Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૯

પૂર્વછાયો:- વળી સુણો વરતાલની,   શુચિ સીમ વિષે જે સ્થાન; જયાં જગજીવન  વિચર્યા,  ભયભંજન  શ્રીભગવાન. 1 ચોપાઈ:- ગામથી દિશા નૈરુતમાંય, ધના નામે તળાવ છે ત્યાંય; હરિ  ત્યાં બહુ નાહ્યા ઉમંગે, કોઇવાર રંગાયેલે અંગે. 2 એકવાર  શ્રીધર્મકુમાર,  માફો  જોડાવી  કીધો  તૈયાર; મુકતાનંદાદિ સદગુરુ જેહ,  માવે માફામાં બેસાર્યા તેહ. 3 શ્રીજી પોતે તો સારથી થયા, નાવા ધના તળાવે તે ગયા; હાંક્યો અર્જુનનો રથ જેમ,  હાંક્યો   સંત  તણો  રથ તેમ. 4 તે તળાવનું જાણવું આમ,  બીજું ચંદનતળાવડી  નામ; પગી જોબને જગ્યા તે જોઇ, ઘણીવાર ત્યાં દીધી રસોઇ.5 શાવજી  કૂવો છે  વળી સારો,  કરતા પ્રભુ ત્યાં તો ઉતારો; પછી ત્યાંથી સજી અસવારી, આવતા વરતાલ મુરારી. 6 તેની  પાસેનાં ખેતર જેહ, પ્રભુચરણ  અંકિત છે એહ; સંતમંડળ પણ  ત્યાં ઉતરતાં, દીનબંધુનાં દર્શન કરતાં. 7 પધરાવ્યા લક્ષ્મીપતિ જયારે, પગી જોબન ભકતે તે વારે; શાવજીકૂવાથી તો દક્ષિણમાં,  કર્યું ખેતર ભેટ  તે ક્ષણમાં. 8 પગી સાથે તે જોવાને કાજ, સંતસહિત ગયા મહારાજ; બહુ રાજી  થયા હરિ જોઇ, દીધી ત્યાં તે પગિયે રસોઇ.9 આખા ખેતરમાં પ્રભુ ફર્યા, અડવાણે પગે જ વિચર્યા; વળી એમ બોલ્યા અવિનાશ, તમે સાંભળો જોબનદાસ. 10 અર્પ્યું ઠાકોરને આ રુપાળું, નામ આજથી ઠાકોરવાળું; રાજી થૈ બોલ્યા સૌ  તતખેવ, જય લક્ષ્મીનારાયણદેવ. 11 દિશા નૈરુત મંદિર  થકી, એક  વત્સાતળાવ  છે નક્કી; દુર્ગપુરે જતાં એકવાર,  તહાં બેઠાજાતા  ધર્મકુમાર. 12 ઘણી કેરિયો […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1744

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૮

પૂર્વછાયો:- વળી  કહું વરતાલનાં,  ગામ  બહાર  જે જે સ્થાન; જયાં વિચર્યા કે જયાં વસ્યા, ભકિતતનુજ ભગવાન. 1 ચોપાઈ:- ગામથી પૂર્વ દિશનું તળાવ, તેમાં નાહ્યા મનોહર માવ; ઘણીવાર ત્યાં નટવર નાથે, જળકેળી કરી સખા સાથે. 2 હનુમાનની  દેરી  છે તીર,  તહાં બેઠા  છે શ્યામશરીર; હનુમાન પ્રસાદીના કર્યા, તેની મૂરતિ ઉપર કર ધર્યા. 3 સમૈયાને દિને એકવાર,  આવ્યા  દર્શને લોક  અપાર; હનુમાનને ધાબે બિરાજી, કૃષ્ણે દર્શન સૌને દીધાંજી. 4 કૂવો  કાંઠે તળાવને જેહ, પ્રભુની  છે પ્રસાદીનો  તેહ; પ્રભુ પ્રથમ  પધાર્યા જે કાળે,  તે કૂવા થકી પશ્ચિમ  પાળે. 5 પોતે  બેઠા હતા ધરી ધ્યાન, પગી જોબન આવ્યા તે સ્થાન; કોઈ મોટા જોગીરાજ જાણી, ગામમાં લૈ ગયા ભાવ આણી.6 તે તલાવથી ખુણે ઈશાન, એક આંબો હતો   શોભામાન; અમદાવાદના  હરિજને,  દીધી  રસોઈ  ત્યાં એક  દને. 7 રંગદાર  રંગોળી  પુરાવી,  શામહસ્તે સેવો  પીરસાવી; જમ્યા સંત તથા સહુ પાળા, પ્રભુ કીધી પવિત્ર રસાળા. 8 એ જ આંબે હીંડોળો બંધાવી, ઝુલ્યા છે જગજીવન આવી; ગામથી પૂર્વમાં જ્ઞાનબાગ, પ્રસાદીનો છે એ  તો અથાગ.9 હાલ  બેઠક  છે જે જગ્યામાં, હતો આંબલો વાયુ દિશામાં; ન ફળે એવી આંબલી જેહ,  કહેવાય છે આંબલો એહ. 10 તેની ડાળ તણી તો લંબાઈ, હતી બેઠક સુઘી છવાઈ; તેહ ડાળે હીંડોળો બંધાવી, અક્ષરાધીશ ઝુલ્યા છે આવી. 11 સજીને ત્યાં સભા ઘણીવાર, બિરાજયા છે શ્રીધર્મકુમાર; ચારે પાસ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1698

