સર્વે સુખ શ્રીહરિમાં રહ્યાં, તે વિના નથી ત્રિલોકમાં । એમ સમુ જે નવ સમઝે, તે નર વરતે કધ્રોકમાં ।।૬।। જે ખરા ખપની ખોટવાળા, તે સુખાળા શું થાયછે ? । અતિ અનુપમ અવસરમાં, મોટી ખોટને ખાય છે ।।૭।। અમળતી અતિ વારતા, તે મેળવી હરિ કરી મે’ર । એહ વારતાની વિગતી કરી, નથી પ્રિછતા કોઇ પેર ।।૮।। જેમ અજાણ નરને એકછે, પથ્થર પારસ એક પાડ । બાવના ચંદન બરોબરી, વળી જાણેછે બીજાં ઝાડ ।।૯।। પણ પુરૂષોત્તમ પ્રગટનું મળવું, છે મોઘાં મૂલનું । નિષ્કુલાનંદ નર સમઝી, લેવું સુખ અતૂલનું ।।૧૦।। કડવું ।।૨૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 149

ભક્તિનિધિ કડવું:- રર

રાગ:- ધન્યાસરી સુખ અતોલ પામવા માટજી, તન મન ધન મર જાય એહ સાટજી । તોય ન મુકીયે એહ વળી વાટજી, તો સર્વે વારતા ઘણું બેસે ઘાટજી ।।૧।। રાગ :- ઢાળ ઘાટ બેસે વાત સર્વે, વળી સરે તે સર્વે કામ । કેડે ન રહે કાંઇ કરવું, સેવતાં શ્રીઘનશ્યામ ।।૨।। સહુના સ્વામી જે શ્રીહરિ, સહુના નિયંતા જે નાથ । સહુના આશ્રય એહ સેવતાં, સદાય થાય સનાથ ।।૩।। દેવના દેવ જે અખંડ અભેવ, અશર્ણશર્ણ સૌના આધાર । સર્વે સુખના વળી સુખનિધિ, સર્વે સારનું પણ સાર ।।૪।। સવ  રસના રસરૂપ અનુપ, સર્વે ભૂપના પણ ભૂપ । સર્વે તેજના તેજ છે એજ, સર્વે રૂપના પણ રૂપ ।।૫।। પરાપાર અપાર એવા, જેની સેવા કરે સહુ કોય । ઇશના ઇશ પરમેશ્વર પોતે, એહ સમ અન્ય નહિ હોય ।।૬।। પુરૂષોત્તમ પરબ્રહ્મ પૂરણ, સુખદ સર્વના શ્યામ । તેહ નરતન ધરી નાથજી, સુખ દેવા આવે સુખધામ ।।૭।। એહ સુર સુરેશ સરિખા નહિ, નહિ ઇશ અજસમ એહ । પ્રકૃતિ પુરૂષ સરિખા નહિ, નહિ પ્રધાન પુરૂષ સમ તેહ ।।૮।। એવા અંતરજામી અવની મધ્યે, આપે આવેછે અલબેલ । ત્યારે સહુ નરનારને, સેવવા જેવા થાયછે સહેલ ।।૯।। હોય મનુષ્યાકાર અપાર મોટા, જેની સામર્થીનો નહિ પાર । નિષ્કુલાનંદ એહ નાથનો, કોણ કરી શકે નિરધાર ।।૧૦।। કડવું ।।૨૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 138

