Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

ચોસઠપદી પદ:- ૬૦

શામ્યો અસત્ય સુખનો ઉત્સાહ, સુરતિ સાચામાં લાગી ।। લાગી પ્રભુપદ જો ચાહ, બીજી ભૂખ સર્વે ભાગી ।। ૧ ।। ભાગી આ લોકસુખની આશ, નિરાશે નિરાંત થઈ ।। થઈ પરી એ સર્વે કાશ,  અન્ય અભિલાષા ગઈ ।। ૨ ।। ગઈ  સુરતી   સહુની  પાર,  અક્ષરધામે  ધાઈ ।। ધાઈ ઇચ્છતા સુખ સંસાર, તેમાં ન દીઠું કાંઈ ।। ૩ ।। કાંઈ ન માને બીજે તેનું મન, મહાસુખ મોટું જોઈ ।। જોઈ  નિષ્કુળાનંદ  મગન,  મનમાં  રહ્યો  મોઈ ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 143

ચોસઠપદી પદ:- ૬૧

મોહી રહ્યા જેને મુનિરાજ, તાજ  તનસુખ કરી ।। કરી લીધું છે પોતાનું કાજ, ફેરો નથી રાખ્યો ફરી ।। ૧ ।। ફરી ફસવું જે ફંદમાંય,  એવું નથી રાખ્યું એણે ।। એણે કરવું રાખ્યું નહિ કાંય, તલ એકભાર તેણે ।। ૨ ।। તેણે નજર પોંચાડી છે નેક,  શાબાશ સમઝણ એની ।। એની મતિ પોં’ચી ગઈ છેક,  હું બલહારી તેની ।। ૩ ।। તેની જોડ્યે આવે કહો કોણ, વાત વિચારી જોઈ ।। જોઈ નિષ્કુળાનંદ એવું જોણ,  કહે ધન્ય સંત સોઈ ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 145

ચોસઠપદી પદ:- ૬૨

સોઈ સુખ મળવાને કાજ, મોટા મનમાંય ઇચ્છે ।। ઇચ્છે ભવ બ્રહ્મા સુરરાજ, મળવા મનમાં રહે છે ।। ૧ ।। રહે છે આશા એવી મનમાંય, મને મહાસુખ લેવા ।। લેવા આનંદ ઇચ્છા સદાય, દલમાંઈ ઇચ્છે દેવા ।। ૨ ।। દેવા ઉપમા એહને  એક, જોતાં બીજી જડતી નથી ।। નથી છાની એ વારતા છેક, કહેવાય છે કથી કથી ।। ૩ ।। કથી કહ્યું એ ધામનું સુખ, વરણવી વળી વળી ।। વળી નિષ્કુળાનંદ કે’ શ્રીમુખ, દુઃખ જાય એને મળી ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 126

ચોસઠપદી પદ:- ૬૩

મળી મહારાજને મુનિરાય, સહુ સુખ પામે સોય ।। સહુએ કહ્યું દષ્ટાંતની માંય, જાણો કાચ ભૂમિ હોય ।। ૧ ।। હોય કાચના સર્વે આકાર, રવિ શશી તારા વળી ।। વળી તેજ તેજ ત્યાં અંબાર,  રહે બહુ ઝળમળી ।। ૨ ।। મળી  પૂરણ  દીસે  પ્રકાશ,  એકરસ  તેજ  એવું ।। એવો ધામમાં છે ઉજાસ, એ વિના કહિયે કેવું ।। ૩ ।। કે’વું કેડે  નથી હવે કાંય, સમજો તો સમજો સાને ।। સાને  નિષ્કુળાનંદ ગાય, જેને આવ્યું એવું પાને ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 134

ચોસઠપદી પદ:- ૬૪

પાને  લખ્યાં એ પદ ચોસઠ્ય, સુંદર સારાં શોધી ।। શોધી જોજયો સહુ સારી પઠ્ય, જેવી હોય જેની બુદ્ધિ ।। ૧ ।। બુદ્ધિમાંહી તે કરી વિચાર, સવળું સાર ગ્રહેજો ।। ગ્રહેજો કરવાનું તે નિરધાર, ન કરવાનું મૂકી દેજો ।। ૨ ।। દેજો મા વળી કોયને દોષ, રોષ અંતરમાં આણી ।। આણી હૈયામાંઈ ઘણી હોંશ, મંડો સહુ સુખ જાણી ।। ૩ ।। જાણી જોઈને આળસ અંગ, રતીએ રખે  રહે ।। રહે નિષ્કુળાનંદ તો રંગ, અલભ્ય લાભ લહે ।। ૪ ।। ઇતિ શ્રીનિષ્કુળાનન્દમુનિ વિરચિતા ચોસઠપદી સંપૂર્ણા । read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 160