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૭

પૂર્વછાયો:- હવે મંદિર થકી બાહરે, વળી ગામ વિષે જેહ સ્થાન; જે જે પ્રભુની પ્રસાદીનાં, સુણો ભૂપ થઈ સાવધાન. 01 ચોપાઈ:- હનુમાનના  દ્વાર  બહાર,  દક્ષિણોત્તર  ઓટલા  સાર; બહુવાર પ્રસંગને પામી, તહાં બેઠા ઉઠ્યા  બહુનામી. 2 ત્યાંથી દક્ષિણ માંહિ રહેતા, નાતે સાઠોદરા ડાહ્યા મેજાતા; તેનું ઘર  છે પ્રસાદી  કેરું,  પદ  અંકિત  પુનિત  ઘણેરું. 3 અહીં મંદિર નવ હતું જયારે,  તહાં ઉતરતા વર્ણી ત્યારે; વળી ત્રીકમભાઇનું ફળિયું, કૃષ્ણે વિચરીને કીધું ઉજવળિયું. 4 ત્યાંથી દક્ષિણમાં ધોરીભાઇ, ભાઇબાનાં છે ઘર સુખદાઇ; તેના ફળિયામાં કૃષ્ણ ફર્યા છે, સંત વર્ણી સહિત વિચર્યા છે. 5 ત્યાંથી પશ્ચિમમાં પછી ધારું, ઘર શામળભાઇનું સારું; પ્રભુયે તે કર્યું છે પાવન, તેના   ભાગ્ય ભલાં ધન્ય ધન્ય. 6 વળી અંટોળદાસનું ફળિયું, પુણ્યશાળી તે જાણો પ્રબળિયું; વસનદાસ ને દયાળદાસ, તેનો તે ફળિયામાં નિવાસ. 7 ભાઈજી રાઇજી પાટિદાર, તેઓનાં ઘર પણ તેહ ઠાર; મહારાજ ધરી  મન મેહેર,  વિચર્યા છે તે પ્રત્યેક  ઘેર. 8 હનુમાનના  દ્વારથી  પૂર્વે,  ઘર  છે એક  જાણે છે સર્વે; હતો ત્યાં શવદાસનો વાડો, કૃષ્ણ નાહ્યા છે ત્યાં કોઇ દાજાડો. 9 બોચાસણના વાસી કાશીદાસ, જયારે આવતા શ્રીપ્રભુ પાસ; શવદાસને ઘેર  ઉતરતા, જમવા હરિને ત્યાં નોતરતા. 10 શવદાસ તથા તેના ભ્રાત, નામે નારણદાસ વિખ્યાત; બેયને ઘેર  શ્રીબહુનામી,  વિચર્યા સહજાનંદ  સ્વામી. 11 તેનું પામ્યા તરત ફળ તેહ, કહું આખ્યાન સાંભળો એહ; એક  દિન  શવદાસ  શરીરે, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1599