ભક્તિનિધિ કડવું:- ર૩

રાગ:- ધન્યાસરી નિરધાર ન થાય અપાર છે એવાજી, કહો કોણ જાય પાર તેનો લેવાજી । નથી કોઇ એવી ઉપમા એને દેવાજી, જેહ નાવે કહ્યામાં તો કહિયે એને કેવાજી ।।૧।। રાગ :- ઢાળ કહેવાય નહિ કોઇ સરખા, એવા મનુષ્યાકાર મહારાજ । એને મળતે સહુને મળ્યા, એને સેવ્યે સર્યાં સહુ કાજ ।।૨।। એને નિરખ્યે સહુ નિરખ્યા, એને પૂજયે પૂજયા સહુ દેવ । એને જમાડ્યે સહુ જમ્યા, થઇ સૌની એને સેવ્યે સેવ ।।૩।। એના થયે  થયાં કામ સરવે, એને ભજયે ભજી ગઇ વાત । એનાં દરશ સ્પર્શ કરી, સર્વે કાજ સર્યાં સાક્ષાત ।।૪।। સહુની પાર સહુને સરે, નર અમરને અગમ અતિ । એવી મૂર્તિ જેને મળી, તેને થઇછે પૂરણ પ્રાપતિ ।।૫।। સર્વે કાર્ય તેનું સરિયું, રહ્યું નહિ અધુરૂં એક । તે પ્રગટ મૂર્તિ પ્રસંગે, વળી જાય વડો વિશેક ।।૬।। પ્રગટ પ્રસન્ન પ્રગટ દર્શન, પ્રગટ કે’વું સુણવું વળી। અતિ મોટી એહ વારતા, વણ મળ્યાની માનો મળી ।।૭।। રૂહે વાત આવી હાથ જેને, તેને કમી કહો કાંઇ રઇ? । પારસ ચિંતામણી પામતાં, સર્વે વાતની સંકોચ ગઇ ।।૮।। પામ્યા પરમ પદ પ્રાપતિ,  અતિ અણતોળી અમાપ । તે કે’વાય નહિ સુખ મુખથી, વળી થાય નહિ કેણે થાપ ।।૯।। અખંડ આનંદ અતિ ઘણો, તેતો પ્રગટ મળે પમાયછે । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, એહ સમ અવર કોણ થાયછે? ।।૧૦।। કડવું […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 148

ભક્તિનિધિ કડવું:- ર૪

રાગ:- ધન્યાસરી એની સેવા કરવી શ્રદ્ધાયેજી, તેહમાં કસર ન રાખવી કાંયજી । મોટો લાભ માની મનમાંયજી, તકપર તત્પર રે’વું સદાયજી ।।૧।। રાગ :- ઢાળ તત્પર રે’વું તક ઉપરે, પ્રમાદ પણાને પરહરી । આવ્યો અવસર ઓળખી, કારજ આપણું લેવું કરી ।।૨।। અવસરે અર્થ સરે સઘળો,  ણ અવસરે વણસે વાત । માટે સમો સાચવી, હરિને કરવા રળિયાત ।।૩।। જેમ લોહ લુહાર લૈ કરી, ઓરેછે અગ્નિમાંઇ । પણ ટેવ ન રાખે જો તાતણી, તો કામ ન સરે કાંઇ ।।૪।। એમ પામી પ્રભુ પ્રગટને, સમાપર રે’વું  સાવધાન । જોઇ મરજી મહારાજની, ભલી ભક્તિ કરવી નિદાન ।।૫।। જેમ તડિત તેજે મ ોતી પરોવવું, તે પ્રમાદી કેમ પરોવી શકે । પરોવે કોઇ હોય પ્રવીણ પૂરા, તેહ તરત તૈયાર રહ ે તકે ।।૬।। એમ અલ્પ આયુષ્ય આપણી, તેમાં પ્રગટ પ્રભુ પ્રસન્ન કરો । જાયે પલ પાછી જડે નહિ, થાય એવાતનો બહુ ખરખરો ।।૭।। જે ખેડુ કોઇ ખેતરમાં, વણ તકે વાવવા જાય । તે ઘેરે ન લાવે ભરી ગાડલાં, મર કરે કોટી ઉપાય ।।૮।। તેમ પ્રગટ પ્રમાણ પ્રભુને મૂકી, ચૂકી સમો થાય સાવધાન । તે જાણે કમાણી કરશું, પણ સામું થયું જયાન ।।૯।। એહ મર્મ વિચારી માનવી, જાણી લેવી વાત જરૂર । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, રહિયે હરિ હોય ત્યાં હજૂર ।।૧૦।। કડવું ।।૨૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 146