હરિસ્મૃતિ ચિંતામણિઃ- ૧

દોહા:- મનોહર સુંદર મૂરતિ, સહજાનંદ સુખરૂપ ।। નખશિખ સુધી નિરખતાં, આવે આનંદ અનૂપ ।।૧।। પ્રથમ પ્રભુ પ્રગટને, રાખું હૃદયામાંય ।। અંગોઅંગ અવલોકીને, અંતર રહું ઉછાય ।।૨।। ચોપાઇ ધ્રુવપદી : પુરુષોત્તમ પરમ દયાળ, નાથ નિરખ્યા છે ।।શ્રીભકિતધર્મના બાળ, નાથ નિરખ્યા છે ।। સુખદાયી સહજાનંદ,નાથ૦ । સત્સંગીના સુખકંદ,નાથ૦ ।।૩।। અંગોઅંગમાં અવિનાશ,નાથ૦ । તેણે હૈયે છે હુલાસ,નાથ૦ ।। પ્રથમ પેખીને બે પાવ,નાથ૦ । આવે અંતરે ઉછાવ,નાથ૦ ।।૪।। અંબુજ અરૂણ વર્ણ બે ચરણ,નાથ૦ । હરિભકતના ભયહરણ,નાથ૦ ।। તેમાં શોભે ચિહ્ન સોળ,નાથ૦ । અવલોકે સુખ અતોળ, નાથ૦ ।।૫।। જમણા ચરણનાં ચિહ્ન જોઇ,નાથ૦ । સ્વસ્તિ અષ્ટકોણ છે સોઇ,નાથ૦ ।। વજ્ર અંકુશ ને ધ્વજ,નાથ૦ । જવ જાંબુ કહીયે કંજ,નાથ૦ ।।૬।। પગ બેહુમાં ઉર્ધ્વરેખ,નાથ૦ । શોભે અતિશય વિશેષ,નાથ૦ ।। પગ ડાબે ચિહ્ન સાત,નાથ૦ । સદા સુખદાયી સાક્ષાત,નાથ૦ ।।૭।। મત્સ ત્રિકોણ ને વ્યોમ,નાથ૦ । કલશ ધનુષ ને સોમ,નાથ૦ ।। ગોપદ સોતા ગણિયે સાત,નાથ૦ । સોળે ચિહ્ન એહ વિખ્યાત,નાથ૦ ।।૮।। જમણે અંગુઠે નખમાંય,નાથ૦ । શોભે ઉર્ધ્વરેખ એક ત્યાંય,નાથ૦ ।। બેઉ પાવલિયા પૂનિત,નાથ૦ । ચોટે આંગળીયો જોઇ ચિત્ત,નાથ૦ ।।૯।। જેવી અરૂણ કમળની કળી,નાથ૦ । એવી શોભે પગ આંગળી,નાથ૦ ।। નખશ્રેણી મણિસમ,નાથ૦ । ઉપડતા ને રુડા રમ્ય,નાથ૦ ।।૧૦।। અંગુઠા આંગળિયું બહુ સારી,નાથ૦ । જોઇ અંતર લિયો ઉતારી,નાથ૦ ।। આંગળી અંગુઠા ઉપર,નાથ૦ । શોભે ઝીણા રોમ સુંદર,નાથ૦ ।।૧૧।। ફણા તણા લાંક જોઇ,નાથ૦ । […] read more

Edit | Renew | Delete | (expires in days)

1 Views : 390

હરિસ્મૃતિ ચિંતામણિઃ- ર

દોહા : ભોજન બહુ રસે ભર્યા, જુગતે કરિયા જેહ ।। આણ્યાં ચોકી ઉપરે, તાજા જમવા તેહ ।।૧।। પાક બહુ પ્રકારના, વિધવિધના વ્યંજન ।। પુર્યા કટોરા પ્રેમશું, જુગતે જમે જીવન ।।૨।। ચોપાઇ ધ્રુવપદી : મોદક મગદળ ને મોતિયા, જમતાં જોયા છે ।। લાખણસાઇ ને સેવૈયા, જમતાં જોયા છે ।। તળીયા બળિયા માંય તેજાના,જમતાં૦ । કાજુ કળિયા મનમાન્યા,જમતાં૦ ।।૩।। પેંડા પતાસાં ને પુરી,જમતાં૦। સુતરફેણી ને સાબુડી,જમતાં૦ ।। શક્કરપારા સેવ સુંવાળી,જમતાં૦ । પુરી કચોરી રૂપાળી,જમતાં૦ ।।૪।। હલવો હરિસો રસાળો,જમતાં૦ । ગેબર ગુંદરપાક રૂપાળો,જમતાં૦ ।। ગગનગાંઠિયા ગુંદવડી,જમતાં૦ । ગળાસાટા ગળપાપડી,જમતાં૦ ।।૫।। શીરો સાથુ સાકર ચણા,જમતાં૦ । મુરકી મુરબો મેસુબ ઘણા,જમતા૦ ।। માલપુડા સાકરતણા,જમતાં૦ । બરફી બીરંજ એલચીદાણા,જમતાં૦ ।।૬।। બાટી બાજરા ઘઉંની,જમતાં૦ । ઘણા ઘીમાં બોળી ઉની,જમતાં૦ ।। ખાજાં ખીર ખુરમા ગોળા,જમતાં૦ । દુધપાક દહીંથરાં બોજાળા,જમતાં૦ ।।૭।। માખણ મહી દહીંવડાં,જમતાં૦ । ચુરમું લાપસી બે રુડાં,જમતાં૦ ।। કંસાર બાસંુદિયો ભલી,જમતાં૦ । કેરી રસ રૂડી રોટલી,જમતાં૦ ।।૮।। પુડલા ને પૂરણપોળી,જમતાં૦ । રેવડી પકોડી બોળી,જમતાં૦ ।। ગુલાબ ટોપરાંના પાક,જમતાં૦ । જલેબી ને સુંદર શાક,જમતાં૦ ।।૯।। જાર બાજરી બાવટ પોળી,જમતાં૦ । ઘીમાં ઘઉંની ઝબોળી,જમતાં૦ ।। મઠ જવના રોટલા,જમતાં૦ । ચિણા ચણાના બહુ ભલા,જમતાં૦ ।।૧૦।। સુગંધી ભાત ને ખીચડી,જમતા૦ । કોદરી કાંગવું ને કડી,જમતાં૦ ।। જાર બાજરાનું ધાન,જમતા૦ । સામો બંટીનું નિદાન,જમતાં૦ ।।૧૧।। રોટલી ને ગળવાણું,જમતાં૦ । અવલપાક આંબલવાણું,જમતાં૦ ।। […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 453