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૬

પૂર્વછાયો:- વળી  કહું વરતાલમાં,  પ્રભુ પ્રસાદીનાં જે સ્થાન; સુણો અભેસિંહ સ્નેહથી, હરિકૃષ્ણ કથા ધરી કાન. 1 ચોપાઈ:- ગામ  માણજના  પાટીદાર,  નામે ગોવિંદદાસ  ઉદાર; ધર્મવંત બીજા ધોરિભાઇ, ગામ  પીપલગ ગયા  ચાઇ. 2 તહાં તેના સગાનો નિવાસ, તેનું નામ તો શ્રીધરદાસ; સતસંગી હતા તે તો સહી, તેણે સતસંગની વાત કહી. 3 ત્યારે ત્રણે જણા મળી સંગ, આવ્યા વરતાલે આણી ઉમંગ; નારાયણમોલનો ઓરડો છે, તેની આગળ ચોક  રુડો છે. 4 તહાં ખુરશીયે ઘનશ્યામ,  પોતે બેઠેલા  પૂરણકામ; જઇ ત્રણે જણા પગે લાગ્યા, છબી જોતાં જ સંશય ભાંગ્યા.5 થયાં દર્શનથી મન શાંત, તથા ભાંગી ગઇ મન ભ્રાંત; નિશ્ચે જાણ્યા એ તો અવિનાશ, ત્યારે બોલિયા ગોવિંદદાસ.6 વસંતતિલકાવૃત:- હે કૃષ્ણ  તીર્થ કરવા  બહુ હું ફર્યો છું, કાશી  પ્રયાગ  મથુરા  પુર  સંચર્યો છું; દ્વારામતિ  જઈ  સ્વગેહ  વળી  વિરામ્યો, કોઈ સ્થળે મન વિષે નહિ શાંતિ પામ્યો. 7 જાત્રા કરી અધિક સંશય તો ન જાય,  કલ્યાણનો સુદઢ નિશ્ચય તો ન થાય; કયાં જાઉં કેમ કરી મુકિત અરે પમાય ?  એવા  ઉચાટ  ઉર  માંહિ  રહે સદાય. 8 તીર્થાટનાદિ  વળી  યજ્ઞ  તણી  સમાપ્તિ, તે સર્વનું ફલ  પ્રભો  તવ  પાવપ્રાપ્તિ; જેને તમે પ્રગટ  મૂર્તિ મળ્યા  મહેશ,  તેને કશુંય   કરવું રહિયું ન   શેષ. 9 જૈને મળે સરિત  જેહ  સમુદ્રમાંઇ,  તેને બીજે સ્થળ જવાનું રહ્યું ન  કયાંઇ; જો આપના ચરણને જન કોઇ પામે,  એથી નથી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1724

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧પ

પૂર્વછાયો:- હે નૃપ  જે ઓટો  કહ્યો, મોટા  મંદિર  પાછળ  ઠાર; સભા  સજીને બિરાજતા,  બહુવાર ત્યાં જગદાધાર. 1 ચોપાઈ:- સાલ પંચોતેરા તણી જયારે, એક ઓરડામાં તેહ વારે; નરનારાયણ  પધરાવ્યા, પ્રબોધનીયે ફરી હરિ આવ્યા. 02 થયોજાતો ત્યારે સમૈયો સારો, આવ્યાજાતા હરિભકત હજારો; ત્યારે ઓટા ઉપર હરિ બેઠા, બેઠા સંત હરિજન હેઠા. 03 બોલ્યા શ્રીમુખે શ્રીમહારાજ,  સુણો હરિજન  સંત સમાજ; અમે કરતા સમૈયા  જયારે, લખી  પત્ર  તેડાવતા  ત્યારે. 04 કર્યો આજ થકી નિરધાર,  કરવા સમૈયા  બે આ  ઠાર; હરિનૌમી પ્રબોધિની જયારે, આંહિ આવજો સૌ જન ત્યારે. 05 સુણી હરિજન  સૌ ખુશી થયા, દીનબંધુ તણી દીઠી દયા; વસો નિવાસી તુલસીદાસ, આવ્યા શ્રીપરમેશ્વર પાસ. 06 તેના  પુત્ર  જે વાઘજીભાઈ,  તેની  ઉંમર  તો  લઘુતાઇ; તેડ્યા વાંસજીભાઇયે તેને, હરિચરણે લગાડિયા એને. 07 રુપૈયો એક ભેટ મુકાવ્યો, હરિનો શિર હાથ  ધરાવ્યો; કેના પુત્ર પૂછ્યું સુખદાઈ, ત્યારે બોલિયા ગોકળભાઇ. 08 તે તો સોજિતરાના નિવાસી, પોતે પ્રગટ પ્રભુના ઉપાસી; અહો નાથ  પ્રણત પ્રતિપાળ, તુલસીભાઇનો આ છે બાળ. 09 કહે કૃષ્ણ તે તો સારો થાશે, તાતતુલ્ય  તે ભકત  ગણાશે; સુણી રાજી થયા સર્વે જન, પછી સૌ ગયા આપ સદન.10 હવે સ્થાન  બીજા  તણી વાત, કહું તે તમે સાંભળો ભ્રાત; મંદિરે છે પ્રદક્ષિણા જેહ, જાણો પ્રભુપદ અંકિત એહ. 11 એક માસ સુધી રુડી રીતે,  ફર્યા સો સો પ્રદક્ષિણા નિત્યે; નિજદાસને શિક્ષણ  કામ,  […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 397