ભક્તિનિધિ પદ:-૦૬

રાગ:- બિહાગડો હજૂર રહિયે હાથ જોડીરે હરિશું હજુર, બીજાં સર્વેની સાથેથી ત્રોડીરે; હરિશું૦ ટેક – લોક પરલોકનાં સુખ સાંભળી, ધન્ય માની ન દેવું ધ્રોડી । મરિચી જળ જેવાં માની લેવાં, તેમાં ખોવી નહિ ખરી મોડીરે; હરિશું૦ ।।૧।। હીરાની આંખ્ય સુણી હૈયે હરખી, છતી છે તે ન નાખીએ ફોડી । તેમ પ્રભુજી પ્રગટ પખી, નથી  વાત કોયે રૂડીરે; હરિશું૦ ।।૨।। રૂડો રોકડો દોકડો દોપ્ય આવે, નાવે કામ સ્વપ્નની ક્રોડી । તેમ પ્રગટ વિના જે પ્રતીતી, તેતો ગદ્ધું માન્યું કરી ઘોડીરે; હરિશું૦ ।।૩।। પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલી, મર જો જણાતી હોય થોડી । નિષ્કુલાનંદ નિશ્ચે એમ જાણો, છે ભવસિંધુ તરવા હોડીરે; હરિશું૦ ।।૪।। પદ ।।૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 168

ભક્તિનિધિ કડવું:- રપ

રાગ:- ધન્યાસરી ભવજળ તરવા હરિ ભક્તિ કરોજી, તેહ વિના અન્ય તજો આગરોજી । શુદ્ધ મન ચિત્તે ભક્તિ આદરોજી, તેમાં તન મન મમત પરહરોજી ।।૧।। ઢાળ- તન મન મમતને તજી, ભજી લેવા ભાવે ભગવાન । તેમાં વર્ણાશ્રમ વિદ્યા વાદનું, અળગું કરી અભિમાન ।।૨।। કોઇ દીન હીનમતિ માનવી, ગરીબ ગ્રસેલ રોગનો । તેની ઉપર ૪તિખપ્ય તજી, કરવો ઉપાય સુખ સંજોગનો ।।૩।। સર્વે ઠેકાણે સમઝવા, છે અંતરજામી અવિનાશ । રખે કોઇ મુજથકી પણ, તનધારીને ઉપજે ત્રાસ ।।૪।। અલ્પ જીવની ઉપરે પણ, રાખે દયા અતિ દિલમાંઇ । પેખીપેખી ભરે પગલાં, રખે થાય અપરાધ કાંઇ ।।૫।। સ્થાવર જંગમ જીવ જેહ, તેહ સર્વના સુખદેણ । પશુ પંખી પ્રાણધારીપર, કરે નહિ કરડાં નેણ ।।૬।। ઇન્દ્રિયજીત અજાતશત્રુ, સગા સહુના સુખસ્વરૂપ । દીનપણું ઘણું દાખવે, એવા અનેક ગુણ અનૂપ ।।૭।। સાધુતા અતિ સર્વે અંગે, અસાધુતા નહિ અણુભાર । એવા ભક્ત ભગવાનના, તે સહુને સુખ દેનાર ।।૮।। હતકારી સારી સૃષ્ટિના, પરમારથી પૂરા વળી । અપાર મોટા અગાધમતિ, જેની સમઝણ નવ જાય કળી ।।૯।। એવા ભક્ત જેહને જ મળે, ટળે તેના ત્રિવિધ તાપ । નિષ્કુલાનંદ એહ નાથના, નક્કી ભક્ત એ નિષ્પાપ ।।૧૦।। કડવું ।।૨૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 134

