Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૪પ

નૃસિહાનંદ સ્વામીને મહારાજે ભણાવવા માંડ્યા, તે પંચસંધિ મહિના એકમાં કંઠે કરી; પણ મૂર્તિ દેખાતી તે ન દેખાણી. પછી રોયા, તે મહારાજ કહે, ‘ભણવું મૂકી દિયો. પછી મૂર્તિ અખંડ રાખ્યામાં દાખડો બહુ પડશે.’ કેમ જે, આ જીવે પાપ ઘણાં કર્યા છે; તે પાપના કરોડ કોઠાર ભર્યા છે. તેમાંથી ભગવાને એક કોઠાર ફાડીને અર્ધાના ઇન્દ્રિયો, દેહ આદિ સમસ્ત કર્યું નેઅર્ધામાંથી તેનાં ભોગનાં સ્થાનક કર્યા, માટે એ બધુંય પાપ છે.કોઇ ઇન્દ્રિય-અંતઃકરણ ભગવાન ભજવા દે એવાં નથી, ને જીવતો એકલો છે, તે જો બળિયો થાય તો ભગવાન ભજાય; નીકર ભજવા દે એવા નથી, પણ જે દી તે દી આ કર્યે છૂટકો છે,એ સિદ્ધાંત છે. ને અંતરદષ્ટિ કરવી, તે ધીરે ધીરે કરવા માંડે તો થાય. તે એમ કર્યા વિના છૂટકો નથી. ।।૧૪૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 179

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૪૬

એક કડિયે મહારાજની મૂર્તિ કરી, તે સૌ કહે, ‘ભારે કલમ છે.’ ત્યારે સ્વામી કહેઃ ‘હા, એ તો બહુ સારું, પણ મે તો બધુંયે જોયું તેમાં નિષ્કામીપણાની કલમ સૌથી ભારે જણાણી,તે કોઇથી ન રહે, માટે એ રાખવી.’ ।।૧૪૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 160

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૪૭

આ નેત્રને આ સાધુનાં દર્શન થાય, ત્વચાને સ્પર્શ થાય,નાસિકાએ તેને ચડ્યાં હોય એ પુષ્પનો ગંધ લેવાય, ને રસનાએ તેનો વિનય થાય એટલો જ લાભ છે. ।।૧૪૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 192

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૪૮

મરવું એક દિવસ જરૂર છે, પણ ભૂલી બેઠા છઈએ એ પૂરું અજ્ઞાન છે. આત્મા દેખાણે ન વળ્યું . ધ્યાન પરાયણે ન થયું.આકુતિ-ચિતિ-ચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ એ પ્રમાણે રહે ત્યારે સાધુ થાય, તે પૂરો સાધુ કહેવાય. કોટિ કલ્પશતૈરપિ ત્યારે અંત આવે છે. ।।૧૪૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 162

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૪૯

એમ વાડી કરી છે તે ત્યાં જાવું બહુ ગમે છે; કેમ જે વન, પર્વત, ઝાડી ગમે એ રુચિ. ને આ આટલું બ્રહ્માંડનું કામ કરીએ તે તો આજ્ઞાએ, પણ અનુસંધાન ઓલ્યું . ને આ તો મોટું રાજ છે, તે કોટિક તો સંકલ્પ કરવા પડે, પણ અંતરમાં કાંઇ નહિ, એવો મારો સ્વભાવ છે. માટે સૌને એમ કરવાની રુચિ રાખવી. કરવા માંડે તો થાય; જેમ ભણવા મંડ્યે ભણાય છે, એ આદિક સર્વે ક્રિયા કરે છે તો થાય. આ ગિરનાર જેવડા તરંગ હૈયામાં ઊઠે, તેથી મોટા ડુંગર જેવડા ઊઠે, તે માટે જરાજરા બંધ રાખીને ભગવાન સંભારવા. ।।૧૪૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 175

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ૦

એક જણ તો કોઠારીને મારવાનું ધારતો હતો, તે ભગવાનનો કોપ થયો. તેથી દોઢ વર્ષ સુધી માંદો રહ્યો. પછી મારી આગળ રોયો ને દીન થયો, ત્યારે મને દયા આવી એટલે મટ્યું. માટે એવા સ્વભાવ ન રાખવાં. ।।૧૫૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 150

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ૧

અને મેડે મંડળી ભેળી થઇને મલકની નિંદા કરે છે, તે જો કરશે તો કાઢી મૂકશું. ને જે ધર્મામૃત આપણી ઉપર જ કર્યું છે તે લોપીને ચોરીઓ કરે છે ને લૂગડાં વધુ રાખે છે તે ઠીક નહિ પડે; જેમ ટિટોડી ઊંચા પગ કરે તેણે કરીને આકાશ નહિ ઝીલાય. તે સારુ કાંઇ અટકયું નહિ રહે, કાઢી જ મૂકશું. કાંઉ ઝાઝા કાગોલિયાં, ને કાંઉ ઝાઝા કપૂત,હકડી તો મહીડી ભલી, ને હકડો ભલો સપૂત. તે જે રાખતો હોય તે આ ઘડી ચાલવા માંડો, અમારે તો ધર્મ રાખતા જે થાશે તે કરવું છે, એવો ઠરાવ છે. ।।૧૫૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 168

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પર

અમારે તો કાંઇ વસ્ત્ર જ ન જોઇએ, એક ધાબળી પણ નથી ને આ ખાધાનું તો કોઇકના સારાને અર્થે છે; બાકી દાળ રોટલા જોઇએ ને બીજામાં મહારાજને પ્રતાપે સહેજે અરુચિ જ રહે છે, તે માટે ભૂંડા સ્વભાવનો ત્યાગ કરીને ભગવાન ભજવા. ।।૧૫૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 157
Powered By Indic IME