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૪

પૂર્વછાયો:- ભૂપ  કહે બ્રહ્મચારીને,  અહો  વિચક્ષણ  વરણીશ; સ્થાન  કહો  વરતાલનાં,  જહાં જહાં ફર્યા જગદીશ. 01 કયાં કયાં કૃષ્ણ બિરાજીયા ?, કયાં જમ્યા સભા ભરી કયાંય? આવી પ્રસાદી કયાં રહી ?, કહો જે જે ક્રિયા કરી જયાંય. 02 ચોપાઈ:- બ્રહ્મચારી  કહે સુણો ભૂપ, તમે પૂછિયો પ્રશ્વ્ન અનૂપ; ધન્ય ધન્ય છે બુદ્ધિ તમારી, વાલા તમને છે વિશ્વવિહારી. 03 વરતાલ  માંહિ  જે જે સ્થાને, કરી ભિન્ન  ક્રિયા ભગવાને; તે હું સંક્ષેપે તમને સુણાવું, બધાં સ્થાન શી રીતે બતાવું ? 04 કૃપાસિંધુ શ્રીધર્મકુમાર,  વરતાલ  આવ્યા  ઘણીવાર; ગામમાં સીમમાં સર્વ ઠામ,  ઘણીવાર ફર્યા ઘનશ્યામ. 05 સ્થળ જે જે પ્રસિદ્ધ હું જાણું, તમ આગળ તેહ વખાણું; કહ્યાં છે તે ફરી  કહેવાશે, પુનરુકિત  તો તેથકી થાશે. 06 પણ  કૃષ્ણકથા  કહેવાય,  પુનરુકિતનો  બાધ  ન  થાય; મોટું મંદિર છે આજ જયાંય, પહેલાં બદરી હતી ત્યાંય. 07 ધર્મપુત્રે ધરા શુચિ ધારી, ઘણીવાર સભા સજી સારી; તહાં ઓરડો કરી તતખેવ, સ્થાપ્યા નર ને નારાયણ દેવ. 08 ત્યારે ત્યાં થકી પશ્ચિમ પાસ, રહેતા ભાઈ શ્રીરામદાસ; હતી બે ઓરડી તેહ ઠાર, વાલો બેઠા તેમાં ઘણીવાર. 09 માંડ્યું મંદિર ચણાવાને જયારે, દેવ નર ને નારાયણ ત્યારે; ઓરડા માંહિથી તો ઉઠાવ્યા, એક  ઓરડીમાં પધરાવ્યા. 10 ચાલે ચણવાનું કામ જે દાડે,  સતસંગીયો ઇંટો ઉપાડે; ભકિત ભાવ ધરી કરે સંત, મનમાં સૌને મમત અંત્યત. 11 શ્રીજી પંડે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1499