હરિસ્મૃતિ ચિંતામણિઃ- ૩

દોહા :- કરપતર થાળી થાળમાં, ત્રાંસળી કટોરા ત્રાંસ ।। પનવાડાં પડિયા વાટકા, જમ્યા કનક ઠામે અવિનાશ ।।૧।। અબખોરા કટોરા કળસિયા, કઠારી ઝારી તુંબ કમંડળ ।। ચળુ કરી ચતુરાઇશું, પીધાં નિરમળ જળ ।।૨।। ચોપાઇ ધ્રુવપદી : દાંત સુધારી બેઠા પાટે, ભૂધર ભાળ્યા છે. ।। આવ્યા જન પૂજવા માટે, ભૂધર ભાળ્યા છે. ।। ચરચે ચંદન મળિયાગરે,ભૂધર૦ । કુંકુમ કસ્તુરી કેસરે,ભૂધર૦ ।।૩।। સારી સુખડ શરીરે,ભૂધર૦ । જને ચરચી ધીરે ધીરે,ભૂધર૦ ।। કર્યા કુંુકુમના ચાંદલા,ભૂધર૦ । શોભે ચોખા ચોડ્યા ભલા,ભૂધર૦ ।।૪।। હૈયે લલાટે બે હાથે,ભૂધર૦ । કર્યા તિલક ચંદ્ર સાથે,ભૂધર૦ ।। અંગે અંબર વિના રેજાતા,,ભૂધર૦ । દિગંબર દર્શન દેતા,ભૂધર૦ ।।૫।। વનકળ વાઘાંબર સુંદરે,ભૂધર૦ । મૃગાજિન ટાટાંબરે,ભૂધર૦ ।। પછી કોપીન કટવેડે,ભૂધર૦ । રાખી અલફી તાર કેડે,ભૂધર૦ ।।૬।। ગોદડી ચાદર ચોફાળે,ભૂધર૦ । દિધા દરશન દયાળે,ભૂધર૦ ।। ખેસ ધોતી પોતી પેજારી,ભૂધર૦ । ગુઢે રેંટે લેજારી,ભૂધર૦ ।।૭।। સુરવાળ ગુડકી જામે,ભૂધર૦ । જોઇ અંગરખી દુઃખ વામે,ભૂધર૦ ।। પેરી આંગી અંગે વાજાલે,ભૂધર૦ । કસી કમર દુસાલે,ભૂધર૦ ।।૮।। ડગલી સોનેરી રૂપેરી,ભૂધર૦ । કીનખાપની જો પેજારી,ભૂધર૦ ।। ડગલી જરીની પેજારેલ,ભૂધર૦ । બોરકસુની બાંધેલ,ભૂધર૦ ।।૯।। પટુ પાંબરી ચકમે,ભૂધર૦ । શાલ દુશાલે દુઃખ શમે,ભૂધર૦ ।। બોરીચોફાળ રૂમાલે,ભૂધર૦ । પેજાર્યો રાતો રેંટો વાલે,ભૂધર૦ ।।૧૦।। ડગલી ગરમ પોસની પેજારિયે,ભૂધર૦ । પાઘ કસુંબી સોનેરીયે,ભૂધર૦ ।। વસ્ત્ર અત્તરમાં રસબસે,ભૂધર૦ । બોકાની પાઘડીયે ધસમસે,ભૂધર૦ ।।૧૧।। મુગટ કુંડળ મોલિડે,ભૂધર૦ । […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 391
Powered By Indic IME