ભક્તિનિધિ કડવું:- ર૬

રાગ:- ધન્યાસરી ભક્તિ કરે તે ભક્ત કે’વાયજી, જેથી કોયે જીવ નવ દુઃખાયજી । હા પ્રભુનો જાણે મોટો મહિમાયજી, સમઝે મારા સ્વામી રહ્યાછે સહુમાંયજી ।।૧।। રાગ :- ઢાળ સ્વામી મારા રહ્યા સઘળે, સર્વે સાક્ષીરૂપે સદાય । એમ જાણી દિલે ડરતા રહે, રખે કોયે મુજથી દુઃખાય ।।૨।। અંતરજામી સ્વામી સૌમાં રહી, દેખેછે મારા દિલની । શું હું સંતાડું સંકલ્પને, એ જાણેછે પળપળની ।।૩।। એમ ભક્ત ભગવાનને, ભાળે સહુમાં ભરપૂર। તેથી દુઃખાયે કોણ દિલમાં, જેને એવું વરતેછે ઉર ।।૪।। તે કોણ સાથે કપટ કરે, કોણ સાથે વળી વરતે છળે । કહો કોણનો તે દ્રોહ કરે, જે જાણેછે સ્વામી સઘળે ।।૫।। જેના ગુણ ગિરાયે ગાવા ઘટે, તેશું કેમ બોલાય કટુ વચને । જેને પૂજવા જોઇએ પ્રેમશું, તેને દેખાડાય કેમ ત્રાસ તને ।।૬।। જેને જમાડ્યા જોઇએ જુગતે કરી, તેને કેમ અપાય નહિ અન્ન । જેને જોઇએ જળ આપવું, તેને ન અપાય જળ કેમ જન ।।૭।। એમ સમઝી જન હરિના, કરે ભક્તિ અતિ ભરી ભાવ । તેહ વિનાના ભક્ત જેહ, તેહ બાંધે જયાંત્યાં દાવ ।।૮।। પણ ભક્ત જે ભગવાનના, તેને મત મમત હોય નહિ । આપાપર જેહ નવ પરઠે, તેહ સાચા ભક્ત કા’વે સહી ।।૯।। એવી ભક્તિ આદરવી, જેમાં કસર ન રહે કોઇ જાતની। નિષ્કુલાનંદ ન ભૂલવું, રાખવી ખટક આ વાતની ।।૧૦।। કડવું ।।૨૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 126

ભક્તિનિધિ કડવું:- ર૭

રાગ:- ધન્યાસરી ખરાખરી ભક્તિમાં ખોટ ન આવેજી, સહુ  જનને મને સુખ ઉ પજાવેજી । ભગવાનને પણ એવી ભક્તિ ભાવેજી, જે ભક્તિને શિવ બ્રહ્મા સરાવેજી ।।૧।। રાગ :- ઢાળ સરાવે શિવ બ્રહ્મા ભક્તિ, ભલી ભાતે ગુણ ગાય ઘણા । તે ભક્તિ જાણો પ્રગટની, કરતાં કાંઇ રહે નહિ મણા ।।૨।। જેહ ભક્તિમાં જાણજો, કપટ કાંઇ ચાલે નહિ । સદા પ્રભુને પેખે પાસળે, તે મોકળે મને મા’લે નહિ ।।૩।। દૂર હરિને નહિ દેખતાં, સદા સમીપે દેખેછે શ્યામ । તેનું ચિત્ત ચોરી કરી કેમ શકે, ન કરે ન કર્યાનું  કામ ।।૪।। જાણે પગે ભરૂંછું જે પગલાં, કરે કરૂંછું જેહ કામ । રસનાનું જાણે રસ રવનું, જાણે શ્રવણે સૂણું તે શ્યામ ।।૫।। નયણે રૂપ જે નિરખું, ચરમે લિયું જે સ્પર્શ રસ । નાસે જેહ વાસ લિયું, નથી એથી અજાણ્યું અવશ્ય ।।૬।। એમ પેખે પ્રભુને પાસળે, તે ભવભૂલવણીમાં ભૂલે નહિ । સદા દેખે સમીપે શ્યામને, સાચા ભક્ત તે સમઝો સહિ ।।૭।। એવા જન જગદીશને, માનો મળવા મોંઘા ઘણું । સર્વે શાસ્ત્રમાંહી સૂચવ્યું, માહાત્મ્ય એવા ભક્તતણું ।।૮।। જેહ ભક્તને વા’લા ભગવાનછે, તેહ ભક્ત વા’લા છે ભગવાનને । પણ ભક્ત નામે રખે ભૂલતા, એતો ગાયાછે ગુણવાનને ।।૯।। ભાગ્ય હોય તો એવા ભક્તની, ભેટ્ય થાય ભવમાંઇ । નિષ્કુલાનંદ તો નરને, કરવું રહે નહિ કાંઇ ।।૧૦।। કડવું ।।૨૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 129
Powered By Indic IME