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૩

પૂર્વછાયો:- ભૂમાનંદ  મુનિ  કહે,  સુણો  સ્નેહથી  વાઘજીભાઈ; હરિલીલામૃત  ગ્રંથની,  ઉતપતિ  કહું સુખદાઈ. 1 ચોપાઈ:- કથા વકતા શ્રીઅચિંત્યાનંદ, જે છે વર્ણી મંડળમાં ચંદ; શ્રોતા ભકત અભેસિંહરાય, તેની જાણવા   મૂળ કથાય. 2 કહ્યું ગોંડળનું આખ્યાન, જે છે જાણવા જોગ્ય નિદાન; જદુવંશમાં રાજાઓ જેહ, થયા સત્સંગી મેં કહ્યા તેહ. 3 થયા ગોંડળના જે રાજાજી, જેનું નામ ભલું જ દેવાજી; તેના ભાઈ હઠીસિંહ નામ, ભાવસિંહ  બીજા અભિરામ. 4 હઠીસિંહનો  વંશ  વખાણું,  સુત  નોંધણજી  એક  જાણું; થયા પુત્ર તે રવોજી  તેના, મોટા પુત્ર, વખતસિંહ જેના. 5 છોટા દોલતસિંહજી જાણો, મોટાના   હરિભાઈ  પ્રમાણો; હઠીસિંહનો વંશ વખાણ્યો, ભાવસિંહજીનો હવે જાણો. 6 ખેંગાભાઇ તથા મોડભાઇ, ત્રીજા ભગવાનજી પણ ન્યાયી; ભાવસિંહના  તે ત્રણ  પુત્ર,  સતસંગી  સઊ  ઘરસૂત્ર. 7 ખેંગાજીના  કુંવર સુખદાઈ,  અભેસિંહ તથા  વજુભાઈ; અભેસિંહ તણા  સુત જેહ, નામે ભગવતસિંહજી  તેહ. 8 મોડભાઈ તણા જુણોભાઈ, તેના  કુંવર કહું હરખાઈ; રામસિંહ હરિસિંહ  નામ, તેને વાલા ઘણા  ઘનશ્યામ. 9 ભગવાનજીના પથોભાઈ,  ત્રણ  કુંવર  તેના કહું ગાઈ; એક  અમરસિંહજી  ભણિજે, બીજા તો રત્નસિંહ ગણિજે. 10 નારસિંહજી ત્રીજાનું નામ, ત્રણે કુંવર તે સદ્ગુણ ધામ; સુત ખેંગારજીના વિખ્યાત,  અભેસિંહ તણી સુણો વાત. 11 પૂર્વછાયો:- લાયક  છે હાલારમાં,  એક  ગણોદ  ગુણીયલ  ગામ; ભાદર  ભલી  ભાગીરથી,  સરિતા  વહે તે ઠામ. 12 ચોપાઈ:- જેમાં નાહ્યા છે શ્રીમહારાજ, સાથે લઈ  સઉ સંતસમાજ; માટે તીર્થ ગણાય  છે તેહ,  જાણે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1627

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૨

ઉપજાતિ:- સર્વોપરી ઉત્તમ હાથી એક, અંબાડીયે નંગ જડ્યાં અનેક; બિરાજીયા ત્યાં ભગવત્પ્રસાદ, ત્યારે થયો ત્યાં જયશબ્દ નાદ. 1 કરે શિરે ચામર નંદકૃશ્ના,  જેને નહી આ જગકેરી તૃષ્ણા; તથા બિરાજયા શુભ તાવદાને, પ્રભુપ્રસાદ પ્રભુ રાખી ધ્યાને. 2 હોદો ભલો હાથી તણો વિશાળ, વિરાજીયા ત્યાંજ વિહારીલાલ; તે પાસ નારાયણસુપ્રસાદ, વિરાજીયા સર્વ તજી વિષાદ. 3 મેના રથો પાલખીમાં સુસંત, વિરાજીયા જે મુનિયો મહંત; આચાર્યની ને નૃપપુત્ર કેરી, અસ્વારી શોભે મળીને ઘણેરી. 4 ત્રિવેણિકા સાગર પ્રાપ્ત જેમ, પ્રવેશ કીધો પુર મધ્ય  તેમ; શ્વેતાંબરી જે જન છે અથાહ, તે જાણીયે ગંગ તણો પ્રવાહ. 5 કૃષ્ણાંબરી પોલિસના સિપાઇ, તે જાણિયે શું જમુના વહાઇ; રકતાંબરી સંત અનંત જેહ, સરસ્વતી નીર સમાન તેહ. 6 સ્વારી તણું વર્ણન શું વખાણું, ધર્મિષ્ઠ છે ઉત્તમ તેથી જાણું; મળ્યા હરિભકત મુનિ અપાર, શોભે ઘણા ત્યાં નૃપના સવાર. 7 હરિગીત છંદ:- અસવાર સંગ  અપાર જનની લાર લાંબી થાય  છે, ગુણ ગાય વાજાં વાય જય જય થાય પુરમાં જાય છે; વાજે સુડંકા  જોધ  વંકા  ઉર  અશંકા  ધારી  છે, અમરેંદ્ર  કે સુનરેંદ્ર  આચાર્યેન્દ્રની  અસવારી  છે. 8 ગજ  અગ્ર પાળા શસ્ત્રવાળા દિલ  દયાળા છે  ઘણા, બંદૂક છોડે ચાલી  જોડે માન મોડે અરિ તણાં; બોકાની વાળી બહુ રુપાળી ભાળી ખળ ભયકારી છે, અમરેંદ્ર  કે સુનરેંદ્ર  આચાર્યેન્દ્રની  અસવારી  છે. 9 ગણનાથ જેવા તરુણ તેવા ઇભ એવા મન હરે, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1619
Powered By Indic IME